Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ટચ મી નોટ
ટચ મી નોટ
ટચ મી નોટ
Ebook187 pages1 hour

ટચ મી નોટ

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો.

 

 

 

હું જ્યારે લાઘવિકા લખી રહી હતી ત્યારે શબ્દો ૧૫૦થી વધી ગયા અને શબ્દો જ્યારે ઘટાડવાની કોશિશ કરવા લાગી ત્યારે ભીતરથી એક પ્રેરણા થઈ કે "આ વાર્તા શબ્દો ઘટાડવા માટે નહીં, પરંતુ શબ્દો વધારવા માટે જન્મી છે!" આ લાઘવિકા ખરેખર એક નવલકથા માટે જ જન્મી હતી. ત્યારબાદ આ લાઘવિકાને નવલકથા સ્વરૂપે લખવાની તડામાર તૈયારી મેં હાથ ધરી. ૧૯મી ડિસેમ્બરે શરૂ કરેલી લાઘવિકા તો મેં ૨૧ ડિસેમ્બરે પૂરી કરી, પરંતુ પ્લૉટ તો આખો ઘટનાક્રમ મુજબ તૈયાર જ હતો તો પછી "લખવામાં વાર શું?" એમ વિચારી લાઘવિકા લખવાની સાથે જ ૨૦મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આ નવલકથા લખવાનું પણ શરૂ કર્યું જે ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કાગળ પર રફ્લી પૂર્ણ થયું. ટાઇપિંગ કરવામાં, વાર્તાને મઠારવામાં, પ્રૂફ રીડિંગ કરવામાં થોડો સમય લાગ્યો અને અંતે બધા ફેરફારો બાદ ૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ આ નવલકથાનો સંપૂર્ણ રીતે જન્મ થયો.

 

 

 

૧૪મી એપ્રિલ, ૨૦૨૩ના જ્યારે હું પ્રકાશકને મોકલવા ફાઇલ તૈયાર કરતી હતી ત્યારે મને લાગ્યું હજુ અંતમાં ઘણી નવી મરોડ આપી શકાય તેમ છે. જીવનસાથી સાથે જ્યારે મને સૂઝેલ બે નવા ચોટદાર વળાંકની ચર્ચા કરી તો તે બેમાંથી એક વળાંકને તે એક નવા જ વળાંક પર લઈ ગયા અને બીજો વળાંક તેમણે અને મારી નાની બહેને એકદમ વધાવી લીધો. જે બન્ને વળાંક સાથે ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના આ નવલકથા એક નવાં જ સ્વરૂપે જન્મી.

 

 

 

નવલકથાનું રહસ્ય ખોલતો અંત વાચકોને ખરેખર ચોકાવી દેશે.

 

 

 

જેમ ઘરતીનાં પેટાળમાંથી એક કીમતી ધાતુ સાથે બીજી અનેક કીમતી ધાતુ બહાર નીકળે છે તેવી રીતે એક લાઘવિકા, આ નવલકથાને સાથે લઈને જન્મી. વિદેશી સંસ્કૃતિ પર આછો પ્રકાશ પાડતી સસ્પેન્સ, થ્રિલર ધરાવતી આ નવલકથા વાચકો માટે પ્રિય બની રહેશે તેવી આશા સાથે આ નવલકથા હું પ્રકાશિત કરી રહી છું.

Languageગુજરાતી
Release dateApr 26, 2023
ISBN9798223790136
ટચ મી નોટ

Related to ટચ મી નોટ

Related ebooks

Related categories

Reviews for ટચ મી નોટ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ટચ મી નોટ - Aarti Ramani "Angel"

    અર્પણ

    મારું આ પ્રથમ પુસ્તક હું પ્રથમ; મા સરસ્વતીને કે જેમની કૃપા વગર આ શક્ય જ ના હતું, મારાં પર સદા આશીર્વાદ વરસાવનાર મારા આરાધ્ય ભોલેબાબા, મારી હરેક વાત સાંભળી સદા મારી સાથે રહેનાર મારા ગનુભાઈને હું અર્પણ કરું છું સાથે મારો પૂરો પરિવાર કે જે નિરંતર મારી પ્રેરણા બન્યો છે, માતા સ્મિતાબેન, પિતા લલીતભાઈ, ભાઈ જીત, નાનકી બહેન હસ્તી, સાસુ સરોજબેન, સસરા પ્રકાશભાઈ, જેઠ ગૌરવભાઈ, જેઠાણી સીમાબેન તથા મારું પીઠબળ બની રહેનાર મારા જીવનસાથી મનનને હું અર્પણ કરું છું.

