Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

રુહાનુંબંધ: 02
રુહાનુંબંધ: 02
રુહાનુંબંધ: 02
Ebook181 pages1 hour

રુહાનુંબંધ: 02

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

રુહાનુંબંધ નોવેલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે, જેની અંદર 16 વર્ષની માસૂમ કૃતિ એક હૈવાનની હવસનો શિકાર બને છે અને ત્યારબાદ તેના દ્વારા તેને નીચે ફેંકી દેવામાં આવે છે. પીઆઈ પ્રયાગ અને ડૉ. વિહિતા આ કેસ ઉકેલવા માટે કોશિશ કરી રહ્યાં હોય છે, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ બંને સાથે મળીને આ કેસ ઉકેલવાની કોશિશ કરે છે. 

Languageગુજરાતી
Release dateJul 22, 2023
ISBN9798223576907
રુહાનુંબંધ: 02

Read more from Ankit Chaudhary Shiv

Related to રુહાનુંબંધ

Related ebooks

Reviews for રુહાનુંબંધ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    રુહાનુંબંધ - Ankit Chaudhary shiv

    અર્પણ

    જીવનના એક ધ્યેય સમાન વાંચનને જેમને પોતાની ભીતર વસાવવાનું નક્કી કર્યું છે, એવા મારા તમામ વ્હાલાં વાંચકોને...

    રુહાનુબંધ ભાગ : 02

    ડૉ. વિહિતા દ્વારા પ્રયાગ ને આલિંગનમાં ભરવામાં આવ્યો હતો. તેની  બાહોમાંથી બહાર આવી અને કહ્યું,

    પ્રયાગ આ વાત તો મેં પણ નોટિસ નથી કરી યાર! હું કંઇપણ વિચાર્યા વગર આમજ તારા ગળે લાગી જાઉં છું, એ જરાય ઠીક નથી. આપણે સારા મિત્રો છીએ એ વાત બરાબર છે પણ યાર મારે આમ તને ગળે ન લાગવું જોઈએ! પણ યાર હું લાગણીમાં બધું ભૂલી જાઉં છું કે હું શું કરી રહી છું! મારી મમ્મી પણ હંમેશાં મને કહે છે વિહુ આટલી લાગણી સારી નહિ! જે નાની નાની વાતમાં દુઃખ આપે! પણ પ્રયાગ તું જ કહે કે હું શું કરું? આ લાગણીના તાંતણાને ખુદથી વેગળો કેમ કરું?

    વિહિતા હું અત્યાર સુધી જોતો આવ્યો છું, કે આપણા સ્વભાવ ઘણા અલગ છે પણ આપણી અંદર એક વાત કોમન છે. હું અને તું બંને લાગણીશીલ છીએ! પહેલાં રડીએ છીએ ને ત્યાર બાદ વિચારીએ છીએ. પહેલાં કંઇપણ એકબીજાને બોલી દઈએ છીએ ને પછી એકબીજા માટે વિચાર કરીએ છીએ! લાગણીમાં તણાઈને એકબીજાને કોઈની પરવા કર્યા વગર જ ભેટી પડીએ છીએ! વિહિતા આપણે સારા મિત્રો બન્યા છીએ કે નહિ એ તો હું નથી જાણતો પણ હા મને એટલી ખબર છે કે આપણે એકબીજા ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકીએ છીએ!

    પ્રયાગ એ વાત તમારી એકદમ સાચી છે, પણ હવે આપણે સાથે શોધખોળ માટે જવાના છીએ! સાથે રહેવાના છીએ. કૃતિ આપણા બંનેની જવાબદારી છે, જેને નિભાવવા માટે આપણે બંને તૈયાર છીએ!

    હા પણ હું શું કહું છું કે આપણે મિત્રો બની જઈએ?

    હા પ્રયાગ...

    વિહિતા આટલું બોલી કે પ્રયાગ તો ખુશ ખુશ થઈ ગયો. તેને વિહિતા મિત્ર રૂપે મળી એ વાત જાણીને જ તે બહુ ખુશ હતો. તે બસ એટલું બોલ્યો,

    થેંક્યું વિહિતા, જો આપણે સારા મિત્રો હશું તો જેમ બને તેમ જલ્દી આપણે આપણી મંજિલ નજીક હશું.

    હા પ્રયાગ પણ આ દોસ્તીના જે દાયરા છે, તે તારે બરાબર નિભાવવા પડશે! મેં દોસ્તી માટે હા કહી છે પણ તું મારી મેટરમાં પગ પેસારો નહિ કરે.

    હા બાબા નહિ કરું! હું મારી હદમાં રહીશ બસ.

    એજ તારી માટે સારું છે.

    હમમ..

    દાદા હવે જઈએ! મને લેટ થઈ રહ્યું છે.

