Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Swami Vivekanand Ke Sapno Ka Bharat
Swami Vivekanand Ke Sapno Ka Bharat
Swami Vivekanand Ke Sapno Ka Bharat
Ebook409 pages3 hours

Swami Vivekanand Ke Sapno Ka Bharat

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આ પુસ્તક ભારતના મહાન ભવિષ્યદર્શી અને મહાનાયક સ્વામી વિવેકાનંદને સમર્પિત છે, જેમના વિચારો અને વિચારધારાએ સદીઓથી લોકોનું માર્ગદર્શન કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ પ્રેરણા બની રહેશે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateSep 15, 2022
ISBN9789352610877
Swami Vivekanand Ke Sapno Ka Bharat

Read more from Himanshu Shekhar

Related to Swami Vivekanand Ke Sapno Ka Bharat

Related ebooks

Reviews for Swami Vivekanand Ke Sapno Ka Bharat

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Swami Vivekanand Ke Sapno Ka Bharat - Himanshu Shekhar

    સ્વામી વિવેકાનંદના

    સપનાઓનું ભારત

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5261-087-7

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011-40712100

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2013

    SWAMI VIVEKANANDNA SAPNAONU BHARAT

    By - Himanshu Shekhar

    સમર્પણ

    આ પુસ્તક ભારતના મહાન ભવિષ્યદર્શી અને

    મહાનાયક સ્વામી વિવેકાનંદને સમર્પિત છે,

    જેમના વિચારો અને વિચારધારાએ

    સદીઓથી લોકોનું માર્ગદર્શન કર્યું છે

    અને ભવિષ્યમાં પણ તેઓ પ્રેરણા બની રહેશે.

    પ્રસ્તાવના

    ''મેં તેમના કાર્યોનો ખુબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને એવું કર્યા પછી અનુભવ્યું કે દેશ પ્રત્યે મારો પ્રેમ કેટલા હજાર ગણો વધી ગયો.''

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી

    ''જો કે તેમના મૂળ ભૂતકાળથી જોડાયેલા હતા અને ભારતીય પ્રતિષ્ઠા પર તેમને ગર્વ હતો, પરંતુ જીવન સાથે જોડાયેલી સમસ્યાઓ પ્રત્યે તેમનો આધુનિક દૃષ્ટીકોણ પ્રાચિનું અને વર્તમાન ભારત વચ્ચે એક સેતુની સમાન હતો. તેમણે ખિન્ન અને હતાશ હિંદૂ માનસિકતાને સહારો આપ્યો અને તેમનામાં આત્મ-વિશ્વાસનો સંચાર કરવાની સાથે સાથે પોતાને પ્રાચિનું મૂળ સાથે પણ જોડ્યાં.''

    જવાહરલાલ નેહરૃ, ભારતના પ્રથમ વડાપ્રધાન

    એક મહાન ભવિષ્યદર્શી વિશે આ શબ્દો ભારતના બે મહાન નેતાઓના છે. સ્વામી વિવેકાનંદની જીવનગાથાનું નિરિક્ષણ કર્યા પછી એ તથ્ય સ્પષ્ટ થઈ જાય છે કે, તેઓ વાસ્તવમાં એક મહાનાયક હતા. તેઓ ફક્ત એક અધ્યાત્મિક ધાર્મિક નેતા જ નહીં, પરંતુ એક મહાન રાષ્ટ્રવાદી વિચારક પણ હતા. જીવનના દરેક પાસામાં તેમનું મુલ્યાંકન આશ્ચર્ય પમાડે છે અને આજના સમયમાં પણ પ્રાસંગિક છે.

    સન્ ૧૯૦રમાં તેમનું ભૌતિક અસ્તિત્વ આપણાથી વિદાય લઈ ગયું, પરંતુ હાલના સમયમાં પણ સમસ્યાઓથી ઝઝૂમી રહેલા ભારત માટે તેમના વિચાર આપણાં માર્ગદર્શન માટે આપણી સામે છે. આ પુસ્તક પણ આ જ ઉદ્દેશ્યોને સામે રાખીને લખાયું છે. આપણા દેશની નીતિ નિર્માણની પ્રક્રિયા પશ્ચિમી વિચારોથી પ્રભાવિત છે અને દેશની સમસ્યાઓનું સમાધાન પશ્ચિમી શૈલીમાં કરવા માટે ભાર મુકવામાં આવે છે. જ્યારે કે આપણા સ્વદેશી વિચારકોની વિચારધારાને દરકિનાર કરી દેવામાં આવે છે. જો તમે સ્વામી વિવેકાનંદની રચનાઓને અભ્યાસ કરશો, તો તમને બધી સમસ્યાના સમાધાન મળી જશે. તેમના શબ્દોમાં વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરની સમસ્યાઓના સમાધાનની શક્તિ છે.

