Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Hamare Rashtrapati Ramnath Kovind
Hamare Rashtrapati Ramnath Kovind
Hamare Rashtrapati Ramnath Kovind
Ebook334 pages2 hours

Hamare Rashtrapati Ramnath Kovind

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Ramnath Kovind is the newly elected 14th President of India and the symbol of Indian democracy. He has proved that if you're determined, you can overcome the most unfavorable conditions and emerge as a winner. He is not just a representative of the exploited and underprivileged but anyone who has ever dared to dream. His success is for everyone who believes in themselves even when the world tells them otherwise. This book, besides being the life story of a great man is a testament to the fact that the deprived can very well beat the odds with their perseverance and dedication. It is a document of a definite winning strategy and will help you focus your own efforts to achieve your goals.
In this well researched book, many rare, unknown and personal facts about the great man have been narrated in a unique and engaging way by the author Ashok Kumar Sharma, a winner of multiple National Awards and the Author of 32 Best Selling books, which are translated in different languages.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352783960
Hamare Rashtrapati Ramnath Kovind

Related to Hamare Rashtrapati Ramnath Kovind

Related ebooks

Related categories

Reviews for Hamare Rashtrapati Ramnath Kovind

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Hamare Rashtrapati Ramnath Kovind - Ashok Kumar Sharma

    ઇતિહાસ

    અધ્યાય-૧

    મૈકૂ બાબાનું પરૌંખ

    આવાર્તા હિન્દુસ્તાનની આઝાદીથી બે વર્ષ પહેલાં ૧૯૪૫માં કાનપુર ગ્રામીણ જિલ્લા મુખ્યાલયથી ૪૦ કિલોમીટર દૂર ગામ ડેરાપુરની પશ્ચિમ દિશામાં ઝીંઝક નગરની પાસે સ્થિત ખૂબ જ પછાત પરૌંખ ગામથી શરૃ થાય છે. આજે એક મોટું ગામ બની ચુકેલા પરૌંખની આબાદી એ સમયમાં મુશ્કેલથી ૧૨૦૦ હશે. ગામની મિશ્રિત વસ્તી અને લગભગ ૨૦૦ ઝૂંપડીઓમાં રહેવાવાળા પરિવારોમાં જબરદસ્ત એકતા હતી. પરૌંખ ગામમાં એ સમયે ફક્ત છ-સાત પરિવાર જ દલિતોના હતા અને બાકી બધા ઘર ઠાકુરો અને બ્રાહ્મણોના હતા.

    જે લોકો આજકાલ વાતાવરણના બદલાવને લઈને ખૂબ આશ્ચર્યમાં રહે છે, એમને એ જાણીને આશ્ચર્ય થશે કે દેશની આઝાદીથી પહેલાં પણ વાતાવરણ ખૂબ મનમાની કર્યા કરતું હતું. એ દિવસોની નદીઓ પણ વરસાદની ઋતુ આવતા જ વિરાટ સ્વરૃપ ધારણ કરી લેતી હતી. ફિરોજાબાદથી કાનપુર ગ્રામીણના ઘાટમપુર વિસ્તારની વચ્ચે, લગભગ ૩૦૦ કિમીના અંતરમાં ખેતરોની વચ્ચેથી પસાર થતી સેંગુર નદી, એની આસપાસના વસેલા સેંકડો ગામ વરસાદમાં બરબાદીનો શિકાર થતાં રહેતા હતા. યમુના અને સેંગુર નદીનું જળ જ્યારે વરસાદ પછી એક-બીજાથી મળી જતા હતા, તો ના ફક્ત કાનપુરના બાહ્ય વિસ્તારોની લાખો હેક્ટર જમીન અને ખેતરો જળ-ભરાવનો શિકાર થઈ જતા હતા, પરૌંખનો પણ સંપર્ક દુનિયાથી તૂટી જતો હતો.

