Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Time Management
Time Management
Time Management
Ebook475 pages3 hours

Time Management

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Beyond doubts, time is life and no one can succeed in life without tactfully steering the situations in the desired direction. Time is the essence of all success strategies, tactics and plans; without proper time management, no one may emerge as a winner, it makes life worth living if used wisely or destroys it mercilessly. This hook teaches you to differentiate between various situations, priorities and assignments that require a better time management and provides you future proof and tail-safe methods.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352612703
Time Management

Related to Time Management

Related ebooks

Reviews for Time Management

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Time Management - Rekha Viyas

    છે

    એકને સાધો, બધા સધાશે

    સમય પ્રબંધન સર્વોત્કૃષ્ટ પ્રબંધન

    જીવન કેટલું પણ નાનું હોય, સમયની બરબાદીથી એ વધારે નાનું બનાવી દેવામાં આવે છે.

    -જૉનસન

    સમય જાત નહીં લાગા હી બારા - સમય વ્યતીત થતાં વાર નથી લાગતી.

    - ગોસ્વામી તુલસીદાસ

    કોઈ વિસ્તાર અથવા પરિભાષાઓ વગર સમય પ્રબંધન (વ્યવસ્થા)ને સમજવા-સમજાવવાવાળા આ વાક્યો સ્વયંમાં પૂર્ણ છે. તમે સમયને સાધી લીધો તો ક્રમશઃ અથવા ઉત્તરોત્તર (એક પછી એક) બધાને સાધી લીધા. કેટલાક લોકો આ પંક્તિને એમ પણ સમજે છે કે ખુદને સાધી લીધા તો બધાને સાધી લીધા. જ્યાં સુધી સમય અથવા કોઈ પણ સાધન સંસાધનની યોગ્ય વ્યવસ્થા ન હોય તો ખુદને પણ સાધી શકાતા નથી. આથી સમયનું પ્રબંધન અથવા સ્વયંનું પ્રબંધન બંને એક જ છે. આને સેલ્ફ એન્ડ ટોટલ ક્વૉલિટી મેનેજમેન્ટ પણ કહેવામાં આવ્યું છે. આ જ પક્ષોને સફળતાના અચૂક નૂસખાં, જીવવાની કળા, જીવનનું રહસ્ય અને કળાના રૃપમાં પણ ઓળખીએ છીએ. કોઈ કામને પોતાને તથા સમયને એ રીતે લગાવવો કે એના સો ટકા મુખ્ય કાર્ય અથવા લક્ષ્યને મળી જાય, જેથી આપણે નિર્ધારિત અથવા ઓછા સમયમાં આપણો ઉદ્દેશ્ય પૂરો કરી શકીએ. આ સમય પ્રબંધન છે, એની આત્મા અને એનું પ્રાણ તત્વ છે.

    કેટલાક લોકો પ્રબંધન/મેનેજમેન્ટને આધુનિકતા અને લક્ષ્ય હેતુ અજમાયેલો નૂસખો માને છે, આ રૃપમાં તેઓ આને નકારાત્મક સમજે છે. એમને લાગે છે કે આ બધું ભૌતિક વિકાસ માટે જ છે. આના દ્વારા ખુદને ઘડીયાળના ગુલામ બનાવી લેવાના છે અથવા પછી આ રીતે ખુદને મશીનના રૃપમાં બદવાના છે. આ વાતની સચ્ચાઈ તો આ પ્રબંધન (વ્યવસ્થા) કરીને જ અનુભવ કરી શકાય છે.

    હું આ બધાને નિવેદન કરવા ઇચ્છું છું કે સમય પ્રબંધન ઉપયોગિતાવાદ જ નથી. આને દરેક સ્તર પર અજમાવી શકાય છે. આ એક આદત છે. જીવનને યોગ્ય ઢંગથી ચલાવવાનો શાશ્વત નૂસખો છે. આની આદત થઈ જવા પર આધ્યાત્મિક તથા જીવનના દરેક ક્ષેત્રમાં આનો લાભ ઉઠાવી શકાય છે. આને અપનાવીને આપણે જીવનમાં કશું ગુમાવવાના નથી.

    એક ઘરેલું મહિલા સવારથી સાંજ સુધી ઘરની ચક્કીમાં પિસાતી રહેવાનો અનુભવ કરી શકે છે. એ આશ્ચર્ય પણ કરે છે કે નોકરી કરવાવાળી મહિલા કેવી રીતે આટલું બધું કરી લે છે. જો આવી મહિલા જે દિવસભર થાક અને દુઃખનો શિકાર રહે છે, તે પોતાનું બધું કામ સમય પર પૂરું કરીને વધારે સમય પોતાના આનંદ અને આરામ માટે કાઢી શકે છે, ત્યારે આવો સમય વધારે પ્રોડક્ટિવ થઈ જાય છે. આમાં તમે ખુશનુમા અનુભવો છો. તમારા મનને પસંદ કરો છો. તમે આ પ્રક્રિયામાં કોઈ વિશેષ ઉપક્રમ વગર જ કોઈ બેટરીની જેમ રિચાર્જ થઈ જાઓ છો. આ જ કારણ છે કે સારો સમય પ્રબંધક સૂચના અથવા કલ્પનાઓ અને વિચારોને યથાસંભવ સાકાર કરવામાં સમર્થ થઈ જાય છે.