    દરેક સમસ્યા પ્રતિ સ્વામી વિવેકાનંદનો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિચારધારાનો અદ્ભુત સંગમ હતો. આવો, કૃષિ ક્ષેત્રથી પ્રારંભ કરીએ. તેમના વિચારોમાં એ વાત સંપૂર્ણ સ્પષ્ટ થઈ જાય છે કે તેમનું માનવું હતું કે ખેતીનું શિક્ષણ અનિવાર્ય છે અને ખેડૂતોને પ્રશિક્ષિત કરવા માટે પુરતો પ્રબંધ કરવો જરૃરી છે. પરંતુ આજકાલ શું થઈ રહ્યું છે? સરકાર તરફથી કૃષિ સાથે સંકળાયેલા લોકો માટે આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. જો કે ખેડૂતોમાં જાગરૃકતા લાવવા સરકાર તરફથી કેટલીક યોજનાઓ જરૃર બનાવવામાં આવી છે અને તેના માટે સરકારી ખજાનામાંથી કરોડો રૃપિયા પણ ખર્ચાય છે. પરંતુ આ યોજના કાગળમાં ખુબ જ સારી લાગે છે પરંતુ મૂળ સ્વરૃપે અત્યાર સુધી તેનો કોઈ સકારાત્મક પ્રભાવ દેખાયો નથી. ભારતીય ખેડૂત આત્મહત્યા કરવા માટે વિવશ છે અને સરકાર કોઈ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી.

    ભારતીય પ્રધાનમંત્રી ડૉ.મનમોહનસિંહ જી.ડી.પી.ના આંકડાઓનો રાગ આલાપે છે. તેઓ ખુબ જ ઝડપથી આગળ વધતા શેરબજારની પ્રશંસા કરતાં થાકતા નથી. તેમના અનુસાર આ ભારતના વિકાસનું પ્રતિક છે. પરંતુ શું આ સત્ય છે? ભારતના દૂર-દૂરના ગ્રામવાસીઓનું શું? ખેડૂતો અંગે શં મત છે? એ તો હજુ સુધી આત્મહત્યા કરી જ રહ્યાં છે. તેનો સીધોસાદો મતલબ તો એ જ થયો કે પ્રધાનમંત્રી મહોદયના વિકાસના માપદંડ આમ જનતા અને ખેડૂતો માટે અર્થહીન છે. જ્યારે તેમની સરકાર અને પાર્ટી સામાન્ય માણસની વાત કરે છે! તેથી એવું સાબિત થાય છે કે સરકાર સમાજના પ્રતિષ્ઠિત માનવીની તરફેણમાં નથી. અંતે આ તો એક પ્રકારની સામાન્ય જનતાને ઠગવા જેવી જ વાત છે.

    શિક્ષણના ક્ષેત્રમાં આ વાત લાગૂ પડે છે, હલકાં સ્તરના શિક્ષણને કારણે ભારતના કેટલાય ક્ષેત્રો પાછળ રહી ગયા છે. આપણા શિક્ષણ પ્રણાલી મોટાભાગના લોકોને શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે અસમર્થ છે. જે એક પૂર્ણ વિકાસમાં આડખીલીરૃપ છે. સમાજના ઉત્થાન માટે સ્વામી વિવેકાનંદ શિક્ષણની ભૂમિકા પર ખાસ ભાર આપતા હતા. પરંતુ આપણા નીતિ ઘડનારા તેમના આ વિચારોની ઉપેક્ષા કરે છે. જો લોકોને શિક્ષા નહીં મળે, તો મોટા સ્તર ઉપર સામાજીક પરિવર્તન નહીં આવે. ભારતમાં અત્યારે આ જ થઈ રહ્યું છે. મહાનગરોની સાક્ષરતા દુર દેશના ગ્રામિણ ક્ષેત્રથી વધારે છે. તેના પરિણામ રૃપે વિકાસની પ્રક્રિયા શહેર સુધી જ સીમિત રહી છે અને ગ્રામીણ જનતા પોતાને અલગ મહેસુસ કરે છે.

