Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Mahan Chanakya : Aatmakatha Ane Samagra Sahitya
Mahan Chanakya : Aatmakatha Ane Samagra Sahitya
Mahan Chanakya : Aatmakatha Ane Samagra Sahitya
Ebook662 pages4 hours

Mahan Chanakya : Aatmakatha Ane Samagra Sahitya

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

જેમણે ભારતની આર્થિક, રાજનૈતિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાને સુનિયોજીત બનાવી રાખવાની એક ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો. પોતાની કૂટનીતિઓથી શત્રુઓનું દમન કર્યું, પોતાની પ્રતિભાથી સંસ્કૃત સાહિત્યને મહત્વપૂર્ણ બનાવ્યું. ત્યાગ અને બુદ્ધિમત્તાથી ભારતનું ગૌરવ વધાર્યું, જેમણે આજીવન ચરિત્ર, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને પ્રમુખતા આપી, એ પુરુષશિરોમણીનું નામ ચાણક્ય છે. તેઓ બુદ્ધિથી તીક્ષ્ણ, ઈરાદાના પાક્કા, પ્રતિભાના ધની, દૂરદર્શી અને યુગ-નિર્માતા હતા, એમના જીવનનો એક ઉદ્દેશ્ય હતો - 'बुद्धिर्यस्य बलं तस्य'।
પ્રસ્તુત સંસ્કરણ વાચકોને સરળતાથી સમજમાં આવી જાય એ માટે સરળ, સુસ્પષ્ટ અને બોધગમ્ય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મારું માનવું છે કે આ અથાગ જ્ઞાનરૃપી ગ્રંથનું અધ્યયન મનુષ્યએ પોતાના જીવનકાળમાં એક વાર અવશ્ય કરવું જોઈએ.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateAug 25, 2021
ISBN9788128819445
Mahan Chanakya : Aatmakatha Ane Samagra Sahitya

Related to Mahan Chanakya

Related ebooks

Reviews for Mahan Chanakya

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Mahan Chanakya - Acharya Rajeshwar Mishra

    ચાણક્યનું જીવનચરિત્ર

    બાલ્યકાળ

    કુસુમપુર ! હા આ એ જ કુસુમપુર છે, કેટલું નાનું ગામ હતું! અહીં જ મારું બાળપણ વિત્યું. આ જ ગામને દુષ્ટ નંદે તહેસ-નહેસ કરી નાંખ્યું. આજે હરેલી-ભરેલી વસ્તી થઈને પણ યાતનાના વાદળોમાં ઘેરાયેલી એક ઉજ્જડ વસ્તી લાગી રહી છે. અહીંયા કેટલીય ચિતાઓ સળગી છે. કેટલાયને અગ્નિ પણ પ્રાપ્ત ના થઈ. કેટલાય કાગડાં-સમડીઓના ભોજન બની ગયા, કોઈ હિસાબ નથી.

    ચાલતાં-ચાલતાં ચાણક્ય એક વટ વૃક્ષની નીચે આવીને ઊભા થઈ ગયા. સાંજ ઢળી ચુકી હતી. એકાએક ચાણક્ય અટ્ટહાસ્ય કરી ઉઠ્યાં. એમની સામે ભૂતકાળનું એ પાનું ખુલી ગયું.

    નાનું-એવું આ ગામ કુસુમપુર! કુલ જમા દસ-વીસ ઘરોની વસ્તી. થોડે દૂર ખેતર. ઝૂંપડી જેવા મકાન. ઝૂંપડી પણ કેવી, ઘાસ-પૂસને મોટી લાકડીઓ પર એ પ્રકારે નાખી રાખ્યા હતા જાણે નીચે સૂરજની ગરમીથી બચવા માટે છાંયડો થઈ જાય. નંદના સૈનિકોની જેમ જ તડકો પણ જિદપૂર્વક ઘાસની નીચે પાંછો ચીરીને ઘરમાં ઘૂસી આવતો હતો, અને આ જ રીતે બેરોક-ટોક વરસતું પાણી. અંદર સુધી બધું જ પલળી જતું હતું. ઉપરથી નંદના સૈનિકોનો દબદબો. કોણ જાણે ક્યારે તડકો કે વાદળની જેમ નંદના સૈનિક ઘાસ-ફૂસમાં છેદ કરીને ઝૂંપડીમાં ઘૂસી જાય અને કોઈના ઘરમાં ખિલેલી કોઈ પણ ગુલાબની કળી ઉખાડીને લઈ જાય અને પોતાના દેવતાઓને ભેટ ચઢાવી દે. વરસાદ અને તડકાના દેવતા ઇન્દ્ર અને સૂર્ય એક વખત તો આ અત્યાચારભરી ભેટનો સ્વીકાર ન કરે પરંતુ મનુષ્યોની ભેટથી અટ્ટહાસ્ય કરવાવાળા આ દાનવીય વૃત્તિઓવાળા રાક્ષક નંદ, એને તો નવયુવતિઓના ગરમ લોહી પીવાનો ચસકો પડી ચુક્યો હતો.

    ચાણક્યના પિતા ચણક બ્રાહ્મણ હતા. સંતોષની મૂર્તિ, નિતાંત ધર્મનિષ્ઠ. ખુદની જરૃરિયાત માટે કોઈની આગળ હાથ નથી લંબાવ્યો. કર્મકાંડથી પોતાનું જીવન ખૂબ મુશ્કેલીથી ચલાવી શક્તા હતા અને એ જ સમયે ચાણક્યનો જન્મ થયો. એક પથ્થર કહી ગયો હોય અને તિરાડોમાંથી એક આછું પ્રકાશનું કિરણ આખા ઝૂંપડાને પ્રકાશિત કરી ગયું. પુત્રને મેળવી ચણી અને તેના પત્ની બંને ખૂબ ખુશ થઈ ગયા. ચણી અને તેના પત્ની બંને સુંદર હતા. એ સમયે રાજ્યના અત્યાચારોની કાલિમા, ક્રૂર સૈનિકોનો આતંક અને ભયના કાળા વાદળો જાણે રાજ્યના ભવિષ્યરૃપી આકાશમાં છવાયેલા હતા. કદાચ, આ કાલિમાના પ્રભાવથી ચાણક્ય શરીરથી સ્વસ્થ હોવા છતાં પણ ગૌવર્ણા જન્મ્યાં.