    સમય-પ્રબંધનની વાત કરવાથી કે જાણી લેવાથી સમય-પ્રબંધન નથી થઈ જતું. આ વધારે નિયમ અનુશાસન પૂર્ણ આંતરિક વ્યવસ્થા છે. ઉપરથી આ બાહ્ય વ્યવસ્થા પ્રતીત થાય છે. સમય સાધવામાં પ્રતિકૂળ ધારાઓને જોઈને પ્રતિક્રિયાત્મક વલણ અપનાવવું સમજદારી નથી કહી શકાતી. સર્વવિધ અનુકૂલન સર્વાધિક ઉપયુક્ત સમાધાન પ્રતીત થાય છે. આ જ કારણ છે કે વિશ્વસ્તર પર આજે ના ફક્ત સમય પ્રબંધન પરંતુ સંપૂર્ણ પ્રબંધન જીવનનો હિસ્સો બનતો જઈ રહ્યો છે. મનની સક્રિયતા, સ્વાભાત્મકતા, પ્રત્યુત્પન્નમતિ અને સહજ બોધની જરૃરિયાત દરેક રીતના પ્રબંધનમાં મદદરૃપ સાબિત થઈ રહી છે.

    કોલમ્બસ દુનિયાની શોધ કરવા નીકળ્યો. લોકો કહે છે કે તે સાથે કશું જ લઈ ગયો ન હતો. દૃઢ સંકલ્પ, મજબૂત ઈરાદા અને દરેક પ્રકારના સમયને સાધવાની એની ક્ષમતા એની સાથે હતી. જો એણે બાધાઓ અને સફળતાની અનિશ્ચિતતા અને મૃત્યુ વગેરે વિશે વિસ્તારથી વિચાર્યું હોત તો એ ઘરેથી નીકળી જ ના શકતો. આથી સમયના પ્રબંધનની ક્ષમતા મોટા-મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરાવી દે છે. જો તે ખૂબ જ સાધન લઈને ચાલતો અને આંતરિક ક્ષમતા ના હોત તો આટલી મોટી સફળતા ના મેળવી શકતો.

    સાધ્યા વગર કરવામાં આવેલી શોશેબાજી : કેટલાય મોટા-મોટા સોઝમાં હું જોઉં છું. ટેકનીકલ તૈયારી ખૂબ જ કરવામાં આવે છે પરંતુ કલાકાર એટલા અનુભવી નથી હોતા. આ સાધન ૧૦, ૨૦ ટકા સુધી જ મદદ કરી શકે છે. ૮૦ ટકા સફળતાની જવાબદારી નથી લઈ શકતા. દુર્ભાગ્યથી આજે આપણે ૧૦-૨૦ ટકા પર ૮૦ ટકાને થોપી બેસ્યા છીએ. આથી ઊંચી દુકાન, ફીકો પકવાન જેવી હાલત થાય છે.

    પ્રકૃતિ તથા જીવોના પ્રબંધનથી અચરજકારી છે. આને જોઈને આપણે આહ્લાદિત થઈએ છીએ, ચર્ચા કરીએ છીએ બસ એને અપનાવવું કે પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ નથી કરતા. આપણા બધાની અંદર ઑટોમેટિક એટલે કે બાયોલૉજીકલ ક્લૉક છે. આપણને એનું હોવું ખબર જ નથી. એના પર ધ્યાન આપવું તથા લાભ ઉઠાવવો તો ખૂબ જ પછીની વાત છે. આપણા ઘરવાળા તથા શિક્ષકો સહિત તમામ આ બાયોલૉજીકલ ક્લૉકમાં ચાવી ભરવાનું કામ કરે છે. આપણને શરૃથી જ શિખવવામાં આવે છે

    ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં જો સોવત હૈ ।

    જો સોવત હે સો ખોવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ ।।

    વર્ષોથી જ્યારે મેં સમય પ્રબંધનની આદત નાખી છે ત્યારથી મને મારા મનોરંજન માટે વધારાનો સમય નથી કાઢવો પડતો. ઘરેલું કામો દરમિયાન જ ગીતો અથવા સમાચાર સાંભળવાનો શોખ પૂરો થઈ જાય છે. કામ અને અભ્યાસને કારણે ઘણાં કામો આપણે આદતપૂર્વક સહજ રૃપથી કરતા જઈએ છીએ. મને ક્યારેય નથી લાગતું કે કામની સાથે ગીતો સાંભળી રહી છું કે ગીતો સાંભળતા કોઈ કામ કરી રહી છું. સમાચારો વગેરેથી પણ મારા સંબંધો રહે છે. આ રીતે આ કામ સમાચાર પત્ર વાંચતા સમયે પણ મારો સમય બચાવે છે. હું પ્રતિદિવસ ઓછામાં ઓછું પાંચ-છ વખત સમાચાર પત્ર જોઉં છું. એક સમાચાર પત્ર જોતી હતી ત્યારે અડધો કલાક લાગતો હતો, હવે એક-દોઢ કલાકમાં એટલે કે એના બે-ત્રણ ગણા સમયમાં એનાથી પાંચ-છ ગણું કામ થઈ જાય છે. ઘણા સમાચારોને સાંભળવા કે જોઈ લેવાના કારણે વાંચવાનું માનતી ન હતી. કોઈ ખાસ તથ્ય જાણવું હોય તો વાંચી લઉં છું. સમ્પાદકીય કે લેખમાં પણ જોઈ-જોઈને એના પ્રાણભૂત અંશ એટલે કે મુખ્ય અંશને જોઉં છું. વચ્ચે-વચ્ચે લાંબો શ્વાસ લઈને તથા પોશ્ચર બદલી-બદલીને બેસવાથી વ્યાયામ અને પ્રાણાયામનું પણ સુખ મળી જાય છે. મને ક્યારેય પણ અનુભવ નથી થતો કે આ બધા માટે મેં અલગથી કોઈ સમય કાઢ્યો છે. આ સમયે મને મેડિટેશન જેવું સુખદ લાગે છે, કેમ કે પાર્કમાં બેસીને આ કરવામાં આવે છે. થાક હોવાને બદલે હું ખૂબ તાજો શ્વાસ અનુભવ કરું છું. કેટલીક ઘટનાઓ નારાજ કરે છે, કેટલીક ખુશ, કેટલીક ડાયરીનો હિસ્સો બની જાય છે. એવું નથી કે હું લોકો સાથે ગપ્પાં નથી મારતી અથવા બાહ્ય ગતિવિધિઓને સમય નથી આપતી બલ્કે મારું તો માનવું છે કે સમય પ્રબંધનની આદત પછી મારી પાસે સમયની વધારે રાહત થઈ ગઈ છે. કેટલીય વખત આ બચેલા સમયને પૂરો ઉપયોગમાં લાવવા માટે મારે વિચારવું પડે છે.

    મજબૂત વ્યવસ્થા

    સમય પ્રબંધન આદત છે. જીવનને ઢંગથી ચલાવવાની વ્યવસ્થા છે, દરેક કામને એના સમય અને હક્ક તથા સાધન-સંસાધન અપાવવાનું નામ છે. કોઈ કામને પૂરો સમય આપવો અર્થ છે. આ પદ્ધતિથી જીવન-યાપનમાં જીવન માટે નવી વિચારધારા અને મૌલિક દૃષ્ટિકોણની પ્રાપ્તિ થાય છે. આપણને લાગે છે કે આપણે ખુદને શોધી લીધા છે. કંઈક એવું છે જે આપણને હવે ખુદથી મળી શકે છે. એને પહેલાં પણ મેળવી શકાતું હતું.

    સમય સાધનામાં પરિવર્તનના અનુકૂળ હોવા માટે કોઈ બીજા પર નહીં, પરંતુ ખુદ પર જ નિર્ભર રહેવાનું છે. આ આત્મજ્ઞાન બતાવી દે છે કે આ 'માસ્ટર કી' છે. ત્યારે કેટલા પણ તોફાન આવે, સમય પ્રબંધકને ખબર હોય છે કે હવા અને વાતાવરણ સક્ષમ દિશા નિર્દેશકના જ પક્ષમાં રહે છે.

    સમય પ્રબંધન પશ્ચિમથી આયાતિત નથી

    સમયની સાથે મેનેજમેન્ટ અથવા પ્રબંધન શબ્દ જોડાઈ જવાથી લોકો આને પશ્ચિમથી આવેલું સમજે છે. આને બી.બી.એ., એમ.બી.એ. અને તમામ મેનેજમેન્ટના કોર્સની જેમ સમજે છે, પરંતુ સો ટકા માની નથી શકાતું. આ ફેક્ટરી અથવા કાર્ય સ્થળ પર ઉત્પાદન વધારવાથી જોડાયેલું હોવાને કારણે અને કેટલાક એવા અધ્યયન થવાને કારણે એવું સમજવામાં આવે છે પણ હું તો એ વિચારું છું કે સમય પ્રબંધન આખા વિશ્વની પોતાની વિચારધારા અને રીત છે. આ સર્વવ્યાપી છે કેમ કે સૌની જરૃરિયાત છે. આ ખાવા-પીવા, ઊઠવા-બેસવાની જેમ જ આપણા જીવનની આપણાથી ક્યારેય પણ જુદી ન શકવાવાળી અનિવાર્ય જરૃરિયાત છે.