    શિક્ષાની આગળ વાત કરીએ તો મહિલાઓની સ્થિતિ ઘણી દયનીય છે. એક અનુમાન અનુસાર ભારતમાં અત્યારે પણ ર૪પ મિલીયન ભારતીય મહિલાઓ વાંચી-લખી શકતી નથી, જે વિશ્વની અભણ મહિલાઓમાં ખુબ મોટી સંખ્યા છે. આ એક ચોંકાવનારૃ સત્ય છે કે અંદાજે ભારતીય મહિલા માત્ર ૧-ર વર્ષ જ સ્કૂલ જઈ શકે છે. જ્યારે પુરૃષોમાં આ અંદાજ ૩.પ વર્ષ છે. મીડલ સ્કૂલ સુધી પહોંચતા પહોંચતા પ૦ ટકા ભારતીય છોકરીઓ સ્કૂલ છોડી દે છે.

    સ્વામી વિવેકાનંદે મહિલાઓમાં સાક્ષરતાના મહત્ત્વ પર એકવાર કહ્યું હતું, 'પહેલા મહિલાઓને શિક્ષિત કરો અને પછી પરિસ્થિતિને એમના પર છોડી દો, તો એ તમને બતાવી દેશે કે તેમને સુધારની કેટલી જરૃરીયાત છે. તેમને આખી ઉંમર અસહાય હાલતમાં બીજાઓ પર નિર્ભર રહેવું પડે છે અને એ કારણે જ સંકટના સમયે તે આંસુ વહાવ્યા સિવાય બીજુ કશું નથી કરી શકતી.'

    અહીંયા એ બતાવવાની જરૃર નથી કે સ્વામી વિવેકાનંદે ભારત માટે એક સપનું જોયું હતું. તેમના કાર્યો જોઈને તેમના સપનાની રૃપરેખા સહજ રીતે જોઈ શકાય છે. આ નીતિઓ નિર્ધારીત કરવાવાળા વિવેકાનંદના વિચારો પર ચાલશે તો રાષ્ટ્રીય સમસ્યા પર તમને તેમના વિચારોની જાણ કરવામાં આવશે. અત્યારની સમસ્યાઓથી છુટકારો પામવા આપણે તેના વિચારો પર ચર્ચા કરીશું.

    અહીં હું ડાયમંડ બુકસના ચેરમેન શ્રી નરેન્દ્ર વર્માજીનો આભાર માનવા ઇચ્છું છું, જેમની પ્રેરણા મને આ પુસ્તકના સંકલન દરમ્યાન મળતી રહી અને આના પ્રકાશન પછી અમારા મુલ્યવાન વાચકો સુધી પહોંચાડવા માટે તેમનો આભાર. મને આ પુસ્તક પર તમારા સૂચનો અને ટીકાઓની આતુરતાથી પ્રતિક્ષા રહેશે.

    હિમાંશુ શેખર

    વેબસાઈટ : www.himanshushekhar.in

    ઈ-મેઈલ : hshekhar.imm@gmail.com

    વિષય સૂચી

    સ્વામી વિવેકાનંદઃ એક પરિચય

    ગરીબી

    કૃષિ

    ઔદ્યોગિકરણ

    શિક્ષા

    મહિલા વર્ગ

    યુવા વર્ગ

    રાષ્ટ્રીય અખંડતા

    આત્મવિશ્વાસ

    ઉપસંહાર

    ૧. સ્વામી વિવેકાનંદઃ એક પરિચય

    સ્વામી વિવેકાનંદનો જન્મ ૧ર ફેબ્રુઆરી, ૧૮૬૩માં કોલકાતા (કલકત્તા)ના એક પારંપરિક હિન્દૂ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. તેમનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. વૈરાગી જીવનમાં પગ મૂક્યા બાદ તેમનું નામ નરેન્દ્રનાથમાંથી સ્વામી વિવેકાનંદ થઈ ગયું.

    નરેન્દ્ર એક ખુબ ચંચળ અને શરારતી બાળક હતા. તેઓ ભણવામાં અને રમતમાં બંનેમાં હોશિયાર હતા. તેમણે વાદ્ય અને ગાવાનું પણ શિક્ષણ લીધું. ખુબ જ નાની ઉંમરમાં તેઓ ધ્યાન લગાવવાનો અભ્યાસ કર્યા કરતા હતા. નાનપણથી જ નરેન્દ્ર જાતિ અને ધર્મ પર આધારીત અંધ વિશ્વાસ અને ભેદભાવના પ્રશ્નો ઊઠાવતા હતા. નાનપણથી જ તેમના મનમાં સન્યાસીઓ પ્રત્યે ખુબ જ શ્રધ્ધા અને આદરભાવ રહેતો હતો. માગવાથી તેમને કંઈકને કંઈક આપ્યા કરતા હતા. કોઈ ભિખારી દ્વારા ભિક્ષા માગવા પર તેમની પાસે જે હોય તે તેમને આપી દેતા. આ રીતે તેઓ નાનપણથી જ બલિદાન અને ત્યાગના પ્રતિક હતા. નાની ઉંમરમાં પણ તેમનામાં દયાભાવના અને સ્વાભાવિક નેતૃત્વ જેવા મહાન ગુણો હાજર હતા.