    માતા માટે તો પુત્ર ઘરમાં પ્રકાશ કરવાવાળો હોય છે, પછી તે કાળો જ કેમ ન હોય. આ ખુશીના વાતાવરણમાં જ્યારે ચણીએ પોતાના પુત્રમાં ભવિષ્ય રેખાઓને જાણવા માટે સાધુ - સંન્યાસીઓ અને જ્યોતિષીઓને બોલાવ્યા, તો આ ગરીબ બ્રાહ્મણ જાણે આકાશથી ઉતરીને જમીન પર આવી ગયો. ચાણક્યને બાળપણમાં જ દાંત આવ્યા હતા અને જ્યારે તે હસતા હતા તો તેમના આ જ દાંત તેમના શરીરની કાલિમાને વાદળોની જેમ ચીરી શુભ ચાંદની સમાન પ્રકાશ ફેલાવી દે છે.

    જ્યોતિષીઓ અને સાધુ-સંન્યાસીઓએ જ્યારે જોયું કે આ બાળકના મ્હોંમાં બાળપણથી જ દંત છે, તો તેમની નજર તેના હાથની રેખાઓથી હટીને દાંત પર આવી ગઈ. તેમના માથાનો ફેલાવ, ભૃકુટીઓનું ખેંચાણ, શ્વાસ લેતી વખતે નાકના પોયણાનું ફેલાવું અને આ બધા પર ન દેખાતો તણાવ. આ બધુ માનો કે ભવિષ્યની મૂર્તિ ઘડી રહ્યા હતા અને તે બાળક આ બધાથી બેખબર તેની માતાના ખોળામાં બેસી આશ્ચર્યથી પોતાના ભવિષ્ય દૃષ્ટાઓની તરફ જોઈ રહ્યો હતો, જાણે તે કહેતો હોય કે નાના-નાના હાથ ફેંકતા કે મારું ભવિષ્ય મારા હાથમાં નહીં, મારા મસ્તિષ્કમાં ઉઠવાવાળા વિચારોમાં છુપાયેલું છે.

    જ્યોતિષીઓના મનમાં આ દૃશ્ય ઉથલ - પાથલ મચાવી રહ્યું હતું. તેઓ જાણતા હતા કે, આ ગરીબ બ્રાહ્મણ જેણે શ્રદ્ધા ભક્તિથી તેમનું આતિથ્ય કર્યું છે તેને શું ખબર કે તેની 'કાલે' કેવી વિચિત્ર દશા હશે. છતાં પણ ચણીના વારંવાર પૂછવા પર જ્યોતિષીઓએ તેને કહ્યું:

    હે બ્રાહ્મણ ! તારા બાળકની જન્મકુંડળી અને હાથની રેખાઓ જે બતાવી રહી છે તેના આધારે આ બાળક મોટો થઈ એક બહુ મોટા રાજ્યનો સ્વામી બનશે. એના મ્હોંમાં જે જન્મથી જ દાંત નિકળ્યાં છે, આવું બાળક સદીઓમાં કોઈ ભાગ્યશાળીના ઘરમાં જન્મે છે. સુખ તેની ચારે બાજુ નર્તકીઓની જેમ નૃત્ય કરશે, વૈભવ તેની આગળ ચાકર બનશે, આ રાજા થવા છતાં તે યુગપુરૃષ કહેવાશે ચણી!

    ચણીનું મન ચિંતાથી કાંપી ઉઠ્યું. તેને જ્યોતિષના વાક્ય પર જરાપણ ખુશી ન થઈ કે તેનો પુત્ર મોટો થઈને રાજા બનશે. તેને લાગ્યું કે ક્યાંક આ ભવિષ્યવાણી વિશે નંદને જાણ થશે તો તે તેને જીવતા જ મારી નાંખશે. ખબર નહીં કાલનો સુરજ કેવી રીતે આથમશે.

    જ્યોતિષીઓને વિદાય કરીને ચણી તરત જ ઝૂંપડાની અંદર ગયો અને બાળકને તેની માતા પાસેથી છીનવીને તેને પાસે લઈને તેની પાસે પડેલા એક પથ્થરને લઈને તેના બંને દાંત તોડી નાંખ્યા.

    વટવૃક્ષ નીચે બેઠેલા ચાણક્ય હવે પોતાના ભૂતકાળના પાનાઓ વાંચી રહ્યાં હતા. અચાનક તેમનો હાથ તેના મુખમંડળ પર ગયો. બધા દાંત તેની જગ્યાએ સુરક્ષિત હતા પરંતુ જે દાંત પિતાએ પુત્ર રક્ષાના સ્નેહભાવને લીધે તોડી નાંખ્યા હતા તે સ્થાન તો હજુ ખાલી જ છે. હજી પણ ત્યાંથી હવા રોકાયા વગર આવે-જાય છે અને ચાણક્યના મ્હોંમાંથી નિકળી ગયું - વાહ પિતા !

    હા, પિતાએ આ જ વિચાર્યું હતું કે બાળકના મ્હોંમાં જન્મના દાંત છે. જો તેને તોડી નાંખવામાં આવે તો જ્યોતિષીઓનું વાક્ય ખોટું થઈ જાય અને તે એક સામાન્ય માનવી જ બનીને રહે.

