Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

રુહાનુંબંધ 05: 05
રુહાનુંબંધ 05: 05
રુહાનુંબંધ 05: 05
Ebook151 pages1 hour

રુહાનુંબંધ 05: 05

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

રુહાનુંબંધ નોવેલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે, જેની અંદર 16 વર્ષની માસૂમ કૃતિ એક હૈવાનની હવસનો શિકાર બને છે અને ત્યારબાદ તેના દ્વારા તેને નીચે ફેંકી દેવામાં આવે છે. પીઆઈ પ્રયાગ અને ડૉ. વિહિતા આ કેસ ઉકેલવા માટે કોશિશ કરી રહ્યાં હોય છે, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ બંને સાથે મળીને આ કેસ ઉકેલવાની કોશિશ કરે છે. 

Languageગુજરાતી
Release dateJul 22, 2023
ISBN9798223940265
રુહાનુંબંધ 05: 05

Read more from Ankit Chaudhary Shiv

Related to રુહાનુંબંધ 05

Related ebooks

Reviews for રુહાનુંબંધ 05

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    રુહાનુંબંધ 05 - Ankit Chaudhary shiv

    અર્પણ

    જીવનના એક ધ્યેય સમાન વાંચનને જેમને પોતાની ભીતર વસાવવાનું નક્કી કર્યું છે, એવા મારા તમામ વ્હાલાં વાંચકોને...

    રુહાનુબંધ ભાગ : 05

    વિહિતાની તરફ કોઈક અજાણ્યો શખ્સ આગળ વધી રહ્યો હતો અને તે ખૂબ જ ગભરાયેલી હતી. તે વારંવાર પ્રશ્નો પૂછી રહી હતી પણ સામેથી કોઈ જવાબ આપી રહ્યું નહોતું. તે એટલી જ પરેશાન થઈ રહી હતી જેટલી તે ધ્રુવના અકસ્માત વિશે સાંભળીને થઈ હતી. તે શખ્સ તેની એકદમ પાસે આવ્યો અને વિહિતા તેની પર્સમાંથી કેચી બહાર નીકળતાં બોલી,

    મારી નજીક આવવાની કોશિશ ન કરતા નહીં તો આ કેચી શરીરના આરપાર હશે!

    તેની ધમકી સાંભળીને પણ પેલો શખ્સ રોકાયો નહીં અને તેની તરફ ઝૂક્યો અને તેના પગ ઉપર નીચે બેસી ગયો. આ જોઈને વિહિતા ચોકી ગઈ! તેની આસપાસ બલુન હવામાં ઉડવા લાગ્યાં અને તે પેલા શખ્સ તરફ જોતી જ રહી. પેલો તેની હૂડી કેપ નીચે કરતાં બોલ્યો,

    પહેલા તો તારી માફી ચાહું છું કે મેં તને ખોટું કહીને અહીં બોલાવી છે પણ સચ્ચાઈ એ છે કે મારો કોઈ અકસ્માત થયો નથી.

    આ સાંભળીને તે ચોકી ગઈ અને ગુસ્સે થતાં બોલી,

    તને કોઈ ભાન બાન પડે છે કે નહીં! તારા જૂઠે મને ખૂબ જ ડરાવી દીધી હતી. મારા હોશ ઉડી ગયા હતા અને બધું હું છોડીને અહીં આવી ગઈ છું. હું મારી માને પણ કહેવા નથી રહી કે હું ક્યાં જઈ રહી છું. મારો મોબાઇલ પણ ઘરે પડ્યો છે અને તે બધા મારી પરવા કરી રહ્યા હશે.

    એ બદલ હું દિલગીર છું પણ જો તને ખોટું બોલીને અહીં ન બોલાવતો, તો અત્યારે શાયદ તું આવતી નહિ!

    અત્યારે ન આવતી તો કાલ સવાર પડવાની હતી અને તે મને આ રીતે બોલાવી મને માનવામાં જ નથી આવતું. તું એક સમજદાર યુવાન છે મને તારી પાસેથી આ અણસમજની જરાય પણ અપેક્ષા નહોતી.

