Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Complete Personality Development Course in Gujarati
Complete Personality Development Course in Gujarati
Complete Personality Development Course in Gujarati
Ebook377 pages2 hours

Complete Personality Development Course in Gujarati

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

If these questions do not have answers, know that these problems would be solved only through complete personality development. Because personality of a person plays an important role in increasing his success, fame and honour. It is sad to observe that the common man of our country does not take much interest in polishing his personality. Their only notion behind this is that they consider the effort of polishing personality as a mere ostentation and thus, they avoid living in a proper order (by stating that they love simplicity).
Whereas in the modern era, if one has to get success, one must focus on complete personality development. It is your personality that leaves an impact on people. Motivated by this impact, they start following you.
Shri Surya Sinha has created complete personality development programme by identifying the need of the modern time. Thus, he has given benefit to numerous young men and women and many books, which were written by him on the basis of his experiences, have become bestsellers in the market. They have been translated into twelve-odd languages too. In the presented book, he has thrown light on all those human efforts related to personality development which convert a man from ordinary to extraordinary. We believe that this book would convert you from ordinary to extraordinary.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352781119
Complete Personality Development Course in Gujarati

Related to Complete Personality Development Course in Gujarati

Related ebooks

Reviews for Complete Personality Development Course in Gujarati

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Complete Personality Development Course in Gujarati - Surya Sinha

    વ્યક્તિત્વના વિસ્તાર

    વર્તમાન સમાજમાં પર્સનૅલિટી શબ્દ ખૂબ જ પ્રચલિત થઈ ચૂક્યો છે. આ આજના યુવા વર્ગનો ન ફક્ત પ્રિય શબ્દ બની ચૂક્યો છે, પરંતુ પ્રત્યેક યુવક માટે પોતાની પર્સનૅલિટીને ડેવલપ કરવું અનિવાર્ય પણ થઈ ગયું છે. આ જ કારણ છે કે પ્રત્યેક યુવક ઈચ્છે છે કે એની પર્સનૅલિટી ન ફક્ત સારી અને આકર્ષક બને પરંતુ દેખાય પણ. એમ પણ સારા વ્યક્તિત્વ (પર્સનૅલિટી)નું હોવું આજની યુવા પેઢીની ન ફક્ત જરૃરિયાત છે, પરંતુ એના માટે અતિ આવશ્યક પણ છે. 'પર્સનૅલિટી' શબ્દનો અર્થ મોટાભાગના લોકો વ્યક્તિત્વના બાહ્ય રૃપને જ સમજે છે. એટલે કે વ્યક્તિની વેશભૂષા, શારીરિક બાંધો અને બાહ્ય સૌંદર્ય વગેરે. કદાચ આ જ કારણ છે કે આજકાલ દરેક ગલી-મહોલ્લામાં બ્યૂટી પાર્લર અને જિમ ખુલી રહ્યાં છે. અહીંયા ન કેવળ યુવા, પરંતુ આધેડ વયના લોકો પણ જઈને પોતાના બાહ્ય સૌંદર્યને નિખારવા ઈચ્છે છે અને એ માટે તેઓ ના જાણે કેટલા પૈસા પણ ખર્ચ કરી રહ્યાં છે.

    ફૂલી-ફાલી રહેલી આ પ્રવૃત્તિ પર જો આપણે વિચાર કરીએ તો જાણીશું કે વ્યક્તિનું આ બાહ્ય રૃપ એના વ્યક્તિત્વનો અંશ માત્ર છે. તમે તમારું સંપૂર્ણ વ્યક્તિત્વ ત્યારે નિખારી શકવા સક્ષમ હોવ છો, જ્યારે તમે તમારા બધાં આંતરિક ગુણ, ક્ષમતા અને બાહ્ય પક્ષોને સ્વચ્છ કરો છો. આનાથી ન ફક્ત તમારા વ્યક્તિત્વમાં નિખાર આવે છે, પરંતુ તમે તમારા બધા પક્ષોનો સંતુલિત વિકાસ કરવામાં પણ સક્ષમ થઈ જાઓ છો.