    કારણ કે તેના મન પર નંદ જેવા રાજાનો આતંક બેઠેલો હતો, કદાચ તેથી જ તેના પિતાને ચાણક્યનું રાજા બનવાનું સ્વીકાર્ય ન હતું.

    પરંતુ જે બનવાનું છે તેને કોણ ટાળી શકે છે. આખા વર્ષ પછી બીજીવાર તે સાધુ-સંન્યાસી ફરતા ફરતા ત્યાં કુસુમપુર આવ્યા તો છેલ્લાં અતિથિ સત્કારને યાદ કરીને, તેઓ એ ચણીની ઝૂંપડી પાસે આવીને બુમ પાડી. ત્યારે ચણી ઘરે ન હતો. બાળક ચાણક્ય, ચણીએ તેનું નામ ચાણક્ય રાખ્યું હતું, સરકીને બહાર આવી ગયો. સાધુઓએ તે બાળકને જોયો તો તે આશ્ચર્યચકિત થઈ ગયા.

    અરે આના દાંતને શું થયું ? શું તે તેની જાતે જ તૂટી ગયા ?

    હજુ એ વિચારી રહ્યાં હતા કે ત્યારે જ ચણી આવી ગયો, તેની પત્ની અંદર જ હતી પરંતુ તે બાળક સાધુ-સંન્યાસીના ખોળામાં હસી-રમી રહ્યો હતો.

    કેમ બ્રાહ્મણ ! આ બાળકના દાંત ક્યાં ગયા?

    મહારાજ ! મેં એ વિચાર્યું કે જો બાળક રાજા બનશે તો ચોક્કસ તે વ્યસનોમાં ફસાઈને દુરાચારી બની જશે અને એક દિવસ એ પણ નંદની જેમ જ અપયશનો ભાગીદાર બનશે. તેથી જ મેં તેના દાંત જાતે જ તોડી નાંખ્યા.

    "તું તો સાવ મુર્ખ છે બ્રાહ્મણ! ભલા જે વાત વિધાતાએ લખી હતી અને દાંતોના ઉગવાથી જે સંકેત સ્પષ્ટ થઈ ગયો પછી તેને તોડીને શું તે લખાણ મિટાવી શકે છે ? અરે ! તું તો રાજા બનવાની વાત કરી રહ્યો છે. ખરેખર તો આ રાજા જ નહીં, રાજાથી પણ મોટા રાજા બનાવનારો, રાજ નિર્માતા અને આ સમગ્ર આર્યાવર્તને આંતકમાંથી મુક્ત કરનારો, પોતાની સંસ્કૃતિની પ્રતિષ્ઠા કરનારો, જગવિખ્યાત, સુધારકના રૃપમાં જાણવામાં આવશે.

    "તું તો મુર્ખ છે ચણી ! તે તો ભાવનામાં આવીને તેના મુખની શોભા બગાડી નાખી પરંતુ તેની ભાગ્યલિપિનો એક અક્ષર તો શું, તેની નાની રેખા પણ તું નહીં મિટાવી શકે. અરે કુબુદ્ધિ ! પિતા તો માત્ર જન્મ સૂત્ર આપનારું એક માધ્યમ હોય છે, બાળક તો ઉછરે તો માતાના ગર્ભમાં છે. માતા તેને લોહી, ગરમી, પ્રાણ, ચેતના અને વાતાવરણ આપે છે.

    "તું બતાવ- શું તફાવત છે. તારામાં અને નંદમાં ? શું તફાવત છે, તારા અને તેના દુષ્કૃત્યમાં ? તું પણ દુષ્કાર્યનો શિકાર બન્યો ચણી.''

    ''એ તો મેં વિચાર્યું જ નહીં, હું બ્રાહ્મણ છું, શાસ્ત્રોનું જ્ઞાન પણ છે પરંતુ તેની આવી દાર્શનિક વ્યાખ્યા મારા મનમાં ક્યારેય ન ઉભરી.''

    શાસ્ત્રને દોષ ન આપો. શાસ્ત્રનો અર્થ સમય સિદ્ધ કરે છે અને સમાજ સમય પ્રમાણે તેની વ્યાખ્યા કરે છે. સમાજ-વ્યવહાર શાસ્ત્રને દિશા આપે છે. એ ઠીક છે કે શાસ્ત્ર પણ સમાજને દૃષ્ટિ આપે છે પરંતુ એ દૃષ્ટિની અનુકૂળતા અને પ્રતિકૂળતાને સમૂહના હિતમાં વ્યક્તિ તપાસે છે, પરખે છે. તેં તો માત્ર જ્ઞાનેરૃપી લાકડીનો ભાર માથા પર ધારણ કરી લીધો છે ચણી. ભલા વિચાર આ બધું જ્ઞાન કોના માટે છે. સમાજ માટે, વ્યક્તિ અને વ્યક્તિનો હિતસંબંધ બની રહે એટલા માટે જ ને? કુંવામાંનો દેડકો છે. તું ચણી

    ''જો અમે જાણતા હોત કે તું આવું કરીશ તો અમે ક્યારેય આ બાળકના ભવિષ્યનો સંકેત આપતાં નહીં.''

    "આવું ન વિચારો મહારાજ ! હું દોષિત છું પરંતુ મમતાને કારણે મારી આ નાનકડી ઝૂંપડી છે અને મારું બાળક તેમાં દીવાસમાન ઉજાસ કરનાર છે. બસ આ જ નાનકડું મારું સુખ છે અને જો આ દુષ્ટ નંદના સૈનિક મારા આ સુખની એક કિરણ પણ ઓળખી લેતા તો આખે-આખા સૂર્યને ગળવા માટે મારી આ ઝૂંપડી પર કૂદી પડે. પછી ન તો હું રહું, ન તેને જન્મ આપનારી માં અને તે પોતે. તમારી ભવિષ્યવાણી કોને રાજા બનાવતી?''

