Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Management and Corporate Guru Chanakya
Management and Corporate Guru Chanakya
Management and Corporate Guru Chanakya
Ebook321 pages2 hours

Management and Corporate Guru Chanakya

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આચાર્ય ચાણક્ય ખૂબ જ મોટા વિદ્વાન હતા, એમણે જે વાતો કહી, તે કોઈ પણ સમયમાં એટલી જ પ્રાસંગિક હશે, જેટલી એ સમયે હતી. એમની વાતોનો જીવન વ્યવસ્થા સાથે ઊંડો સંબંધ છે અને આ જ ગુણ આચાર્ય ચાણક્યને સૌથી જૂના મેનેજમેન્ટ ગુરૃ બનાવે છે. એમણે જે વાતો કહી, એ જ વાતોને સમયની ચાસણીમાં લપેટીને આજના તથાકથિત મેનેજમેન્ટ ગુરૃ પિરસે છે અને આખી દુનિયા એમની વાહવાહ કરે છે. હકીકતમાં, આપણે ડાળીના બદલે મૂળ પર જવું જોઈએ. જ્યારે આપણો પ્રયત્ન એવો હશે તો સ્વાભાવિક રીતે મેનેજમેન્ટ ગુરૃના રૃપમાં આચાર્ય ચાણક્ય ઊભરીને સામે આવશે. એમની બતાવવામાં આવેલી વાતોના આધાર પર આજે પણ કેવી રીતે પોતાના જીવનની યોગ્ય વ્યવસ્થા કરીને એને સફળ બનાવી શકાય છે, એ વાતને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateAug 25, 2021
ISBN9788128819087
Management and Corporate Guru Chanakya

Read more from Himanshu Shekhar

Related to Management and Corporate Guru Chanakya

Related ebooks

Reviews for Management and Corporate Guru Chanakya

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Management and Corporate Guru Chanakya - Himanshu Shekhar

    1

    વ્યક્તિની ઓળખ

    કોઈ પણ વ્યક્તિની સફળતા અને નિષ્ફળતા એ વાત પર પૂરતી હદ સુધી આધારિત છે કે તે સાચા વ્યક્તિની ઓળખ કરવામાં સક્ષમ છે કે નહીં. સાચા લોકો કદાચ કોઈને મળી જાય છે, તો તેનું કામ સરળ થઈ જાય છે. અને તે ઝડપથી સફળતાના રસ્તા પર ચાલી નીકળે છે. તેવા જ ખોટા લોકોનો સાથ કોઈકને જીવનમાં નિષ્ફળ બનાવવા માટે પૂરતો છે. આચાર્ય ચાણક્યનું આખું જીવન અને તેમના દ્વારા આપેલાં સૂત્રોમાં સાચા વ્યક્તિની ઓળખથી લઈને વિશેષરૃપથી સાવધાન રહેવાનો સંદેશ મળે છે. એના સિવાય તે સાચી વ્યક્તિની ઓળખ કરવાથી માંડીને પોતાના સ્તર પર ઘણી વાતો મગજમાં રાખવાની સલાહ પણ આપે છે. કદાચ તેમની વાતોને ધ્યાનમાં રાખીને કોઈ કામ માટે વ્યક્તિને પસંદ કરવામાં આવે, તો સફળતાનો રસ્તો સરળ હોવાની નક્કી ખબર પડે છે.

