Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Bharat Ke Amar Manishi Swami Vivekanand
Bharat Ke Amar Manishi Swami Vivekanand
Bharat Ke Amar Manishi Swami Vivekanand
Ebook338 pages2 hours

Bharat Ke Amar Manishi Swami Vivekanand

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આ પુસ્તકમાં અધિકતમ સામગ્રીની સાથે સ્વામી વિવેકાનંદના જીવન ચરિતને સંક્ષિપ્ત રૃપમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છો. પુસ્તકની સામગ્રીના સંકલનમાં શ્રી સત્યેન્દ્રનાથ મજૂમદાર કૃત 'વિવેકાનંદ ચરિત', સ્વામી શારદાનંદ લિખિત 'શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ', પં. દ્વારિકાનાથ તિવારીની પુસ્તક 'શ્રીરામકૃષ્ણ લીલામૃત', સ્વામી અપૂનર્વાનંદની રચના 'શ્રીરામકૃષ્ણ ઔર શ્રી માં', શ્રી જયરામ મિશ્રની કૃતિ 'સ્વામી રામતીર્થ : જીવન અને દર્શન' અને શ્રી ઇંગરસોલના નિબંધ સંગ્રહના (ભદન્ત આનંદ કૌસલ્યાયન કૃત) હિન્દી અનુવાદ 'સ્વતંત્ર ચિન્તન'થી સાભાર મદદ લેવામાં આવી છે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateSep 15, 2022
ISBN9789352611041
Bharat Ke Amar Manishi Swami Vivekanand

Related to Bharat Ke Amar Manishi Swami Vivekanand

Related ebooks

Reviews for Bharat Ke Amar Manishi Swami Vivekanand

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Bharat Ke Amar Manishi Swami Vivekanand - Bhawan Singh Rana

    ભારતના અમર મનીષી

    સ્વામી

    વિવેકાનંદ

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5261-104-1

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011-40712100

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2015

    Bharatna Amar Manneeshee Swami Vivekanand

    By - By - Bhawan singh Rana

    પ્રસ્તાવના

    ભારતમાં સમય-સમય પર જન્મ લઈને અનેક મહાપુરુષોએ સત્યદૃષ્ટા વૈદિક ઋષિઓની પરંપરાને સતત જાળવી રાખી. સ્વામી વિવેકાનંદ વર્તમાન યુગમાં આ જ પરંપરાના પ્રતિનિધિ હતા. તેઓ બ્રહ્મચર્ય, દયા, કરુણા વગેરે ઉદાત્ત માનવીય ગુણોના મૂર્ત રૃપ હતા. એમના માટે પ્રાણીમાત્ર પરમાત્માનો અંશ હતા.

    એમની તર્કશક્તિ અદ્વિતીય હતી. શિકાગો વિશ્વ ધર્મ સંમેલનમાં એમના વ્યક્તિત્વથી વિશ્વ મુગ્ધ થઈ ઉઠ્યું હતું. એના પછી પશ્ચિમી જગતમાં એમણે અનેક સ્થાનો પર વ્યાખ્યાન આપ્યા. એનાથી ભારતીય વેદાંતનું વાસ્તવિક સ્વરૃપ વિશ્વની સમક્ષ આવ્યું અને અનેક અમેરીકી તથા યૂરોપીય એમના શિષ્ય બની ગયા.

    સ્વામી વિવેકાનંદ જ્યાં એક તરફ સર્વ ધર્મ સમભાવના પ્રતીક હતા, જ્યાં જ એમને પોતાના હિન્દૂ હોવાનો ગર્વ પણ હતો. આ હિન્દુત્વ પર લજ્જાની અનુભૂતિને વિનાશનું સૂચક માનતા હતા.

    ફક્ત ચાળીસમા વર્ષમાં એમનો તિરોભાવ થઈ ગયો, છતાં પણ ભારતીય વેદાંત અને સંસ્કૃતિના ઉદાત્ત સ્વરૃપથી વિશ્વને અવગત કરાવવામાં એમણે જે સફળતા પ્રાપ્ત કરી, તે પોતાનામાં ઇતિહાસનો એક પ્રેરક અધ્યાય છે. નિઃસંદેહ તે ભારતીય મનસ્વિઓમાં પોતાનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન રાખે છે.