    "તો શું તું સમજે છે કે જે વિધાતાએ આ ભવિષ્યવાણી કરી છે, તેણે તારા પુત્રને આયુષ્ય નહીં આપ્યું હોય? અરે! આ તો અમે તને ખુશ કરવા માટે કહ્યું હતું. કારણ કે ત્યારે આ બાળક હતો- કે તે મોટો થઈને રાજા બનશે અને આ મહાપંડિત બનશે, તે સમાજને એક વ્યવસ્થા આપશે અને પુરા આર્યાવર્ત પર જે શાસન વ્યવસ્થા એ સ્થાપિત કરશે, કદાચ ત્યાં સુધી તું રહી ના શકે ચણી. પરંતુ આ બાળક પોતાની એક આંગળી ઉપર, એક સંકેત ઉપર વિદેશી સામ્રાજ્યના મૂળિયા હલાવી નાખશે. તેથી જ તું આ બાળક પ્રત્યે બિલકુલ નિશ્ચિંત થઈ જા, તેનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તેની ધૈર્યવાળી માતાએ પોતાની કોખમાં જે રત્ન પેદા કર્યું છે, તે માત્ર તારા કુળ પરિવારને જ નહીં, પુરા આર્યવર્ત તથા જગતને ભારતના ગૌરવથી સંપૂર્ણ કરી દેશે.''

    ચણી માથુ ઝૂકાવીને બેસી રહ્યો. બાળક ચાણક્ય થોડું-થોડું સાંભળી રહ્યો હતો. હજી તેની બુદ્ધિ વિકસિત થઈ ન હતી. તેણે પોતાની માતાના પાલવને પકડીને ખેંચ્યો જાણે માતાને પૂછી રહ્યો હોય માં ! આ શું કહી રહ્યાં છે ?

    સાધુઓ પોતાના સ્થાને પાછા ફર્યા અને ચણી પોતાના આ પ્રતિભાશાળી પુત્રના પાલન-પોષણમાં લાગી ગયો.

    પરંતુ જ્યારે ચાણક્ય મોટો થયો તો તેના પિતાને ચિંતા સતાવતી હતી કે તેની વિદ્યા અભ્યાસની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે?

    * * *

    મહારાજ નંદના મંત્રી શકટાર ચણીના મિત્ર હતા અને તે પોતાના કૌશલ્યથી નંદના મંત્રી બની ગયા હતા. ચણીને નંદમાં રાજ્યમાં પુરોહિતપદ આપવામાં આવ્યું હતું.

    ચણી શકટારની પાસે ગયો.

    "કહો મિત્ર ! કેમ આવવાનું થયું ? શકટારે પૂછ્યું.

    મારો પુત્ર ચાણક્ય હવે મોટો થઈ ગયો છે અને તેને હું ભણાવી શકું તેમ નથી. જો તારી કૃપા થઈ જાય અને મહારાજ તેના અભ્યાસ માટેની વ્યવસ્થા રાજ્યની તિજોરીમાંથી કરી દે તો હું તેમનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું.

    તો એમાં સંકોચની શું વાત છે ? તું સવારે તારા પુત્રને લઈને દરબારમાં આવી જા. તારા માટે વ્યવસ્થા થઈ જશે.

    બીજા દિવસે દરબારમાં પહોંચીને ચણીએ મહારાજને વિનંતી કરી.

    બ્રાહ્મણનું નિવેદન સાંભળી નંદે કહ્યું, "કેમ મહામંત્રી ! પહેલાં તમે આ બ્રાહ્મણને અમારા દરબારમાં રજૂ કરી પુરોહિત પદ અપાવ્યું અને હવે તમે તેના પુત્રને તક્ષશિલા મોકલવા ઇચ્છો છો અને રાજકોષમાંથી શિષ્યવૃત્તિ અપાવવા ઇચ્છો છો?''

    હા મહારાજ ! જો તમારી કૃપા થઈ જાય ! શકટારે કહ્યું.

    તમે જાણો છો કે રાજકોષ દિન પ્રતિદિન ઘટતો જઈ રહ્યો છે.

    મહારાજ ! બ્રાહ્મણને આપવામાં આવેલું ધન વ્યાજ સહિત ભગવાનની કૃપાથી રાજકોષમાં અન્ય માધ્યમથી પાછું આવી જાય છે. આ શિષ્યવૃત્તિથી રાજકોષમાં કોઈ ઘટાડો નહીં થાય

    "ઠીક છે, જો તમે એમ સમજો છો તો તમે અમારા મહામંત્રી છો એટલે અમે તમારી સલાહનો વિરોધ કરતા નથી. જેટલું યોગ્ય સમજો એટલું આ બ્રાહ્મણને આપી દો કોષાધિકારી! સાંભળી લો, મહામંત્રીના જણાવ્યા મુજબ, આ બ્રાહ્મણને રાજકોષમાંથી મુદ્રાઓ આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને એના માટે અમને વારંવાર પૂછવામાં ન આવે. જ્યાં સુધી બાળક ભણશે તેનો પૂરો ખર્ચ રાજકોષ કરશે.''

    ચણી માટે તો આ સમયે મહારાજ નંદ દેવતાસમાન અથવા કહો કે કુબેરસમાન મહાદાની લાગી રહ્યાં હતા.

    વટવૃક્ષની નીચે બેઠેલા ચાણક્ય વિચારમગ્ન હતા. વિચારી રહ્યાં હતા કે, તે હવાનું કેવું રૃપ છે કે જે ભૂતકાળના પાના ફાટીને બોલવા જઈ રહ્યું છે. તેને યાદ આવવા લાગ્યું કે માનો હજુ ગઈકાલની વાત છે. તેના પિતા મહારાજ નંદને ત્યાંથી કેટલા ખુશ થઈને નીકળ્યા હતા. મને તક્ષશિલા મોકલવાનું આશ્વાસન મેળવીને.