    હા જાણું છું કે મેં ભૂલ કરી છે પણ ખૂબ જ અર્જન્ટ હતું એટલા માટે મેં તને અહીં બોલાવી છે.

    હા તો મને સાચું કહીને બોલાવવી હતી, હું આવી જતી.

    હવે આવી જ ગઈ છે તો આ ગુસ્સો છોડ અને શાંત મગજે હું જે કહેવા જઈ રહ્યો છું એ સાંભળ.

    શું કહેવું છે બોલ?

    ધ્રુવ તેના બ્લેઝરમાંથી ગુલાબ બહાર કાઢતા તેની આગળ લંબાવી દીધું. તે આ જોઈને ચોકી ગઈ અને તેની ધડકન થોડી તેજ થવા લાગી. તે કંઈક પૂછવા માગતી હતી પણ પૂછી શકી નહીં! ધ્રુવ કંઈ બોલે એની પહેલા ઉપરથી ગુલાબની પંખુડીઓનો વરસાદ થવા લાગ્યો. આ જોઈને તે થોડી નર્વસ થવા લાગી અને તેનું દિલ થોડું ઝડપથી ધડકવા લાગ્યું. તે ધ્રુવ સામે જોઈ રહી હતી ને તે બોલ્યો,

    જે વખત મારી નજર તમારી ઉપર પડી એ આપણી પહેલી મુલાકાત હતી. એ સમયે આપણે નહોતા મળ્યા પણ મારી નજર તમારી ઉપર રોકાઈ ગઈ હતી. એ જ દિવસથી આ દિલે કહી દીધું હતું કે આ એ જ છે, જેની માટે તું બન્યો છે. ત્યાર પછી આપણી મુલાકાતો થઈ, મીઠી નોકજોક થઈ, ત્યાર પછી લડતા ઝઘડતા દોસ્તી પણ થઈ ગઈ અને ખબર નહીં ક્યારે આ લડાઈ ઝઘડા વાતચીતમાં તમારાથી પ્રેમ થઈ ગયો. તમે મારા પ્રેમનો સ્વીકાર કરી લો તો મારું હૈયું હંમેશાં માટે તમને સોંપવા તૈયાર છું.

    ધ્રુવ દ્વારા વિહિતા અને પ્રપોઝ કરી દેવામાં આવી હતી. એ સમયે તેને કંઈ પણ સમજાયું નહીં, એટલે તે થોડો સમય ચૂપ જ રહી. ત્યાર પછી ડોક્ટર ધ્રુવના હાથમાંથી ગુલાબનું ફૂલ લઈને,

    તમારા દિલમાં જે અહેસાસ છે એ મારા દિલમાં પણ થોડાક સમય પહેલા આવી ચૂક્યો છે. મને આ તમારા પ્રેમનો પ્રસ્તાવ મંજૂર છે.

    વિહિતા તું હકીકતમાં મારો પ્રેમ સ્વીકારવા માંગે છે?

    ધ્રુવ પ્રેમ પર પણ પ્રશ્ન?

    નહીં! એવું કંઈ નથી. પણ તારો જે સ્વભાવ છે એથી મને ઉમ્મીદ નહોતી કે તું આટલી જલદી હા પાડી દઈશ! પણ મારું દિલ કહેતું હતું કે હું તને મારા દિલની વાત કહી દઉં અને જો મેં હિંમત કરીને તને કહી દીધું જે મારા દિલમાં હતું એ! તે મારા પ્રેમના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો એ જ મારી માટે બહુ છે. હું તને એક વાત જણાવવા માગું છું પણ એ યોગ્ય સમય આવશે ત્યારે જણાવી દઈશ કેમ કે હું આપણા પ્રેમની શરૂઆત કોઈ એવી વાતથી કરવા નથી માગતો.

    જ્યારે પણ ધ્રુવ તારું દિલ કરે ત્યારે તું મને એ વાત જણાવજે! હવે મને મોડું થઈ રહ્યું છે બાકીની વાતો આપણે પછી કરીશું!