    સન ૧૮૭૯માં દસમું ધોરણ કર્યા પછી નરેન્દ્રએ કલકત્તાની પ્રેસીડેંસી કૉલેજમાં પ્રવેશ લીધો. તે એક જાણીતી કૉલેજ હતી અને આજે પણ તે ઉત્તમ શિક્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. ૧૮૮૦માં નરેન્દ્રએ કલકતામાં જ સ્કૉટીશ ચર્ચ કૉલેજમાં દર્શન શાસ્ત્રનું અધ્યયન કર્યું. આ જ કૉલેજમાં તેમણે પશ્ચિમી વિચારધારા, પશ્ચિમી દર્શનશાસ્ત્ર અને અને યૂરોપીય દેશોનો ઇતિહાસ વાંચ્યો. ઉચ્ચ શિક્ષણની સાથે-સાથે તેમની વિચારધારા પણ મજબુત થવા લાગી. તેમના મનમાં ઈશ્વર પ્રત્યે શંકાઓ થવા લાગી. સમય જતાં તે બ્રહ્મ સમાજ સાથે જોડાયા, જે કેશવચંદ્ર સેનના નેતૃત્વમાં એ સમયની એક મહત્ત્વની ધાર્મિક લહેર હતી. પરંતુ સમાજ દ્વારા આયોજીત સામુહિક પ્રાર્થના સભાઓ અને ભજન ઈશ્વર પ્રતિ નરેન્દ્રના મનની જીજ્ઞાસાને શાંત કરી શક્યા નહીં.

    બ્રહ્મ સમાજના ઔચિત્ય વિવેકાનંદની અનંત આધ્યાત્મિક ભૂખને મિટાવી શક્યા નહીં. નાની ઉંમરમાં જ તેમને આધ્યાત્મિક અનુભવ થવા લાગ્યા અને ૧૮ વર્ષની ઉંમરમાં તેમના મનમાં ઈશ્વર દર્શનની તિવ્ર ઈચ્છા જાગી. ખુબ જ બેબાકળા થઈ વિવેકાનંદ જેને ઓળખતા હોય તેવા તેમની આસ-પાસના લોકોને પૂછતા, તેમણે ભગવાનને ક્યારેય જોયાં છે. બધાને પૂછતા, તેમણે ભગવાનને ક્યારેય જોયો છે બધાનો જવાબ 'ના'માં જ હોય. જો કે દેવેન્દ્ર નાથે એમના જણાવ્યું કે એમણે ભઘવાનને એક યોગીની આંખોમાં જોયા છે અને એમને વિશ્વાસ અપાવ્યો કે તેઓ પોતાના જીવનકાળમાં પરમાત્માના દર્શન જરૃર કરશે.

    આ દરમિયાન નરેન્દ્રને દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે સાંભળ્યું. શ્રી રામકૃષ્ણ કાલી માતાના મંદિરમાં પુજારી હતા, તે કોઈ વિદ્વાન ન હતા પરંતુ શ્રધ્ધાળુ ભક્ત હતા. રામકૃષ્ણ અભણ સાધારણ ગામડિયા હતા. જેમને કાલીમાંના મંદિરમાં પુજારીની જવાબદારી સોંપવામાં આવી હતી. પોતાની ઈષ્ટદેવીમાં કાલીના દર્શન કરવા માટે રામકૃષ્ણએ કેટલાય વર્ષો સુધી સાધના કરી હતી પરંતુ સિધ્ધી પ્રાપ્ત કર્યા પછી રામકૃષ્ણ માત્ર હિંદૂ માન્યતા પ્રમાણે ચાલતા ન હતા, પરંતુ દરેક મુખ્ય ધર્મના આધ્યાત્મિક માર્ગમાંથી પ્રેરણા લેતા હતા. તેમના આ અભ્યાસ પરથી તેઓ એ તારણ પર આવ્યા કે બધા ધર્મોનો એક જ ઉદ્દેશ છે, અનંત પરમાત્માને મળવું. એકવાર નરેન્દ્ર પોતાના મિત્રો સાથે દક્ષિણેશ્વર ગયા. તેમણે રામકૃષ્ણને પ્રશ્ન કર્યો કે, 'શું તેમણે ઈશ્વરને જોયા છે?'

