About this ebook
પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા શિલ્પકારો એ કરી કે જેઓએ એકવાર કોઈ વસ્તુ જમીનમાં છુપાવી ત્યારબાદ તેને મેળવવા માટે માત્ર તે અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ મેળવી શકાય.
વર્ષો પછી તે ખજાના માટે પાગલ થયેલાં માણસોમાંથી એક રાક્ષસ બહાર આવ્યો. જે સત્તા અને શક્તિનો લાલચી હતો. તેણે ચંદ્રવંશીઓના રાજ્યનો વિનાશ કર્યો અને તે ખજાનાના અંશમાત્રને મેળવીને અડધી જિંદગી જીવ્યો. મળેલા ખજાનાથી આવેલી સતા અને વૈભવથી તે વિદેશ જઈ વસ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે, સાચો ખજાનો તો ચંદ્રતાલા મંદિરમાં છે. ત્યાં સુધી લગભગ બે એક દાયકાનો સમય વિતી ગયો હતો. હવે, તેજ વિનાશ ભારતમાં ફરી આવી રહ્યો છે. જે વર્ષો પેહલા આવ્યો હતો.
Yuvrajsinh Jadav
નમસ્કાર મિત્રો! હું યુવરાજસિંહ જાદવ આજે આપની સમક્ષ મારી નવલકથા ‘ચંદ્રવંશી’ લઈને આવ્યો છું. હું ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લાનો રેહવાસી છું. લેખન એ મારા જીવનનું અભિન્ન અંગ છે. તે હું સ્વીકારું છું અને હંમેશા સ્વીકારતો રહીશ.
Related to ચંદ્રવંશી
Related ebooks
કાલો - ધ નૂર ઓફ કુલભાટા Rating: 0 out of 5 stars0 ratingsપીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન Rating: 0 out of 5 stars0 ratingsપ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય Rating: 0 out of 5 stars0 ratingsMahan Vijeta: Samrat Ashok Rating: 0 out of 5 stars0 ratingsરુહાનુંબંધ 05: 05 Rating: 0 out of 5 stars0 ratingsરુહાનુંબંધ: 02 Rating: 0 out of 5 stars0 ratingsપડાવ Rating: 0 out of 5 stars0 ratingsઅભિવ્યક્તિ Rating: 0 out of 5 stars0 ratingsપ્લેન હાઇજેકિંગ Rating: 0 out of 5 stars0 ratingsMahan Chanakya : Aatmakatha Ane Samagra Sahitya Rating: 0 out of 5 stars0 ratingsરુહાનુંબંધ 03: 03 Rating: 0 out of 5 stars0 ratingsMaharana Pratap Rating: 0 out of 5 stars0 ratingsપ્રિમરોસ ને અભિશાપ: એક બહાદુર છોકરી ની પરીકથા - ( Primrose's Curse: Gujarati Edition ) Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsઅચાનક Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-3 Rating: 0 out of 5 stars0 ratingsMystical Honeymoon Gujarati Version | અપરંપરાગત રીત Rating: 0 out of 5 stars0 ratingsIndira Gandhi Rating: 0 out of 5 stars0 ratingsયાદ એક સ્પર્શની Rating: 0 out of 5 stars0 ratingsરસિકદાદાનાં રસગુલ્લાં - ૦૧ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsજ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsMother Teresa Rating: 0 out of 5 stars0 ratingsશું તમારી સાથે પણ આવું થાય છે? વિચિત્ર સંયોગો, પૂર્વાનુમાન, ટેલિપેથી, ભવિષ્યવાણીના સપના. Rating: 0 out of 5 stars0 ratingsઅરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3) Rating: 5 out of 5 stars5/5બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsગીતા મંથન (Geeta Manthan) Rating: 5 out of 5 stars5/5નિજદોષ દર્શનથી... નિર્દોષ ! Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર(ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsપ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratings
Related categories
Reviews for ચંદ્રવંશી
1 rating1 review
- Rating: 5 out of 5 stars5/5
Jun 4, 2025
Super. I like it. Nice story book. Chandrvanshi novel in gujarati
Book preview
ચંદ્રવંશી - Yuvrajsinh Jadav
ચંદ્રવંશી
યુવરાજસિંહ જાદવ
અનુક્રમણિકા
આભાર
કૉપિરાઇટ
પ્રસ્તાવના
પ્રકરણ 1
અંક – 1.1
અંક – 1.2
અંક – 1.3
પ્રકરણ - 2
અંક – 2.1
અંક - 2.2
અંક – 2.3
પ્રકરણ-૩
અંક – 3.1
અંક – 3.2
અંક – 3.3
પ્રકરણ-4
અંક – 4.1
અંક – 4.2
અંક - 4.3
પ્રકરણ- 5
અંક – 5.1
અંક – 5.2
અંક – 5.3
પ્રકરણ - 6
અંક – 6.1
અંક – 6.2
અંક – 6.3
પ્રકરણ 7
અંક - 7.1
અંક - 7.2
અંક - 7.3
પ્રકરણ 8
અંક - 8.1
અંક - 8.2
અંક - 8.3
પ્રકરણ 9
અંક - 9.1
અંક - 9.2
અંક - 9.3
પ્રકરણ 10
અંક - 10.1
અંક - 10.2
અંક - 10.3
આભાર
––––––––
વાર્તા લખવામાં મદદ કરનાર, વાર્તાની ભાષા શુદ્ધિ કરી આપનાર મિત્રોનો હું હંમેશા આભારી રહીશ.
મારી અર્ધાંગિનીનો આભાર કે જેને મને લેખન પ્રત્યે વધુ ધ્યાન દોરવામાં મદદ કરી.
મારા માતા-પિતાનો આભાર કે જેમને જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવાના આશીર્વાદ આપ્યા.
મારી બેહનોનો આભાર કે જેમને મને દરેક કામમાં પ્રોત્સાહન આપ્યું.
મારી વાર્તા વાંચીને મને અભિપ્રાય આપનાર મારા પ્રિય વાચકમિત્રોનો આભાર.
અર્પણ
મારા માતા-પિતાને
.
.
.
પ્રિય વાચકોને.
––––––––
અનેક અસત્યોમાં એક સત્ય છુપાયેલું છે.
કૉપિરાઇટ
––––––––
આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે.
© યુવરાજસિંહ જાદવ
ISBN: 9798739641816
આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે.
આ કૃતી કાલ્પિનક છે. નામો, પાત્રો, સંસ્થાઓ, સ્થાનો, અને ઘટનાઓ કાં તો લેખકની કલ્પનાની પેદાશ છે અથવા તો કાલ્પિનક રીતે ઉપયોગમાં લેવાયલ છે.
પ્રસ્તાવના
પશ્ચિમ બંગાળના કોલકતામાં આવેલા પાંડુઆ ગામના જંગલમાં આવેલ ચંદ્રતાલા મંદિરમાં વર્ષો પહેલાં રાઉભાન નામના ચંદ્રવંશી સુબાએ મેળવેલા ખજાનાને પ્રજાના હિતમાં ઉપયોગ લેવાય અને ત્યાં સુધી કોઈ બીજા રાજાઓના હાથ ન આવે તે માટે તેને મંદિરમાં છુપાવ્યું. જેની રચના એ સમયના ગણ્યા ગાંઠ્યા શિલ્પકારો એ કરી કે જેઓએ એકવાર કોઈ વસ્તુ જમીનમાં છુપાવી ત્યારબાદ તેને મેળવવા માટે માત્ર તે અથવા તેના જ વંશનું લોહી મળ્યે જ મેળવી શકાય.