    જો આપણે આપણાં સંપૂર્ણ વ્યક્તિત્વની વાત કરીએ તો જાણીશું કે આપણું વ્યક્તિત્વ મુખ્યતઃ છ બિન્દુઓ પર આધારિત છે. કોઈ પણ એક બિંદુની અનુપસ્થિતિ કે કમીથી આપણું જીવનચક્ર ઠીક રીતે ચાલી નથી શકતું. એ માટે આ અતિ આવશ્યક છે કે આપણે આપણાં વ્યક્તિત્વથી જોડાયેલા બધા આધાર બિન્દુઓને સંતુલિત રાખીએ, જેનાથી આપણું જીવનચક્ર સંતુલિત અને સુવ્યવસ્થિત રૃપથી ચાલતું રહે. વ્યક્તિત્વના આ છ આધાર બિન્દુ આ પ્રકારે છે -

    શારીરિક

    બૌદ્ધિક

    માનસિક

    ભાવાત્મક

    સામાજિક

    આધ્યાત્મિક

    આવો, હવે આ આધાર બિન્દુઓ પર જરા વિસ્તારથી ચર્ચા કરી લઈએ -

    શારીરિક

    શરીર તમારા વ્યક્તિત્વનો એક 'યુનિટ' માત્ર છે, ના કે સંપૂર્ણ વ્યક્તિત્વ. વ્યક્તિત્વ મુખ્યતઃ છ વિસ્તારોથી મળીને બન્યું છે અને એ બધાનું સમાનુપાત સંતુલન જ મહત્વ રાખે છે. આનાથી વિપરીત આજના મોટાભાગના યુવકોને જો આપણે જોઈએ તો જાણીશું, કે એમનું મુખ્ય ધ્યાન શારીરિક બાંધો અને બાહ્ય દેખાવ પર જ વધારે કેન્દ્રિત રહે છે.

    આમાં બે મત નથી કે પહેલી નજરમાં આપણું બાહ્ય રૃપ જ આકર્ષણનું કેન્દ્ર બને છે. આથી શારીરિક વિકાસ માટે લોકો ખેલ-કૂદ, વ્યાયામ, યોગાસન અને એરોબિક્સ વગેરેને અપનાવે છે અને પોતાના શારીરિક પક્ષને ખૂબસૂરત રૃપ આપવાનો પ્રયત્ન કરે છે. યુવકોની આ વિચારધારા પોતાની જગ્યાએ સાચી છે, પરંતુ પૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે અન્ય પાંચેય પક્ષો (બૌદ્ધિક, માનસિક, ભાવાત્મક, સામાજિક, આધ્યાત્મિક) પર પણ ધ્યાન આપવું અનિવાર્ય છે.

    કિંમતી વસ્ત્ર, ચળકતા જૂતાં અને મજબૂત શરીર જ વ્યક્તિત્વ નથી હોતાં. હા, આનાથી પ્રથમ નજરમાં વ્યક્તિ તમારી તરફ આકર્ષિત અવશ્ય થઈ શકે છે, પરંતુ જ્યારે એની સામે તમારું બૌદ્ધિક સ્તર પ્રગટ થાય છે, જ્યારે એ તમારી માનસિક્તાથી રૃબરૃ થાય છે, જ્યારે એ જુએ છે કે મહેસૂસ કરે છે કે તમે કેટલા ભાવાત્મક છો. સમાજ પ્રત્યે તમે કેટલા જવાબદાર છો કે તમારા વિચાર કેવા છે. તમે કેટલા આધ્યાત્મિક છો, ત્યારે એ તમારા વિશે કોઈ દૃઢ અભિપ્રાય બનાવી લે છે.

    તેથી જ્યાં સુધી સંભવ હોય, તમે તમારી બાહ્ય સુંદરતાની સાથે-સાથે આંતરિક સુંદરતા પર પણ પર્યાપ્ત ધ્યાન આપો.