    વહેલી સવારે મેં આ વિગત સૌથી પહેલા સુવાસિનીને આપી હતી. મહામંત્રી શકટારની તે સૌથી નાની પુત્રી હતી મારાથી ત્રણ વર્ષ નાની.

    ચાણક્ય વિચારી રહ્યાં હતા અને ભૂતકાળ તેમને વારંવાર તેનામાં પરોવી રહ્યો હતો.

    ચાણક્યનું ઘરનું નામ વિષ્ણુગુપ્ત હતું અને તેના પિતા અને માતા બંને તેમને વિષ્ણુ કહીને જ બોલાવતા હતા. આજે બંનેમાંથી કોઈપણ નથી. કદાચ તેમની સાથે જ વિષ્ણુગુપ્તનું સંબોધન ચાલ્યું ગયું. રહી ગયા માત્ર ચાણક્ય-એકલા. અહીં કોણ કહે છે તેમને કે, ક્યાં છે તેમની એ ઝૂંપડી કે જ્યાં તેમણે તેમનું બાળપણ વિતાવ્યું હતું?

    ચાણક્યની પાછળ આવવવાવાળો પડછાયો જાણે રોકા ઈગયો હતો અને અચાનક એક અવાજ આવ્યો, ''કોણ છો તું? કોને શોધી રહ્યો છે તું. અહીં રાત્રિમાં ઘરોની આસપાસ શું જોઈ રહ્યો છે?''

    ''તમે જવાબ ન આપ્યો? કોને શોધી રહ્યાં છો તમે?''

    ''હું મારું બાળપણ શોધી રહ્યો છું શું તમે બતાવી શકો છો કે અહીં પાસે જ કોઈ ઝૂંપડીમાં એક બ્રાહ્મણ ચણી રહેતો હતો, તે ક્યાં હશે?''

    ''તું એમને શા માટે પૂછી રહ્યો છે? તે તો અહીંયાથી કેટલાક વર્ષ પહેલાં નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા.''

    ''પરંતુ કેમ?''

    ''એ ના પૂછો, આ એક ખૂબ જ પીડાદાયક ઘટના છે, એક દુઃખદ પ્રસંગ છે.''

    ''પણ એવું કેમ થયું?''

    ''ઘણાં વર્ષ પહેલાંની વાત છે- મહારાજો પોતાના મંત્રી શકટારને બંદી બનાવી લીધો હતો.''

    ''હેં! તે તો એમના વિશ્વાસપાત્ર હતા.''

    ''હા, પરંતુ જ્યારે રાજાથી રાજ્ય મોટું થઈ જાય છે, તો વિશ્વાસ રાજ્ય પર રોકાઈ જાય છે, રાજા પર નહીં.''

    ''તમે તો ખૂબ જ ગુણી મહાત્મા છો. શું તમે મને ખુલીને બતાવશો?''

    ''એમાં બતવવા માટે રહ્યું જ શું છે ? મહામંત્રી શકટાર અને સેનાપતિ મૌર્ય બંને જ જનતાનું હિત ઇચ્છતા હતા અને મહારાજ નંદની વિલાસી પ્રવૃત્તિના વિરુદ્ધ હતા. પરંતુ તમે આ બધું કેમ પૂછી રહ્યાં છો?''

    ''હું એમનાથી જોડાયેલો છું. તમે બતાવો.''

    ''મહારાજ નંદના કોષના બધા પૈસા વિલાસિતામાં પ્રયોગ કરવામાં આવી રહ્યાં હતા. જનતા ત્રસ્ત હતી અને જ્યારે રાજા પ્રજાનું ધ્યાન છોડી દે, તો આ દશા તો થશે જ. મંત્રીએ એનો વિરોધ કર્યો, મહારાજે સેનાપતિના હાથે એને બંદી બનાવી લીધા. સેનાપતિએ આ કર્મ મહારાજની આજ્ઞાથી કરી તો દીધું પરંતુ એનું મન આને સ્વીકાર ના કરી શક્યું તો એણે ખુદ જ ગ્લાનિવશ આ પદ છોડી દીધું. મહારાજે એને આ વ્યવહારને બગાવત સમજી અને એને પણ બંદીગૃહમાં નાખી દીધો.''

    ''પરંતુ બ્રાહ્મણ ચણીનું નિષ્કાસન એનાથી ક્યાં સંબંધિત રહ્યું?''

    ''તે બ્રાહ્મણ આત્મસન્માની હતો. જ્યારે એણે સાંભળ્યું કે મહારાજાએ એના પ્રિય મિત્ર અને રાજ્યનિષ્ઠ મહામંત્રી શકટારને બંદીગૃહમાં નાખી દીધા છે અને એના વધ માટે ભૂખ્યા પરિવાર સહિત યાતના સહન કરવા માટે સુમસામ કાળી કોઠરીમાં ભૂમિગત કરી દેવામાં આવ્યા છે, તો બ્રાહ્મણથી આ સહન ના થયું. અને જ્યારે સેનાપતિના પ્રત્યે પણ એણે આ જ અત્યાચાર જોયો તો તે પોતાના ક્રોધ પર કાબૂ ના રાખી શક્યો. તે બ્રાહ્મણ ખૂબ જ જિદ્દી હતો. એણે મહારાજ નંદના વિરુદ્ધ નગરમાં એમના અત્યાચારનો ઢંઢેરો પીટવાનો શરૃ કરી દીધો, જાણે તે પાગલ થઈ ગયો હોય.''