વર્ષો પછી તે ખજાના માટે પાગલ થયેલાં માણસોમાંથી એક રાક્ષસ બહાર આવ્યો. જે સત્તા અને શક્તિનો લાલચી હતો. તેણે ચંદ્રવંશીઓના રાજ્યનો વિનાશ કર્યો અને તે ખજાનાના અંશમાત્રને મેળવીને અડધી જિંદગી જીવ્યો. મળેલા ખજાનાથી આવેલી સતા અને વૈભવથી તે વિદેશ જઈ વસ્યો હતો. જ્યારે તેને ખબર પડી કે, સાચો ખજાનો તો ચંદ્રતાલા મંદિરમાં છે. ત્યાં સુધી લગભગ બે એક દાયકાનો સમય વિતી ગયો હતો. હવે, તેજ વિનાશ ભારતમાં ફરી આવી રહ્યો છે. જે વર્ષો પેહલા આવ્યો હતો.
પ્રકરણ 1
(સૂર્યાસ્તનો સમય છે, સુરજ પૂર્વથી પશ્ચિમનો સફર કાપી ચૂક્યો છે. તેના એ સફર દરમિયાન તેને અગીણીત વાર્તાઓ શરૂ થતી જોઈ હશે અને અનેક કથાઓનો અંત પણ તેને જોયો જ હશે. તે તેની એક-એક ક્ષણે રોયો હશે અને પલે-પલ હસ્યો પણ હશે. જે તેનું રોજનું કામ હતું. પરંતુ આજે એ જ સૂર્ય નિરાશ થઈને ઢળી પડ્યો હતો અને ચાંદાને પણ આવવાની મનાઈ કરી દીધી હતી. શુ ખબર આજે તેને એકાદ કહાનીનો અતં ના ગમ્યો હોય કે રામ જાણે, તેને ચાંદાને ચોખ્ખીના પાડી દીધી હતી.)
રાત્રીના લગભગ આઠ વાગ્યે જ ઘણઘોર અંધારું થઈ ગયુ હતું. આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હતું. તે રાતે પવન પણ દુઃખ જતાવી રહ્યો હોય, એમ તેની ઝડપ વધારી રહ્યો હતો. અમાવસની એ રાતમાં એક સુંદર છોકરી જેને આચ્છા રખ્યા કલરની એક ચણિયાચોળી પેહરી હતી. પૂનમના ચાંદની ચમક જાણે તેની આજુ-બાજુ ચમકી રહી હતી. તે કન્યા જાણે ચાંદને પણ પાછો પાડી દે તેવો શણગાર સજી રસ્તા પર ચાલી રહી હતી. તે રસ્તાની બંને બાજુ લગાવેલી સ્ટ્રીટલાઇટનું અજવાળું એ ચાંદનીની ચણિયાચોળી પર પડતાં તે સ્ટ્રીટલાઇટને પણ પાછી પાડી રહી હતી. જાણે આસમાનથી નીચે ઉતરી આવેલી ચાંદની આજે સુમસાન રસ્તે એકલી નીકળી પડી હોય તેવું લાગી રહ્યું હતું. કદાચ તે ચાંદની કોઈના લગ્નમાંથી કે, કોઈ મોટા ફંક્શનને છોડીને નીકળી હોય તેવું લાગી રહ્યું હતું. તેના ‘ઉંચી હિલના સેંડલ' તેની ચાલવાની ઝડપમાં આડા આવી રહ્યા હતા. ઉનાળાની ઋતુમાં પવનના સુસવાટા તેની સામે આવી રહ્યાં હતાં અને તે પવન તેના વાળને ઉડાડીને વિખેરવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. તેની ઝડપથી ફરતી નજર જોઈને એવુ લાગી રહ્યું હતું કે, તે કોઈ મુશ્કેલીમાં છે. તેના એક હાથમાં પર્શ અને બીજા હાથમાં એક લાલકલરના કવરવાળું પુસ્તક હતું.
એ સમયે અચાનક જ તેની સામે એક આખી કાળારંગની ગાડી આવી પોંહચી અને બરોબર તેની નજીક આવીને હોર્ન વાગ્યો. ગાડીની લાઈટથી તેની આંખો અંજાય ગઈ, ગાડીમાં કોણ છે એ દેખાતું નથી. હોર્નનો અવાજ સાંભળી તે ગભરાઈને પાછી દોડવા લાગી અને તે સમયે એ કારની ડ્રાઈવરવાળી સીટની બારીમાંથી મોઢું બહાર કાઢીને એક લાંબાવાળ વાળી, આંખે ચશ્માં ચડાવેલી સુંદર છોકરીએ તેને ઊંચા અવાજેથી બોલાવી. જીદ...હું છું માહી. ઊભી રહી જા!
