Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Secrets of Super Success
Secrets of Super Success
Secrets of Super Success
Ebook275 pages1 hour

Secrets of Super Success

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Read the unmatched success mantras given in this book and apply it to yourself, then this goal can also become real. Alvert Einstein used to say that a successful person is one who learns from the experiences of those around him more than the experiences he has gained. I believe that this book will greatly benefit the young generation and if my readers achieve unique success by reading this book then I will believe that my effort was successful.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352619009
Secrets of Super Success

Related to Secrets of Super Success

Related ebooks

Reviews for Secrets of Super Success

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Secrets of Super Success - Subhash Lakhotia

    આંક

    ભાગ-૧

    1

    જી હા, હું સફળતાના શિખર પર

    પહોંચવા ઇચ્છું છું...

    આ પુસ્તકને વાંચવાવાળા તમામ વાચકોને હું એ વિશ્વાસ અપાવવા ઇચ્છું છં કે, જો તમારા મનમાં સફળ થવાની લાલસા છે, તો નિશ્ચિત જ તમે સફળતાના શિખર પર પહોંચી શકો છો. એના માટે સૌથી પહેલાં તો સફળતાની બુલંદી પર પહોંચવા માટે બધા વાચકોના મનમાં આ લક્ષ્ય પ્રત્યે દૃઢ નિશ્ચયની કામના કરું છું. જો તમે આ સપનું જોયું છે, તો આ પુસ્તક અવશ્ય જ તમારા સપનાને વાસ્તવિક રૃપ આપશે. પરંતુ હું એક વખત ફરીથી કહેવા ઇચ્છીશ કે તમારો દૃઢ ઇરાદો એનો પાયો છે. તમારા અટલ નિશ્ચય અને સર્વશક્તિમાન ઈશ્વરના આશીર્વાદથી સફળતા અવશ્ય જ તમારા પગ ચૂમશે. બસ આ કથન પર વિશ્વાસ કરીને આ પુસ્તકને વાંચતા જાઓ અને અંતમાં તમે અનુભવશો કે તમે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતાની સીડીઓ ચઢતા જઈ રહ્યા છો. ખુદ પર વિશ્વાસ રાખો કેમ કે વિશ્વાસમાં અપાર શક્તિ હોય છે. આ અદ્ભુત શક્તિ કુદરતનો ચમત્કાર છે, તેથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ભાવના તેમજ વિશ્વાસ પોતાના મનમાં રાખો. ખુદને એક અત્યંત સફળ વ્યક્તિ સમજો. આ જ વિચાર તમને સફળતાના માર્ગ તરફ લઈ જશે. ક્યારેય પણ ખુદને નબળા ન સમજો. આ ભાવના તમને હકીકતમાં કમજોર બનાવી દેશે. ખુદને મજબૂત બનાવો પરંતુ જો તમે મજબૂત નથી, તો પોતાની અંદર એ મૂલ્યોનો સંચાર કરો, જે તમને જીવનમાં સશક્ત બનાવે. પરંતુ કુલ મિલાવીને નિચોડ એ જ છે કે ખુદને અસહાય ન સમજો. પોતાના આત્મવિશ્વાસને મજબૂત બનાવો અને ખુદને એક સફળ વ્યક્તિ માનો.

