Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

દુબઈ (UAE) ડાયરી
દુબઈ (UAE) ડાયરી
દુબઈ (UAE) ડાયરી
Ebook118 pages59 minutes

દુબઈ (UAE) ડાયરી

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આવતીકાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલા દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા મળશે! વાંચતાં વાંચતાં એવું મહેસૂસ થવા લાગશે કે જાણે તમે મારી સાથે દુબઈ ફરી રહ્યા છો!

 

દુબઈ જવું દરેકનું સ્વપ્ન હોય છે અને સ્વપ્નને જોયા વગર, ત્યાં એકાએક જવાનું થાય તો કેવી મજા આવે! બસ એવો જ અનુભવ મને દુબઈમાં થયો અને ખરેખર દુબઈ તો દુબઈ જ છે. ત્યાંની હવા અને ત્યાંની સ્વચ્છતા તમને ત્યાંનો રંગ લગાડી જ દે છે, એમ મને પણ માત્ર એકવીસ દિવસના પ્રવાસમાં તેના રંગમાં એવો રંગી દીધો કે આજ પણ તેની યાદ ભારત આવ્યા બાદ પણ ભુલાતી નથી. દુબઈનું આ વર્ણન વાંચ્યા પછી તમે મારા અને મારા આ પ્રવાસ વર્ણનના ફેન અચૂક થઈ જવાના છો, એની ખાતરી આપું છું અને મજા પણ ખૂબ જ આવશે!

 

Languageગુજરાતી
Release dateFeb 1, 2024
ISBN9798224683604
દુબઈ (UAE) ડાયરી

Read more from Ankit Chaudhary Shiv

Related to દુબઈ (UAE) ડાયરી

Related ebooks

Reviews for દુબઈ (UAE) ડાયરી

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    દુબઈ (UAE) ડાયરી - Ankit Chaudhary shiv

    Copyright © 2024 Ankit Chaudhary Shiv

    All Rights Reserved.

    This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations   embodied   in critical   articles and reviews. 

    THE AUTHOR OF THIS book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Dubai UAE Diary. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book. 

    જેમના લીધે દુબઈ પ્રવાસ જવાનું થયું, એવા મારા મામા

    ચૌધરી હર્ષદભાઈ મહાદેવભાઈના ચરણોમાં સપ્રેમ અર્પણ

    પ્રસ્તાવના

    આવતી કાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય શમણામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલ દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા મળશે! વાંચતાં વાંચતાં એવું મહેસૂસ થવા લાગશે કે જાણે તમે મારી સાથે દુબઈ ફરી રહ્યા છો!

    દુબઈ જવું દરેકનું સ્વપ્ન હોય છે અને સ્વપ્નને જોયા વગર, ત્યાં એકાએક જવાનું થાય તો કેવી મજા આવે! બસ એવો જ અનુભવ મને દુબઈમાં થયો અને ખરેખર દુબઈ તો દુબઈ જ છે. ત્યાંની હવા અને ત્યાંની સ્વચ્છતા તમને ત્યાંનો રંગ લગાડી જ દે છે, એમ મને પણ માત્ર એકવીસ દિવસના પ્રવાસમાં તેના રંગમાં એવો રંગી દીધો કે આજ પણ તેની યાદ ભારત આવ્યા બાદ પણ ભુલાતી નથી. દુબઈનું આ વર્ણન વાંચ્યા પછી તમે મારા અને મારા આ પ્રવાસ વર્ણનના ફેન અચૂક થઈ જવાના છો, એની ખાતરી આપું છું અને મજા પણ ખૂબ જ આવશે!