    પશ્ચિમથી આયાતિત માનવાને કારણે લોકો આને પોતાના માટે એટલું આવશ્યક કે જરૃરી નથી માનતા. કેટલાક પશ્ચિમની દરેક વસ્તુથી પરેજ કરવાનું નક્કી કરીને બેઠાં છે. કેટલાક પશ્ચિમના કારણે આને ભૌતિક જગતનું તત્ત્વ સમજી બેઠાં છે.

    સમય પ્રબંધન આખા સંસારની સંપદા છે. આને દરેક યુગમાં માનવામાં અને અપનાવવામાં આવ્યું છે. જો પશ્ચિમ આના નવા-નવા પ્રકાર શોધી રહ્યું છે અથવા આના દ્વારા સફળતા મેળવી રહ્યું છે તો આ વધારે અનુકરણની વસ્તુ છે. પશ્ચિમની સકારાત્મક ઉપલબ્ધિઓ તરફ ધ્યાન આપવામાં આવે તો, સૌમાં સમય પ્રબંધનની તાકાત અને સક્રિયતા દેખાશે. વૈજ્ઞાનિકની તપસ્યા-સાધના આપણને આપણાં ઋષિ-મુનિઓના તપ-સાધનાથી ઓછી નહીં લાગે.

    મને એડીસનની આ પંક્તિ સમય પ્રબંધનનું દમદાર ઉદાહરણ લાગે છે. કોઈ પ્રયોગથી અસફળ થવા પર તેઓ નિરાશ થવાને બદલે કહેતા હતા, આપણે સફળતાની નજીક પહોંચી રહ્યાં છીએ. સો વખતમાં સફળતા મેળવવાની છે અને આ ૯૦મો પ્રયોગ છે, તો સમજો હવે દસ જ તો બીજા બાકી છે. આનો અર્થ એ થયો કે સફળતામાં અસફળ પ્રયોગે બતાવી દીધું કે આ ઉપયોગી નથી, હવે આના પર સમય આપવાને બદલે બીજી બાજુ સમય આપવો જોઈએ. મહાન વ્યક્તિઓની અસફળતા પણ બતાવે છે કે સફળતાનો કેટલો મોટો ભાગ સમય પ્રબંધન પર નિર્ભર કરે છે. જે સમયના હિસાબથી નથી ચાલતા, સમય એને પાછળ છોડી દે છે, કેમ કે સમય નિરંતર પ્રવાહમાન છે.

    પ્રકૃતિની જેમ સમય પણ અવિરત પ્રવાહી છે. મેં મહિલા પત્રિકામાં એક વાર્તા વાંચી. વાંચેલી હજારો વાર્તાઓમાં આજે પણ એણે સ્મૃતિઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. આ વાર્તામાં એક વ્યક્તિ ૪૫ વર્ષ સુધી પત્ની સહચર્ય પછી વિધુર થઈ જાય છે. પોતાની જીવન-સાથીને યાદ કરીને દિવસ-રાત રોતો રહે છે. બધા એને સમજાવી-સમજાવીને હારી જતા. થોડાં થોડાં દિવસે તે બીમાર રહેવા લાગ્યો. એના ત્રણ બાળકો પણ એની પાછળ ફરી-ફરીને પરેશાન થઈ જતા હતા. દરેક સમયે તણાવ, ઉદાસી અને ચિંતા ઘેરવા લાગે છે, ત્યારે તેઓ એક યુક્તિ શોધે છે. સ્વર્ગસ્થ માતાજીના જન્મદિવસને ધૂમધામથી મનાવે છે. તમામ સગા-સંબંધીઓની સાથે જ તેઓ શહેરની એકાકી મહિલાઓને પણ આ પાર્ટીમાં આમંત્રિત કરે છે. આ દિવસે કેટલાય ફોન નંબરોનું આદાન-પ્રદાન થઈ જાય છે. એમના પિતાજી કેટલાય સાથે વાતચીત કરવાનું શરૃ કરે છે. કોઈ એને કોઈ મોકા પર બોલાવતા તો બાળકો એમને જવા માટે પ્રોત્સાહિત કરે છે. એમને બોલાવવાનો પણ અવસર મેળવે છે. બે મહીનાના ચાર દિવસોનો સમય એની તમામ ચિંતા દૂર કરી લે છે અને ના જાણે કેટલો સમય બચાવી દે છે. શોકીન વ્યક્તિ શોકથી બહાર આવે છે. લખવા-વાંચવા, ખાવા-પીવામાં રૃચિ લે છે. પોતાની પત્નીના આગલા જન્મ દિવસના પૂર્વ જ પોતાની જૂની પી.એ. જે હવે વિધવા થઈ ચૂકી છે તથા બંને બાળકોના લગ્ન કરી ચૂકેલી મહિલા સાથે લગ્ન કરીને જીવનમાં રંગ ભરે છે. જો આ ન કરવામાં આવતું તો જીવન તો ચાલતું જ પણ કેવું ચાલતું એ આપણે બધાને જાણ છે. જો આપણે ઉગરવા ઈચ્છીએ તો જ કોઈ આપણને ઉગારી શકે છે.