    આંતરિક સુંદરતા અધ્યાત્મથી જોડાયેલો વિષય છે. વ્યક્તિ આત્મચિંતન કરે. સાથે જ માનસિક એકાગ્રતા કાયમ રાખે. આ બે વાતોથી એના વૈચારિક અને બૌદ્ધિક પક્ષ પ્રબળ થાય છે, જે એના વ્યવહારિક જીવનને પ્રભાવિત કરે છે. આંતરિક સુંદરતાના પ્રભાવથી જ એક વિશેષ આભામંડળ પણ બને છે જે એની બાહ્ય સુંદરતાને નિખારે તો છે સાથે-સાથે એના રૃપમાં ચાર ચાંદ લગાવી દે છે.

    બૌદ્ધિક

    આજે આપણાં સમાજ અને દેશની શિક્ષા પદ્ધતિ બાળકો અને યુવાઓના બૌદ્ધિક વિકાસ માટે પૂર્ણ રીતે પ્રયત્નશીલ છે. આપણી વર્તમાન શિક્ષા પદ્ધતિ બૌદ્ધિક વિકાસના અનેક વિષયોથી વિદ્યાર્થીઓને પરિચય કરાવે છે. ઉદાહરણ માટે - ગણિત, વિજ્ઞાન, ભૂગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, એકાઉન્ટન્સી, કોમ્પ્યુટર વગેરે. આવા વિષય વિદ્યાર્થીઓની સમજવાની શક્તિ, તાર્કિક શક્તિ અને ચિંતન શક્તિને તો અવશ્ય વિકસિત કરે છે, પરંતુ આનાથી વિદ્યાર્થીઓની સંપૂર્ણ માનસિક શક્તિઓનો વિકાસ નથી થઈ શકતો. કારણ, આપણી શિક્ષા પદ્ધતિ વ્યક્તિત્વથી જોડાયેલા આધાર બિંદુઓ (શારીરિક, માનસિક, ભાવાત્મક, સામાજિક અને આધ્યાત્મિક) પર ધ્યાન આપતી જ નથી અને ના એના વિકાસ માટે કોઈ પ્રયત્ન કરે છે.

    એ સારું છે કે બૌદ્ધિક રૃપથી તમારે મજબૂત હોવું જોઈએ. આનાથી જ તમે દુનિયા વિશે જાણો છો. આનાથી જ તમારી તાર્કિક શક્તિ વધે છે, આનાથી જ તમે તર્ક-વિતર્ક કરીને સારા-ખરાબ વિષયમાં નિર્ણય કરી શકો છો. ભાષા કે ભાષાઓનું જ્ઞાન, બોલચાલની રીતભાત, શિષ્ટાચાર, સમાજનો ઢાંચો, પોતાના પરિવાર અને સમાજના સંસ્કાર, આપણાં અને બીજા દેશોની સંસ્કૃતિ વગેરેનું જ્ઞાન આપણને શિક્ષાથી જ મળે છે. શિક્ષા આપણાં વ્યક્તિત્વની એક બીજી 'યુનિટ' છે.

    તમે સુંદર છો, સ્વસ્થ છો અને સાથે જ શિક્ષિત પણ છો, તો આ તમારા વ્યક્તિત્વ વિકાસની પ્રક્રિયા છે. બસ, પોતાના પ્રયાસોથી તમારે આને નિરંતર આગળ વધારતાં જવાનું છે.

    એમ તો શારીરિક અને બૌદ્ધિક વિકાસ બાળપણથી જ આરંભ થઈ જાય છે, પરંતુ કેટલાક લોકો બૌદ્ધિક વિકાસને વધારે મહત્વ નથી આપતાં. તેઓ સમજે છે કે ઊંચ-નીચની કેટલીક વાતો જાણી લેવી જ બહુ છે. આજથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં આપણા દેશમાં શિક્ષાનો વ્યાપક પ્રચાર-પ્રસાર ન હતો. મોટાભાગના લોકોને શિક્ષાના મહત્વ વિશે પણ જાણ ન હતી, પરંતુ હવે લોકો શિક્ષાના મહત્વને સમજી ચૂક્યા છે. આજે લોકો સમજે છે કે એક સારા જીવનસ્તર માટે વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષાનું શું મહત્વ છે.