    દાદા કંઈ બોલે તેની પહેલાં પ્રયાગ બોલ્યો,

    બસ બે મિનિટ રોકાઈ જા, ચા આવી રહી છે, પી ને જા.

    ઓકે પણ બે મિનિટ જ હો!

    ઠીક છે.

    થોડીવારમાં ચા આવી, પ્રયાગ પેલા ટેક્ષી ડ્રાઈવર દાદા સાથે ચા પીવા લાગ્યો. વિહિતા દાદા અને પ્રયાગ વચ્ચે ચાલી રહેલા સંવાદ સાંભળી રહી હતી અને તેના દ્વારા જે હરકત કરવામાં આવી હતી, તેની ઉપર શર્મિંદા તે થઈ રહી હતી! તેની આંખો હળવી ભીની થઇ હતી પણ તે ચહેરા ઉપર સ્મિત ભરીને જોઈ રહી હતી.

    આજ સુધી કોઈ આવો માણસ નથી જોયો, જે આટલા ઉચ્ચ પદ પર હોવા છતાં ટેક્ષી ડ્રાઈવર દાદા સાથે કેટલા પ્રેમથી વાતચીત કરી રહ્યો છે. ખરેખર પ્રયાગને જોઈને દિલને ખૂબજ સારું લાગી રહ્યું છે. પ્રયાગ જેવો વ્યક્તિ જ કૃતિને ન્યાય અપાવી શકશે! બાકી મને નથી લાગતી કે અન્ય કોઈ કૃતિ માટે જરીક પણ કરી શકે!

    વિહિતા વિચાર કરતાં કરતાં ખોવાઈ ચૂકી હતી. તેણે બહારનું કંઇપણ સંભળાઈ રહ્યુ ન હતું. તે ખુદની સમજણ શક્તિ ગુમાવી નહોતી બેઠી, બસ તે વિચારોમાં ખોવાઈ ગઈ હતી.

    પ્રયાગની નજર તેની ઉપર ગઈ ત્યારે તે ઊંડા વિચારમાં ખોવાઈ હતી એવું તેને જણાયું એટલે તેના દ્વારા વિહિતાની આંખો આગળ હાથ ઊંચો નીચો કરવામાં આવ્યો. પણ તેનું ધ્યાન હતું જ નહિ! એટલે પ્રયાગ બોલ્યો,

    વિહિતા ઠીક તો છે ને?

    આ સાંભળીને તે ચોકી અને બોલી,

    મને કંઈ કહ્યું?

    હા મેડમ તમને જ કહ્યું છે.

    શું?

    તમે બે મિનિટ માગી હતી ને જુઓ તમે છેલ્લા કલાકથી વિચારોમાં ખોવાયા છો, હવે ઘરે જાઓ તો હું પણ જાઉં!

    આ સાંભળીને તે ચોકી અને પૂછવા લાગી,

    ખરેખર હું એક કલાક બાદ ભાનમાં આવી છું? મને કેટલું મોડું થઈ ગયું હશે! મમ્મી ચિંતા કરતી હશે! પ્રયાગ આટલી ઘડી તું શું કરતો હતો? મને વિચારોની દુનિયામાંથી બહાર લેવાય ને!

    હું એટલો કોઈ ફી નથી બેઠો કે તને તારા વિચારોની દુનિયામાંથી બહાર લઈ આવું! મારે બીજા પણ ઘણા કામ હોય છે.

    હા હવે તારા કામ ખબર છે.

    વોટ યુ મીન?

    કંઈ નહિ છોડ એ બધું અને મને કહે કે દાદા ક્યાં ગયા?

    દાદા તો જતા રહ્યા! હવે તમે પણ જાઓ.

    પ્રયાગ આ કઈ રીતે વાત કરી રહ્યો છે યાર? આમ થોડી વાત કરાય? હું પણ માનનીય ડૉકટર છું અને અમદાવાદની સિવિલ હોસ્પિટલની હેડ છું, એ નાતે મારી સાથે સરખી રીતે વાત કરો..

    વિહિતા અત્યાર સુધી તને મારા ચરિત્રથી સમસ્યા હતી ને હવે તને મારા ટોનથી પણ સમસ્યા છે.

    હા છે તો?

    તો કંઈ નહિ વિહિતા! તારી બે મિનિટ થઈ ગઈ છે. દાદા તને ઘરે છોડી દેશે!

    વોટ! હમણાં તો કહી રહ્યો હતો કે એક કલાક વિતી ગયો છે, ને હવે કહી રહ્યો છે કે મેં માગી હતી એ બે મિનિટ થઈ ગઈ. દાદા ઘરે છોડી દેશે, પણ તે તો ઘરે ચાલ્યા ગયા ને?

    આવું કોને કહ્યું?

    તે તો કહ્યું કે દાદા ગયા.

    તો હું કંઇપણ કહીશ ને તું માની લઈશ?

    ના રે... હું થોડી માનું!