    આ પુસ્તકમાં અધિકતમ સામગ્રીની સાથે સ્વામી વિવેકાનંદના જીવન ચરિતને સંક્ષિપ્ત રૃપમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છો. પુસ્તકની સામગ્રીના સંકલનમાં શ્રી સત્યેન્દ્રનાથ મજૂમદાર કૃત 'વિવેકાનંદ ચરિત', સ્વામી શારદાનંદ લિખિત 'શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ', પં. દ્વારિકાનાથ તિવારીની પુસ્તક 'શ્રીરામકૃષ્ણ લીલામૃત', સ્વામી અપૂનર્વાનંદની રચના 'શ્રીરામકૃષ્ણ ઔર શ્રી માં', શ્રી જયરામ મિશ્રની કૃતિ 'સ્વામી રામતીર્થ : જીવન અને દર્શન' અને શ્રી ઇંગરસોલના નિબંધ સંગ્રહના (ભદન્ત આનંદ કૌસલ્યાયન કૃત) હિન્દી અનુવાદ 'સ્વતંત્ર ચિન્તન'થી સાભાર મદદ લેવામાં આવી છે.

    ડૉ. ભવાનસિંહ રાણા

    વિષય સૂચી

    પ્રારંભિક જીવન

    ગુરુના સાન્નિધ્યમાં

    ભારત ભ્રમણ

    પશ્ચિમી જગતમાં

    ભારતમાં

    દ્વિતીય વિદેશ યાત્રા

    અંતિમ આલોક

    સ્વામી વિવેકાનંદ

    પ્રારંભિક જીવન

    વંશ પરિચય

    ભારતમાં સમય-સમય પર અનેક મહાપુરુષોનો જન્મ થયો છો, જેમણે પોતાની યશા સુરભિથી માતૃભૂમિના ગૌરવને વધાર્યું. એવા જ મહામનીષિઓને કારણે ભારતને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશ્વગુરુ કહેવામાં આવતા રહ્યાં છે. પ્રાચીન મંત્રદૃષ્ટા વૈદિક ઋષિઓથી વર્તમાન યુગમાં સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, મહર્ષિ અરવિંદ ઘોષ વગેરે મહાપુરુષ આ જ પરંપરાના પ્રતિનિધિ રહ્યાં છે.

    બંગાળની ભૂમિ બહુરસ રુચિરા રહી છે. એમાં જ્યાં એક તરફ માતૃભૂમિની સ્વાધીનતાના ઉપાસક અને ક્રાંતિકારીઓએ જન્મ લીધો છો, ત્યાં જ બીજી તરફ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ આ ભૂમિએ અનેક મેઘાવી પુત્રોને જન્મ આપ્યો છે. ચાહે સમાજ સુધારનું ક્ષેત્ર રહ્યું હોય કે સાહિત્ય અથવા વિજ્ઞાનનું રહ્યું હોય કે અધ્યાત્મનું, બંગભૂમિના સપૂત બધા ક્ષેત્રોમાં અગ્રણી રહ્યાં છે. વર્તમાન યુગના મહાન ચિન્તક સ્વામી વિવેકાનંદનો જન્મ પણ આ જ ભૂમિમાં થયો હતો.

    કલકત્તા (કોલકાતા) મહાનગરી આ શતાબ્દીના આરંભિક વર્ષો સુધી ભારતની રાજધાની રહી છે. આ જ નગરીના સિમુલિયા નામના વિસ્તારમાં એક માર્ગનું નામ 'ગૌરમોહન મુખર્જી સ્ટ્રીટ' છે. અહીંયા જ દત્ત પરિવારનું પારંપરિક નિવાસ સ્થાન હતું. વિગત શતાબ્દીમાં આ પરિવાર એક સંપન્ન પરિવાર માનવામાં આવતો હતો. કલકત્તા ઉચ્ચતમ ન્યાયાલયના પ્રખ્યાત વકીલ રામમોહન દત્તના સમયમાં સિમુલિયાના દત્ત સમાજમાં પોતાનો વિશેષ પ્રભાવ રાખતા હતા. રામમોહન દત્ત એક પ્રસિદ્ધ અને સફળ વકીલ હતા. તે ધનાર્જન અને એનો ખુલ્લા હાથોથી ખર્ચ કરતા હતા. એમનું જીવન એક ઐશ્વર્યપૂર્ણ જીવન હતું.

