Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Sakaratmak Vicharon Ka Jadoo
Sakaratmak Vicharon Ka Jadoo
Sakaratmak Vicharon Ka Jadoo
Ebook202 pages1 hour

Sakaratmak Vicharon Ka Jadoo

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

This is my firm belief that the book 'The Magic of Positive Thoughts' by Surya Sinha would work like oxygen to all the youth. Businessmen, Service persons, and so on who are in depression.— Satish Verma, Chief Editor, Nai Sadi Book House
"Very few people are able to understand that why their life is ^disciplined or why others are much successful. The simple answer is - Negativity in their thinking. In this book. Surya Sinha Ji has narrated and analyzed very minutely and deeply about the effect of our thinking. This book is really helpful to everyone."— Gyancndra Singh Chief Editor, Rashtriya Sahara
"Thoughts really work like magic and even a single thought can change anyone's life, and Surya Sinha Ji has proved this in his book 'The Magic of Positive Thoughts."— Brijesh Singh Sr. Chief Reporter, Dainik Jagran
"I really felt satisfied after reading this book. It is very informative and thought giving book. This book will definitely bring revolutionary change in Readers' mind, undoubtedly."— Sandeep Srivastava Sr. Journalist, Zee News
"This book by Surya Sinha is a class book which expresses the Positive side of life and removes all the negativity from our mind."— Dilbcr Gothi Editor, Navbharat Times
"Surya Sinha Ji has magic in his writing and his book 'The Magic of Positive Thoughts' is really a unique book. It seems as a perfect guide to all depressed persons. This book is not less than a ìSanjeevniî to depressed persons and 'Guideline' to ambitious people."— Dharm Baria, Novelist
"Surya Sinha Ji has really done magic by raising the magic of positive thoughts."— Druva Kumar Chief Photo Journalist, Dainik Jagran
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352613076
Sakaratmak Vicharon Ka Jadoo

Related to Sakaratmak Vicharon Ka Jadoo

Related ebooks

Reviews for Sakaratmak Vicharon Ka Jadoo

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sakaratmak Vicharon Ka Jadoo - Surya Sinha

    જતાં-જતાં...

    બે વાતો તમારી સાથે

    મિત્રો !

    આ પુસ્તક તમારા હાથમાં છે. અને તેને વાંચવાનું શરૃ કરો તે પહેલા બે વાતો તમારી સાથે કરવા માંગું છું. હું એ કહીશ કે, મેં આ પુસ્તક કેમ લખ્યું ? હકીકતમાં માનવજીવન ખૂબ જ ઉતાર-ચઢાવથી ભરેલું છે. લગભગ દરેક વળાંક પર ઉતાર-ચઢાવ આવતાં જ રહે છે. ક્યારેક ખુશીઓનો વરસાદ વરસે છે તો ક્યારેક હતાશાની આંધી આવે છે. મોટાભાગના લોકો જીવનમાં આવનારા સુખ અને દુઃખને નસીબ અથવા પૂર્વજન્મના કાર્ય સાથે જોડી દે છે. કેટલાક આ પરિસ્થિતિને કર્મનું ફળ કહી પોતાને તેનાથી અલગ કરી દે છે. બની શકે છે કે, ભાગ્ય, નસીબ અને કર્મો આ બધી બાબતોમાં કેટલીક હદે સચ્ચાઈ હોય પરંતુ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ વગેરેને લઈ મારા વિચાર અલગ અને જુદા છે.