    જ્યારે હું પોતાના જીવનના છેલ્લાં ૬૦ વર્ષો પર ધ્યાન આપું છું, તો મને પોતાની સફળતાઓ પર ગર્વ થાય છે. હું મારા વાચકોને પણ એ સલાહ આપવા ઇચ્છીશ કે પોતાના અત્યાર સુધીના જીવનની સમીક્ષા કરો. વીતેલા સમયની મીઠી યાદોથી ખુશીઓ એક્ઠી કરીને સોનેરી ભવિષ્ય પર વિચાર કરો. ખુદને એક સફળ વ્યક્તિ માનીને આગળ વધો અને જો તમે નથી, તો તમારે બનવાનું છે અને તમે બનશો પણ. જો આ વિચારને મનમાં લઈને તમે એને લક્ષ્યના રૃપમાં ધારણ કરી લેશો, તો કોઈ પણ તાકાત પોતાની સફળતાની આડે નહીં આવે. આજે હું તમારા બધાથી પોતાના જીવનના કેટલાક અનુભવ વહેંચીશ. વાત એ સમયની છે જ્યારે હું કૉલેજમાં ભણવાવાળો ૨૦ વર્ષનો યુવાન હતો. એ સમયે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની તરફથી ભારત, બર્મા તેમજ નેપાળ માટે એક હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમેરીકાના એટલાન્ટિક શહેરમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશલ અધિવેશનમાં ભાગ લેવા માટે સર્વોત્તમ યુવાનની પસંદગી કરવામાં આવનાર હતી. મારું અંગ્રેજીનું જ્ઞાન વધારે સારું ન હતું. છતાં પણ મેં ખુદને પસંદ થવાવાળા પ્રતિયોગીના રૃપમાં જોયો, જે અમેરીકા જવાની આવડત રાખતો હતો. જ્યારે પણ હું પોતાના જીવનના એ ૪૦ વર્ષો વિશે વિચારું છું, તો જોઉં છું કે એ હરિફાઈમાં ભાગ લેવાની તીવ્ર ઇચ્છા અને મારો આત્મવિશ્વાસ જ હતો, જેના બળ પર પ્રભુના આશીર્વાદથી હું ૧૯૭૦માં અમેરીકાના એટલાન્ટિક શહેરમાં થવાવાળી વર્લ્ડ યૂથ કૉંગ્રેસ માટે પસંદ થયો. એ સમયે ભારતમાં થવાવાળી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલીય વખત પરેશાનીઓનો સામનો કર્યો અને હેરાન પણ થયો. કેટલીય વખત એ વિચારીને ગભરાઈ જતો કે શું હું દક્ષિણી ભારત તેમજ મુંબઈથી આવી રહેલા યુવાનોને ટક્કર આપી શકીશ. પરંતુ વિશ્વાસ માનો કે પોતાના મનોબળ અને મનોકામનાના બળ પર જ આ શક્ય થઈ શક્યું. આખરે જૂન ૧૯૭૦માં મેં કોલકાતાથી અમેરીકાની ઉડાન ભરી, જે મારી પ્રથમ હવાઈ યાત્રા હતી, તે પણ સીધા ભારતથી અમેરીકા. ત્યાં સુધી કે મને સીટ બેલ્ટ બાંધવાનું પણ જ્ઞાન ન હતું. આ પ્રકારની યાત્રાનો આ મારો પ્રથમ અનુભવ હતો, તે પણ એકલા. તેથી મારા કહેવા પર વિશ્વાસ કરો કે જ્યારે પણ કોઈ અવસર તમારો દરવાજો ખખડાવે, તો એને મેળવવા માટે તનતોડ મહેનત કરો અને સફળતા પ્રાપ્ત કરો. આ જ પ્રકારે આજથી લગભગ પાંચ વર્ષ પહેલાંની ઘટના છે, જ્યારે હું સવારના ૯ વાગ્યે નાશ્તો કરતા-કરતા એક બિઝનેસ ચેનલ પર મૉર્નિંગ બ્રેકફાસ્ટ શો નામનો કાર્યક્રમ જોઈ રહ્યો હતો. સંજોગવશ એ દિવસે મેં પૂરો પ્રોગ્રામ જોયો, જેને વિશ્વની એક પ્રસિદ્ધ હસ્તી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યો