    રામમોહન દત્તના પુત્રનું નામ દુર્ગાચરણ દત્ત હતું. એ સમયની પરંપરા અનુસાર દુર્ગાચરણને સંસ્કૃત તથા ફારસી શિક્ષા આપવામાં આવેલી. એની સાથે જ એમણે અંગ્રેજનું જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું અને વકીલાત આરંભ કરી દીધી, પરંતુ પિતા અને પુત્રના સ્વભાવમાં એક ભારે અંતર હતું. જ્યાં પિતામાં ધનોપાર્જન અને ઐશ્વર્યની જન્મજાત પ્રવૃત્તિ હતી, ત્યાં જ પુત્ર એનાથી સર્વથા વિરક્ત હતા. બહુધા ધનવાન ઘરોના પુત્ર સુખ-સુવિધા મેળવીને ભટકી જાય છે, પરંતુ દુર્ગાચરણને ધન-ઐશ્વર્યથી કોઈ મોહ ન હતો. એમનો અનુરાગ ધર્મ અને સત્સંગ પ્રત્યે હતો. તે વેદાંતી સાધુઓથી વધારે પ્રભાવિત હતા. એમના જ પ્રભાવમાં આવીને દુર્ગાચરણે ફક્ત પચ્ચીસ વર્ષની અવસ્થામાં જ સમસ્ત ઐશ્વર્યોનો પરિત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી લીધો. એ સમયે એમની પત્ની ફક્ત એક જ પુત્રની માતા હતી, જેનું નામ વિશ્વનાથ હતું. વિશ્વનાથની અવસ્થા એ સમયે એ-બે વર્ષની રહી હશે.

    દુર્ગાચરણના સંન્યાસ લઈ લીધા પછી બાળક વિશ્વનાથનું પાલન-પોષણ પણ રામમોહન દત્તે કર્યું. કહેવામાં આવે છે કે એક વખત દુર્ગાચરણની પત્ની વારાણસી ગઈ હતી. ત્યાં વિશ્વનાથ મંદિરમાં એને પોતાના પતિના દર્શન થયા હતા. એના પછી સંન્યાસ ધર્મની પરંપરા અનુસાર સંન્યાસના બાર વર્ષ પૂર્ણ થવા પર દુર્ગાચરણ એક વખત પોતાના ઘેર આવ્યા અને પુત્ર વિશ્વનાથને આશીર્વાદ આપીને ચાલ્યા ગયા. એના પછી એમણે કોઈએ નથી જોયા. એમના આ વખતે ઘેર આવવાથી એક વર્ષ પહેલાં જ એમની પત્નીનો સ્વર્ગવાસ થઈ ચુક્યો હતો.

    પિતાના સંન્યાસી થઈ જવા અને માતાના સ્વર્ગવાસ પછી વિશ્વનાથનો બાલ્યકાળ પિતામહ રામમોહન દત્તની છત્રછાયામાં જ વ્યતીત થયો. પિતામહનું અનુસરણ કરતા-કરતા તેપણ વકીલાત કરવા લાગ્યા. વકીલ હોવાની સાથે જ તે વિદ્યાપ્રેમી હતા. એમણે ફારસી, અંગ્રેજી, ઇતિહાસ વગેરેનો ઊંડો અભ્યાસ કર્યો. એના પરિણામસ્વરૃપ એમનામાં ધાર્મિક કટ્ટરતા ના રહી. એમણે બાઇબલનું અધ્યયન પણ કર્યું. એનાથી તે ઈસાઈ ધરમના પ્રશંસક બની ગયા. દિલ્હી, લાહોર, લખનૌ, ઇહાલાબાદ વગેરેના કેટલાય સંભ્રાન્ત મુસલમાન એમના મિત્ર હતા. તેઓ બધા ધર્મોનો આદર કરતા હતા.