    આચાર્ય ચાણક્યમાં જાતે જ સાચી વ્યક્તિની ઓળખ કરવાનું અદ્ભુત સામર્થ્ય હતું. જ્યારે ચાણક્યએ આ પ્રતિજ્ઞા લીધી કે નંદના રાજ્યનો નાશ કરીને જ તે શ્વાસ લેશે અને તેના પછી જ પોતાની ચોટલી બાંધશે, તો તેમની પાસે કોઈ એવું યોગ્ય પાત્ર ન હતું, જેને તે રાજા બનાવવાના પ્રશિક્ષણની પ્રક્રિયામાંથી પસાર કરી શકે. યોગ્ય પાત્રની શોધમાં તેઓ અહીં-ત્યાં ભટકી રહ્યા હતા. ફરતાં-ફરતાં જ્યારે તેઓ હિમાલયની પાસે પિપલીવન ગામમાં પહોંચ્યા, ત્યાં તેમણે કેટલાંક બાળકોને રાજા અને પ્રજાની રમત રમતાં જોયાં. ત્યાં તેમણે રાજા બનેલા બાળકની ઓળખાણ કરી લીધી. ચાણક્યએ જોયું કે જે બાળક રાજા બની બેઠો છે, તેમાં તે બધાં લક્ષણ છે, જે એક રાજા અને કુશળ પ્રશાસક માટે જરૃરી હોય છે. તેમણે મનમાં જ સંકલ્પ કર્યો કે એવું જ બાળક ભારતવર્ષનો સમ્રાટ થઈ શકે છે.

    ચાણક્યએ રમત રમતાં તે બાળકોની પરીક્ષા પણ લઈ લીધી અને તે પરીક્ષામાં તે બાળક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય સફળ પણ રહ્યા. થયું એવું કે જ્યારે ચાણક્યએ નક્કી કરી લીધું કે આ બાળકમાં રાજા બનવાના બધા જ ગુણ સમાયેલા છે. તે તેઓ જાણીજોઈને તે બાળકોની રમતમાં જોડાઈ ગયા અને રાજા બનેલા બાળક પાસે દાનની ભીખ માગી. તે બાળકે તેમણે ત્યાં ચરી રહેલી બધી ગાયો દાનમાં આપી દીધી. તે છતાં પણ ચાણક્યએ કહ્યું કે આ ગાયો તો બીજાની છે. ચાણક્યએ એટલું કહ્યું ત્યાં તો તે બાળકે પોતાની તલવાર કાઢી અને કહ્યું, હે બ્રાહ્મણ ! આ મારી તલવાર તમારું રક્ષણ કરશે. તમે કદાચ જાણતા નથી. મારા પિતા કહેતા હતા કે જે રાજ્યમાં બ્રાહ્મણોનું સન્માન ન થાય અથવા કોઈ બ્રાહ્મણ રાજ્યમાંથી ભેટ લીધા વગર ખાલી હાથે પાછો જાય તો સમજવું કે તે રાજ્યનો આથમવાનો સમય નજીક છે. આ વાતથી ચાણક્યના મનમાં સ્પષ્ટ થઈ ગયું કે તેમણે જે બાળકને પોતાની યોજનાને સફળ કરવા માટે પસંદ કર્યું છે તે એકદમ સાચું છે. તેના પછીની વાર્તાથી દરેક જણ પરિચિત છીએ ચાણક્યના માર્ગદર્શનમાં અને તેમની યોજનાઓનો અમલ કરીને ચંદ્રગુપ્ત મૌર્ય મગધના રાજા બન્યા.

    આચાર્ય ચાણક્યએ વ્યક્તિની ઓળખ માટે ઘણાં સૂત્રો આપ્યાં છે. તે સૂત્રો મારફત પોતાના જીવનમાં પણ લોકોની ઓળખ કરી શકાય તો સાચી વ્યક્તિની ઓળખ કરવી સરળ થઈ જશે. ચાણક્યએ સૂત્ર આપ્યું છે -

    ज्ञानानुमानैश्च परीक्षा कर्तव्या ।

    એનો અર્થ એ છે કે જ્ઞાન અને અનુમાનના આધાર પર પરીક્ષા લેવી જોઈએ.

