Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ભાવના સુધારે ભવોભવ
ભાવના સુધારે ભવોભવ
ભાવના સુધારે ભવોભવ
Ebook94 pages37 minutes

ભાવના સુધારે ભવોભવ

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ધર્મ અને ધાર્મિક ક્રિયામાં ઊંડા ઉતરેલા હોવા છતાંપણ આપણી વર્તણુંકમાં કેમ તેનું પ્રતિબિંબ પડતું નથી? શું તમે તેનાથી નાસીપાસ થયેલા અને મૂંઝાયેલા નથી? આની પાછળનું કારણ શું છે? પરમ પૂજ્ય દાદાશ્રીએ આવી મુંઝવણની પાછળના રહસ્યની ચોખવટ કરી છે. તેઓ કહે છે, બધું આચરણ અને વર્તણુંક એ ગયા અવતાર માં સેવેલા કારણોનાં ફળરૂપે છે. તે પરિણામ છે. ભાવ શબ્દ એ ઊંડા અંતરના હેતુ માટે છે, તે દેખાતો નથી. આ ભાવ એટલે કારણ. પરિણામ કોઈ બદલી ના શકે. જો કારણ બદલાશે તો પરીણામ બદલાશે. પરમ પૂજ્ય દાદાશ્રીએ બધા શાસ્ત્રો નો સાર કાઢીને આપણને નવ કલમો રૂપે આપ્યો છે. આ નવ કલમો એ પાયાના સ્તરેથી ભાવ બદલવા માટેની ચાવીઓ છે. શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી પણ ભાવમાં આવો બદલાવ નહિ આવે. હજારો લોકોએ આ કલમોના સરળ સંદેશથી ફાયદો મેળવ્યો છે. આ નવ કલમો બોલ્યા કરવાથી, અંદરના નવા કારણ સંપૂર્ણપણે બદલાય છે અને પોતે આજ જીવનમાં આંતર શાંતિ મેળવે છે. તે પોતાનાં જીવન માંથી બધી નકારાત્મકતા ધોઈ નાખશે. આ બધા ધર્મ નો સાર છે. મુક્તિ નો પંથ - આધ્યાત્મિક પ્રગતિ પછી સરળ થશે.

Languageગુજરાતી
Release dateJul 21, 2016
ISBN9789385912368
ભાવના સુધારે ભવોભવ

Related to ભાવના સુધારે ભવોભવ

Related ebooks

Reviews for ભાવના સુધારે ભવોભવ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ભાવના સુધારે ભવોભવ - Dada Bhagwan

    www.dadabhagwan.org

    દાદા ભગવાન પ્રરૂપિત

    ભાવના સુધારે ભવોભવ

    (સાર, તમામ શાસ્ત્રોનો)

    (નવ કલમો)

    સંકલન : ડૉ. નીરુબેન અમીન

    ©All Rights reserved - Deepakbhai Desai

    Publisher: Dada Bhagwan Aradhana Trust

    સંપાદકીય

    સવારથી સાંજ સુધી ઘરમાં, વ્યવહારમાં કે બહાર લોકોનાં મોંઢે સાંભળવા મળ્યા જ કરતું હોય છે કે આમ નથી કરવું છતાં થઈ જાય છે ! આમ કરવું છે છતાં થતું નથી ! ભાવના ખૂબ છે, કરવાનો ખૂબ પાકો નિશ્ચય છે, પ્રયત્નોય છે, છતાં થતું નથી !

    તમામ ધર્મ ઉપદેશકોની કાયમી ફરિયાદ સાધકો માટે હોય છે કે અમે જે કહીએ તે તમે પચાવતાં નથી. શ્રોતાઓ પણ હતાશાથી મૂંઝાતા હોય છે કે કેમ વર્તનમાં આવતું નથી, આટલું આટલું ધર્મનું કર્યા છતાંય ! એનું રહસ્ય શું ? ક્યાં અટકે છે ? કઈ રીતે એ ભૂલને ભાંગી શકાય ?

    પરમ પૂજ્ય દાદાશ્રીએ આ કાળનાં મનુષ્યોની કેપેસિટી જોઈને તેમને લાયક આનો ઉકેલ નવા જ અભિગમથી તદ્ન વૈજ્ઞાનિક ઢબે આપ્યો છે. પૂજ્ય દાદાશ્રીએ વૈજ્ઞાનિક ફોડ પાડ્યો કે વર્તન એ પરિણામ છે, ઇફેક્ટ છે અને ભાવ એ કારણ છે, કોઝ છે. પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે ! કારણ બદલવા હવે આ ભવમાં નવેસરથી ભાવ બદલો. એ ભાવ બદલવા પૂજ્યશ્રીએ નવ કલમો ભાવવાની શીખવાડી છે. તમામ શાસ્ત્રો જે ઉપદેશ આપે છે છતાંય જે પરિણમતું નથી, તેનો સાર પૂજ્યશ્રીએ નવ કલમો દ્વારા ધરમૂળથી ફેરફાર કરવાની ચાવીરૂપે આપી દીધો છે. જેને અનુસરીને લાખો લોકોએ આ જીવનનું તો ખરું જ પણ ભવોભવનું સુધારી લીધું છે ! ખરી રીતે આ ભવમાં બાહ્ય ફેરફાર ના થાય પણ આ નવ કલમોની ભાવના ભાવવાથી મહીંના નવા કારણો સદંતર બદલાઈ જાય છે અને અંતરશાંતિ જબરજસ્ત વર્તાય છે ! બીજાનાં દોષો જોવાના બંધ થાય છે, જે પરમ શાંતિને પમાડવાનું પરમ કારણ બની જાય છે ! અને એમાંય ઘણાંખરાંને તો પૂર્વેની નવ કલમોની નજીકની ભાવના ભાવેલી, તે આજની આ લીંકમાં જ પરિણમીને તુર્ત જ અત્યારે જ વર્તનમાં લાવી નાખે છે !

    કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો માત્ર તે માટે પોતાની અંદર રહેલા ભગવાન પાસેથી શક્તિઓ માંગ માંગ કર્યે રાખવાની, જે ચોક્કસ ફળ આપે જ.

    પરમ પૂજ્ય દાદાશ્રી પોતા વિશે કહે છે કે ‘આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.’

    ઘણા સાધકોને મહીં માન્યતા દ્રઢ થઈ જાય છે કે હું આ નવ કલમો જેવું બધું જાણું છું ને એવું જ મને રહે છે. પણ તેને પૂછીએ કે તમારાથી કોઈને દુઃખ થાય છે ? ઘરનાં કે નજીકનાને પૂછીએ તો હા પાડે. એનો અર્થ એ જ કે આ સાચું જાણેલું ના કહેવાય. એ જાણેલું કામ લાગશે નહીં. ત્યાં તો જ્ઞાની પુરુષે પોતાના જીવનમાં જે સિદ્ધ કરેલું હોય, તે અનુભવગમ્ય વાણી દ્વારા આપેલું હોય તો ક્રિયાકારી થાય. એટલે એ ભાવના જ્ઞાની પુરુષની આપેલી ડિઝાઈનપૂર્વકની હોવી જોઈએ, તો જ કામ લાગે ને મોક્ષના માર્ગે સ્પીડી પ્રોગ્રેસ કરાવે ! અને અંતે ત્યાં સુધી પરિણામ આવે કે પોતાનાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય ! એટલું જ નહીં પણ નવ કલમોની ભાવના દરરોજ ભાવવાથી કેટલાંય દોષો ધોવાઈ જાય છે ! અને મોક્ષમાર્ગે આગળ વધાય છે !

    -

    Enjoying the preview?
    Page 1 of 1