    રામકૃષ્ણએ તરત જ જવાબ આપ્યો, ''હા, મેં પ્રભુને જોયા છે.' જેમ કે હું મને પોતાને મારી સામે જોઉં છું. બસ ફરક માત્ર એટલો હતો કે મેં તેમને ઘણા સ્પષ્ટ રીતે જોયા છે.''

    નરેન્દ્રને તો હેરાની અને મૂંઝવણનો અનુભવ થયો. તેમને અહેસાસ થયો કે રામકૃષ્ણના શબ્દોમાં સચ્ચાઈ અને અનુભવ દેખાઈ રહ્યો છે.

    હવે તે ઘણીવાર રામકૃષ્ણને મળવા લાગ્યા, પરંતુ કોઈ વાત જાતે પારખ્યા વગર માની લે તે તેમના સ્વભાવથી વિરૃધ્ધ હતું. એટલે જ તેમણે પારખ્યા વગર રામકૃષ્ણનો ગુરૃ તરીકે સ્વીકાર મંજૂર ન હતો. રામકૃષ્ણ કહેતા હતા કે પ્રભુ દર્શન માટે માયા અને સ્ત્રીમોહનો ત્યાગ કરવો પડે છે. એક દિવસ નરેન્દ્રએ તેમના તકિયા નીચે એક રૃપિયો છુપાવી દીધો. રામકૃષ્ણજી તે સમયે બહાર ગયા હતા. ઓરડામાં આવી જ્યારે તે પલંગ પર સુવા ગયા તો એકાએક એવા ઉછળી પડ્યા કે જાણે કોઈ વીંછીએ ડંખ ના માર્યો હોય. જ્યારે તેમણે પથારી ખંખેરી તો એક રૃપિયાનો સિક્કો નીચે પડ્યો. પાછળથી તેમને ખબર પડી કે આ કામ નરેન્દ્રનું હતું.

    રામકૃષ્ણએ નરેન્દ્રની આધ્યાત્મિક ઊંડાઈને જાણી લીધી અને પોતાનું ધ્યાન તેમના પર લગાવી દીધું. નરેન્દ્રને આ વાત પસંદ પડી નહીં. કારણ કે શરૃઆતમાં નરેન્દ્રનું તાર્કિક મન ઈશ્વરમાં ખુબ જ શ્રધ્ધા રાખવાવાળા આ સંત પ્રત્યે થોડી શંકાઓ હતી અને તેથી વિવેકાનંદ મોટેભાગે તેમની શિક્ષાઓ પર પ્રશ્ન અને ચર્ચા કર્યા કરતા હતા. આમ છતાં પણ ધીરે-ધીરે શ્રી રામકૃષ્ણના આધ્યાત્મિક આકર્ષણે નરેન્દ્રના મનમાં સ્થાન બનાવી લીધું અને તે આ વાસ્તવિક આધ્યાત્મિકતાનો અનુભવ કરવા લાગ્યા, જે રામકૃષ્ણજીની આંખોમાં છલકાતી હતી. આ રીતે નરેન્દ્રનો માનસિક વિરોધ ખતમ થઈ ગયો અને તેમને દિવ્યદર્શનની લાલસાએ પોતાની જાતને સમર્પિત કરી દીધી.

    નરેન્દ્રએ રામકૃષ્ણને પોતાના ગુરૃ સ્વીકારી લીધા અને તેમના માર્ગદર્શનમાં પાંચ વર્ષ સુધી અદ્વૈત વેદાંત દર્શનનું ઊંડું પ્રશિક્ષણ લીધું. શ્રી રામકૃષ્ણ પોતાના પ્રિય શિષ્યમાં સુતેલી અધ્યાત્મિક ચેતનાને જગાડવામાં સફળ થયા. નરેન્દ્રને ઝડપથી ચેતના અને સમાધિની ગંભીર અવસ્થાઓનો અનુભવ થયો. શ્રી રામકૃષ્ણ બીમાર પડી ગયા અને કેટલાક મહીના પછી તેમને ખબર પડી કે તેમને ગળાનું કેંસર હતું.

    સપ્ટેમ્બર, ૧૮૮પમાં શ્રીરામકૃષ્ણને શ્યામપુકુરના એક ઘરમાં લઈ જવામાં આવ્યા અને કેટલાક મહીના પછી તેમને કૌસિપુરના એક ભાડાના બંગલામાં રાખવામાં આવ્યા. આ બંને સ્થળોએ તેમના યુવા શિષ્યોએ તેમની તન-મનથી સેવા કરી ૧૮૮૬માં શ્રી રામકૃષ્ણનું અવસાન થઈ ગયું અને નરેન્દ્ર તેમના વારસદાર જાહેર કરવામાં આવ્યા. તેમના અવસાન પછી નરેન્દ્ર અને રામકૃષ્ણના નજીકના શિષ્યોએ સન્યાસ લઈને બધું જ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી. તે બારાગૌરના એક મકાનમાં રહેવા લાગ્યા, જેને ભુતિયું મકાન માનવામાં આવતું હતું.