    સ્થાનીય લોકકથાઓ અનુસાર, ૭૦૦૦ વર્ષ પહેલાં વિસ્તારના નિગોહી ગામની બહાર પૌરાણિક મહર્ષિ દુર્વાસાનો ખૂબ વિશાળ આશ્રમ હતો. એ આશ્રમમાં સેંકડો સાધુ-સંત અને શિક્ષણ પ્રાપ્ત કરવા આવવાવાળા વિદ્યાર્થી રહ્યાં કરતાં હતા. મહર્ષિ દુર્વાસા પ્રતિદિવસ ગંગા સ્નાન માટે અડધી રાત્રિ પછી બિઠૂર બ્રહ્માવર્ત જતા હતા અને નિયમથી સ્નાન-ધ્યાન કરીને આશ્રમ પાછા આવ્યા કરતાં હતા. લોકોક્તિઓ અનુસાર મહર્ષિ દુર્વાસાની આસ્થા, નિષ્ઠા અને તપસ્યાથી પ્રન્ન થઈને ગંગાજી સ્વયં પ્રગટ થઈ અને એમણે એમના આશ્રમની પાસે વહેવાવાળી સેંગુર નદીમાં હંમેશાં ઉપસ્થિત રહેવાનું વરદાન આપ્યું હતું. ત્યારબાદ મહર્ષિ દુર્વાસાએ ગંગા સ્નાન માટે બિઠૂર બ્રહ્માવર્ત જવાનું બંધ કરી દીધું અને સેંગુર નદીમાં જ સ્નાન કરવા લાગ્યા. આ જ કારણથી સ્થાનીય લોકો યમુના અને સેંગુરના મળવાની ઘટનાને ગંગા-યમુના સંગમની સમાન પવિત્ર માને છે.

    વાર્તાના આરંભ-બિન્દુ, પરૌંખ ગામના વૈધ છે, જેમનું નામ હતું મૈકૂ લાલ. વૈધ મૈકૂ લાલ કોરી કે કોળી જાતિથી હતા. તેઓ આસપાસના ગામોમાં બાબાસાહેબના નામથી પ્રસિદ્ધ હતા અને ગરીબોની સારવાર મફત કરતાં હતા. ભલે જ આજે કોરી કે કોળીઓને દલિત અને અતિ પછાત જાતિઓમા માનવામાં આવે છે, પરંતુ માનશાસ્ત્રીઓએ આર્યોના આક્રમણથી પહેલાં એમને ભારતના મૂળ નિવાસીઓમાં માન્યા છે. પ્રાચીન ઐતિહાસિક વિવરણો અનુસાર ભગવાન ગૌતમ બુદ્ધની માતા કોરી જાતિથી હતી. સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્ય, અશોક અને કબીર પણ કોરી જાતિથી જ હતા. કોરી સમુદાયને ક્યાંક-ક્યાંક કોળી પણ કહેવામાં આવે છે. સિંધુઘાટીની સભ્યતાના ઇતિહાસની કેટલીય પૌરાણિક વાર્તાઓ સંકેત કરે છે કે, સુરોએ અસુરોને ગુલામ બનાવી લીધા હતા. સમયાંતરમાં આ ગુલામોને વિભિન્ન જાતિઓમાં વહેંચી દેવામાં આવ્યા હતા. વસ્તુતઃ કોળી, કોળિય, કોરી અને કોલ ભારતના મૂળનિવાસી અને વસ્તુતઃ એક જ જાતિના નામ છે. આર્યોથી પહેલાં તેઓ ભારતના વાસ્તવિક સ્વામી હતા. પછીથી આર્યોએ એમને અલગ-અલગ નામ અને વ્યવસાય આપી દીધા. એમનાથી શિક્ષણનો અધિકાર છીનવી લીધો. દેશમાં લોકતાંત્રિક આવ્યા પછી પણ ક્યારેય ભારતના તે મૂળ નિવાસી અવિકસિત, અશિક્ષિત અને સામાજિક-આર્થિક દબાણમાં જીવતા રહ્યાં.