    આપણે લોકો શું કહીશું શું વિચારીશું - આપણાં બાળકો પર આનો શું પ્રભાવ પડશે વગેરે તમામ પક્ષો પર નિર્ણય ન લઈને સંશયની સ્થિતિમાં રહીએ છીએ. સંશયાત્મા વિનશ્યતિ- આ સંશય સર્વવિધ પ્રબંધન બગાડનારો છે. આનાથી આપણને આપણી જ ક્ષમતાઓ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. જે ક્ષમતાઓ હોય છે એ પણ જતી રહે છે. એક શત્રુથી ઘેરાઈને આપણે અનેક શત્રુઓને આમંત્રણ આપીએ છીએ. તેઓ આપણને એટલા ઘેરી લે છે કે આપણે નીકળવા ઇચ્છીએ તો પણ નીકળી નથી શકતા.

    જો આપણે સમય વિષયક પંક્તિઓ અને સૂક્તિઓનું અધ્યયન કરીશું તો મેળવીશું કે દુનિયામાં આનાથી સમ્બદ્ધ વાતો કેટલી સમાન છે. કહેવાવાળા ક્યાંયના પણ હોય, એમનું ચિંતન એક જેવું છે. આ વિચારધારા પૂર્વ-પશ્ચિમ વિષયક આપણી ધારણાને બિલકુલ બદલીને રાખી દેશે.

    સમય જાત નહિં લાગહિ બારા (સમય વ્યતીત થતાં જરાં પણ સમય નથી લાગતો.)

    કા વર્ષા જબ કૃષિ સુખાને

    સમય ચૂંકિ પુનિ કા પછતાને

    ખેતી સૂકાઈ ગયા પર આવેલા વરસાદનો શું લાભ. સમય ચૂકી જવા પછી પસ્તાવવાથી શું ફાયદો. પસ્તાવો વીતેલા સમયને પાછો નથી લાવતો.

    આપણું સમય-પ્રબંધન તંત્ર આપણે જ બગાડીએ છીએ અને બીજા પણ. તમે દિવસના લાંબા-લાંબા કિસ્સા સાંભળી-સાંભળીને એના પર રાયશુમારી કરો છો, એક-બીજાથી વિવાદ અને ચર્ચાથી મુખ્ય મુદ્દા પર કોઈ અસર નથી પડતી પણ આપણા ઉપર ખૂબ જ ફરક પડે છે. કાં તો આપણે એવા કોઈ સામાજિક આંદોલન જોડાયા હોય અથવા તો એક્ટિવિસ્ટ હોઈએ તો એનું ઔચિત્ય પણ છે નહીંતર લેવાનું એક ને આપવાનું બે અને વ્યર્થના ઉલઝાયેલા રહીએ છીએ. એવામાં આપણએ થોડો વિચાર કરીએ તો એવી કેટલીય સ્થિતિઓ અને લોકો આપણી નજરમાં આવી શકે છે.

    પ્રબંધન બગાડનારા તંત્રથી પણ સાવધાની

    જીવનમાં સકારાત્મકતાની વાત સારી છે પણ નકારાત્મક તંત્રથી સાવધાન થઈને આપણે વધારે સકારાત્મક થઈ જઈએ છીએ. નકારાત્મકતા ના વિચારવાનો એ આશય ક્યારેય નથી કે આપણે એની વાત જ ન કરીએ અથવા એનાથી ચેતતા ના રહીએ. જંગલમાંથી પસાર થઈ રહ્યા છીએ તો આગળ વધવાની ગતિની સાથે-સાથે જંગલી જીવોથી પણ સુરક્ષા જરૃરી છે. સાચી સમય-સાધના તો એ થઈ.

    આળસ, હઠ, બહેસબાજી, ખુદને શ્રેષ્ઠ અને સાચા માનવાનો આગ્રહ પૂર્વગ્રહ તથા એવી જ તમામ વાતો દૂર કરવી ખૂબ જ જરૃરી છે. આનાથી કંઈ પ્રાપ્ત નહીં થાય. કોઈ વકીલ બનીને અદાલતમાં સારી દલીલ કરે છે તો એ એનો ગુણ છે પણ એ દલીલમાં જ એ રીતે ડૂબી જાય છે કે વકીલ જ નથી બની શકતો તો આને તમે શું કહેશો?

    નાડી, હૃદયની ધડકન વગેરેનો સમય રેશો બગડ્યો નથી કે આખા દેહ અને જીવન પર સંકટ ઊભું થઈ જાય છે.