    નરેન્દ્ર માટે વ્યક્તિગત મોક્ષ પર્યાપ્ત ન હતો. તેમનું મન ભારતની દુઃખ ભોગવતી ગરીબ પ્રજા માટે પણ તડપતું હતુ . નરેન્દ્રને અહેસાસ થયો કે માનવતાની સેવા એ જ પ્રભુ સેવાનો ઉત્તમ માર્ગ છે. આ રીતે પછીથી નરેન્દ્રએ રામકૃષ્ણના સિધ્ધાંતોમાં સામાજિક સેવાને મહત્ત્વનું સ્થાન આપ્યું. કેટલાક વર્ષો સાધનામાં વિતાવ્યા બાદ નરેન્દ્રનું મન અધીરૃ થઈ ગયું અને ૧૮૯૦માં તેઓ એક લાંબી યાત્રા પર નીકળી ગયા. આ યાત્રામાં તેમણે આખા દેશનું ભ્રમણ કર્યુ, તેઓ વારાણસી, અયોધ્યા, આગ્રા, વૃંદાવન, અલવર વગેરે સ્થળોએ ગયા. આ યાત્રા દરમિયાન જ તેમનું નામ નરેન્દ્રમાંથી વિવેકાનંદ બની ગયું. એવું માનવામાં આવે છે વિવેકાનંદ નામ તેમને સારા અને ખરાબમાં ફરક કરવાના ગુણને લીધે ખેતરી મહારાજા દ્વારા આપવામાં આવ્યું. તેમની આ યાત્રા દરમિયાન તેઓ મહેલોની સાથે સાથે ઝૂંપડીમાં પણ રહ્યાં. તેમનો પનારો ભારતના વિભિન્ન ક્ષેત્રોની સંસ્કૃતિ અને લોકોના જુદા-જુદા વર્ગો સાથે પડ્યો. વિવેકાનંદજીએ જાતિના આધાર પર સામાજિક અસંતુલન અને અત્યાચાર જોયો. તેમણે અનુભવ્યું કે જો ભારતે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો રાષ્ટ્રીય સ્તર પર સંગઠનની જરૃરીયાત છે.

    ર૪ ડિસેમ્બર, ૧૮૯રએ સ્વામી વિવેકાનંદ કન્યાકુમારી પહોંચ્યા. જે ભારતીય ઉપખંડથી દૂર દક્ષિણમાં આવેલું છે, તેઓ સાગરમાં તરીને એક વેરાન ખડક પર જઈ પહોંચ્યા અને સાધનામાં તલ્લીન થઈ ગયા. ત્રણ દિવસ સાધનામાં બેસી રહ્યાં બાદ વિવેકાનંદે બતાવ્યું કે તેમણે ભારતના ભુત, વર્તમાન અને ભવિષ્ય પર ચિંતન કર્યુ હતું. આ ખડક હવે વિવેકાનંદ સ્મારકના રૃપે જાણીતું છે અને તે પ્રવાસીઓના મનપસંદ સ્થળમાનું એક છે.

    ભારત ભ્રમણ અને કેટલીય પ્રભાવશાળી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા પછી એ સુચન કરવામાં આવ્યુ કે ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં વર્લ્ડ પાર્લામેન્ટ ઑફ રીલીજંસમાં હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કરવા માટે સ્વામી વિવેકાનંદ યોગ્ય વ્યક્તિ છે. અમેરિકા રવાના થતા પહેલાં સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણના પત્ની શારદાદેવીના આશીર્વાદ લેવા ગયા. તેમની પાસેથી ઉત્સાહ અને આશીર્વાદ લીધા પછી તેઓ કેસરી ઝભ્ભો ઓઢી સન્યાસી બની અમેરિકાની પોતાની યાદગાર યાત્રા માટે રવાના થયા.

    ત્યાં તાળીયોના ગડગડાટ વચ્ચે તેમણે અમેરિકી ભાઈઓ અને બહેનોથી જનસમૂહને સંબોધીત કર્યુ અને એ શબ્દો આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના ભાવપૂર્ણ શબ્દોએ પૂરા અમેરિકાને સમ્મોહિત કરી દીધું. તે જ્યાં પણ ગયા ત્યાં ભારતીય સંસ્કૃતિની મહાનતાના વખાણ કર્યા. અમેરિકામાં સ્વામીજી હિન્દુત્વ અને પ્રાચીન વેદાંત સંસ્કૃતિના પ્રતિનિધિ બનીને ગયા હતા, છતાં પણ તે ધર્મના બંધનમાં જકડાયા ન હતા. વિશ્વ ધર્મ સંમેલનમાં તેમણે બધા ધર્મોની સામૂહિક આધ્યાત્મિકતા અને પ્રેમનો સંદેશ આપ્યો.