    વિશ્વનાથ દત્ત એક સફળ વકીલ હતા. તેઓ ખૂબ જ ઠાઠ-માઠથી રહેવાનું પસંદ કરતા હતા. મિત્રોની મદદ કરવી, મુક્તહસ્તથી વ્યય કરવો, મેજબાનીઓ આપવી એમનો વિશેષ સ્વભાવ હતો. એમની પત્ની ભુવનેશ્વરી દેવી એક પરંપરાગત ધર્મપ્રેમી હિન્દૂ મહિલા હતી. તે ફક્ત બંગલા જ લખવા-વાંચવાનું જાણતી હતી. તે અત્યંત મધુર સ્વભાવની હતી. રામાયણ, મહાભારત, ભાગવત્ વગેરેનો નિયમિત પાઠ કરવો, ભગવાન શિવની પૂજા વગેરે એમની દિનચર્યાના અભિન્ન અંગ હતા. તેઓ એક ગંભીર સ્વભાવશીલ સમ્પન્ન આદર્શ ગૃહિણી હતી. કહેવામાં આવે છે કે આસ-પડોશની કોઈ પણ મહિલા એમની સામે વધારે બોલવાનું સાહસ કરી શકતી ન હતી.

    જન્મ

    બધા પ્રકારની સુખ-સંપન્નતા હોવા છતાં પણ ભુવનેશ્વરી દેવીને એક દુઃખ સાલતું રહેતું હતું કે એમનો કોઈ પુત્ર ન હતો. પુત્ર પ્રાપ્તિની ઇચ્છા અન્ય સ્ત્રીઓની સમાન જ બહુધા એમને પણ વ્યાકુળ કરી દેતી હતી. તે નિત્ય-પ્રતિ કાતર સ્વરમાં ભગવાનથી પુત્રવર્તી થવાની પ્રાર્થના કરતી રહેતી હતી. એના માટે એમણે અનેક પ્રકાનરા વ્રત-ઉપવાસ, અનુષ્ઠાન વગેરે કર્યા, પરંતુ કોઈ સફળતા ના મળી. દત્ત પરિવારની કોઈ મહિલા વારાણસીમાં રહેતી હતી. ભુવનેશ્વરી દેવીએ એમને પત્ર લખ્યો કે એમની તરફથી વિશ્વનાથ મંદિરમાં નિત્યપ્રતિ પૂજા-અર્ચનાની વ્યવસ્થા કરવામાં આવે. એના થોડાં દિવસો પછી તે ખુદ વારાણસી ગઈ. ત્યાં એમની તરફથી પૂજા-અર્ચના સુયોગ્ય રૃપમાં કરવામાં આવી રહી હતી. પુત્ર કામનાથી ભુવનેશ્વરી દેવી ઘેર જવાનું પણ ભૂલી ગઈ અને ત્યાં જ બાબા વિશ્વનાથની અર્ચનામાં ખોવાઈ ગઈ.

    કહેવામાં આવે છે કે, એક દિવસે ભુવનેશ્વરી દેવી ભગવાન શ્રી વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી ધ્યાનમગ્ન થઈ ગઈ. તે સવારે પૂજામાં બેઠી હતી, દિવસ ઢળી ગયો અને સંધ્યા થવા લાગી, પરંતુ એમનું ધ્યાન ભંગ ના થયું. એમનું બાહ્યજ્ઞાન જાણે લુપ્ત થઈ ગયું હતું. એમના મુખમંડળ પર અલૌકિક તેજ ચમકી રહ્યું હતું. રાત્રિમાં એ જ અવસ્થામાં એમને ઊંઘ આવી ગઈ. સ્વપ્નમાં એમણે જોયું કે કર્પૂરની સમાન ગૌરવર્ણ ભગવાન શિવ એમની સન્મુખ ઊભા છે. એના પછી એમણે એક શિશુ રૃપ ધારણ કર્યું અને ભુવનેશ્વરી દેવીના ખોળામાં જઈ બેઠા. એની સાથે જ ભુવનેશ્વરી દેવની ઊંઘ ખુલી ગઈ.