    મને પૂરો વિશ્વાસ છે કે મનુષ્યનું જીવન સૌથી વધુ વિચારોથી પ્રભાવિત થાય છે. વર્ષોના અનુભવે મેં જોયું છે કે, આપણા વિચાર જ આપણા સુખ-દુઃખ, શાંતિ-અશાંતિ, સફળતા-નિષ્ફળતા, સંતોષ અને અસંતોષનું મુખ્ય કારણ હોય છે. આપણા વિચારોમાં એટલી શક્તિ હોય છે કે તે આપણા જીવનને પૂરી રીતે બદલી નાંખે છે. જ્યાં એક તરફ સુંદર અને સકારાત્મક વિચાર જીવનરૃપી આ ઉપવનને પૂરી રીતે મહેંકાવી દે છે, ત્યાં કોઈ ખરાબ અને નકારાત્મક વિચાર આપણા જીવનરૃપી ઉપવનને ખેદાન-મેદાન કરી નાખે છે. માનવવ્યવહારના અધ્યયનના વર્ષોના અનુભવથી પ્રેરાઈને જ મે આ પુસ્તક લખ્યું છે.

    મિત્રો, મારા અગાઉ પ્રગટ થયેલા પુસ્તકોમાં પહેલા પણ મારો આ અનુભવ હું આપની સાથે વહેંચી ચૂક્યો છું. કેટલાક વર્ષ પહેલા હું એક સફળ ટીવી સીરિયલ અને ફિલ્મ એડિટર હતો. આજે પણ એ સમયની એક-એકપળ કોઈ ફિલ્મના દૃશ્યની જેમ મારી આંખોની સામે આવે છે. હું જોઉં છું તો મારા દ્વારા સંપાદિત ઘણી સીરિયલો ઘણી ચેનલો પર બતાવવામાં આવી રહી હતી.

    કદાચ આ પુસ્તક લેખનનો પાયો પણ તે જ સમયે રચાઈ રહ્યો હતો. કેમ કે તે એ સમય હતો જ્યારે સફળતા મારા માથે હતી. જયારે કોઈને પણ ડગલે ને પગલે સફળતા મળવા લાગે છે ત્યારે તેને એવું અભિમાન આવી જાય છે કે, હવે તે જે કોઈ કામમાં હાથ નાંખશે તેને સફળતા જ મળશે. એક મારું પણ માનવું હતું પરંતુ ખુબ ઝડપથી મને ખબર પડી ગઈ કે મારી આ માન્યતા કેટલી ખોટી હતી. એટલી ખોટી છે તેણે મારી જિંદગીને ખેદાન-મેદાન કરી નાંખી. બન્યું એવું કે બીજાની સલાહથી મેં ફિલ્મ વિતરણના વ્યવસાયમાં પગ મૂક્યો, મને ખૂબ મોટી ખોટ ગઈ. હું લગભગ કંગાળ બની ગયો. પાછળથી કારણોની તપાસ કરવાથી મને ખબર પડી કે, મારા સાથીદારો, સહયોગીઓ અને કર્મચારીઓ લગભગ બધાએ મારી સાથે દગો કર્યો હતો. જેવો મારો ખરાબ સમય આવ્યો એક પછી એક મારાથી દૂર થવા લાગ્યા. એટલું જ નહીં મને સાથ આપવાનું વચન આપવાવાળા મિત્રો કહેવાતા મદદ કરવાવાળા ઓળખીતાઓએ પણ મારાથી અંતર બનાવી લીધું. કોઈએ મને અવ્યવહારુ કહ્યો, કોઈએ મને બેવકૂફ, મને ઘાયલ કરતા મેણાં પણ મારવામાં આવ્યા. મારા નિર્ણયોને માટે મારી મજાક ઉડાવવામાં આવી.

    એ ખરાબ સમયમાં મેં અનુભવ્યું કે આકાશથી ધરતી પર પડેલા વ્યક્તિની શું હાલત હોય છે ? હું ખરાબ રીતે ભયભીત હતો. મુંઝાયેલો હતો કે આ બધુ આટલું જલ્દી કેમ અને કેવી રીતે થઈ ગયું ? જો કે આવા ખરાબ સમયમાં પણ મેં મારા મનમાં નકારાત્મક અને ખોટા વિચારોને આવવા ન દીધા. મારા આત્મવિશ્વાસને ડગમગવા ન દીધો. હું પડ્યો જરૃર હતો પરંતુ મારી ફરી બેઠા થવાની ઇચ્છા મરી પરવારી ન હતી. ઈશ્રવમાં શ્રદ્ધા રાખી મે નવેસરથી જીવન જીવવાની શરૃઆત કરવાનો નિર્ણય કર્યો.