    ચાલ ને હવે નોટંકી! માની જ ગઈ હતી. હવે બહાના ન કર..

    સારું હવે એ બધું છોડ ને મને કહે કે દાદા ક્યાં છે?

    દાદા હાથ ધોવા માટે ગયા હતા. જો સામે આવી રહ્યા છે.

    આજે તો કરી લીધી છે હવે આગળથી ન કરતો!

    શું?

    હવે આવી ઘટિયા મજાક ન કરતો નહિ તો..

    નહિ તો શું કરી લઈશ?

    જીભ કાપીને હાથમાં આપી દઈશ અને ખબર પણ નહી પડે! લે ખિસ્સામાં મૂકી દે એટલે બહુ બડબડ ન કરે?

    શું?

    તારી જીભ...

    આટલું કહેતા વિહિતાએ પ્રયાગનો હાથ પકડ્યો અને તેમાં કંઇક મૂકતી હોય એવો ઢોંગ કરવા લાગી અને ત્યારબાદ દાદા સામે જોઈને બોલી,

    ચાલો દાદા હવે મને ઘરે છોડી દો.. મને મોડું થઈ રહ્યું છે.

    હા મેડમ છોડી દઉં છું.

    જી દાદા...

    આટલું કહેતાં વિહિતા પેલા ટેક્ષી ડ્રાઈવર દાદા સાથે ત્યાંથી ચાલી, એટલે પ્રયાગ તેની સામે જ જોઈ રહ્યો હતો ને મનમાં જ બોલ્યો,

    પાછળ ફરીને બાય કહેશે કે નહિ કહે? અરે આ શેરની પાસે આશા રાખવી ઠીક નથી.

    આટલું વિચારતાં તે તેના હાથ ખુરશી ઉપર મૂકીને અન્ય તરફ જોવા લાગ્યો. વિહિતા દરવાજા પાસે પહોંચી અને બોલી,

    પ્રયાગ..

    હા!

    તારા ઝગડામાં હું કહેવું ભૂલી ગઈ કે મારી બદલી થઈ ચૂકી છે, તો આપણે સવારે કેટલા વાગ્યે નીકળવું છે?

    મારા ઝગડામાં? મેં ક્યારે ઝગડો કર્યો?

    જ્યારે મળે છે ત્યારે ઝગડો જ કરે છે, બીજું તને ક્યાં કંઈ આવડે છે!

    વિહિતા તને નથી લાગી રહ્યું કે હવે આ વધારે થઈ રહ્યું છે. તારું મન કરે તેમ તું બોલી રહી છે, આ ઠીક નથી.

    તો હું મારા મનની માલિક છું, મને ગમશે એમ કરીશ, મન કરશે તે બોલીશ.

    તો હું પણ ઝગડો કરીશ, મારું મોં છે, મારા સવાલો છે, હું તને પૂછીશ જ!

    હા હવે તને કુટેવ છે ઝગડો કરવાની; તો એ ક્યાં જવાની? પણ પ્લીઝ મારી સાથે ન કર! મારો સ્વભાવ તારી જેમ ઝગડા કરવા વાળો નથી.

    હા એ તો મને ખબર છે, કોને કઈ વાત ક્યાં ચૂબે છે.

    પ્રયાગ હદ ક્રોસ કરી રહ્યો છે હવે તું..

    તો વિહિતા તું ક્યાં હદમાં છે..

    પ્રયાગ...

    વિહિતા આગળ કંઈ બોલે તેની પહેલાં પેલા દાદા બોલ્યા,

    વિહિતા દીકરા ઝગડો હવે કાલે કરી લેજો.. મને મોડું થાય છે, તારી કાકી રાહ જોઈ રહી હશે.

    હા દાદા..

    આટલું કહેતાં વિહિતા પેલા દાદા સાથે ત્યાંથી ચાલી નીકળી પણ તેને પાછળ જોઈને પ્રયાગને બાય પણ ન કહ્યું!

    બીજા દિવસે સવારે વિહિતા ઉઠતાં જ તેની મા નાસ્તો બનાવી રહી હતી ત્યાં આવી,

    મા નાસ્તો બની ગયો?

    હા દીકરા! પણ આજે તું આટલી વહેલી કેમ ઊઠી?

    ઓહ મા, મેં તમને કહ્યું નથી?

    શું? કહેવાનું હતું? મને તો કંઈ કહ્યું નથી!

    અરે મા મારી બદલી થઈ ચૂકી છે, ને હું આજેજ નીકળી રહી છું.

    ક્યાં આગળ અને તે મને જણાવ્યું કેમ નહિ?

    સોરી મા થકાનને લીધે ભૂલી ગઈ! મારી બદલી ઊંઝામાં થઈ છે.

    "શું! આ એજ ઊંઝા છે ને જ્યાં

    Enjoying the preview?
    Page 1 of 1