    કોઈ પણ વ્યક્તિની પસંદગી કદાચ કોઈ કામને માટે કરવી હોય છે, તો સૌથી પહેલાં તો તેના જ્ઞાનની પરીક્ષા લેવી જોઈએ. તેને જે કામ આપવામાં આવી રહ્યું હોય છે તેને તે જાણે છે નહીં. તે વિષયને લગતું કેટલું જાણે છે. તેના સિવાય તેના પહેલાંનાં કાર્યોના આધારે આ અનુમાન લગાવવું જોઈએ કે તેને જે કામ આપવામાં આવ્યું હોય તે કરી શકવાની ક્ષમતા તેનામાં છે કે નહીં. કદાચ કોઈ વ્યક્તિને ન તો વિષયની જાણકારી હોય અને ન તો તેણે તે વિષયથી જોડાયેલાં કામ કર્યાં હોય, તો સ્વાભાવિક રીતે તેના માટે તે વિષયમાં સફળ થવામાં બહુ જ મુશ્કેલી થઈ જાય છે. એટલા માટે કોઈ પણ કામ માટે વ્યક્તિની પસંદગી કરતી વખતે તેના જ્ઞાન અને અનુભવને વિશેષ રૃપથી જોવા જોઈએ.

    વ્યક્તિની ઓળખના સંબંધમાં આચાર્ય ચાણક્યએ ચાણક્યનીતિમાં એક જગ્યાએ લખ્યું છે -

    जानीयात्प्रेषणेभृत्यान बान्धवानव्यसनाऽऽगमे ।

    मित्रं याऽऽपत्तिकालेषु भार्या च विभवक्षये ॥

    તેમના દ્વારા કૌટિલ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સમય આવતાં સંબંધીઓની પરીક્ષા થાય છે. તેઓ કહે છે કે કોઈ વિશેષ કાર્ય માટે મોકલતી વખતે સેવકની ઓળખ થાય છે. દુઃખના સમયે ભાઈ-ભાંડુઓની ઓળખ થાય છે. આફતના સમયે મિત્રની ઓળખ થાય છે અને ધન નાશ પામે ત્યારે પત્નીની પરીક્ષા થાય છે.

    કદાચ આ સૂત્ર મારફત મહાન ચાણક્ય દ્વારા કહેલી વાતને વિસ્તૃત કહેવામાં આવે તો આ વાત સમજમાં આવે છે કે સેવકની સાચી ઓળખ ત્યારે થાય છે જ્યારે તેને કોઈ ખાસ કાર્ય માટે મોકલવામાં આવે. એના વગર તેમની ઓળખ થતી નથી. કારણ કે આ ખાસ કાર્યોનું પરિણામ આપવામાં શક્ય છે કે તેમની સ્વામી પ્રત્યેની નિષ્ઠાની પરીક્ષા થાય. આવા સમયે જે સેવક પોતાની જાન-માલની બાજી લગાવીને પણ સ્વામી પ્રત્યે નિષ્ઠાવાન રહે છે, સાચા અર્થમાં તેને જ સેવક કહેવામાં આવે છે.

    બીજી વાત એ છે કે દુઃખમાં જ ભાઈ-ભાંડુઓની ઓળખ થાય છે. વાસ્તવમાં આજે દુનિયા ઘણી ઝડપથી સ્વાર્થ પર આધારિત થતી જાય છે. મોટે પાયે સ્વાર્થી લોકો હારી ગયા છે. એટલે સાચા અને ખોટાનો ફરક કરવો ખૂબ જ મુશ્કેલ થઈ ગયો છે. એ બે પ્રકારના લોકોમાં ફરક કરવા માટે આચાર્ય ચાણક્યએ એક સુંદર રસ્તો બતાવ્યો છે. તેમના અનુસાર સારા સમયમાં તો આપણી સાથે બધા પ્રકારના લોકો હોય છે, પરંતુ જ્યારે આપણો સારો સમય જતો રહે છે અને ખરાબ સમય આવે છે, તો એ જોવા મળે છે કે આપણી સાથે સહાનુભૂતિનું નાટક રચવાવાળા લોકો પણ આપણાથી દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં જ સાચા મિત્ર અને ભાઈ-ભાંડુઓની ઓળખ થાય છે.