    ભારતના સૌથી પ્રાચીન સમ્રાટ માન્ધાતાના શૌર્ય અને યજ્ઞોની કથાઓ મોહનજોદડોના શિલાલેખો પર અંકિત છે, તે અને રામાયણના રચિયતા ઋષિ વાલ્મિકી પણ કોળી જ હતા. આથી મહારાષ્ટ્રમાં આજ સુધી રામાયણને કોરી વાલ્મીકિ રામાયણ કહેવામાં આવે છે. અર્થ એ થયો કે, જે રામાયણની શિક્ષાઓ ભારતીય સંસ્કૃતિનો આધાર છે, તે પણ કોળી સમાજની જ દેણ છે. સંક્ષેપમાં કહીએ, તો ભગવાન બુદ્ધની પત્ની કોળી હતી. ભારતને અખંડ સામ્રાજ્ય આપવાવાળા અતુલનીય ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને એમના પૌત્ર પ્રિયદર્શી અશોક પણ કોળી હતા. સંત કબીરે ખુદને કેટલાય ભજનોમાં કોળી બતાવ્યા છે, 'કહત કબીર કોરી'. એ જ પ્રકારે કોળી સમાજમાં ભારતને એકસૂત્રમાં બાંધવાની સાથે જ શાંતિ, અહિંસા અને સૌહાર્દનો સંદેશ આપવાવાળા અનેક મહાપુરુષ થયા છે. જેમ સૌરાષ્ટ્રના ભક્તરાજ ભદૂરદાસ, ભક્તરાજ બલરામ, જૂનાગઢના ગિરનારી સંત વેલનાથજી, ભક્તરાજ જોબનપગી, સંતશ્રી કોયા ભગત, સંત ધુધાલીનાથ, મદન ભગત તથા સંત કંજીસ્વામી. મોગલોના દમનથી હિન્દુસ્તાનની આઝાદીનો સંઘર્ષ શરૃ કરવાવાળા શિવાજીના પ્રધાન સેનાપતિ અને એમના કેટલાય અન્ય અજેય સેનાપતિ પણ કોળી જ હતા. વીર શિવાજી પોતાના ચાહિતા કોળી સેનાપતિ તાનાજી રાવ મૂલસરેને 'મારો સિંહ' કહેતા ફૂલ્યા સમાતા ન હતા. 'કોડના ગઢ'ને જીતવાના ભીષણ યુદ્ધ દરમિયાન જ્યારે મહાબલી તાનાજી શહીદ થઈ ગયા, તો શિવાજીએ એમની સ્મૃતિમાં એ કિલ્લાનું નામ જ બદલીને 'સિંહાઢ' રાખી દીધું. ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ, ૧૮૫૭ના સંઘર્ષમાં પણ અને કોળી મહિલા યોદ્ધાઓએ જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના અંત સુધી પ્રાણ બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એમનામાં મહારાણીની અંગત મિત્ર ઝલકારી બાઈનું નામ આજે પણ ખૂબ જ આદરથી લેવામાં આવે છે.

    તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે, ભગવાન શ્રીરામનો જન્મ રાજા માન્ધાતા પછી એમની જ ૨૫મી પેઢીમાં થયો હતો. ભગવાન શ્રીરામ પણ ઈક્ષ્વાકુ વંશ, જેને સૂર્યવંશ પણ કહેવામાં આવે છે, થી જ છે. સમયાંતરમાં મૂળ કોરી કે કોળી ઈક્ષ્વાકુ વંશ ૯ ઉપજાતિઓમાં વહેંચાઈ ગયો, જેમના નામ છે : મલ્લા, જનક, વિદેહી, કોલિય, મૌર્યા, લિચ્છવી, જનત્રી, વાજ્જી અને શાક્ય.

    ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોરી કે કોળી જોવા મળે છે. સમયાન્તરમાં વિભિન્ન પ્રભાવોના કારણે એમના નામ અવશ્ય થોડાં બદલાઈ ગયા છે. આજે હિન્દુસ્તાનમાં કુલ ૧૦૪૦થી પણ અધિક ઉપ-સમૂહ એવા છે, જેમને સુવિધાજનક રૃપથી કોરી કે કોળી કહેવામાં આવે છે. મુંબઈનું નામકરણ કોલિય કુળ મુમ્બા દેવીને જ સમર્પિત છે.

    આવો, હવે પાછા ચાલીએ છીએ કાનપુર દેહાતના એ ખૂબ જ પછાત ગામ પરૌંખમાં. જ્યાં ઇતિહાસના નિર્મમ ચક્ર હેઠળ પિસાઈને અવતારો, ઋષિઓ, સમ્રાટો, રાજાઓ, સંતો અને યોદ્ધાઓની જાતિના ગૌરવથી જાણે ક્યારે દલિત બનાવી દેવામાં આવ્યા, ભારતની મૂળ જાતિઓમાંથી કોળી જાતિનો એક એવો પરિવાર છે, જે સમયાંતરમાં દેશના મહાન સંવૈધાનિક ઇતિહાસનો હિસ્સો બનવા જઈ રહ્યાં છે. આ પરિવારમાં એક બાળકનો જન્મ થવાવાળો છે, જે એક દિવસ ભારતનો રાષ્ટ્રપતિ બનશે.