    આ સંદર્ભમાં બુદ્ધિશાળી વાચકો માટે મારી એક સલાહ છે કે તેઓ પુસ્તક વાંચવાની ટેવ રાખે. પોતાની દિનચર્યામાંથી થોડો સમય કાઢીને એવા પુસ્તકાલયમાં અવશ્ય જાય, જ્યાં વાચન-સામગ્રી પર્યાપ્ત માત્રામાં મફત મળતી હોય છે. ત્યાં જઈને રૃચિ અનુસાર પત્ર-પત્રિકાઓ અથવા પુસ્તકોનું અધ્યયન કરો. આ સંદર્ભમાં વાર્તાઓ પણ તમારા માટે ખૂબ જ લાભપ્રદ રહેશે. વાર્તાઓ પણ બૌદ્ધિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સમાચાર જોવા-સાંભળવા પણ બૌદ્ધિક વિકાસનું સારું અને પ્રભાવી સાધન છે.

    તમારે જોઈએ કે બૌદ્ધિક સ્તર વધારવા માટે હંમેશાં નવા-નવા વિષયોની જાણકારી લેવી અને શીખવાની પ્રક્રિયાને ક્યારેય ઓછી ના થવા દો. શીખ કે જ્ઞાનનો ભંડાર વિશાળ છે. જ્ઞાનની ઊંડાણતામાં જાઓ. જેટલા ઊંડા ઉતરતાં જશો, તમારા જ્ઞાનનો ભંડાર એટલો જ ઉત્તમ થશે. જેટલાં વધારે વિષયને તમને જાણકારી હશે, એટલો જ તમારો બૌદ્ધિક વિકાસ થશે અને એ જ તમારા વ્યક્તિત્વ વિકાસમાં સહાયક બનશે.

    માનસિક

    માનસિક પક્ષનું તાત્પર્ય એ છે કે તમારામાં માનસિક સંતુલન, એકાગ્રતા, ધીરજ અને મનોબળ કેટલું છે. આજના મોટાભાગના યુવા વ્યક્તિત્વ આ પક્ષથી અજાણ છે. આ આપણાં જીવનનું એક એવું બિન્દુ છે, જેના પર આપણી ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ આધારિત છે. અફસોસની વાત એ છે કે આપણી શિક્ષા પ્રણાલી આ કમીને હજુ સુધી પૂરી કરવામાં સક્ષમ નથી થઈ શકી.

    મેં જોયું છે કે ખૂબ જ વધારે ભણેલાં-ગણેલાં કેટલાક લોકો પણ માનસિક સંતુલન ગુમાવી બેસે છે. શિક્ષિત લોકોમાં પણ વ્યાકુળતા, અધીરાઈ, અસંયમિતતા અને ઉદ્ધતાઈ જોવા મળી જાય છે. શિક્ષા વિષય અલગ છે અને માનસિક પરિપક્વતા વિષય અલગ છે. આ બંનેના સંતુલિત થવા પર જ વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.

    આપણો માનસિક વિકાસ ધ્યાન-સાધના દ્વારા સ્વાધ્યાય અને પોતાના મનને કાબૂમાં લાવવાથી થાય છે. દુનિયામાં ઘટવાવાળી ઘટનાઓને જોઈને આપણે શીખ લઈએ છીએ કે કઈ સ્થિતિમાં આપણે મસ્તિષ્કને સંતુલિત રાખવું જોઈએ.

    ક્યારે અને કયા કાર્યને પૂર્ણ કરવા માટે એકાગ્રતાથી કાર્ય કરવું પડશે અથવા ક્યાં ધીરજની આવશ્યક્તા છે. ક્યાં મનોબળ ઊંચું રાખવાનું છે. ક્યાં બોલવાનું છે કે ક્યાં ચૂપ રહેવાનું છે. આ બધું માનસિક એકાગ્રતાથી નિયંત્રિત થાય છે. મનુષ્ય આ બધુ સ્વ-અનુભવોથી પણ શીખે છે. જો કે આ બધું એ શિક્ષાના માધ્યમથી અવશ્ય ભણે છે, પરંતુ ગ્રહણ કરે છે- સ્વઅનુભવથી જ.