    પોતાના કામ માટે કેન્દ્રિત લોકોને પાગલ, સનકી, ઝનૂની કહીને આપણે બચવામાં અથવા એવા ન હોવાના પ્રયત્નોમાં લાગ્યા રહીએ છીએ. આ કારણે ઇચ્છીને પણ ઘણું બધું શીખી નથી શકતા. સુનીલ ગાવસ્કરે સાચી હિતેષણાની ભાવનાથી ભરાઈને સચિન તેન્દુલકરને રમતના પ્રારંભિક દિવસોમાં એક પત્ર લખ્યો. જેમાં એની પ્રશંસાની સાથે-સાથે રમતને ઓર વધારે ઉત્તમ બનાવવાની વાતો સામેલ હતી. તાજેતરમાં જ એ ખુલાસો થયો કે સચિને એ પત્રને હજુ સુધી સંભાળીને રાખ્યો છે. એનાથી એમને ખૂબ જ પ્રેરણા અને શીખ મળે છે.

    આપણે રોગ શોક અને એવી જ તમામ સ્થિતિઓમાં ખૂબ જ વધારે સમય પસાર કરીએ છીએ. જીવનને એ જ રૃપમાં લઈએ છીએ. એવામાં ઘણું બધું આપણા આધીન નથી હોતું, પણ આપણા રોગ-શોકને વધારે હદ સુધી આપણે સમય પર ધ્યાન આપીને કાબૂ કરી શકીએ છીએ. જીવન રોકાતું નથી, આપણે જ રોકાઈ જઈએ છીએ, કામ જ રોકાઈ જાય છે, મનઃસ્થિતિ જ રોકાઈ જાય છે. આનાથી ના ઉભરવાનું, ના પલાયન થવાનું, ના જીવનથી ભાગવાનું.

    આપણે આપણા સમય પ્રબંધનને બગાડનારા લોકોથી પણ સાવધાન અને સચેત રહેવું પડશે અથવા હોવા જોઈએ.

    કેટલાય સફળ લોકોની જીવનશૈલીને મેં ખૂબ જ જાણી છે, જોઈ છે. તેઓ ખુદ પોતાનું કામ ખૂબ સારી રીતે કરે છે. પછી ખુદને તાજા રાખવા માટે લોકોની પાસે સમય પસાર કરે છે. એમને બીજા વ્યક્તિઓથી એટલી લેવા-દેવાનથી હોતી અથવા તેઓ વિચારે છે કે આ એમના વિચારવાનો ભાગ નથી. આના માટે એ વ્યક્તિ ખુદ વિચારશે. યૂ.એન.માં નિર્દેશક રહેલા એક પરિચિત પોતાના દિવસનો ટાર્ગેટ નક્કી કરે છે, એને લંચ સુધી અચીવ કરી લે છે પછી કાં તો એ ક્યાંક નીકળે છે અથવા પછી કોઈને તેમને ત્યાં બોલાવે છે. આ જ ક્રમમાં કેટલીય વખત મારો પણ એમનાથી સંપર્ક થયો. જ્યારે મેં અનુભવ કર્યો કે તેઓ તો ટાર્ગેટ અચીવ કર્યા પછી રિલેક્સ થાય છે પણ લંચ સુધી એમને મળનારા પોતાના ટાર્ગેટ સુધી પહોંચી જ નથી શકતા. મેં હિમ્મત કરીને લંચ સુધી મારું લક્ષ્ય પણ પૂરું કરવાનું શરૃ કર્યું. છતાં પણ ગુડગાંવની આવન-જાવન ઘણો સમય ખાઈ જતી. ક્યારેક મોડું થઈ જતું તો એ સમય પર ખાઈ-પીને આરામ કરવા ચાલી નીકળ્યા હોઈએ.

    ત્યારે એમનાથી આવવામાં અસમર્થતા જાહેર કરવાની આરંભ કરી. હવે આપણે આપણાં કૉમન કાર્યક્રમોમાં અથવા જ્યારે એમને સ્વતઃ જ દિલ્હી આવવાનું હોય ત્યારે મળે છે. પહેલાના એક ચોથાઈથી પણ ઓછા સમયમાં અમારા સંબંધ મેન્ટેઈન થઈ જાય છે. કેટલાક લોકો આને ક્રૂરતા સમજે છે. તેઓ ઇચ્છતા ન હોવા છતાં બીજાઓના હિસાબથી ચાલવામાં ગૌરવ, ગર્વ તથા વ્યવહારકુશળતા સમજે છે. ઘુટાતાં-ઘુટાતાં આવા વ્યક્તિ કોઈ દિવસ બૉમ્બની જેમ ફાટે છે. અત્યાર સુધીનું એમનું બધું સમય રોકાણ એમ ને એમ જ રહી જાય છે.

    નિરર્થક વાર્તાલાપ અથવા અર્થ વગરની વાતો આપણો સમય બરબાદ કરે છે. એનાથી ઓર આગળ સમય બગાડવાવાળા કારક પેદા થાય છે. જેમ કે ઈગો, અહંકાર, લડાઈ-ઝઘડા, પૂછપરછ વગેરે તમામ સમસ્યાઓ મોં ફાડીને ઊભી હોય છે.