હતો. પ્રોગ્રામ સમાપ્ત થવા પર મેં અનુભવ્યું કે એમાં રોકાણને લઈને ઉત્તમ માર્ગદર્શન તેમજ ઉપાય બતાવવામાં આવ્યા હતા. આ અડધા કલાકમાં રોકાણ અને છુટાછેડા, રોકાણ અને ક્રેડિટ કાર્ડ, રોકાણ અને ઘર બનાવવા માટે લોન વગેરે પર ચર્ચા કરવામાં આવી હતી. મને આ પ્રોગ્રામ ખૂબ જ સારો લાગ્યો. આ ખૂબ જ્ઞાનવર્ધક તેમજ જાણકારીથી ભરપૂર હતો. પરંતુ ભારતીય રોકાણકારોના હિસાબથી મને આ કાર્યક્રમ વધારે પ્રભાવશાળી ન લાગ્યો, કેમ કે આ ભારતીય લોકોન રોકાણ કરવાની વિચારધારા અને સંસ્કૃતિથી મેળ ખાતો ન હતો. પછી મેં પોતાની સલાહ ટી.વી. ચેનલના સંપાદકને મોકલવાનું વિચાર્યું. મેં ભારતીય રોકાણકારોની જરૃરિયાતોને ધ્યાનમાં રાખીને એક પત્ર સંપાદકને લખી મોકલ્યો. મારા વાચકોને એ બતાવતા મને ખુશી થઈ રહી છે કે ટી.વી. સંપાદકને મારા વિચાર પસંદ આવ્યા અને એની સાથે જ સીએનબીસી અવાજ ચેનલ પર એક વિશેષ કાર્યક્રમ હોસ્ટ કરવાનું આમંત્રણ મળ્યું, જેને ગર્વથી હું પ્રેમપત્ર કહી શકું છું. એના પછી સીએનબીસી અવાજ ચેનલ પર ટેક્સ ગુરુના રૃપમાં મારા જીવનનો એક નવો અધ્યાય આરંભ થયો. મારા વાચકોને પ્રોત્સાહિત કરવા માટે હું એ બતાવવા ઇચ્છું છું કે તાજેતરમાં જ રાષ્ટ્રીટ ટેલીવિઝન પુરસ્કાર ૨૦૧૦ની ઘોષણા કરવામાં આવી છે, જેમાં ટેક્સ ગુરુ ટી.વી. શોને સર્વોત્તમ બિઝનસ ટૉક શોનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર મારા તમામ દર્શકોના અપાર સ્નેહનું પ્રતીક છે. અહીંયા પણ મુખ્ય ભૂમિકા મનોબળ અને નવીન વિચારધારાની છે. મેં કશું નવું વિચાર્યું અને સંપાદકને ન જાણતા હોવા છતાં બેઝિઝક પોતાની સલાહ મોકલી, જે સ્વીકાર પણ થઈ અને સૌભાગ્યવશ મને ટેક્સ ગુરુ પ્રસ્તુત કરવાની જે તક મળી, એના માટે અથાગ મહેનત કરી. પ્રિય વાચકો, મારો વિશ્વાસ કરો, ભલે તમે જીવનના કોઈ પણ કાર્યક્ષેત્રથી જોડાયેલા હોવ- અભ્યાસ, વેપાર, નોકરી, વ્યવસાય-તમે આ પુસ્તકની મદદથી અત્યંત સફળ થઈ શકો છો, પરંતુ એ ના ભૂલો કે એના માટે તમારામાં દૃઢ સંકલ્પ તેમજ તીવ્ર ઇચ્છાનું હોવું જરૃરી છે. આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં મેં 'ઝીરો ટૂ હીરો ઇઝ ઇનકમ ટેક્સ' ના નવીન વિચાર પર આધારિત શિક્ષા પ્રોગ્રામ આરંભ કર્યો, જેણે ભારતવર્ષમાં ધૂમ મચાવી દીધી. કોલકાતાના 'ધ ટેલીગ્રાફ'એ આ કાર્યક્રમ પર વિશેષ લેખ પ્રકાશિત કર્યો. જીવનના આ અનુભવમાં મારા વાચકોને પ્રોત્સાહિત કરવા માટે એથી બતાવી રહ્યો છું, જેથી તેઓ પણ પોતાની જૂની પ્રાપ્તિઓ પર વિચાર કરે અને પછી આવવાવાળા સમયની યોજના તૈયાર કરે. લક્ષ્ય પ્રત્યે પોતાના મનોબળ અને ઇચ્છાશક્તિ પર અડગ રહેશો, તો પોતાના કાર્યક્ષેત્રમાં સફળતાથી જગમગાઈ ઉઠશો.