    દુબઈ(UAE) ડાયરી

    દુબઈ નામ સાંભળીને જ પહેલો વિચાર આવે, માર્કેટિંગ હબ અને ત્યાં જવાનો વિચાર એટલે રોજબરોજની સામાન્ય જિંદગીમાંથી એક એવી જિંદગીમાં જવું, જે આપણા વિચારોથી એકદમ બંધ બેસતી હોય! આપણને એક એવી જિંદગીની તલાશ હોય છે, જેમાં એશો આરામ અને ગમતી જિંદગી હોય; દુબઈ પણ એવું જ કંઈક છે. તમને આ પ્રવાસ વર્ણનની અંદર મારા ચોવીસ દિવસીય, દુબઈ પ્રવાસની તમામ વાતોનું વર્ણન જાણવા મળશે. મારા અનુભવો, ખરાબ અનુભવો (જો કે એવા કોઈ અનુભવ અમદાવાદ એરપોર્ટે સિવાય ક્યાંય થયા નથી.) અને દુબઈ જવું કે નહિ એ છેલ્લે જણાવીશ; મતલબ કે મારે જણાવવાની જરૂર નહિ પડે! તમને આ પ્રવાસ વર્ણનની અંદર જ દરેક જવાબ મળી જશે.

    દુબઈયાત્રાનો વિચાર

    આમ તો મોટા ભાગના લોકોનું શમણું હોય છે કે જીવનમાં એક વખત તો દુબઈ ફરવા માટે જવું! અમુકનું એવું પણ હોય છે કે દુબઈમાં બિઝનેસ કરવા જવું! નોકરી કરવા જવું કે પછી બે નંબરનો ધંધો કરીને પોલીસથી બચવા માટે દુબઈમાં જઈને છૂપાઈ જવું! આમાંનું આપણું કંઈ નહોતું, કેમ કે મમ્મી-પપ્પાનો એકના એક દીકરો હોવાને લીધે વિદેશ જવાનું ક્યારેય વિચાર્યું નહોતું, ને સાચું કહું ને તો વિચાર્યું નહોતું એટલે જ જવું પડ્યું! 😄

    આમ તો દુબઈ જવા માટેની ઓફર પાસપોર્ટે કઢાવ્યો તે પહેલાંની આવ્યા કરતી હતી પણ વિદેશ નથી જવું એવી જીદ્દના લીધે નકારી દેતો હતો. પાસપોર્ટે કઢાવ્યા પહેલાં વિદેશ જવાના યોગ બની રહ્યા હતા પણ આપણે તો વિદેશ જવા માગતા જ નહોતા! જો કે ફરવા માટે જઈ શકું પણ એટલો ખર્ચો મને પોસાય નહીં, એટલે ક્યારેય વિદેશ ફરવા જવાનું પણ વિચાર્યું નહીં.

    જન્મદિવસના દિવસે પાસપોર્ટે હાથમાં આવ્યો ને ઠીક પાંચ મહિને દુબઈ ઉપડવાનું થયું. એમાં એવું હતું કે દિવાળીની આગળ મામા ઘરે આવ્યા ને ઓફર આપી કે વિદેશ જવું હોય તો હું મોકલીશ! આપણા મામા એટલે માની લો સ્વયં કુબેરનો ભંડાર. ઓફર આપીને સાથે કહ્યું કે, વિદેશ જવું હોય તો એક મહિનો દુબઈ ફરવા આવીને નક્કી કરી લે. આપણને ઓફર ગમી કે વિદેશ જઈએ કે ન જઈએ પણ આપણે દુબઈ ફરી લઇએ. એટલે સીધો જ  માશીના દીકરાને કૉલ કર્યો કે 'મામાએ કહ્યું છે હું પણ તારી પાસે દુબઈ ફરવા આવું છું.' એ તો ખૂબ ખુશ થઈ ગયો, કેમ કે છેલ્લા છ મહિનાથી દુબઈમાં છે અને હવે કોઈ પોતાનું આવે તો મજા જ આવે ને! તે દિવાળી ઘરે આવ્યો ને પછી જવાનું નક્કી થયું.

    21 નવેમ્બરના વિઝા આવ્યા ને 22 નવેમ્બરના રોજ દુબઈની ટિકિટ હતી. સાચું કહું ને તો દુબઈ જવાથી વધારે ખુશી પ્લેનમાં બેસવાની હતી. કેમ કે આજથી પહેલાં ક્યારેય પ્લેનમાં બેઠો નહોતો. પ્લેન તો ખાલી આકાશમાં ઉડતા જોયા હતા, એટલે થોડો વધારે ઉત્સાહ હતો.

    Enjoying the preview?
    Page 1 of 1