    એટલા માટે આવી પરિસ્થિતિમાં ધીરજ ન ખોવી જોઈએ. પરંતુ આ ઘટનાઓને પોતાના જીવનમાં એક નવા પ્રકારનો જ અનુભવ મેળવવાના પ્રસંગની રીતે જોવો જોઈએ. જે લોકો આપણા ખરાબ સમયમાં પણ આપણી સાથે રહે છે તે જ સાચા હિતેચ્છુ હોય છે. એટલે જ આવા લોકો પર જ પોતાનો વિશ્વાસ હંમેશ માટે રાખવો જોઈએ. જે લોકો આવા સમયમાં સાથ ન આપે તેવા લોકો પર ભવિષ્યમાં ફરીથી ક્યારેય પણ વિશ્વાસ ન કરવો જોઈએ.

    આવા સમયે પ્રશ્ન એ થાય છે કે છેવટે વિશ્વાસી લોકોની ઓળખ કેવી રીતે કરવામાં આવે ? પ્રશ્ન એ થાય છે કે શું ભરોસાપાત્ર લોકોની ઓળખ તેમનાં થોડા નક્કી અથવા વિશેષ લક્ષણો મારફત કરવામાં આવે છે ? આ બાબતે પણ આચાર્ય ચાણક્ય રસ્તો બતાવે છે. તેમણે ચાણક્યનીતિમાં એક જગ્યાએ કહ્યું છે -

    नाखीनां नदीनां च श्रृंगीणां शास्त्रपाणिनाम् ।

    विश्वासो नैव कर्तव्य: स्त्रीषु राजकुलेष़ु च ॥

    અહીં આચાર્ય ચાણક્ય વિશ્વસનીયતાનાં લક્ષણોની ચર્ચા કરતાં કહે છે કે લાંબા નહોરવાળાં હિંસક પશુઓ, નદીઓ, મોટાં-મોટાં શિંગડાંવાળાં પશુઓ, શસ્ત્રધારકો, સ્ત્રીઓ અને રાજ્ય-પરિવારોનો ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. કારણ કે એ ક્યારે પ્રહાર કરી દે, હાનિ પહોંચાડી દે કોઈ ભરોસો નહીં.

    આ વાત સમજવામાં કોઈને કંઈ પણ મુશ્કેલી ન થવી જોઈએ કે લાંબા નહોરવાળા સિંહ, રીંછ અથવા વાઘ વગેરે ઉપર ભરોસો ન કરી શકાય. કારણ કે એ જંગલી પશુ બેહદ હિંસક હોય છે. આ હિંસક પશુઓ પર ભરોસો કરવો આપણા માટે મુશ્કેલીઓને જાતે જ આમંત્રણ આપવા બરાબર છે. એટલે જ એવાં જાનવરોથી સાવધાન રહેવામાં જ સમજદારી છે.

    કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ કર્યા પહેલાં તેના વિશે પૂરેપૂરી જાણકારી એકઠી કરી લેવી જોઈએ. કોઈના પર પણ આંખો બંધ કરીને વિશ્વાસ કરવો સારો નથી. કારણ કે કોઈના પર પણ વિશ્વાસ કરી લેવાનાં ગંભીર પરિણામ પણ ભોગવવાં પડે છે.

    જે પણ વ્યક્તિ ઉપર પોતાના કામને માટે વિશ્વાસ કરવો હોય તો તેની ઓળખ માટે કૌટિલ્યએ ચાણક્યનીતિમાં એક જગ્યાએ સ્પષ્ટ રીતે બતાવ્યું છે -

    यथा चतुर्भि: कनकं परीक्ष्यते, निर्घषणच्छेदन तापताडनै: ।

    तथा चतुर्भि: पुरुष: परीक्ष्यते, त्यागेन शीलेन गुणेन कर्मणा ॥

    આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, પુરુષોની ઓળખ ગુણોથી જ થાય છે. અર્થાત્ ઘસવાથી, કાપવાથી, તપાવવાથી અને ટીપવાથી સોનાની કસોટી થાય છે, એવી રીતે ત્યાગ, ચારિત્ર્ય, ગુણ અને કર્મોથી પુરુષની પરીક્ષા થાય છે.