જીદના કાને અવાજ પોહચતાં તે ધીમી પડી ગઈ.
માહિ બોલી. કેમ આજે ડરીને ભાગી ગઈને? સ્કૂલમાં તો બવ મોટી-મોટી વાતો કરતી હતી, ઉભી રહી જા. હુ જ છું.
તેનો અવાજ સાંભળી જીદ ઉભી રહી જાય છે અને તરત જ તેની ગાડી તરફ દોડવા લાગી. જીદ ગાડીનું બારણું ખોલીને એકદમ બેસી જાય છે.
ઘણા સમયબાદ જીદ અને માહિ ફરી મળ્યા હતા. માહી જીદને ભેટીને પોતાની આંખમાંથી વહી રહેલુ ઝરણું રોકીને બોલી. આર યુ ફાઇન?.
માહી તેને હાઈ-હેલ્લો નથી કેહતી સિદ્ધિ તેની તબિયત વિશે પુછીલે છે. એ પણ અંગ્રેજીમાં. જો કે, તે હજુ અત્યારે જ કલકતાથી પાટણ આવી હતી. તેણે નથી ખબર કે જીદ સાથે શું થયું છે?
જીદ મોંઢુ હલાવીને હા!
કહે છે અને એકદમથી તેની આંખો નીચી કરીને જીદે કહ્યું. તો નિકળીએ હવે અમદાવાદ?
માહિ જીદ સામે આશ્ચર્યથી જોઈને પછી બોલી.અને મારી આંટીના ઘરે નથી જવાનું?
ત્યાં તો તું મને જ લેવા આવવાની હતી અને હું તો તારી સાથે જ છુ.
જીદ માહિને ગભરામણમાં જવાબ આપે છે.
જીદનું મોઢું ફિકું પડી ગયું હતું. શરીર પણ ધ્રુજતું હતું.જીદની હાલત જોઈને માહિ બીજા કોઈ પણ સવાલ નથી કરતી. તેની વાત માનીને માહી એક હાથ સ્ટેરિંગ પર અને બીજો હાથ ગાડીના ગેર પર રાખીને હસ્તા મોંઢે બોલી. હા! ઓન ધ વે અમદાવાદ.
જીદે તેનું પર્સ ગાડીની પાછલી સીટમાં મુકી દિધુ પણ તેને એ ચોપડી પોતાની પાસે જ રાખી. ગાડીમાં પાણીની બોટલ હતી. જીદે તે બોટલમાંથી બધુ જ પાણી ખલાસ કરી નાખ્યુ. તેના હાથ હજું પણ ધ્રુજી રહ્યાં હતાં. માહીએ ચાલુ ગાડીએ તેનો એક હાથ જીદના કપાળ પર મૂકયો. જીદનું કપાળ ગરમ હતું, મતલબ તેને તાવ આવી ગયો છે. તેની સુદર આંખોનો કલર બદલાઈ ગયો. આંખો આચ્છા લાલ રંગથી ઘેરાવા લાગી. જીદ વારંવાર તેના હાથમાં રહેલી એ ચોપડીને ખોલવાનો પ્રયત્ન કરતી. પરંતુ, કોઈ કારણ સર તે અટકાઈ જતી.
માહીએ જીદ સાથે વાત કરવાનું શરૂ કર્યું.
જીદ! તું રુહીના મેરેજમાંથી કેટલા વાગે નીકળી?
હજુ એક ક્લાક પેહલા જ નીકળી.
જીદ માહિની તરફ પોતાની આચ્છી લાલઆંખો કરીને બોલી.
શું રુહીએ મને યાદ કરી હતી?
માહિ પોતાની નજર રસ્તા પર રાખતા-રાખતા જ બોલી.