    ––––––––

    Copyright © 2023 by Aarti Ramani Angel. All rights reserved. This is a work of fiction and any resemblance to actual persons or events is purely coincidental. Reproduction or transmission of any part of this publication in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or any other information storage and retrieval system, without prior permission from the author or publisher, is strictly prohibited. Published by [Nirmohi publication].

    લાઘવિકાની પગદંડીએ સંગમ-

    નવલકથાનો!

    આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો.

    હું જ્યારે લાઘવિકા લખી રહી હતી ત્યારે શબ્દો ૧૫૦થી વધી ગયા અને શબ્દો જ્યારે ઘટાડવાની કોશિશ કરવા લાગી ત્યારે ભીતરથી એક પ્રેરણા થઈ કે આ વાર્તા શબ્દો ઘટાડવા માટે નહીં, પરંતુ શબ્દો વધારવા માટે જન્મી છે! આ લાઘવિકા ખરેખર એક નવલકથા માટે જ જન્મી હતી. ત્યારબાદ આ લાઘવિકાને નવલકથા સ્વરૂપે લખવાની તડામાર તૈયારી મેં હાથ ધરી. ૧૯મી ડિસેમ્બરે શરૂ કરેલી લાઘવિકા તો મેં ૨૧ ડિસેમ્બરે પૂરી કરી, પરંતુ પ્લૉટ તો આખો ઘટનાક્રમ મુજબ તૈયાર જ હતો તો પછી લખવામાં વાર શું? એમ વિચારી લાઘવિકા લખવાની સાથે જ ૨૦મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આ નવલકથા લખવાનું પણ શરૂ કર્યું જે ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કાગળ પર રફ્લી પૂર્ણ થયું. ટાઇપિંગ કરવામાં, વાર્તાને મઠારવામાં, પ્રૂફ રીડિંગ કરવામાં થોડો સમય લાગ્યો અને અંતે બધા ફેરફારો બાદ ૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ આ નવલકથાનો સંપૂર્ણ રીતે જન્મ થયો.

    ૧૪મી એપ્રિલ, ૨૦૨૩ના જ્યારે હું પ્રકાશકને મોકલવા ફાઇલ તૈયાર કરતી હતી ત્યારે મને લાગ્યું હજુ અંતમાં ઘણી નવી મરોડ આપી શકાય તેમ છે. જીવનસાથી સાથે જ્યારે મને સૂઝેલ બે નવા ચોટદાર વળાંકની ચર્ચા કરી તો તે બેમાંથી એક વળાંકને તે એક નવા જ વળાંક પર લઈ ગયા અને બીજો વળાંક તેમણે અને મારી નાની બહેને એકદમ વધાવી લીધો. જે બન્ને વળાંક સાથે ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના આ નવલકથા એક નવાં જ સ્વરૂપે જન્મી.

    નવલકથાનું રહસ્ય ખોલતો અંત વાચકોને ખરેખર ચોકાવી દેશે.

    જેમ ઘરતીનાં પેટાળમાંથી એક કીમતી ધાતુ સાથે બીજી અનેક કીમતી ધાતુ બહાર નીકળે છે તેવી રીતે એક લાઘવિકા, આ નવલકથાને સાથે લઈને જન્મી. વિદેશી સંસ્કૃતિ પર આછો પ્રકાશ પાડતી સસ્પેન્સ, થ્રિલર ધરાવતી આ નવલકથા વાચકો માટે પ્રિય બની રહેશે તેવી આશા સાથે આ નવલકથા હું પ્રકાશિત કરી રહી છું.

    ઋણ સ્વીકાર

    એક પુસ્તક પ્રકાશિત કરવું એ દરેક લેખક/લેખિકા, કવિ કે કવયિત્રીનું સ્વપ્ન હોય છે, પરંતુ પુસ્તક પ્રકાશિત કરવા થતો ખર્ચ સાંભળી મારાં જેવી ઘણી લેખિકા કે કવયિત્રીનું આ સ્વપ્ન એક સ્વપ્ન બનીને જ રહી જતું હોય છે! એ સમયે મને સંજયભાઈ શિયાદ ફના સાથે વાત કરવાનું પરેશભાઈ પરમાર માયૂસએ કહ્યું. મેં તેમની સાથે વાત કરી તો તેમની વાતોમાં મને સત્યતા દેખાણી વળી ખર્ચ પણ ઘણો ઓછો હોવાથી હું આ સાહસ ખેડી શકી, એ માટે પ્રકાશક નિર્મોહી પબ્લિકેશન તથા ત્યાં સુધી પહોંચાડનાર સંજયભાઈ અને માયૂસભાઈની હું હૃદયથી આભારી છું.