    આ વૈશ્વિક સંદેશ અને મંત્રમુગ્ધ કરી દે તેવા તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વએ કેટલાય શ્રધ્ધાળુના દિલ જીતી લીધા. તેમની દૂરદર્શી વિચારધારાને આજે પણ ખુબ કિંમતી માનવામાં આવે છે. ઉદ્ઘાટન સમારોહમાં તેમનું ભાષણ બધાથી છેલ્લે હતું. તેમના પહેલા બોલેલા તમામ વક્તાઓએ પોત-પોતાના ધર્મોના ગુણોનો પ્રચાર કર્યો. જ્યારે વિવેકાનંદજીએ શ્રોતાઓમાં એકતા અને ઈશ્વરની સામે બધા સમાન છે એવો સંદેશો પહોંચાડ્યો.

    સ્વામી વિવેકાનંદની પસંદ હિન્દુત્વના પ્રતિનિધિના રૃપમાં કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પણ તેમણે પોતાના ધર્મને સારો સાબિત કરવાનો જરા પણ પ્રયત્ન કર્યો નહીં, પરંતુ તેમણે બધા ધર્મોમાં એકતા અને સામૂહિક આધ્યાત્મિકતાના વિશે મોટી ગંભીર વાત કરી. તેમણે વૈશ્વિક એક્તાના આ સંદેશથી શ્રોતાઓને મોહિત કરી દીધા. તેમણે કહ્યું કે, 'જે રીતે જુદી-જુદી નદીઓના જલસ્ત્રોતો પણ જુદા- જુદા હોય છે, પણ તે સાગરમાં જઈને એક થઈ જાય છે. એ જ પ્રકારે ઈશ્વર જુદા-જુદા ધર્મો પર ચાલી રહેલી વ્યક્તિ દેખાવમાં ભલે અલગ દેખાય પરંતુ પહોંચવાનું તમારી શરણમાં જ છે.''

    સ્વામી વિવેકાનંદે પોતાને વેદોના એક સફળ વક્તા અને બધા ધર્મોનો આદર્શ સિધ્ધ કર્યો. તેનાથી વધારે લોકોને તે આકર્ષક સાધુમાં વિરક્ત શાંતિ અને દિવ્ય વ્યક્તિત્વ અને અલૌકિક આધ્યાત્મિકતાનો આભાસ થયો. આશાથી વિરૃધ્ધ વિશ્વ સંમેલનમાં સ્વામીજી બધાના લાડલા બની ગયા. હવે આયોજકો તેમને છેલ્લે જ મંચ પર મોકલતા, કારણ કે શ્રોતાઓને બાંધીને રાખી શકાય. આ અધિવેશન પછી વિવેકાનંદ સામાન્ય લોકોમાં લોકપ્રિય બની ગયા. તેઓ કેટલાય મહીનાઓ સુધી અમેરિકાની યાત્રા કરતા રહ્યાં અને વેદોની પ્રાચીન સભ્યતા અને પૂર્વી આધ્યાત્મિકતા તથા પશ્ચિમી ભૌતિકતાના સંગમ પર પોતાના વિચારોનો પ્રચાર કરતા રહ્યા.

    ન્યૂયોર્ક હેરાલ્ડે વિવેકાનંદ વિશે લખ્યું કે, 'તેઓ ધર્મ સંમેલનના નિઃસંદેહ મહાન વ્યક્તિ છે, તેમને સાંભળ્યા બાદ અમને એવો અહેસાસ થયો કે આવા જ્ઞાનવાળા દેશમાં ધર્મ પ્રચારકોને મોકલવા એ અમારી કેટલી મોટી ભૂલ હતી.'

    બોસ્ટન ઈવનિંગ પોષ્ટે લખ્યું, 'જો આ (વિવેકાનંદ) માત્ર મંચ પરથી પસાર થાય તો પણ વાહવાહ લૂંટી લે છે અને હજારો લોકોની પ્રશંસાને તે ખુબ માસુમિયતથી આભાર સહિત અને કોઈપણ જાતના ઘમંડ વગર સ્વીકારી લે છે.'