    'કામથી કામ'નું દર્શન સારું પ્રબંધન છે. આનાથી સો ટકા ઊર્જા આપણે આપણા લક્ષ્યને આપીએ છીએ. કેટલાક લોકો આવા લોકોને સ્વાર્થી તથા મતલબી કરાર આપે છે અથવા માને છે. કોઈને ધક્કો આપીને આગળ વધવું, બીજાઓના લક્ષ્યને કોઈ પણ પ્રકારે વર્જિત કરવાનો ભાવ ના હોય તો આ ખૂબ જ સકારાત્મક વૃત્તિ છે. બે વિદ્યાર્થી પોતાના પાઠ્યક્રમની સમસ્યાઓની ચર્ચા કરે છે. આઈ.આઈ.ટી.ની તૈયારી કરી રહ્યાં છે. વાતચીત દ્વારા તેઓ પોતાની સમસ્યાઓ એક બીજા સાથે શેયર કરે છે. જો બંનેની પાસે એનું નિરાકરણ નથી તો તેઓ મળીને એને હલ કરવામાં જોડાય છે. હું કેટલાય એવા યોગ્ય વિદ્યાર્થીઓને પણ જાણું છું, જેમની ચર્ચાનો ઉદ્દેશ્ય પોતાની હાંકવી અથવા જ્ઞાન વધારવા છે અથવા બીજાને નબળાં-કમતર દેખાડવાનું છે. એક ઈન્ટરવ્યૂમાં સચિન તેંદુલકરના એક મિત્રએ કહ્યું, ''તેઓ એ જ લોકો સાથે વાત બોલે છે જેમને તેઓ માને છે.'' આનો અર્થ, આપણે એમને ઘમંડી અને અકડૂ સમજી લઈએ તો આપણી ભૂલ છે. બીજાઓને સન્માન અને સમય આપવો અને ફક્ત પોતાના ઉદ્દેશ્ય પર કેન્દ્રિત રહેવાને કારણે વાત કરવાની આદત ન હોવી પણ તો આનું કારણ હોઈ શકે છે.

    કેટલાક આયોજન અને પોતાા લક્ષ્યોની વચ્ચે સામંજસ્ય પણ બેસાડી શકાય છે. મતલબ કે, હું સાહિત્યિક અથવા સામાજિક કાર્યોમાં જવાનું પસંદ કરું છું. લગ્ન, ભજન, જાગરણના કાર્યક્રમોમાં જવાનું લગભગ બંધ કરી દીધું છે, જ્યાં સુધી નજીકનો સંબંધ ના હોય અથવા મારું જવું મારા માટે અત્યંત અનિવાર્ય ન હોય. પસંદગીના આયોજન મને અપડેટ પણ રાખે છે તથા મારાથી સમ્બદ્ધ ક્ષેત્રોની તૈયાર સામગ્રી પણ યાદ કરાવી દે છે. સામાજિકતાના નિર્વાહનું સુખ પણ આપે છે.

    કેટલીક આદતો અથવા જીવનશૈલી બદલીને સમયનું સરળ પ્રબંધન કરી શકાય છે. અહીં વર્ષોથી લેખનની ફાઇલો અને પુલિન્દા પડ્યા હતા. એને ખોલવાનો જ સમય ના મળ્યો. જ્યારે આ ભાર મારા પર હાવી થઈ ગયો તો મેં જબરદસ્તી આના પર ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં સુધી મારું ઘણું બધું લેખન બેકાર થઈ ગયું કેમ કે દસ-બાર વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ જાય છે. લેખોની સામગ્રી, તથ્ય તથા વર્તન બિલ્કુલ બદલાઈ ચૂક્યા. મારો કેટલો સમય એ વિચાર-વિમર્શમાં લાગ્યો હશે.એમાંથી જે કામ આવવા લાયક હતો એને યોગ્ય કરી લીધો. નવા તથ્ય નાખીને લેખ અથવા જે પણ રૃપમાં ઉપયોગી થયો, એનો ઉપયોગ કર્યો. આ ક્રમમાં મેં અનુભવ કર્યો. આમાં મૌલિક લેખનથી વધારે મહેનત, શ્રમ અને રોકાણ લાગ્યું. સમય તો લાગ્યો જ. સમયની તો વાત જ ના પૂછો, પણ હવે મારી પાસે પસ્તાવા અને હવે સુધારો કરવા સિવાય કોઈ ચારો અને રસ્તો નથી.