    ''તે બૂમો પાડતો ફર્યો- આ નંદ હત્યારો છે, આ મગધની પ્રજાને ખાઈ જશે. નાગરિકો, સાવધાન! આ વિલાસી રાજાને એના કર્મનો દંડ મળવો જ જોઈએ.''

    ''પછી શું હતું! જ્યારે મહારાજ નંદે આ સાંભળ્યું તો એમણે સૌથી પહેલાં તો રાજકોષથી મળવાવાળી એની છાત્રવૃત્તિ બંધ કરાવી દીધી અને એને નગરથી નિકાળી દેવામાં આવ્યો.''

    ''પછી શું થયું?''

    ''પછી એને ક્યારેય નથી જોયો. મહારાજે પોતાના સિપાઈઓ દ્વારા એને પકડીને બોલાવ્યો પણ હતો. એને સમજાવ્યું પણ હતું કે તારો મિત્ર શકટાર ફક્ત બંદી છે, એનો વધ નથી કરવામાં આવ્યો.

    ''પરંતુ તે બ્રાહ્મણ તો ધર્મથી વધારે બીજો કોઈ વ્યવહાર જાણતો ન હતો, આથી એને ભર્યા દરબારમાં મહારાજ નંદે પાપી અને અનાચારી કહીને લલકારવાનું પ્રારંભ કરી દીધું. પછી તો નંદે ક્રોધમાં આવીને એનું આપેલો બધો વૈભવ પાછો લઈ લીધો અને એને મગધથી બહાર કરી દીધો.

    ''ત્યાં સામે જે કેટલાક વાંસ ગઢેલાં દેખાઈ રહ્યાં છે, જેનું ઘાસ-ફૂસ જમીન પર વરસાદ અને હવાને કારણે ખાદ બની ગયું છે, તે એ બ્રાહ્મણની જ ઝૂંપડી તો છે.''

    ''સારું, એક વાત બતાવો.''

    ''શું હજું પણ કંઈ પૂછવાનું રહી ગયું છે? એટલું સમજી લો કે નંદ હજુ બ્રાહ્મણોની વિરુદ્ધ થઈ ગયો છો અને તે બૌદ્ધ બની ચુક્યો છે. એના રાજ્યમાં હવે કોઈ બ્રાહ્મણ રાજ્યાશ્રય નથી મેળવી શકતો.''

    ''મને એની ચિંતા નથી. મને એ બતાવો, શકટારનો પરિવાર ક્યાં છે?''

    ''તમે કેવા માણસ છો જી! તમને નંદના રાજ્યમાં ઊભા થઈને એના વિરુદ્ધ આટલા પ્રશ્ન કરીને સહેજપણ ડર નથી લાગી રહ્યો? હવે હું તમને એની બધી સમાધિ બતાઉ ક્યાં બની છે?''

    ''નારાજ ના થાઓ, હું તો ફક્ત એ જાણવા ઇચ્છતો હતો કે મહામંત્રી શકટારની એક કન્યા હતી સુવાસિની. શું બતાવી શકો છો કે તે જીવિત છે કે નહીં?''

    આ સાંભળીને તે બોલ્યો, ''શું કરશો પૂછીને? બૌદ્ધ વિહાર ચાલી ગઈ હતી પરંતુ જ્યારે ત્યાં પણ ના રહી શકી તો નૃત્યાંગના બની ગઈ.''

    અને આ કહીને તે પડછાયો, જે એક અપરિચિત વ્યક્તિના રૃપમાં ચાણક્ય સાથે સંવાદ કરી રહ્યો હતો, એ જ અંધકારમાં પાછો ફરી ગયો.

    આ મારું દુર્ભાગ્ય તો છે કે આજે હું તક્ષશિલાથી અભ્યાસ પૂરો કરીને પાછો ફરીને ના માતાથી મળી શક્યો અને ના પિતાથી. એમને એક પુત્રથી શું સુખ મળ્યું, એકમાત્ર પુત્રથી. ફક્ત બાળપણનું થોડું સુખ. જે એમણે મારી આંગળીઓ પકડીને મને ઘરના આંગણમાં ચાલતા શિખવાડ્યું, એમનો એ જ પુત્ર તક્ષશિલાથી અહીંયા સુધી કેટલી લાંબી યાત્રા કરીને આવ્યો છો, આ તો તેઓ જાણી જ ના શક્યા.

    આ કેવો અભિશાપ છે! એક રાજાની દુષ્પ્રવૃત્તિઓએ એક સાથે ત્રણ-ત્રણ પરિવારોનો સર્વનાશ કરી દીધો.

    આ જ એ કુસુમપુર છે? નહીં, આ એ કુસુમપુર નથી હોઈ શકતું.

    શું પ્રજા રાજા પર આ જ દિવસ માટે વિશ્વાસ લાવે છે? શું તે એના દરેક સંકેત પર આ જ દશામાં આવવા માટે એમની સામે ઓતપ્રોત થઈ જાય છે?

    ના, આ અત્યાચારને રોકવો પડશે. હવે આ સહન કરવામાં નહીં આવે. પરંતુ હું શું કરીશ? કેવી રીતે એકલો રોકી શકીશ?

    એક સ્થાપિત શાસકને ઉલટીને પ્રજાના હિતની વ્યવસ્થાને ફરીથી સ્થાપિત કરવા માટે હું તો એકલો છું. ખેર, જે કંઈ પણ છે, હું એક વખત તો મહારાજને મળીશ જ. આ બ્રહ્મચારી ચાણક્ય આટલી જલ્દી હાર નહીં માને.

    મનમાં એક વિચારકે ચાણક્યને કહ્યું- આના પર વિચાર કરવાથી શું થશે? નિર્ણય કરવાથી પહેલાં જ્યાં સુધી મહારાજ નંદના વિચારની જાણ નથી થતી, ત્યાં સુધી શું કહી શકાય છે.