    એ દિવ્ય આનંદનો અનુભવ કર્યા પછી જ્યારે ભુવનેશ્વરી દેવીની ઊંઘ ઉઘડી, તો તે આનંદિત થઈ ઉઠી. એ સમયે સૂર્યોદય થઈ ચુક્યો હતો. તે આનંદાતિરેકમાં 'હે શિવ! હે શંકર! હે કરુણામય! કહેતી-કહેતી વારંવાર ભગવાન શિવને સાષ્ટાંગ પ્રમામ કરવા લાગી.

    ભુવનેશ્વરી દેવીને દૃઢ વિશ્વાસ થઈ ગયો કે હવે એમની પુત્રપ્રાપ્તિની અભિલાષા અવશ્ય પૂર્ણ થઈ જશે. થોડાં દિવસો પછી પાછી ફરી આવી. ધીમે-ધીમે કેટલોક સમય વ્યતીત થયો અને ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ની સવારે છ વાગ્યે તેત્રીસ મિનિટ, તેત્રીસ સેકન્ડ પર એમણે એક પુત્રને જન્મ આપ્યો. એ દિવસે બંગલા વર્ષની પૌષ સંક્રાંતિ હતી. શિશુ જન્મના સમયે સૂર્યોદય થવાવાળો હતો. આ સંક્રાન્તિનું વિશે। મહત્ત્વ માનવામાં આવતું હતું. લોકો સ્નાન માટે જઈ રહ્યાં હતા અને ઘેર-ઘેર શંખધ્વનિ થઈ રહી હતી. એ સમયે પુત્ર જન્મના ઉપલક્ષ્યમાં વિશ્વનાથ દત્તના ઘરમાં પણ શંખ વગાડવામાં આવવા લાગ્યા. શંખોના સમવેત સ્વરોથી જાણે બધા આ નવજાત શિશુનું અભિનંદન કરી રહ્યાં હતા. માતા ભુવનેશ્વરીનો આ જ પુત્ર પછીથી સ્વામી વિવેકાનંદના નામથી વિશ્વ-વિખ્યાત થયો.

    આ નવજાત શિશુની મુખાકૃતિ પોતાના પિતામહ દુર્ગાચરણથી મળતી હતી. તેથી નામકરણના દિવસે કેટલાક લોકોએ સલાહ આપી કે એનું નામ દુર્ગાદાસ રાખવામાં આવે. માતા ભુવનેશ્વરી દેવીને આ નામ સ્વીકાર્ય ન હતું, તે પુત્રને ભગવાન વિશ્વનાથના વરદાનનું પરિણામ માનતી હતી,તેથી એમણે કહ્યું કે બાળકનું નામ વીરેશ્વર રાખવામાં આવે. માતાની વાત બધાએ સ્વીકાર કરી લીધી અને બાળકનું નામ વીરેશ્વર રાખવામાં આવ્યું. આ નામ થોડું લાંબુ લાગતું હતું તેથી ઘરના બધા લોકો એને 'બિલે' કહેવા લાગ્યા. એના પછી બંગાળની પરંપરા અનુસાર અન્નપ્રાશનના સમયે 'બિલે'નું નવીન નામકરણ થયું- 'નરેન્દ્રનાથ'. માતા ભુવનેશ્વરી દેવીનો આ બાળક ઘરમાં 'બિલે' કહેવાતો હતો અને સમાજમાં એનું નામ 'નરેન્દ્રનાથ' પ્રચલિત હતું.

    નટખટ બાળક નરેન્દ્રનાથ

    ધીમે-ધીમે બાળક નરેન્દ્રનાથ થોડા મોટા થયા, તો એમનું નટખટપણું વધતું ગયું. પ્રારંભમાં એમનો આ ગુણ બાલસુલભ ચપળતા સમજવામાં આવ્યો, પરંતુ અવસ્થા વધવાની સાથે-સાથે એમનું નટખટપણું ઉદ્દંડતામાં બદલાતું ગયું. નરેન્દ્ર પર ભય કે દાંટ-ફટકારનો કોઈ પ્રભાવ પડતો ન હતો. એમના વ્યવહારથી માતા એક વાર એટલી તંગ થઈ ગઈ કે એમના મ્હોંથી નિકળી પડ્યું - 'મહાદેવએ સ્વયં ન આવીને ન જાણે ક્યાંથી એક ભૂત મોકલી દીધું.'