    અહીંયા હું અવશ્ય જણાવવા ઈચ્છું છું કે માનસિક વિકાસ માટે ધ્યાન-સાધના ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જેમ-જેમ તમે ધ્યાન-સાધનામાં નિપૂણ થતાં જાઓ છો, તેમ-તેમ તમારું માનસિક સંતુલન, એકાગ્રતા, ધૈર્યશક્તિ અને મનોબળનો પણ વિકાસ થતો જાય છે. આનો પ્રભાવ એ હોય છે કે એક વિશેષ બળ અર્થાત્ આત્મબળ તમારામાં આવી જાય છે. જે વ્યક્તિમાં આત્મબળ હોય છે એ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અસફળતાનો સામનો ક્યારેય નથી કરતો.

    ભાવાત્મક

    ભાવાત્મક પક્ષથી તાત્પર્ય એ છે કે તમે તમારા બધાં નકારાત્મક ભાવોનો સંપૂર્ણતઃ ત્યાગ કરો, જેનાથી તમારામાં સકારાત્મક ભાવોનો વિકાસ થઈ શકે. જો આપણે નકારાત્મક ભાવોની વાત કરીએ તો આપણાં નકારાત્મક ભાવ છે-ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર, લાલચ, શંકા, ડર અને વાસના વગેરે. આના ત્યાગથી જ પ્રેમ, કરૃણા, વિનમ્રતા, સરળતા, સંયમ, વિશ્વાસ, નિર્ભયતા અને પવિત્રતા જેવાં સકારાત્મક ભાવોનો વિકાસ થાય છે. ભાવાત્મક પક્ષ આપણા વ્યક્તિત્વનું સૌથી મહત્વનું બિન્દુ છે. પણ અફસોસની વાત એ છે કે આજનો સમાજ સૌથી વધારે ભાવાત્મક પક્ષથી જ વંચિત કે અજાણ છે.

    એક દિવસ મારા એક સેમિનારમાં એક વિવાહિત પુરુષે પોતાની ભાવાત્મક સમસ્યા વ્યક્ત કરી કે એનો એની પત્ની સાથે નાની-નાની વાતો પર ઝગડો થતો રહે છે. એને ખૂબ જ નાની-નાની વાત પર ક્રોધ આવી જાય છે. ક્રોધાવસ્થામાં એ બીજાઓને ખૂબ જ ભલું-બૂરું કહી દે છે. પછી જ્યારે એનો ક્રોધ શાંત થાય છે તો એને એના કરેલા પર પસ્તાવો પણ ખૂબ થાય છે. કેટલીક વખત પરિસ્થિતિ ખૂબ જ વધારે બગડી જાય છે. આ પરિસ્થિતિમાં હવે એણે શું કરવું જોઈએ ?

    જેમ કે આપણે બધાં ક્રોધના દુષ્પરિણામોથી પરિચિત છીએ, આથી આપણે પ્રેમ-વ્યવહાર, વિશ્વાસ, વિનમ્રતા, સરળતા અને પવિત્રતા જેવાં સકારાત્મક ભાવોનું મૂલ્યાંકન કરવું જોઈએ. સકારાત્મક ભાવ આપણાં વ્યક્તિત્વને દિપ્તીમાન કરવામાં અને આપણને સુખ-શાંતિની અનુભૂતિ કરાવવામાં સહાયક હોય છે. સકારાત્મક ભાવોના અભાવમાં ભલે કોઈ વ્યક્તિ કેટલાંય ઊંચામાં ઊંચા પદ પર કેમ ન પહોંચી ગયો હોય, એને ભલે કેટલીય મોટામાં મોટી સફળતા કેમ ન મળી ગઈ હોય, એની બધી જ સુવિધાઓ અને સમૃદ્ધિઓ એને સુખ-શાંતિ નથી આપી શકતી. એ માટે તમારું ભલું એમાં જ છે કે તમે તમારા ભાવાત્મક પક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરો અને એનો વિકાસ કરો.

    ભાવનાઓનો સંબંધ હંમેશાં મનથી હોય છે. કેટલાક લોકોનું મસ્તિષ્ક મન મુજબ ચાલે છે અને કેટલાક લોકોનું મન ભાવના મુજબ ચાલે છે. ઈર્ષ્યા, ક્રોધ, અહંકાર, લાલચ, શંકા-સંદેહ, નિરાશા અને વાસના વગેરે અવગુણ મનમાં જ ઉત્પન્ન થાય છે. જેનું મસ્તિષ્ક મનના હિસાબે કાર્ય કરે છે, એમનામાં એ અવગુણ કે દોષ ઊંડાણ સુધી મૂળીયાં જમાવી લે છે.