    આ વાતથી બધા જ વાકેફ છીએ કે સોનાની સાચા અને ખોટાની તપાસ માટે પહેલાં કસોટી માટે ઘસવામાં આવે છે અને પછી તેને કાપવામાં આવે છે. તેના પછી તેને અગ્નિમાં ઓગાળવામાં આવે છે અને અંતમાં તેને ટીપવામાં આવે છે. એવી રીતે કુળવાન વ્યક્તિની પરીક્ષા પણ તેના ત્યાગથી અને તેના સ્વભાવથી કરી શકાય છે. એના સિવાય વ્યક્તિની પરીક્ષા ગુણોથી તથા કાર્યોથી જ થાય છે. સારી વ્યક્તિ જે છે તે સુંદર ગુણોથી યુક્ત રહે છે. અને જાહેરમાં તેનાં કર્મો પણ સારાં હોય છે અને તેનું કાર્ય પણ ઘણું જ સારું રહે છે. એટલે એવા લોકો પર વિશ્વાસ કરી શકાય છે.

    વ્યક્તિની ઓળખથી લઈને આચાર્ય ચાણક્યએ એક ખૂબ જ મહત્ત્વનું સૂત્ર આપ્યું છે. તેમણે કહ્યું છે -

    अज्ञानिनां कृतमपि न बहु मन्तव्यमू ।

    એનો અર્થ એ છે કે અજ્ઞાનીઓ દ્વારા થયેલા કાર્યને મહત્ત્વ આપવું ન જોઈએ.

    વ્યક્તિની ઓળખ કરતી વખતે આ વાતનો ખાસ રીતે આધાર બનાવવો જોઈએ. એવું શક્ય છે કે ક્યારેક કોઈ કામ કોઈ વ્યક્તિથી અજાણમાં થઈ જાય. તે છતાં પણ પોતાને જ તેની ખબર પણ ન હોય કે છેવટે તે કામ તેનાથી કેવી રીતે થઈ ગયું. કદાચ કોઈ વાંદરાને કમ્પ્યૂટર પર બેસાડી દીધો હોય અને

    કી-બોર્ડ પર તેની હલચલથી કોઈ સુંદર કવિતા બની જાય, તો એનો અર્થ એ નથી કે તે વાંદરો ઉત્તમ કવિ થઈ ગયો છે. એને સંજોગ કહેવામાં આવે છે. એને તેની પ્રવૃત્તિ કહેવામાં નથી આવતી. એટલે વ્યક્તિની ઓળખ કોઈ એક કામને આધારે ન કરવી જોઈએ. પરંતુ તેનાં કાર્યોન સાતત્યના આધારે કરવી જોઈએ. કદાચ કોઈ મનુષ્ય લાંબા સમય સુધી સારાં કાર્યોનું પરિણામ લાવતો રહે તો એવું માનવામાં આવે છે કે તે તેના કાર્યવિશેષનો વિશેષજ્ઞ છે અને તેના પર તે કામને માટે વિશ્વાસ કરવો સારો છે. વાસ્તવમાં કદાચ ખોટી વ્યક્તિની, કોઈ કામને માટે પસંદગી કરી લેવામાં આવે, તો તે કામની સફળતા તો શકના ઘેરાવમાં રહે છે. તેના સિવાય પોતાના આત્મવિશ્વાસ પર પણ નકારાત્મક અસર સ્વાભાવિક રૃપે થાય છે.

    આચાર્ય ચાણક્ય ફક્ત સમસ્યાનાં વખાણ જ નથી કરતાં પરંતુ એક મૅનેજમેન્ટ ગુરુની જેમ સાચી વ્યક્તિને ઓળખવાનો ઉપાય બતાવે છે. તેમણે વ્યક્તિની ઓળખ કરવા માટે એક સૂત્ર આપ્યું છે -

    मर्यादातीतं न कदाचिदपि विश्वसेत् ।

    એનો અર્થ એ છે કે જે વ્યક્તિ સમાજના નિયમોને નથી માનતો એવા ચારિત્રહીન પર ક્યારેય વિશ્વાસ કરવો જોઈએ નહીં. કારણ કે તે કંઈ પણ કરી શકે.