    એ સમયે મારા મનમાં ઘણીવાર નિરાશાજનક વિચાર આવતા હતા પરંતુ મારા સકારાત્મક વિચારોની આગળ તમામ ખરાબ, નિરાશાવાદી અને ખોટા વિચારોને હારવું પડ્યું. મારા સકારાત્મક વિચારોને મજબૂત બનાવવા તથા નવી શક્તિ મેળવવા કે ઘણાં ધ્યાન શિબિરો (મેડીટેશન કેમ્પ) માં ભાગ લીધો. આધ્યાત્મિક અને વ્યવસાયિક રીતે સફળ લોકોના જીવન વાંચ્યા. એમાંથી મને નવા-નવા રચનાત્મક અને સકારાત્મક વિચાર મળ્યા.

    એમાં જ એક પ્રભાવશાળી સૂત્ર હતું –

    વૃક્ષ કપાયા પછી પણ લીલુછમ બની રહે છે,

    જો તેના મૂળ સલામત હોય.

    આ સૂત્રે મને એક નવી દૃષ્ટિ આપી, નવો ઉત્સાહ આપ્યો. મેં શોધ્યું અને અનુભવ્યું કે મારા મનમાં વિચારરૃપી મૂળ સ્વસ્થ અને સલામત હતા. એ વિચારોમાં આગળ વધવાનો ઉત્સાહ હતો. જીવન પ્રત્યે ઉત્સાહ હતો અને નવુ જીવન શરૃ કરવાની તૈયારી માટે મારી પાસે ઈશ્વર દ્વારા આપવામાં આવેલું ખૂબ કિંમતી મગજ પણ હતું.

    એનું જ પરિણામ છે કે, આજે હું એક સફળ લેખક, માનવ પ્રશિક્ષણ અને મારા સ્વસ્થ, સકારાત્મક, આશાવાદી અને સર્જનશીલ વિચારોનો જ જાદૂ હતો. જેણે સમાજમાં મારી એક નવી ઓળખ બનાવી એટલે જ્યારે મેં પોતાના વિચારોની શક્તિના પ્રભાવનું આટલુ પ્રભાવી પરિણામ જોયું તો મારા મનમાં એક લેખક હોવાના કારણે એ વિચાર આવ્યો કે સકારાત્મક વિચારોનો આ જાદૂથી હું મારા વાંચકોને પણ કેમ વાકેફ ન કરું અને મારો આ વિચાર જ પુસ્તકનો પાયો બન્યો. એટલા માટે આ ખરાબ સમયને આ પુસ્તકના પાયા તરીકે માન્યો છે.

    દોસ્તો, વર્ષોના અનુભવના આધારે હું સાચું કહું છું અને વારંવાર કહું છું કે, સકારાત્મક વિચારો જાદૂ કરે છે. ખૂબ શક્તિ છે સકારાત્મક વિચારોમાં, નકારાત્મક વિચાર જો વ્યક્તિને હતાશાના અંધકારમાં ડુબાડી દે છે તો સકારાત્મક અને આશાવાદી વિચાર તેને વિકાસની બુલંદીઓ પર પહોંચાડી દે છે.

    આ પુસ્તકમાં મેં બંને પ્રકારના વિચારો - સકારાત્મક અને નકરાત્મક અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે એના ફાયદા અને નુકસાન બંનેને સ્પષ્ટ કર્યા છે. આ પુસ્તકને વ્યવહારિક અને વધુ ઉપયોગી બનાવવા માટે તેને બે વિભાગમાં વહેંચ્યું છે. વિભાગ એક અને વિભાગ બે.