    એક વખત આ રસ્તો મળ્યો તો મેં અન્ય ક્ષેત્રોમાં પણ આનો પ્રયોગ કર્યો અને પગલું વધાર્યું. ત્યારે જોયું કે ઘણી વસ્તુઓ એવી છે, જેને હું વર્ષો-વર્ષથી તડકો બતાવું છું, પછી રાખું છું. ત્યારે એના સદુપયોગનું વિચાર્યું. કેટલીક એમાંથી ભેટ હેતુ કાઢી લીધી. મને આશા જ ન હતી કે એનાથી મને આટલી રાહત, આરામ અને સુખ મળશે. હવે ઘણી જગ્યા નીકળી ગઈ, પૈસા બચી ગયા. કેટલાક પત્ર-પત્રિકાઓ તથા પુસ્તકો કેટલીય સંસ્થાઓને દાન આપી. એ અદ્ભુત સુખે સમયનો ખજાનો ખોલી જ નાખ્યો. હવે તો કેટલીક વસ્તુઓ એક્ઠી જ નથી થઈ શકતી. આ રીતે આપણે વિચારીએ તો ઘણી બધી જંક ખિટપિટી જેને આપણે તન-મન માટે જરૃરી માની બેસીએ છીએ અથવા આપણા દ્વારા ધ્યાન ન આપવાને કારણે આપણાથી ચિપકેલી છે, એનાથી છૂટકારો મેળવી શકાય છે. ત્યારે લાગે છે જાણે સમયનો અખૂટ ખજાનો હાથ લાગી ગયો હોય.

    સમય બગાડનારાઓથી સાવધાન

    રંગા શિયાળના રૃપમાં એ તમામ શક્તિઓ અથવા વ્યક્તિ વગેરે હોય છે, જે જાણે-અજાણ્યે આપણો સમય બગાડે છે. સંભવ છે કે તેઓ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યાં હોય. એ પણ હોઈ શકે છે કે એમનો સીધો ધ્યેય તમારા સમયને બગાડવાનો હોય. ક્યારેક કોઈ આ તરફ ધ્યાન અપાવે અથવા આપણું જ ધ્યાન ચાલી જાય તો આપણે તરત ચેતી શકીએ છીએ. સમય જાણે-અજાણ્યે, કોઈ પણ રીતે, જ્યારે પણ કોઈ પણ રૃપમાં બગડે તો આપણે એનું ભયંકર નુકસાન ભોગવવું પડે છે. સમયની પૂંજીને ભેગી કરવી જેટલી અપેક્ષિત તથા જરૃરી છે એટલું જ જરૃરી છે એની બરબાદીને રોકવી પણ. સમય પ્રબંધનની આ પણ એક મહત્ત્વપૂર્ણ ચેલેન્જ છે.

    સમય પ્રબંધક હલ્કો-ફુલ્કો તથા પ્રસન્ન રહે છે. એના પર સફળતાનું નૂર પણ રહે છે. એના ઉજ્જવળ ભવિષ્યની સંભાવના અથવા સફળ વર્તમાન પણ કોઈ જોઈને પચાવી નથી શકતું. જો આવામાં એના વિશે અફવાઓ, ષડયંત્ર વગેરે કરવામાં આવે તો સારું થશે કે એ તરફ ધ્યાન જ ન આપવામાં આવે. હા, તેઓ પોતાના તરફથી એ અવગુણોને બીજાઓ પ્રત્યે ન પાળે. ઈર્ષ્યાળુ વ્યક્તિ બીજાઓથી ઈર્ષ્યા કરવા, એનું ખરાબ કરવા તથા ઇમેજ ખરાબ કરવા જેવા કામોમાં ઘણો સમય બરબાદ કરે છે. પ્રતિસ્પર્ધી વ્યક્તિ એટલા જ સમયનો ઉપયોગ એ વ્યક્તિના ગુણોને ઓળખીને એની હોડ અને બરાબરી કરવામાં કરે છે. એ આગળ પણ નીકળી શકે છે અને નહીં તો એ કેટલાયને જેઓ એનાથી વધારે આગળ હતાં એમને તો પાછળ જ છોડી દે છે.

    આપણે આ બાબતોમાં ઘણઓ સમય ગુમાવીએ છીએ, જાણે આપણા જ માથા પર આકાશ ટકેલું છે. આપણે નહીં હોઈએ તો આ કેવી રીતે હશે? તે કેવી રીતે હશે? જાણ થાય છે કે બધું જ સરસ થયું. આપણે જ અત્યાર સુધી સર્વસમર્થ લોકોના મોંમાં કોળીયો નાખી-નાખીને પોતાનો સમય પણ ખોઈએ છીએ અને એમને પણ પંગુ બનાવીએ છીએ.

    'એસા પાલ તાનેં કિ આંધી ઊર્જા બને'ના લેખક પવન ચૌધરી પોતાની પુસ્તકમાં કહે છે, ' ક્યારેક જીવનમાં હિંસક ઢંગથી હુમલો કરવો પડે છે તો ક્યારેક પહાડની જેમ શાંત ઊભા રહેવું પડે છે... માણસને સાચા સમયનો અહેસાસ અને એ પળના હિસાબે કામ કરવાની કાબેલિયત હોવી જોઈએ. એનો પ્રયત્ન હોવો જોઈએ કે એ સમયની થપાટોમાં ડૂબવાને બદલે એની લહેરો પર સવારી કરે.'

    એટલે કે માણસ એટલો વધારે ક્ષમતાવાન અને ઊર્જાવાન છે કે દરેક વાતને પોતાના અનુરૃપ ઢાળી શકે છે તથા

    Enjoying the preview?
    Page 1 of 1