    ચાણક્યને એ ખાડા સિવાય ઝૂંપડીના ભૂગોળની કોઈ જાણ ના થઈ શકી. આ જોઈને ચાણક્યની આંખોમાં આંસૂ આવી ગયા. સુવાસિની અને પિતાની વચ્ચે સ્મૃતિઓમાં આ પથ્થર એક દીવાલ બની ગયો અને જાણે બંને દિશાઓથી અલગ એને એક ત્રીજો માર્ગ સ્પષ્ટ નજરે પડવા લાગ્યો. જે વિનષ્ટ થઈ ગયો, તે હજું કોઈ પણ દશામાં પાછો આપી નથી શકાતો પરંતુ જે વિનષ્ટ થવાની કગાર પર ઊભો છે, એને તો રોકી શકાય છે.

    અને આ વિચારતાં-વિચારતાં ચાણક્યને જાણે એની દિશા મળી ગઈ હતી. તે હવે ત્યાંથી પાછા ફરીને ત્યાં આવી ગયા, જ્યાં તેઓ રોકાયેલા હતા, એક અપરિચિત ધર્મશાળામાં. એણે નિશ્ચય કર્યો કે કાલે એને મહારાજ નંદથી મળવું છે.

    ચાણક્યની પ્રતિજ્ઞા

    સવાર થતાં જ ચાણક્યએ પાટલી પુત્ર જવાનો વિચાર કર્યો. તે વિચારી શક્તા ન હતા કે એક અભિમાનમાં અંધ પોતાના ભોગ-વિલાસની લાલચમાં એક રાજા કેમ સમગ્ર રાષ્ટ્રને હોમી રહ્યો છે ? શું તેણે નિશ્ચય કરી લીધો છે કે તે અસર છે ?

    જ્યારે ચાણક્ય પાટલિપુત્ર પહોંચ્યા ત્યારે બપોર થઈ ગઈ હતી. રાજનગરીમાં ભવ્ય મહેલોને જોઈને તે કલ્પના પણ કરી શકતો ન હતો કે આને સમીપવર્તી ભૂખંડ અને ગામ એક ઉજ્જડ સ્મશાન ભૂમિ જેવા દેખાઈ રહ્યાં છે. આખા ઉત્તર ભારતમાં પાટલિપુત્ર રાજ્યનું પોતાનું નામ છે પરંતુ એની પ્રજા!!! કદાચ એના વિશે દૂર બેસીને જે કોઈ અનુમાન લગાવશે, તે અહીંયા આ નગરીમાં આવીને પોતાના અનુમાનને ખોટું જોશે.

    નગરની શોભા અત્યંત રમણીય હતી કેમ કે ત્યાં રાજમહેલની અંદર પ્રકોષ્ઠમાં સૈનિક પણ સુંદર હતી અને પરિચારિકાઓ પણ સુંદર હતી. મહિલાઓના જીવન-સ્તરને નંદે કેટલું ઊંચું ઉઠાવી દીધું!

    જ્યારે ચાણક્ય રાજભવનમાં પહોંચ્યા તો હતપ્રભ રહી ગયા. જે વિચારીને તે આવ્યા હતા, તે પ્રશ્ન પાછળ છૂટી ગયો હતો કેમ કે અહીંયા તો સાક્ષાત્ વૈભવ-વિલાસનું તાંડવ નૃત્ય થઈ રહ્યું હતું.

    માર્ગમાં એમને કેટલાક બ્રાહ્મણ મળ્યાં. એકે જિજ્ઞાસાવશ પૂછ્યું, ''તું કોણ છે ભાઈ? માથા પર ગોરોચનનું તિલક જોઈને જ લાગે છે કે તું બ્રાહ્મણ છે. તું અહીંયા નવો લાગે છે. તું આટલો ચિન્તિત કેમ છે?''

    ચાણક્ય કોઈ ઉત્તર આપે એનાથી પહેલાં જ એકે કહ્યું, ''શું ધનની ચિન્તાથી દુઃખી છો બ્રાહ્મણ?''

    ''બેકારની ચિંતા કરી રહ્યાં છો. આજે રવિવાર છે અને આજના દિવસે મહારાજ ક્યારેય કોઈ બ્રાહ્મણને ખાલી હાથે પાછા નથી મોકલતા. મહારાજ નંદ સૂર્યના ઉપાસક છે.''

    ''કેટલાં કષ્ટની વાત છે, તમે લોક બ્રાહ્મણ છો પરંતુ ચાપલૂસ પણ છો. એક કાયર રાજાની પ્રશંસામાં મિથ્યાવાચન કરતાં તમને શરમ નથી આવતી? મહારાજ નંદ કેટલા દાની છે, એ તો હું હજુ કુસુમપુર અને પાટલિપુત્રની વચ્ચે જે ગામ પડ્યાં છે, એમની શોભાને જોઈને અનુમાન લગાવી શકું છું. જમીનો સૂકાયેલી પડી છે, ઘર ખાલી પડ્યાં છે, ક્યાંય કોઈને ત્યાં દીવો નથી સળગતો અને અહીં-તહીં જે ભૂલો-ભટક્યો જનસમૂહ ટકેલો છે, એમને ત્યાંથી એમની વહૂ-બેટીઓ ગાયબ છે.''

    પછી થોડું વિચારીને ચાણક્યએ કહ્યું, ''તમે મહારાજને દાની બતાવી રહ્યાં છો, તેઓ સૂર્યના ઉપાસક છે, રંતુ શું તમે બતાવી શકો છો કે તમારે ત્યાં તમારા ઘરની સ્ત્રીઓની મર્યાદા અને આબરૃ સુરક્ષિત છે.''