    અધ્યાય-૨

    નવો મહેમાન

    ઍશિયામાં જર્મની પછી જાપાન દ્વારા ઘુંટણો ટેકવી દીધા પછી ૨ સપ્ટેમ્બર, ૧૯૪૫એ બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું. જાપાન પર અમેરીકા દ્વારા અણુ બૉમ ફેંકવાને કારણે અથવા ૭૦ દેશો દ્વારા છ વર્ષ ચાલેલા એ વિનાશક મહાયુદ્ધમાં ઉપયોગ થયેલા વિસ્ફોટકોનો પ્રભાવ, ભારતમાં વાતાવરણ ખૂબ જ ખરાબ રીતે અસ્ત-વ્યસ્ત થઈ ચૂક્યું હતું. એની અસર કાનપુર પર પણ દેખાઈ.

    એ વર્ષે પૂરા સપ્ટેમ્બરના મહીનામાં કેટલીય વાર અનપેક્ષિત વરસાદ થવાને કારણે પરૌંખ ગામમાં ઠેર-ઠેર પાણી ભરાયેલું હતું. દિવસભર તો લોકોને કોઈ સમસ્યા ના આવતી, પરંતુ સાંજ થતાં-થતાં જ ખૂબ જ સંભાળીને ચાલવું પડતું હતું. જાણે ક્યારે કોઈ ખાડામાં જઈ પડે.

    પરૌંખ ગામના એકમાત્ર વૈધ મૈકૂ લાલને આયુર્વેદનું ખૂબ જ સારું જ્ઞાન હતું. તે લાકડીઓ તથા છપ્પરથી બનેલી પોતાની ઝૂંપડીના બાહ્ય હિસ્સામાં પ્રાકૃતિક, ફળ-શાકભાજીઓ અને જડી-બૂટીઓથી દરેક પ્રકારના દર્દો, ખાંસી-તાવ, કાપવા-ફાટવા-બળવા અને કમજોરીની મફત સારવાર કર્યા કરતા હતા. એમની પાસે કોઈની ભેટ કરવામાં આવેલી એક ગાય પણ હતી, જે મુશ્કેલીથી એટલું દૂધ આપતી હતી કે બાળકો અને ઘરનો જીવનનિર્વાહ ચાલી જાય. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શરૃ થયેલી મોંઘવારી છતાં પરૌંખ ગામમાં જીવન આથી પાટા પર બનેલું હતું, કેમ કે ગામવાળાઓમાં એ દિવસોમાં લેણ-દેણ સિક્કાઓને બદલે ઉપજ અને ખાદ્યાન્નના માધ્યમથી થયા કરતું હતું. બાળકોને ભગવાનની દેણ માનવાના એ સમયમાં પરિવાર નિયોજન વિશે કોઈ વિચારસરણી પણ દેખાતી ન હતી. ખૂબ ઓછા અંતરાલ પર લોકોના બાળકો પેદા પણ થતાં હતા અને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ના હોવાને કારણે એમનાથી મોટાભાગના મરી પણ જતા હતા.

    ૩૦ સપ્ટેમ્બરની સાંજે જ વૈધજીની પત્ની ફૂલમતીની તબિયત સતત બગડેલી રહેતી હતી. તે સાતમી વાર ગર્ભવતી હતી. પ્રસવનું સપ્તાહ શરૃ થઈ ચૂક્યું હતું. ૪૫ વર્ષના થવા સુધી વૈધ મૈકૂ બાબા ત્યાં સુધી છ બાળકોના પિતા બની ચૂક્યા હતા. એ સમયે એમની સૌથી મોટી પુત્રી ગોમતી ૨૮ વર્ષની થઈ ચુકી હતી. એના પછી થયો પુત્ર મોહન લાલ, લગભગ ૨૧ વર્ષનો હતો. એના પછી થયો શિવ બાલકની ઉંમર ૧૮ની હતી, એનાથી નાનો રામસ્વરૃપ ૧૭ વર્ષનો હતો, રામસ્વરૃપથી નાની હતી ૧૫ વર્ષની પાર્વતી. બંને જ પુત્રીઓના લગ્ન કાનપુરની પ્રસિદ્ધ લાલ ઇમલી ટેક્સટાઇલ મિલ્સમાં કાર્યરત યુવકો ક્રમશઃ સેવારામ અને ધર્મદાસથી થઈ ચુક્યા હતા. પાર્વતીથી નાનો હતો એમનો આઠ વર્ષનો પુત્ર પ્યારેલાલ.