    જ્યારે કોઈને મંજિલ મળે ત્યારે એ મંજિલની સફળતા ફક્ત એ એક વ્યક્તિની જ નથી હોતી, તેમાં દરેક રસ્તા પર તેનો સાથ આપનાર, સાચો રસ્તો બતાવનાર વ્યક્તિઓ કે પરિબળો પણ તેનાં એટલાં જ સહભાગી હોય છે. આ નવલકથાનો પ્લૉટ એક લાઘવિકામાંથી જન્મ્યો છે અને લાઘવિકા મારાં પ્રિય વિષયોમાંથી એક રહી છે એ માટે મને લાઘવિકા લખતાં શીખવનાર મારાં લાઘવિકા ગુરુ દક્ષાબેન દવે રંજન તથા પૂરા ઈન્દ્રધનુ પરિવારની હું ખૂબ જ આભારી છું. વાર્તા લખી લીધી હોય, પરંતુ તેમાં જો વ્યાકરણ દોષ રહી જાય તો એ વાર્તા સંપૂર્ણ વાર્તા કેમ કહેવી? હું વ્યાકરણમાં જ્યાં અટકી ત્યાં મને (દાદીશા) જયશ્રીબેન પટેલ, દીપકભાઈ સોલંકી દીપ અને હર્ષભાઈ પંડ્યા અમીર તથા અંકિતભાઈ ચૌધરી શિવનો પૂરો સહયોગ મળ્યો એ માટે હું આ બધાની સદા આભારી રહીશ. વાર્તાનાં ક્યા પ્રકારમાં કેટલી શબ્દ મર્યાદા હોવી જોઈએ એ વિષે માહિતગાર કરનાર રાજેશભાઈ વાઘેલાને મારાં અનેક અનેક ધન્યવાદ સાથે સાહિત્ય જગતમાં મને વિવિધ વોટ્સઍપ ગ્રુપમાં જોડાવી મારાં જ્ઞાનમાં વધારો કરવાની તક આપનાર મીનાબેન માંગરોલીયા મીનુને પૂરાં દિલથી વંદન કરી આભાર પ્રગટ કરું છું.

    આ નવલકથા વિદેશી સંસ્કૃતિ તથા એક વૈજ્ઞાનિકની શોધ પર આધારિત સસ્પેન્સ થ્રિલર ધરાવતી હોવાથી ઘણી જગ્યાએ મને માહિતી ખૂટતી, એ માહિતી મને મારી નાની બહેન હસ્તી રામાણી તથા મારા જીવનસાથી મનન શેઠે પૂરી પાડી ઉપરાંત હું ગુજરાતી માધ્યમથી સ્નાતક થયેલી તેથી અંગ્રેજી સંવાદોમાં થોડી તકલીફ પડતી. એ સમયે પણ મને મારા જીવનસાથીનો પૂરો સહયોગ રહ્યો. આ બન્નેએ પૂરો સાથ આપી મારી નવલકથાને ચાર ચાંદ લગાવી દીધાં એ માટે હું હૃદયનાં પૂરાં ભાવથી બન્નેની આભારી છું. મને શુભેચ્છા આપનાર મારાં બન્ને રામાણી અને શેઠ પરિવાર, દેવેન્દ્ર દાદા, દક્ષાબેન દવે રંજન, મનીષભાઈ વોરા અભિવ્યક્તિ, મેઘનાભાભી વોરા, વંદનાબેન વાણી, જયશ્રીબેન પટેલ, જીજ્ઞાબેન કપુરીયા નિયતી, હર્ષભાઈ પંડ્યા અમીર, પરેશભાઈ પરમાર માયૂસ, પૂર્ણિમાબેન ભટ્ટ શબરી, નિમેષભાઈ મેહતા આ બધાની પણ હું ખૂબ જ આભારી છું.

    જેક્શનથી જેક સુધીની સફર

    ––––––––

    ઍન્ડ ગીવ અ હ્યુજ રાઉન્ડ ઑફ અપ્લૉઝ ફૉર સર જેક ગ્રે. કાર્યક્રમનું સંચાલન કરતી હોસ્ટ મિસ એમિલી દ્વારા ઍનાઉન્સમેન્ટ થતા હૉલમાં ઉપસ્થિત બધા મહેમાનોએ તાળીઓનાં ગડગડાટ સાથે જેક ગ્રેનું સ્વાગત કર્યું.