    આચાર્ય ચાણક્યના આ સૂત્રનો અમલ કરવામાં આવે તો સાચી વ્યક્તિને ઓળખવામાં અપાર સરળતા રહે. સાચી વ્યક્તિ તે છે જે સમાજના નિયમોનું સન્માન કરે છે. સમાજે નિયમ-કાયદાઓ બસ એમ જ નથી બનાવી દીધા. પરંતુ લાંબા સમયના આચાર-વ્યવહારના આધારે આખા સમાજના હિતને મગજમાં રાખતા સમાજના નિયમો - કાયદાઓ બનાવવામાં આવ્યા છે. એનાથી સ્પષ્ટ છે કે જે વ્યક્તિ સમાજના નિયમોને માનતો નથી તે અહંકારથી ભરેલો હોય છે. તે સ્વાભાવિક રીતે જ પોતાને સમાજથી શ્રેષ્ઠ માને છે. એવી વ્યક્તિ પર વિશ્વાસ કરવો પોતાના હેતુની સાથે-સાથે પોતાને જ નુકસાનમાં નાખનાર સાબિત થાય છે. કોઈ પણ કાર્યની સફળતા તેની યોગ્ય વ્યવસ્થા પર નિર્ભર કરે છે. તે વ્યવસ્થાની સફળતામાં એ વાતનું મુખ્ય યોગદાન હોય છે કે સાચી વ્યક્તિની ઓળખ કરવામાં આવે અને તેને તે પ્રમાણે કામ સોંપવામાં આવે.

    મૅનેજમેન્ટ ગુરુ ચાણક્ય સાચી વ્યક્તિને ઓળખવાના ઉપાયને વધુ સ્પષ્ટ કરતું સૂત્ર આપે છે -

    अप्रियेणं कृतं प्रयमपि द्वेष्यं भवति ।

    એનો અર્થ એ થયો કે, જો દુશ્મન કોઈ પ્રિય કાર્ય કરે છે તો તેનાથી સાવધાન જ રહેવું જોઈએ. તેઓ કહે છે એમાં જરૃર કોઈ ને કોઈ રહસ્ય હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે કે એ પ્રકારના વ્યવહારને દુશ્મનાવટ નિભાવવાની કોઈ ચાલ સમજવી જોઈએ. આચાર્ય ચાણક્યની આ વાત એકદમ વ્યાવહારિક છે. આપણને બધાને પોતાના જીવનમાં બે-ચાર એવા અનુભવો થતા રહે છે. કોઈ વ્યક્તિ સાથે કદાચ કોઈ ઝઘડો થયો હોય તો તે ઘણી વાર આપણા પ્રત્યે સહાનુભૂતિ હોવાનો ઢોંગ રચતો આપણી પાસે આવે છે. અને આપણા કામમાં પ્રામાણિકતાથી મદદ કરવાનું નાટક રચે છે. કદાચ તમે તેના પર વિશ્વાસ કરી લો છો તો તે કામને પોતાના હાથમાં લઈ લે છે, પરંતુ તે તેને બનાવવાને બદલે બગાડવામાં પૂરી ઝડપથી લાગી જાય છે. એનું પરિણામ એ આવે છે કે તમારી સાથે એક વખત ફરીથી કપટ કરવામાં આવે છે. તમે તો ગયા હતા દુશ્મનાવટને ભુલાવીને મિત્રતા કરવા પરંતુ સામેવાળો મિત્રતાની આડમાં દુશ્મનાવટ નિભાવવામાં સફળ થઈ જાય છે. એટલા માટે આ વાતનો વિશેષરૃપથી ખ્યાલ રાખવો જોઈએ કે જેનાથી શત્રુતા થાય તેના ભોળપણ ઉપર જઈને તેના પર વિશ્વાસ ન કરવામાં આવે. એનાથી છેવટે નુકસાન આપણું જ થાય છે. આચાર્ય ચાણક્ય આ વાતથી સારી રીતે વાકેફ હતા. એટલા માટે તેમણે એવું સૂત્ર આપ્યું.