    કેમ કે એ સમયમાં ટેલીફોન અને ટેલીગ્રામથી સૂચનાઓ મોકલવી-મંગાવવી ફક્ત અમીરોના વશમાં માનવામાં આવતું હતું. સંચારના સાધનોનું સૌથી લોકપ્રિય અને સસ્તું સાધન ચિટ્ઠી-પત્રી પણ પરૌંખવાળાઓને નસીબ ન હતા. આથી બેટીઓને માતાના પ્રસવની તિથિ કે એની જાણકારી જ ન હતી. પ્રસવ વેદનાથી તડપતી ફૂલમતીની પાસે એ સમયે એમની બંને બેટીમાંથી કોઈ પણ ઉપસ્થિત ન હતી.

    વૈદ્યકની સારી-ખાસી જાણકારી હોવા છતાં મૈકૂ બાબાએ પોતાની પત્નીને કોઈ સખ્ત દવા આપી ન હતી. આયુર્વેદ અનુસાર એમણે એમની પત્નીને સરળતાથી પ્રસવ કરવા માટે ખૂબ ઓછા પાણીમાં ઉકાળેલી દૂધીનું પાણી અને થોડી-થોડી માત્રામાં દૂધ-હળદર આપવાનું શરૃ કર્યું હતું. જેમ-તેમ તે રાત્રિ તો વિતી ગઈ, પરંતુ પત્નીના લક્ષણ જોઈને વૈધજીને આભાસ થઈ ગયો કે, આગલા ૨૪ કલાકોમાં કોઈપણ સમયે પ્રસવ નિશ્ચિત છે.

    વૈધ મૈકૂ લાલ અત્યંત પ્રતિભાશાળી હતા અને કોઈપણ રોગીની નસ, આંખો અને જીભ જોઈને જ બતાવી દેતાં હતા કે, એને શું બીમારી છે. ખેડૂતોને ખેતી કરતાં સમયે સાપ-વિંછી કરડવા પર પણ તેઓ અસરકારક સારવાર કરી દેતા હતા. ચિકિત્સા માટે તેઓ જડી-બૂટીઓ પણ ખુદ જ શોધતા અને એનાથી ચૂરણ, લેપ તથા ઉકાળા તૈયાર કરતાં હતા.

    ક્યારેય કોઈ દર્દીની તબિયત વધારે બગડી, તો વૈધજીનો તખ્ત જ હૉસ્પિટલની પથારી બની જતો હતો. વૈધજીનો સ્વભાવ એટલો ઉદાર હતો કે, કોઈથી ફીસ માંગતા જ ન હતા, પરંતુ જો કોઈ એમને ભેટમાં અનાજ, ગોળ, મીઠું, ફળ અને શાકભાજીઓ પણ આપતા હતા, તો વધારે ના-નુકુર પછી સ્વીકાર કરી લેતા હતા. મોટાભાગે મફત સારવાર કરવાના કારણે જલ્દી જ એમને પોતાની ઝૂંપડીના બાહ્ય હિસ્સામાં એક મોટી તિજોરી અને તખ્ત પર દવાઓની સાથે જ ગામવાળાઓની રોજબરોજની જરૃરિયાતોનો ઘરેલૂ સામાન, બનિયાન, ગમછા અને સસ્તા કપડાના થાન પણ રાખવાના શરૃ કરી દીધા હતા. લોકોને ઉદારતાથી ઉધાર આપવાનો એમનો સ્વભાવ ત્યારે પણ જળવાઈ રહ્યો. એમનાથી એટલા ગ્રામીણ, સામાન અને દવાઓ ઉધાર લઈ ચૂક્યા હતા કે, કેટલીય વાર એમને માગણી પણ કરવી પડતી હતી, આ જ સંબંધે ક્યારેક-ક્યારેક એમને હસી-મજાકમાં શેઠજી પણ કહેવામાં આવતા. જેમ-જેમ એમના કપડાઓ, રોજબરોજના સામાન અને દવાઓનો વેપાર ચમક્યો, શેઠજી નામ એમની ઓળખનો એ જ પ્રકારે હિસ્સો બની ગયો, જેમ, વૈધ કે બાબાનું સંબોધન. જેમનું જેવું કામ, તેઓ એમને એવી જ રીતે બોલાવતા. સેનાની જૂની મોટર સાઇકલ પર શહેરથી ગામમાં મૈકૂ બાબાનો સામાન લઈને એમનો માણસ જ્યારે પણ આવતો, તો તે એમને શેઠજી જ

    Enjoying the preview?
    Page 1 of 1