જીદ થોડું મલકાઈને બોલી. હા એતો તારાથી નારાઝ છે. રુહી તો કેહતી હતી, હું માહિને છોડીશ તો નય જ! સ્કૂલમાં જ્યારે સૌથી છેલ્લે આવતી. ત્યારે હું જ તેને બચાવતી અને આજે મારા લગ્નમાં આવવા માટે તેની જ પાસે ટાઈમ નથી? નહીં છોડુ એ ચાશ્મીસને.
માહિ જીદની સામે તીચ્છી નઝરથી જોઈને થોડું કતરાઈને બોલી. મને તો લાગે છે. જીદ! તે જ એને ચડાવી હશે. નઇ તો રુહી ક્યારેય મારા પર ખીજાય જ નય.
બોલીને પાછળથી થોડું મલકાઈ. માહીના જમણી બાજુના ગાલે હસવાને લીધે ખાડો પડી રહ્યો હતો પણ જીદ તેની ડાબી બાજુ બેઠી હતી.
જીદ નકચડી થઈને થોડો ગુસ્સો દેખાડતી તેની આચ્છી લાલઆંખોથી કતરાતી એક લાંબો શ્વાસ ભરીને બોલી. એક તો તને સાચું કવ અને તું બધુ મારા પર જ ઢોળી દે'શ. તું તો હજુ નથી સુધરી આતો પેલી કેહવત જેવુ જ કે, ‘કૂતરાની પૂછડી ગમે ત્યાં ડાટો વાંકીને વાકી’ અને એક હું છું કે તને રૂહી પાસે સારી દેખાડતી હતી.
માહિ જીદ તરફ જોઈને હસીને બોલી. ઓકે...ઓકે. છોડ. તું તો એના કરતા પણ વધુ ગુસ્સે થઇ ગઈ. (થોડું વિચારીને.) ઓહ હા! તું તો મિસ હોટની ફેવરેટ સ્ટૂડેંટ હતી નય!
એટલું કહીને માહિ મોટેથી હસવા લાગી.
હમ્મ.... તને તો ખબર જ છે મારી!
તેની વાત સાંભળી જીદ શાંત થઈને બોલી.
હા! હું તો ચેક કરતી હતી કે તું એ જ જીદ છેને? જેને હું છોડીને ગઈતી.
ના... હું હવે બદલાઈ ગઈ છુ.
હા એ તો મે જોયું.
માહિ જીદ તરફ મોઢું કરીને ફરી હસવા લાગી.
જીદ માહિને યાદ અપાવતી હોય તેમ નેણ ઉંચા કરીને બોલી.
તું નય સુધર, યાદ છેને નાની હતી ત્યારે તારી આવિજ મસ્તીના લીધે તારા પાંચ જોડી ચશ્મા તૂટી ગયા હતા!
.
હા કેમ ભૂલી શકું એ મારા અંકલએ મારી માટે કલકત્તાથી મોકલ્યા હતા.
જીદ માહિની સામે જોઇને આંખોમાં નમણાસ ભરીને બોલી. સાચે જ તું કલક્તામાં ખુશ રહે છે?
કેમ તને ગુજરાત છોડવાનું મન નથી થતું?
માહિ થોડી કઠોર થઈને રસ્તા પર નઝર કરીને બોલી.
થોડા અફસોસ સાથે લાંબા શ્વાસ ભરીને જીદ બોલી. હા! મારે તો અહિયાં જ રેહવું હતું. જ્યાં મારું બાળપણ વીત્યું, જ્યાં મારી બધી જ સહેલિઑ મને મળી હતી. પરંતુ, સમય જતાં એ બધી જ અલગ-અલગ વિખરાઈ ગઈ. એક ચશ્મિશ કલકતા ચાલી ગઈ, એક મુંબઈ લગ્ન કરીને નીકળી ગઈ, છેલ્લે હું અને રુહી બચ્યા હતા તો આજે એ પણ ચાલી જશે.