    બાળક નરેન્દ્ર ખુદ શિવના અંશ હતા અથવા શિવના કોઈ ગણના, એ તો શિવ જ જાણે, પરંતુ એમનો સ્વભાવ ખૂબ જ ઉદ્ધત હતો. કહેવામાં આવે છે કે એમની શૈતાનીઓથી તંગ આવી જવા પર માતા 'શિવ-શિવ' કહીને એમના માથા પર થોડું પાણી નાખી દેતી, તો તે શાંત થઈ જતા. બાળક નરેન્દ્ર માતાને કોઈ કામ પણ કરવા દેતા ન હતા. બહુધા તે રોઈ-રોઈને આખા ઘરને માથા પર ઉઠાવી લેતા. એવામાં માતા ખિજાઈને કહેતી, 'જો બિલે! જો તૂ ઉધમ મચાવીશ તો મહાદેવ તને કૈલાશમાં નહીં આવવા દે.'' માતાના આ શબ્દોને સાંભળીને નરેન્દ્ર ટકુર-ટકુર ભયભીત આંખોથી માતાની તરફ જોવા લાગતા અને શાંત થઈ જતા.

    માતાને પૂર્ણ વિશ્વાસ હતો કે નરેન્દ્રનો જન્મ શિવના પ્રસાદથી થયો છે, પરંતુ તે આ તથ્યને કોઈની સામે પ્રગટ કરતી ન હતી અને ના તો એ બતાવતી હતી કે બાળક 'શિવ-શિવ' કહેતા જળ છાંટવા પર શાંત થઈ જાય છે અથવા 'શિવ કૈલાશ નહીં લઈ જાય' કહેવા પર એનું રોવાનું રોકાઈ જાય છે.

    નરેન્દ્રનાથ પોતાના માતા-પિતાની ત્રીજી સંતાન હતા. એમનાથી મોટી બે બહેનો હતી. ઉધમી નરેન્દ્રએ બંને બહેનોની નાકમાં દમ કરી દીધો હતો. બંને બહેનો જ્યારે પણ ગુસ્સામાં એમને પીટવા માટે જતી, તો તે દોડીને નાળાની અંદર ઘૂસી જતા અને પોતાના શરીર પર કીચડ લીપીને ખડખડાટ હસતા-હસતા કહેતા 'મને પકડો'. બહેનો મન નિરાશ કરીને રહી જતી અને નરેન્દ્ર તાળી વગાડવા લાગતા.

    એ દિવસો બગ્ધીનું પ્રચલન હતું. નરેન્દ્રને બગ્ધીમાં બેસવાનું વધારે પસંદ હતું. માતાના ખોળામાં બેસીને આસ-પાસની વસ્તુઓને ખૂબ ઉત્સુક્તાથી જોતા રહેતા. ઘોડાગાડીની સવારી એમને કેટલી પ્રિય હતી, એનું અનુમાન ફક્ત એક ઘટનાથી જ સરળતાથી લગાવી શકાય છે. એક વખત એમના પિતાએ એમનાથી પૂછ્યું, 'બિલે! તૂ મોટો થઈને શું બનીશ?' તો એમનો જવાબ હતો, 'હું ઘોડાનો સાઈસ કે કોચવાન બનીશ.'