    ✦ ✦ ✦

    2

    અપાર સફળતા માટે

    મહત્ત્વપૂર્ણ નિર્ણયો

    જ્યારે ક્યારેય પણ તમારા જીવનમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવે, તો એ સુનિશ્ચિત કરી લો, કે તમે બધા પક્ષો પર સારી રીતે સમજ-વિચાર કર્યા પછી જ કોઈ નિર્ણય પર પહોંચો. હંમેશાં યાદ રહે કે આ નિર્ણય તમારા જીવનને ખુશહાલ બનાવી શકે છે અને તમારા માટે સફળતાના દ્વાર ખોલી શકે છે. આથી આ પ્રકારના નિર્ણય લેતા સમયે સાવધાની તેમજ સંયમ વર્તો. મારા પિતા શ્રી. આર. એન. લખોટિયાએ સન્ ૧૯૬૨માં પોતાના વ્યવસાયને આરંભ કરવા માટે આયકર વિભાગને પોતાના પદથી રાજીનામુ આપ્યું હતું, જ્યારે કે તેઓ વર્ગ-૧ના આયકર અધિકારી હતા. આ એમના જીવનનો એક અતિ-મહત્ત્વપૂર્ણ નિર્ણય સાબિત થયો. આટલી પ્રતિષ્ઠિત નોકરી છોડવાનો નિર્ણય એમના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યો હશે. સરકારી નોકરી છોડ્યા પછી એમણે આયકર પર પુસ્તકો લખી, ગોષ્ઠીઓનું આયોજન કર્યું. આ નિર્ણયમાં મારી સ્વર્ગીય માતાજી શ્રીમતી આશારાની લખોટિયાનો સહયોક તેમજ પ્રેરણા પણ સામેલ હતી. ૧૯૬૨માં લેવામાં આવેલા એ નિર્ણયને કારણે મારા પિતાજીએ સફળતાના કેટલાય મુકામ પ્રાપ્ત કર્યા. છતાં પણ નિર્ણય લેતા સમયે એ જરૃરી છે કે તમે બધા સકારાત્મક તેમજ નકારાત્મક પક્ષોની સમીક્ષા કરી લો. પરંતુ નિર્ણય લીધા પછી ક્યારેય પણ પાછળ વળીને ના જુઓ. મારા પિતાજીએ આયકર પર ૫૦૦થી પણ વધારે પુસ્તકો લખી છે, જે એક વિશ્વ કીર્તિમાન છે. ભારતમાં એમને આયકરના એક મહાન વિશેષજ્ઞ માનવામાં આવે છે. એમને આજે પણ એ દિવસ યાદ છે, જ્યારે પોતાની પ્રથમ પુસ્તક લખ્યા પછી એમણે કેટલાય પ્રકાશકોથી એમની પુસ્તક પ્રકાશિત કરવાની વિનંતી કરી. પરંતુ એક અજાણ વ્યક્તિની પુસ્તક કોણ છાપતું? આ જ સમય હતો ઐતિહાસિક નિર્ણય લેવાનો અને આ વખતે પણ મારી માતા એમાં સામેલ હતી. એમણે મળીને આશા પબ્લિશિંગ હાઉસના નામથી પ્રકાશન કેન્દ્ર પ્રારંભ કર્યું. જરા વિચારો જો મારા પિતાજી એ સમયે હતાશ થઈ જતા, તો શું આજે એમની આટલી પુસ્તકો વાચકો સુધી પહોંચી શકતી? બિલ્કુલ નહીં. એમને તો પ્રકાશનો કોઈ અનુભવ પણ ન હતો અને એમની ઉંમર ફક્ત ૨૮ વર્ષ હતી. સન્ ૧૯૬૫માં મેં પણ પબ્લિશિંગ હાઉસમાં મદદ કરવાનું શરૃ કરી દીધં. જો તમે પોતાની સફળતાના અર્થ જાણો છો, તો નિશ્ચિત જ એને પ્રાપ્ત કરી શકો છો. જરૃર છે, તો ફક્ત નવીન વિચારધારા અને અથાગ મહેનતની. અપાર સફળતા પ્રાપ્ત કરવી અર્જુન દ્વારા માછલીની આંખ વીંધવા જેવું છે, જેમાં લક્ષ્ય પર તમારી નજરો સીધી હોય. બસ પછી સફળતા તમારા ચરણોમાં હશે.

    ✦ ✦ ✦

    3

    બીજાઓની સફળતાને છોડો,

    પોતાની સફળતાના માર્ગ પર ધ્યાન આપો

    સફળ થવાનો બીજો એક નૂસખો છે કે બીજાઓની ગતિવિધિઓ અને વિકાસ પર ધ્યાન ન આપો. તમારું ધ્યાન તમારી ખુદની સફળતા પર કેન્દ્રિત હોવું જોઈએ. પોતાના મિત્રો, સગા-સંબંધીઓ તેમજ તમારાથી જોડાયેલા અન્ય વ્યક્તિઓની સપળતા વિશે વિચારતા રહેવાથી ફક્ત પોતાના સમય, સામર્થ્ય અને ઊર્જાની બરબાદી છે, બીજું કશું નહીં. એનાથી સારું છે કે તમે વિભિન્ન કાર્યક્ષેત્રોમાં ખુદને સ્થાપિત કરી પોતાની ઓળખ બનાવો. પોતાની સફળતાથી બીજાઓ માટે એક ઉદાહરણ બનો. આ વાત પર ગંભીર ચિંતન કરો કેમ કે મોટાભાગના લોકો કાં તો બીજાઓની સફળતાના રાગ આલાપતા રહે છે અથવા પછી એમનાથી ઈર્ષ્યા કરવામાં પોતાનો સમય અને ઊર્જા નષ્ટ કરે છે. આથી બીજાઓની ચિંતા છોડી પોતાનું લક્ષ્ય

    Enjoying the preview?
    Page 1 of 1