માહી પણ જીદ સામે જોવે છે. તે બંનેની આંખોમાં જૂની યાદો હતી. માહિ તેના શ્વાસની ગતિ ધીમી કરીને મોંમાં રહેલી લાળને ગળામાં ઉતારીને બોલી. તને તાવ છે. બે-ત્રણ દિવસ રૂહીના લગ્નમા બવ મજા કરી હશે તમે બધાએ. એટલે અત્યારે વધુ વિચાર્યા વગર સૂઈજા પછી વાત બધી.
જીદ થાકી ગઈ હતી એટ્લે હકારમાં માથું ધુણાવીને સૂઈ જાય છે. માહિના મનમાં પણ ઘણા સવાલો ઉમટી રહ્યાં હતા. (જીદ આમ એકલી રસ્તા પર કેમ? કેમ તેણે આંટિના ઘરે જવાની ના પાડી?)
ત્યારબાદ લગભગ સતત ત્રણ કલાક ગાડી ચલાવ્યાબાદ તે અમદાવાદ પોહચી ગયા. રાતના અગિયાર વાગ્યે તેમણે અમદાવાદમાં પ્રવેશ કર્યો. તે સીધા જ ચાંદખેડા થઈને નવરંગપુરા પહોંચી ગયા. ત્યાં તેના અંકલનો એક ફ્લેટ ચાંદરોડી સોસાયટીમાં હતો. માહિ ચાંદરોડીમાં ગાડીવાળે છે. તેની નઝર મારુતિ બિલ્ડિંગને શોધી રહી હતી. તે બિલ્ડીંગમાં ત્રીજા ફ્લોરમાં તેના અંકલનો ફ્લેટ હતો. માહિને મારુતિ બિલ્ડીંગ દેખાય છે અને જેવી તે ત્યાં બિલ્ડીંગ તરફ ગાડી વાળે છે કે, ગાડી સાથે નીચે કઈક અથડાય છે અને ગાડીનું એક ટાયર કોઈ વસ્તુ ઉપર ચડી ગયું હોય એમ ફચ... થઈને ટાયરે જાણે કોઈ ચીજને પેચી નાખી. માહિએ એકદમ સૉર્ટબ્રેક મારી અને ગાડી ઉભી રાખી.
બ્રેક લાગવાથી જીદ એકદમથી જાગી ગઈ અને માહી તરફ નજર કરી. જીદ કંઈ બોલે તે પહેલાં અચાનક તેની નજર માહિના પાછળની સીટવાળા કાચ પર પડી અને તેના મોંઢામાંથી એક ચીસ નીકળી ગઈ. આ...આ..અ કાચ પર લોહી...!!
એટલું કહીને તે એક જ જાટકે બારણું ખોલીને બહાર નીકળી ગઈ. માહિ પણ તેની સાથે-સાથે બહાર નીકળી જાય છે. ત્યારે માહીએ જોયું કે , તેની ગાડી નીચે એક બિલાડી આવી ગઈ હતી. માહિ પણ તેના નાક આડા હાથ રાખી દે છે.
ઓહનો... આ મારાથી શું થઈ ગયું.
અફસોસ સાથે માહી બોલી.
જીદે માહીને સંભાળીને ઘર તરફ જવા ઈશારો કર્યો અને માહિ ધીમે-ધીમે ગાડીમાં બેસી ગઈ. બંને માહિના અંકલના ફ્લેટમાં પોહચી. ગાડી નીચે પાર્ક કરીને તે બંને ત્રીજા ફ્લોર સુધી ફટોફટ સીડી પર ચાલીને પોહચી ગઈ. ફ્લેટનું બારણું ખોલીને માહિએ પેહલા લાઇટ માટે દરવાજાની ડાબી બાજુએ આવેલ બોર્ડની પેહલી સ્વિચ ઑન કરી. પરંતુ લાઈટ થઈ નહીં એટલે તેની પાસેની સ્વીચ દબાવી અને એક નાઈટ લેમ્પ જેવી ગલોપડી ચાલુ થઈ. માહીએ બધી જ ચાપ દબાવી પણ મોટી લાઈટ થઈ નહીં. હવે નાની લાઇટમાં જ જીદ અંદર આવી ગઈ અને તેના હાથમાં રહેલી ચોપડી માહિના બેગની અંદર મૂકી દીધી. સોફાની બાજુમાં રહેલી એક નાની ઘડિયાળ જોઈને. જીદે ફ્લેટમાં પડેલી ઘડિયાળમાં ટાઈમ સેટ કરીને એલાર્મ લગાવી દેવા જણાવ્યું. બંને ખુબજ થાકી ગઈ હતી અને ઊંઘ પણ આવતી હતી એટલે બીજું કઇજ કહ્યા કે જોયા વગર ત્યાં જ સોફા પર સૂઈ ગઇ.