    જેકના ટૂંકા નામથી ઓળખાતા જેક્શન ગ્રે, એક પ્રખ્યાત જીવ વિજ્ઞાની હતા. તેમણે પોતાની અવનવી શોધો દ્વારા દુનિયાભરમાં એક સફળ અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તરીકે ઉપાધિ મેળવી હતી. સરકાર દ્વારા પણ તેમને પોતાની આ સુંદર કાર્યસિદ્ધિ માટે ઘણા ઍવૉર્ડસ મળેલા. પોતાની જિંદગીની સિત્તોતેર વર્ષની આયુમાં તેમણે નાની મોટી અનેકો શોધ કરેલી જેમાં વિદ્યાલયકાળથી શરૂ કરી અત્યાર સુધીની સફર દરમિયાન કરેલી બધી શોધોનો સમાવેશ થાય છે.

    હાલ શોધખોળની દુનિયામાં પ્રગતિની સીડી પર વધુ એક પગથિયું ઉપર ચડતા, પોતાના જીવનકાળની સૌથી મહત્વની તથા ભવ્ય શોધ કરવા તેઓ જઈ રહ્યા હતા. ઇંગ્લૅન્ડનાં આલીશાન ભવનમાં યોજાયેલ આ કાર્યક્રમ તેમની આ શોધની જાણકારી પર પ્રકાશ પાડવા માટે યોજવામાં આવ્યો હતો.

    ઇંગ્લૅન્ડનાં યુનાઇટેડ કિંગડમ શહેરમાં આવેલું આ ભવન ખૂબ વિશાળ હતું. તે સાડાચાર લાખ લોકોને એકસાથે સમાવી શકે એટલી મોટી જગ્યામાં બંધાયેલું ચાર માળ ધરાવતું ત્યાનું સૌથી મોટું ભવન હતું. દીવાલો પર સુંદર કલર, ઉપરના માળને આધાર આપતા અનોખા કોતરકામવાળા ખૂબ મજબૂત આધારસ્તંભ, દરેક માળ પર પ્રોગ્રામના આયોજન માટે મોટું સ્ટેજ, મહેમાનોના બેસવા માટે હારબંધ ગોઠવેલી ખુરશીઓ, ભવનમાં સુંદર રીતે કરેલી સજાવટ, એક અવાજે હાજર‌ થતા ત્યાના સહાયકો! આ બધી બાબતે ભવનને ખૂબ ખ્યાતિ અપાવી હતી.

    આવાં વિશાળ ભવનમાં દેશ-વિદેશથી લાખો વૈજ્ઞાનિકો તથા અનેક મહાવિદ્યાલયોનાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયુ હતુ. જેક ગ્રે ખ્યાતનામ વૈજ્ઞાનિક હોવાથી કોઈ તેમના કાર્યક્રમને માણવાની તક ગુમાવવા ઇચ્છતુ ના હતુ.

    વૈજ્ઞાનિકોને અને સમગ્ર વિશ્વને જેક ગ્રેની આ ભવ્ય શોધની જાણ થઈ શકે એ માટે; વૈજ્ઞાનિકો સાથે મોટી પદવી પર રહેલા ન્યૂઝ ઍડિટર્સ તથા પ્રેસ રિપોર્ટર્સને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ સાથે તેમની શોધથી પ્રોત્સાહન લઈ, દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવના પોતાની અંદર કેળવી શકે એ હેતુથી અનેક મહાવિદ્યાલયોનાં વિજ્ઞાન પ્રવાહના અભ્યાસીઓને પણ આ કાર્યક્રમ માટે નિમંત્રણ અપાયુ હતુ. આ કાર્યક્રમના માધ્યમથી સર જેક ગ્રેને રૂબરૂ મળવાનો, તેમને સાંભળવાનો અને અંતે પોતાના પ્રશ્નોના નિરાકરણનો આ અનેરો લહાવો મળતા વિશાળ ભવન સાથે બધા મહાશયો પોતાને ભાગ્યશાળી માની રહ્યા હતા.

    જેક્શન ગ્રે નાનપણથી જ પ્રકૃતિ પ્રેમી હતા; તેથી

    Enjoying the preview?
    Page 1 of 1