    અમેરિકામાં તેમણે દરેક મુદ્રા પર ખુબ સહજતાથી વિચારો પ્રગટ કર્યા. તે પછી ઇતિહાસ હોય, સમાજશાસ્ત્ર હોય, દર્શન શાસ્ત્ર હોય અથવા તો સાહિત્ય હોય. તેમણે ખ્રીસ્તી પ્રચારકો દ્વારા ભારતમાં ચાલતા અભિયાનો પર અફસોસ વ્યક્ત કર્યો. અમેરિકામાં વિવેકાનંદજીએ વેદોનો પ્રસાર કરવા માટે કેટલાક નજીકના શિષ્યોને તાલિમ પણ આપી. સ્વામી વિવેકાનંદ ઈંગ્લેન્ડ પણ ગયા. કેટલાય લોકો તેમના અનુયાયીઓ બની ગયા. તેમાં સૌથી પ્રસિધ્ધ નામ માર્ગારેટ નોબલનું છે. જે બાદમાં નિવેદિતા કહેવાઈ. તે મૂળ તો આર્યલેન્ડની વતની હતી. પછી તે ભારતમાં આવી અને અહીંયા જ રહી ગયા.

    સ્વામીજીનું મિશન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને સ્તર પર હતું. માનવતાના પ્રેમી હોવાને લીધે તેઓએ વેદોના અસ્તિત્વ પર આધ્યાત્મિકનો પાયો રાખીને શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપ્યો. ઉચ્ચ કોટીના રહસ્ય સાધક સંત હોવાને કારણે વિવેકાનંદજીને વાસ્તવિકતાનો પ્રત્યક્ષ અને અંતઃજ્ઞાનમૂલક અનુભવ હતો. એમના વિચાર જ્ઞાનના અસીમિત ભંડારથી વહેતા હતા અને સબ્દોનું કાવ્યશૈલીમાં પ્રસ્તુતીકરણ આત્માને સ્પર્શી જતું હતું.

    પોતાના ગુરૃ રામકૃષ્ણની જેમ જ વિવેકાનંદજીની સ્વાભાવિક માનસિકતા દુનિયાથી ઉપર ઉઠેલી હતી, જે પરમાત્માના ચિંતનમાં પોતાને મગ્ન કરી દેતી હતી. પરંતુ તેમના વ્યક્તિત્વનું એક પાસુ પુર્વ અને પશ્ચિમ જગતમાં દુઃખ ભોગવી રહેલી માનવતાને પ્રતિ સમાન રીતે દુઃખી થતું હતુ. એ માની શકાય કે પ્રભુસાધના અને માનવતાની વચ્ચે લટકી રહેલા તેમના મનને કદાચ ક્યારેક આરામ મળશે. તેમણે માનવતાની સેવાને ઈશ્વરનો આદેશ માનીને તેમનું મિશન સમજ્યાં અને તેમના આ જ નિર્ણયે તેમને પશ્ચિમ જગત, ખાસ કરીને અમેરિકાના લાડલા બનાવી દીધા.

    ભારતીય અને પશ્વિમી સંસ્કૃતી વચ્ચે એક સેતુ બાંધવા સ્વામીજીનું મહાન યોગદાન હતું. તેમણે હિન્દુ ગ્રંથો દાર્શનિકતા અને જીવન શૈલીને એવા ઢંગથી પશ્વિમી લોકોને બતાવ્યા કે તેઓ તે સમજી શકે. તેમણે પશ્વિમવાસીઓને એ અહેસાસ આપ્યો કે ભારતીય આધ્યાત્મિકતા તેમના માટે કેટલી લાભદાયક છે. તેમણે લોકોને એ બતાવ્યું કે ગરીબી અને પિછડાપણું હોવા છતાં પણ ભારતની પાસે દુનિયાની સંસ્કૃતિને આપવા માટે ઘણું છે. આ રીતે દુનિયાથી અલગ પડી ગયેલી ભારતીય સંસ્કૃતિની ઓળખ પુરી દુનિયામાં સ્થાપીત કરી. તે પશ્વિમ જગતમાં ભારતીય સંસ્કૃતિના પહેલા મહાન રાજદૂત હતા.

    બીજી તરફ પ્રાચીન હિન્દુ ગ્રંથો, દાર્શનિકતા, સંસ્થાઓ વગેરેની તેમના દ્વારા કરવામાં આવેલી વ્યાખ્યાથી પ્રેરણા લઈને ભારતીયોએ પણ પોતાના વ્યવહારિક જીવનમાં પશ્વિમી સંસ્કૃતિના બે સૌથી ઉતમ તત્વોને સ્વીકારી સામેલ કર્યા.

    Enjoying the preview?
    Page 1 of 1