    આટલી જલદી? હજુ તો તું હમણાં જ આવી છે. મેં તારી માટે કેટલાક પ્લાન કર્યા છે, એની ખાતર કલાક જેવું રોકાઈ જા!

    પણ ધ્રુવ હું મારા એક અજીજ મિત્ર સાથે ડિનર માટે જવાની હતી અને મારી મા પણ મારી સાથે આવવાની હતી. હું તેમને કંઈપણ જણાવ્યા વગર આ રીતે અહીં આવી ગઈ છું, ફોન પણ હું રૂમ ઉપર ભૂલી ગઈ છું. મારે જવું જ પડશે નહીં તો મારી મા ચિંતા કરતી હશે!

    અરે તું મારા ફોનમાંથી ફોન કરી લે! પણ મેં જે તૈયારીઓ કરી છે એની ખાતર તારે એક કલાક જેટલો સમય તો મને આપવો જ પડશે!

    ધ્રુવ તમે જીદ ના કરો. પ્રેમની શરૂઆત જીદથી કરશો?

    પ્રેમની શરૂઆત તો થઈ ગઈ છે વિહિતા! તું પ્રેમની શરૂઆતમાં મને દુઃખી કરીશ?

    અરે ધ્રુવ યાર તમે આવું કેમ કરી રહ્યા છો? હું કોઈને કશું જ કહ્યા વગર આવી છું.

    હા તો હું કહું છું ને કે કોલ કરી લે અને કહી દે કે...

    બોલ હવે મારી મા ને મારે શું કહેવાનું છે એ ધ્રુવ તું જ કહી દે!

    તું આંટીને કહી દે કે તું તારા ડોક્ટર મિત્રો સાથે ડિનર માટે આવી છે.

    પણ હું આજ સુધી એમનાથી ક્યારેય ખોટું નથી બોલી!

    તને ખોટું બોલવા માટે કહી પણ કોણ રહ્યું છે? હું ડોક્ટર પણ છું અને તારો મિત્ર પણ છું. તો હું તારો ડોક્ટર મિત્ર થયો તો તું કહી શકે છે. એમાં કશું જ ખોટું નથી.

    હા પણ આ માટે મારું હૃદય મને પરમિશન નથી આપી રહ્યું! હું અજાણ્યા નંબર પરથી કોલ કરીશ તો ખબર નહીં પડે?

    હા પણ મેં જે પ્લાનિંગ કર્યું છે એને તું આ રીતે વેસ્ટ કરીશ?

    અરે ધ્રુવ એવું કંઈ નથી. પણ મારું મન માની નથી રહ્યું!

    બસ એક કલાકની વાત છે. મારી ખુશી ખાતર હા કહી દે..પ્લીઝ

    ધ્રુવ તેને મનાવવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેની જરાય પણ મન નહોતું! તે ન ઈચ્છવા છતાં પણ બોલી,

    ઠીક છે ધ્રુવ લાવ તારો ફોન...

    ધ્રુવ વિહિતાને ફોન આપવા ગયો પણ તેણે લીધો નહિ અને તે બોલી,

    નહિ, હું તારા નંબરથી મારી માતાને કૉલ નહીં કરું.

    તો ક્યાંથી કરીશ?

    આટલી મોટી હોટલ છે તો તેમાં લેન્ડલાઈન પણ હશે! હું એમાંથી મારી માને કોલ કરી લઈશ.

    ઓકે ઠીક છે જેવી તારી મરજી. તું કૉલ કરીને સીધી સામેના ડાઇનિંગ રૂમમાં આવ, ત્યાં સુધી હું ત્યાં આપણા ડિનરની વ્યવસ્થા કરાવું છું.

    ઓકે ઠીક છે.

    આટલું કહેતા ધ્રુવ અંદર તરફ ચાલ્યો અને હોટલની લાઈટો શરૂ કરવામાં આવી. વિહિતા ન ઈચ્છાવા છતાં પણ ધ્રુવ સાથે ત્યાં રોકાઈ હતી.

    Enjoying the preview?
    Page 1 of 1