    એવું શક્ય છે કે ક્યારેક કોઈ દુશ્મનના મનમાં પણ મિત્રતાનો ભાવ જન્મે. એવી સ્થિતિમાં સાચી રીતે તેની પરખ થવી જોઈએ. આવી વ્યક્તિને પહેલાં ઓછું મહત્ત્વનું કામ આપવામાં આવે. કદાચ તેને તે પ્રામાણિકતાથી પરિણામ અપાવે તો પછીથી તેને આગળનું કામ આપવામાં આવે. સાથે જ દરેક પગલે- પગલે વિશેષ દેખરેખ રાખવી જોઈએ, જેનાથી તે કામની મારફત નુકસાન પહોંચાડવાનું મન થયું હોય તો તે યોજનાને પરિણામ સુધી ન પહોંચાડી શકાય.

    આચાર્ય ચાણક્યએ આ સંદર્ભમાં એક વધુ ખાસ સૂત્ર આપ્યું છે. તેઓ કહે છે -

    अविश्वस्तेषु विश्वासो न कर्तव्य: ।

    એનો અર્થ એ થયો કે, અવિશ્વાસુ લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ, એટલે કે એવા લોકો પર વિશ્વાસ કરવો જોખમથી ઓછું નથી. જેની સાચી રીતથી પરીક્ષા લેવામાં ન આવી હોય. તપાસ્યા સિવાય કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરવાનો અર્થ સીધી રીતે આપણા જ નુકસાનને આમંત્રણ આપવા બરાબર છે. એવા લોકો કાર્યનું નુકસાન તો કરે જ છે. સાથે-સાથે વ્યક્તિગત નુકસાન પણ પહોંચાડી શકાય છે. એટલા માટે એવા લોકોથી વધારે સાવધાની રાખવાની સલાહ ચાણક્ય આપે છે. વાસ્તવમાં ચાણક્યનું સંપૂર્ણ જીવન જ્ઞાન અને અનુભવથી તપેલું છે. એટલે જ જ્યારે તેઓ સૂત્ર આપે છે, તો તેમાં તેમના જ્ઞાનની સાથે-સાથે વ્યાવહારિક અનુભવની સ્પષ્ટ ઝલક પણ મળે છે. તેમની ઘણી વાતો પ્રથમ નજરમાં તો કડવી માલૂમ પડે છે. પરંતુ કદાચ આપણા વ્યાવહારિક જીવનમાં તે વાતોને રાખીને જોવામાં આવે તો તે સો ટકા સત્ય ખ્યાલમાં આવે છે.

    તે સ્થિતિમાં મૅનેજમેન્ટ ગુરુ ચાણક્ય મૂરખથી વધારે સાવધ રહેવાની વાત દરેક જગ્યાએ કરે છે. તેમણે એક સૂત્ર આપ્યું છે –

    उपकर्तर्यपकर्तुमिछत्यबुध: ।

    એનો અર્થ એ થયો કે, મૂર્ખ ઉપકારીને પણ અપકાર કરે છે. એટલે કે તેઓ સ્પષ્ટ રૃપે કહે છે કે કદાચ આપણને ખબર પડે કે સામેવાળી વ્યક્તિ મૂર્ખ છે, તો તેના ઉપર ભૂલથી પણ વિશ્વાસ ન કરવો જોઈએ. એવું કરવું પોતાના અપમાન અને નુકસાનને જ આમંત્રિત કરનાર છે. લગભગ થાય છે એવું

    Enjoying the preview?
    Page 1 of 1