***
અંક – 1.1
બીજે દિવસે સવારે સાડા છ વાગ્યે ઘડિયાળનો એલાર્મ વાગ્યો ટીટી-ટીટ... ટીટી-ટીટ... ટીટી-ટીટ...
લગભગ એક મિનિટ વાગ્યો. જેથી જીદ જાગી ગઈ. તેને માહીને પણ ઉઠાડી દીધી. માહિ તેની આંખો ચોળતી-ચોળતી તેના ચશ્માં શોધી રહી હતી. તેના ચશ્મા સોફાની પાછળ પડી ગયા હતા. માહિ ચશ્મા લઈને ચડાવે જ છે કે, સામેની દિવાલ પર તેના અંકલના ફોટાઓ જોવે છે. તેને જોયું કે અંકલ જ્યોર્જના બાળપણના ફોટા અને તે જે હાલમાં છે, તેમાં જમીન આસમાનનો ફર્ક હતો. માહીના પપ્પા હંમેશા તેના અંકલના વખાણ કર્તા હતા. આ તે જ અંકલ જ્યોર્જે હતા. એકદમ સ્વીટ છોકરી જેવા અને ધોળા તો એટલા કે અંગ્રેજોને પણ પાછા પાડીદે. માહિનો જન્મ થયો ત્યારે તેના અંકલ કલકતામાં કોલસાના બિઝનેશ માટે ગયાં હતા. એટલે માહીએ તેના અંકલને આ રૂપમાં ક્યારેય જોયાં નહતા. રાતે તેમણે ઊંઘના કારણે કઇજ જોયું નહતું, તે બંને સોફા સુધી બહુજ મુશ્કેલથી પોહચી હતી. જીદ માહિના અંકલનો ફોટો જોઈને. આશ્ચર્ય પામીને બોલી.
માહિ તારા અંકલ બિઝનેશમેન છે?
હા! આપણે તેમના પાર્ટનરની કંપનીમાં જ નોકરી કરવાની છે.
માહિ જીદને ફોટા સામે જોતાં-જોતાં કહી રહી હતી.
તારા અંકલ તો એક્દમ છોકરી જેવાં જ લાગે છે.
હા! એમનાવાળ તો જો કેટલા લાંબા છે.
બોલતા-બોલતા માહિ પણ ચકિત થઈને જોઈ રહી હતી.
તું તો એવી વાત કરે છે. જાણે પેહલીવાર જોતી હોય અંકલને.
જીદ માહિને ચીડવવા બોલી.
સાચે જ મારા અંકલ અત્યારે આવા બિલકુલ નથી લાગતા. જાણે બ્રિટિશ અંગ્રેજ આફ્રિકા જઈને કાળા પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે તો!
હું ગઈ તે પેહલા અંકલ અને આંટીનું એક કાર એક્સિડેંટ થયુ હતું. તેમાં આંટી સેલ્વિન બચી ન શકયા અને અંકલના મોઢે ડાઘા પડી ગયા.
ઓહ! એ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અત્યારે કેમ છે તારા અંકલને?
એમને અત્યારે સારું છે પણ પપ્પા એમ કેહતા હતા કે, તે ઘરે ઓછા આવે છે. કદાચ આંટીની યાદ આવતી હશે. એટલે એ ગુજરાત તો આવતા જ નથી.
બોલીને માહિ એક લાંબો શ્વાસ ભરીને મૌન થઈ ગઈ.
***