    વિભાગ એકમાં વિચારોનો આધાર, તેની આધારભૂમિ, તેનું દર્શન અને જીવન પર પડનારો પ્રભાવ મેં હજુ કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગ એકમાં વ્યક્તિત્વ નિર્માણમાં વિચારોની આધારશિલાની શું ભૂમિકા છે તે પણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. એ ઉપરાંત વિચારોથી આપણો સંસાર અને સંસાર દ્વારા આપણા વિચાર કેમ પ્રભાવિત થાય છે એ પણ સરળતાથી સામે રાખવાનો યથાસંભવ મેં પ્રયાસ કર્યો છે.

    ત્યાં વિભાગ બેમાં, મેં વિચારોને જીવન ઉપયોગી સૂત્રમાં બદલવાના ઉપાયોને બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે મેં પુસ્તકના પહેલા વિભાગમાં વિચારોને આધાર અને સંસારનો વ્યવહારિક બોધ શિખવવા આ હેતુથી તૈયાર કર્યો છે. જે ખૂબ જરૃરી હતો. ત્યાં મારુ એ પણ માનવુ હતું કે, માત્ર દર્શન અથવા વ્યાખ્યાથી જ પુસ્તકનો હેતુ પુરો થઈ નહીં શકે. જ્યાં વાંચકો સુધી પહોંચાડવામાં આવેલું જ્ઞાન જીવનને બદલવાની આવી બની ન શકે. જો પ્રમાણે વ્યવહારિક કડીઓને મેં પુસ્તકમાં જોડવાનો પ્રયાસ કર્યો છે. સંભવતઃ તે માર્ગદર્શક અને પ્રેરક પુસ્તકોની દુનિયામાં એક નવો અધ્યાય જોડી શક્યો. સાથે જ પુસ્તક ડુબતાનો સહારો બનશે અને આગળ વધવાવાળા માટે એક પ્રેરણાસ્ત્રોત એવી મારી લાગણી છે બસ એકવાર તમે એકાગ્રતાથી આ પુસ્તકને વાંચો અને જુઓ તમારા જીવનમાં સકારાત્મક વિચારોનો જાદૂ કેવો રંગ ભરે છે.

    તમારો

    સૂર્યા સિન્હા

    Website : www.suryasinha.com

    Email : contact@suryasinha.com.or suryasinha@suryasinha.com

    એવો કોઈ નિયમ નથી કે તમે કંઈક મેળવવા ઇચ્છો અને વગર પ્રયાસ અને પરિશ્રમે તમને તે મળી જાય.

    – સૂર્યા સિંહા

    સકારાત્મક

    વિચારોનો જાદૂ

    ખંડ-૧

    જો તમે કોઈ વિચાર કર્યો છે, તો તે સારી વાત છે, જો તમે બીજી વાર મનન કર્યા પછી તે જ વિચાર કર્યો છે તો તે બુદ્ધિ મનપૂર્ણ છે. જો એ પછી તમે એ વિચારને સાકાર કરવા પગલા ભરી લો, તો તે સફળતાની દિશામાં ઉઠાવેલું પગલું બની જાય છે.

    – સૂર્યા સિંહા

    સકારાત્મક વિચાર શું છે?

    દોસ્તો ! જે સકારાત્મક વિચારોની વાત આપણે આ પુસ્તકમાં કરવાના છીએ. છેવટે આ વિચાર છે શું ? સૌથી પહેલા આપણે વિચારોની વ્યાખ્યાથી શરૃઆત કરી છીએ.

    ખરેખર, આપણી વિચારધારા જ આપણા વિચારો છે. આપણા મનમાં જે સંકલ્પ-વિકલ્પ ઉઠે છે. આપણે જે

    Enjoying the preview?
    Page 1 of 1