    ક્રોધમાં ભરાઈને ચાણક્યએ કહ્યું, '' તમે સમજો છો કે હું તક્ષશિલાથી પાટલિપુત્ર ધનની ઇચ્છા લઈને આવ્યો છું ? ક્યારેય તમે વિચાર્યું છે કે અહીંયાની ઉત્પન્ન સંતાનો કસમયે કેમ મરી જાય છે ? એમનું બાળપણ સીધું વૃદ્ધ કેમ થઈ જાય છે? અને જ્યારે તેઓ દિવસ-રાત મહેનત કરીને પોતાની આજીવિકા કમાય છે, તો એમને મહેનતના પ્રમાણે શું મળે છે ? ફક્ત અપમાન અને પીડા. એમનું પોતાનું શું છે? શું તેઓ ખુદને જીવિત કહી શકે છે? વ્યક્તિને મગધમાં રહેવા માટે કેટલું મોટું મૂલ્ય ચુકવવું પડે છે? શું મહાપદ્મની આ જ રાજ્ય વ્યવસ્થા હતી, જેનો વંશજ આ નંદ સ્વચ્છંદ, અનાચારી અને અનુદાર થઈ ગયો! મારા કોઈ પ્રશ્નનો ઉત્તર આપી શકશો તમે?''

    અને ચાણક્ય એમની તરફ જોતા એનાથી પહેલાં જ તે લોકો ધીમે-ઘીમે સરકી ગયા. એક વયોવૃદ્ધે, જે એ બધાથી પાછળ આવી રહ્યો હતો, ચાણક્યથી કહ્યું, ''બ્રાહ્મણ! તમે કયા ઉદ્દેશ્યથી આવ્યા છો એ તો હું નથી જાણતો પરંતુ જો કોઈ સંકલ્પ લઈને આવ્યા છો, તો એટલું કહીશ કે નંદથી કોઈ અપેક્ષા ના કરતા. આ દુષ્ટ અને દુરાચારી છે. તમને કશું નહીં મળે બ્રાહ્મણ.''

    ''પરંતુ હે આર્યશ્રેષ્ઠ! હું કંઈક માંગવા નથી આવ્યો, હું તો ફક્ત એ જાણવા આવ્યો છું કે મહામંત્રી શકટાર અને સેનાપતિ મૌર્યનું શું થયું? ક્યાં ગયા એ લોકો? મેં સાંભળ્યું છે કે મહારાજે એમને બંદી બનાવી લીધા છે અને...''

    ''પરંતુ આ તમે કેમ પૂછી રહ્યાં છો? તમે કોણ છો? પોતાનો પરિચય આપશો?''

    ''તમે પૂછ્યું છે તો જરૃર બતાવીશ. હું કુસુમપુરના એક વિપન્ન બ્રાહ્મણ ચણઈનો પુત્ર છું. મારું નામ મારા પિતાએ ચાણક્ય રાખ્યું હતું અને પંડિતોએ વિષ્ણુગુપ્ત. તમે મને કોઈ પણ નામથી બોલાવી શકો છો. મેં મહારાજ નંદના રાજ્યકોષથી જ વૃત્તિ મેળવીને તક્ષશિલામાં વિદ્યાધ્યયન કર્યું અને ત્યાં જ હું આજે પણ આચાર્યના રૃપમાં કાર્ય કરી રહ્યો છું.

    ''શિક્ષા ગ્રહણ કર્યા પછી મારી આ અભિલાષા હતી કે હું એક વખત મારા ઘેર મારા માતા-પિતાને મળવા જાઉં. ઘણાં સમયથી મને અહીંયાના કોઈ સમાચાર નથી મળ્યાં, આથી જ્યારે હું કુસુમપુર પહોંચ્યો તો મેં ત્યાં એક સારા-એવા ગામને સ્મશાનમાં બદલાયેલું જોયું.''

    ''પુત્ર! હું ચણીને ઓળખું છું. એને મેં ખૂબ જ સમજાવ્યો હતો પરંતુ એના પર દેશભક્તિનું ભૂત સવાર હતું. તે જન-સુધાર કરવા ઇચ્છતો હતો અને આતી પોતાના મહારાજની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. ક્રોધિત મહારાજે એને મગધથી નિર્વાસિત કરી દીધો.''

    ''આ પૂરી વાર્તા હું સાંભળી ચૂક્યો છું બ્રાહ્મણ દેવ. હું તો એ જાણવા ઇચ્છું છું કે મહારાજ નંદે શકટાર અને સેનાપતિ મૌર્યને કયા અપરાધમાં બંદી બનાવી લીધા.''

    ''હું સમજું છું અને મેં તમારા ચહેરાને વાંચી લીધો હતો કે તમે જરૃર કોઈ સંકલ્પ કરીને આવ્યા છો. ઈશ્વર કરે તમે ઉદય થતાં સૂર્યની જેમ ચમકો. આજે રવિવાર છે, તમે ખુદ મહારાજથી મળી લો.''

    નંદના રાજયદબારથી બહાર આવવાવાળાઓની ભીડ લાગી હતી. દરેક વ્યક્તિ મહારાજથી મળવા માટે ઉત્સુક હતો, પહેરેદારોથી આજીજી-વિનંતી કરી રહ્યાં હતા અને પહેરેદાર કોઈને ધક્કો મારીને, કોઈના પર જોર અજમાવીને એમને ફક્ત એક ભીડની જેમ જોઈ રહ્યાં હતા.

    કેટલો સુંદર ઓરડો હતો! મોટા-મોટા વિશાળ સ્તંભ, છતની ચિત્રકારી અને બૌદ્ધ સ્તૂપોની સૌંદર્ય છબી જોઈને ચાણક્યને લાગ્યું કે આ રાજા સુંદરતાનો

    Enjoying the preview?
    Page 1 of 1