    માતાથી રામાયણ, મહાભારત વગેરેની કથાઓ સાંભળવી એમને વિશેષ પ્રિય હતી. એમના ઘરમાં બહુધા આ કથાઓ થતી રહેતી હતી. અથવા તો કોઈ વૃદ્ધા અથવા ખુદ માતા ભુવનેશ્વરી દેવી કથા વાંચતી. કથા ચાલતા સમયે આસ-પાડોશની બધી મહિલાઓ એકત્ર થી જતી. આશ્ચર્યની વાત તો એ હતી કે ઉધમી નરેન્દ્ર આ સમયે શાંત થઈને બેસી રહેતા. એ સમયે એમને જોઈને લાગતું હતું કે, જાણે કોઈ ભક્ત બેસીને કથા સાંભળી રહ્યો હોય. રામાયણની કથાથી તે એટલા પ્રભાવિત થયા કે એક દિવસે ખુદ બજારમાં ભગવતી સીતા અને રામની એક મૂર્તિ ખરીદી લાવ્યા અને છત પર બનેલા એક રૃમમાં એની સ્થાપના કરી દીધી. તે એ એકાન્ત કક્ષમાં મૂર્તિની સમક્ષ ધ્યાનમગ્ન થઈને બેસી રહેતા.

    નરેન્દ્રનાથના ઘરમાં એક કોચવાન હતો. એક દિવસે એના લગ્નની વાત ચાલી. તે એ લગ્નથી સહમત ન હતો, તેથી એણે વૈવાહિક જીવનની ખરાબીઓના વખાણ કરી દીધા. બાળક નરેન્દ્ર ત્યાં બેઠા બધું સાંભળી રહ્યા હતા. એનાથી તે અત્યાધિક પ્રભાવિત થયા અને માતાની પાસે જઈને બોલ્યા, 'માં! હું સીતારામની પૂજા કેવી રીતે કરું, સીતાજી તો રામની પત્ની હતી.' એમની આંખોમાં આંસૂ જોઈને માતાએ એમને ખોળામાં ઉઠાવી લીધા અને ખૂબ પ્રેમથી બોલી, 'કોઈ વાંધો નહીં, બેટા! સીતારામની નહીં તો ભગવાન શિવની પૂજા કરજે.' એના પછી નરેન્દ્ર એ રૃમમાં ગયા, જ્યાં મૂર્તિ સ્થાપિત કરી હતી. એમણે તે મૂર્તિ ઉઠાવી લીધી અને છતથી નીચે ફેંકી દીધી.

    પ્રત્યેક અતાર્કિક પરંપરાનું કારણ પૂછવું નરેન્દ્રનો બાળપણથી જ સ્વભાવ હતો. જેમ કે તે માતાથી પૂછતા, 'મા, ભાતની થાળીને સ્પર્શ કર્યા પછી શરીર પર હાથ લગાવવાથી શું થાય છે?' અથવા 'ડાબા હાથથી પાણીનું વાસણ ઉઠાવીને પાણી પીવાથી હાથ કેમ ધોવા પડે છે? હાથમાં તો એંઠું લાગતું નથી.' માતા આ પ્રશ્નોનો કોઈ જવાબ ન આપી શકતી અને નરેન્દ્રના પ્રશ્નોની સંખ્યા આ જ રીતે વધતી જતી.

    વિશ્વનાથ દત્તના એક મુવક્કિલ પેશાવરના મુસલમાન હતા. નરેન્દ્ર એમનાથી ખૂબ જ હળી-મળી ગયા હતા. નરેન્દ્ર એમના ખોળામાં બેસી જતા અને પંજાબ, અફઘાનિસ્તાન વગેરેના વિષયમાં પૂછતા રહેતા તથા એમની સાથે ચાલવા માટે જિદ કરતા. એના પરતે સજ્જન હસતા અને કહેતા, 'તું પહેલાં બે આંગળી મોટો થઈ જા, ત્યારે હું તને જરૃર સાથે લઈ જઈશ.' ક્યારેક-ક્યારેક નરેન્દ્ર બીજા જ દિવસે એમનાથી ફરીથી કહેવા લાગતા, ' કાલે રાત્રે હું બે આંગળી મોટો થઈ ગયો છું, હવે મને સાથે લઈ જાઓને.' તે સજ્જન હસી-હસીને લોટ-પોટ થીજતા. નરેન્દ્ર એમના હાથથી મિઠાઈ લઈને ખાઈ લેતા હતા. એ સમયના સમાજમાં એવું કરવું ધર્મચ્યુત હોવાની

    Enjoying the preview?
    Page 1 of 1