    જેનું મન એના કાબુમાં છે, જેનું મન મસ્તિષ્કના નિયંત્રણમાં છે, તેઓ આ અવગુણોથી બચેલાં રહે છે અને એમના મનમાં સારા ભાવનો વિકાસ થતો રહે છે. આ જ સારા ભાવ વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ જ સારા ભાવ વ્યક્તિને પ્રભાવી બનાવીને એના સંપૂર્ણ વ્યક્તિત્વની એક અમિટ છાપ છોડે છે. તેથી મનના કારણે ઉદ્ભવતા રોગો અથવા વિકારોથી તમારે મુક્ત રહેવું જોઈએ.

    સામાજિક

    દુનિયામાં એવું કોઈ પણ જીવન (જીવ) નથી, જે સામાજિક ન હોય. વિકાસની પ્રક્રિયામાં સમાજ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આપણે માણસ જ સમાજમાં નથી રહેતાં. દુનિયાભરના જીવ-જંતુ, પતંગિયાં, પશુ-પક્ષી, જળચર વગેરે બધાનો પોત-પોતાનો સમાજ છે, કેમ કે સમાજ જ વિકાસની સીડી છે. સમાજ એક ઓળખ આપે છે, સુરક્ષા આપે છે, તમારી પ્રગતિમાં સહાયતા આપે છે.

    જો તમારામાં સામાજિક્તા નથી, તો તમે સારા વ્યક્તિ નથી કહેવાઈ શકતાં. પૂર્ણરૃપથી સામાજિક વ્યક્તિ જ વિકાસની ડગર પર આગળ વધી શકે છે. ભલે એ શારીરિક વિકાસ હોય, માનસિક વિકાસ હોય કે આર્થિક વિકાસ હોય.

    બીજાઓના હિતની વાતો વિચારવી, એમના સુખ-દુઃખની અનુભૂતિ કરવી, પરસ્પર સહયોગ કરીને સ્વયં પણ વિકસિત થવું અને બીજાઓને પણ વિકસિત થવામાં સહયોગ કરવો, આ જ સામાજિક્તા છે. સમાજ સૌને જોડીને રાખે છે. તેથી, તમારો સામાજિક પક્ષ મજબુત હોવો જ જોઈએ, ત્યારે જ તમારા વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ સંભવ છે.

    તમે તમારા પરિવાર અને સમાજમાં તાલમેળ અને સામંજ્સ્ય સ્થાપિત કરો. સમાજના વિભિન્ન પરિધ અને લોકો સાથે મધુર વાર્તાલાપ કરીને મિત્રતા અને ભાઈચારો સ્થાપિત કરો. સમય આવી પડે ત્યારે પોતાના સમાજ અને સમાજના લોકોનું નેતૃત્વ પણ કરો. સામાજિક પક્ષનો વિકાસ આપણાં દેશ, પરિવાર અને સમાજ માટે અત્યંત આવશ્યક છે. આના અભાવમાં તમારો ઘર-પરિવાર નરક બની શકે છે અને અહીંયા આપણે સહજતાથી કહી શકીએ છીએ કે આપણો સમાજ બીમાર છે. એ માટે અહીંયા એ અવશ્ય કહેવા ઈચ્છીશ કે વ્યક્તિત્વ વિકાસ માટે સામાજિક બિન્દુનો વિકાસ થવો પણ જરૃરી છે.

    યાદ રાખો

    વ્યક્તિથી સમાજ છે તો વ્યક્તિ પણ સમાજથી જ છે. જો તમે સમાજને નકારશો તો સમાજ પણ તમને નકારી દેશે. જો તમે સમાજથી બહિષ્કૃત થાઓ છો તો એનાથી સમાજને કોઈ ફરક નહીં પડે, પરંતુ તમે જરૃર અલગ-થલગ થઈ જશો. સમાજની

    Enjoying the preview?
    Page 1 of 1