Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Haar Ke Baad Hi Jeet Hai
Haar Ke Baad Hi Jeet Hai
Haar Ke Baad Hi Jeet Hai
Ebook298 pages2 hours

Haar Ke Baad Hi Jeet Hai

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

It is well known fact that the truest wisdom is a resolute determination and you might have heard the legend of an old man who dared to dream to build a path, tearing apart the mountains. The rocksteady determination of the aged even puts God in wonder and forced him to help the old man to achieve his 'impossible' dream. It is an inevitable fact that for achieving big needs it is must to dream bigger. Any dream doesn't become reality through magic; it takes sweat, hard work and bold determination. It teaches us that let us not be content to wait and see what will happen, but give us the determination to make the right things happen. Whatever you can do or dream you can, begin it. 'No Dream Too Big' is an unique attempt on the world of determination and self motivation which prove that the inner strength has power and magic in it. Try it now. Search youself within 'you'.
Joginder Singh, the top cop under Indian Police Service is the former Director of CBI. A widely acclaimed author of repute, he is also known as a renowned motivator on self help and personality development skills. Largely invited in various national and international seminars, TV channels ans talk shows, Mr. Singh is a celebraterd figure whose path breaking motivated suggestions toward society, youth and the nation are worth to follow.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352618705
Haar Ke Baad Hi Jeet Hai

Related to Haar Ke Baad Hi Jeet Hai

Related ebooks

Reviews for Haar Ke Baad Hi Jeet Hai

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Haar Ke Baad Hi Jeet Hai - Joginder Singh

    ?

    અદ્ભુત પરિણામ મેળવવા માટે

    સમયનું આયોજન કેવી રીતે કરશો ?

    સમય એક એવી વસ્તુ છે, જે પ્રત્યેક વ્યક્તિને સમાન માત્રામાં મળી છે. કેટલાક વ્યક્તિ આના યોગ્ય અને વિવેકપૂર્ણ પ્રયોગથી પોતાના વ્યવસાય ઉદ્યોગ કે પસંદ કરેલા કાર્યક્ષેત્રમાં ઊંચાઈઓ સુધી પહોંચી જાય છે, તો કેટલાક વિદ્યાર્થી, આ જ ચોવીસ કલાકના બુધ્ધિશાળીપૂર્ણ ઉપયોગથી સરકારી કે અંગત ક્ષેત્રમાં ઉચ્ચપદ પર સુરક્ષિત કરી શકે છે. અહીંયા આપેલા સૂઝાવોનું પાલન કરીને, દરેક વ્યક્તિ ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે. આ સૂચી ફક્ત વિસ્તારપૂર્વક છે, અંતહીન નથી. સમયના પ્રયોગની યોગ્ય રીત એ જ છે કે એનું પહેલા આયોજન કરી લો, તમે એનો ઉપયોગ ક્યાં કરવા ઈચ્છો છો. તેમ છતાં ધ્યાન આપો કે એ જ બાબતો પર સમયનો વ્યય થાય, જે તમારા માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે.

    જો આપણે યોજના બનાવવામાં અસફળ છીએ, તો આપણે અસફળ થવાની યોજના બનાવી રહ્યાં છીએ. યોગ્ય સમય આયોજન માટે, આયોજનનું સાધન અપનાવવાથી સમયની બરબાદી નથી થતી.

    હું આખા દિવસમાં કરવામાં આવનારા કાર્યોની સૂચી પહેલાથી જ તૈયાર કરી લઉં છું, ક્યારેક-ક્યારેક તો સાંજે અથવા અડધી રાત્રે પણ નોંધ કરી લઉં છું. મેં મારા સેક્રેટરીને પણ કહી રાખ્યું છે કે તે કરવામાં આવનારા કાર્યો અને મુલાકાતોને સમય પર પોતાની ડાયરીમાં લખવાની સાથે-સાથે, સ્ટડીમાં મારા કેલેન્ડર પર પણ નોંધ કર્યા કરે. મેં કૉમ્પ્યૂટરને પણ એ રીતે પ્રોગ્રામ કરી રાખ્યું છે કે તે મને જરૃરી કામોની યાદ અપાવી દે. ઈ-મેઈલ એકાઉન્ટ પરથી મને દરરોજ એક ઈ-ઈમેલ આવી જાય છે, જેમાં રોજેરોજની મુલાકાતો, આમંત્રણ અને જરૃરી કામોની સૂચી હોય છે.

    જ્યારે પણ પોતાના જીવન, કાર્ય કે સમયને વ્યવસ્થિત કરો, તો એ પ્રકારે કરો કે એ તમને સરળતાથી સમજમાં આવે અને તમારી પ્રભાવ ઉત્પાદક્તામાં પણ વૃધ્ધિ થાય. હું મારા દિવસની શરૃઆતમાં સૌથી પહેલાં મારા સ્ટડી અને ડ્રોઈંગ રૃમને વ્યવસ્થિત કરૃં છું કેમ કે મારો અડધો દિવસ ત્યાં જ વીતે છે. તમે જે કંઈ પણ કરો, તમારે પહેલેથી જ નક્કી કરેલા કાર્યો કરવામાં જ સમય વિતાવવો જોઈએ. પરંતુ એ ધ્યાન રાખો કે તમારા લક્ષ્ય નિશ્ચિત, યોગ્ય, વાસ્તવિક તથા મેળવવા યોગ્ય હોય. આપણે સતત લક્ષ્યોને આ સંદર્ભોમાં તપાસતા રહેવું જોઈએ.

    બહુ લોકો એવાં છે, જેઓ જીવનમાં આવનારી બધી વસ્તુઓને અપનાવી લે છે. પરિણામે આવા લોકો ક્લાંત જીવન જીવે છે. જીવનનો ઉદ્દેશ્ય કોઈપણ પડાવથી વધારે નથી, જયાં સુધી આપણે ક્યારેય પણ કે નિશ્ચિત સમયમાં પહોંચવા ઈચ્છીએ છીએ.

    જ્યારે હું નોકરીમાં આવ્યો, તો એ પણ જાણતો ન હતો કે કેટલી ઊંચાઈઓ સુધી પહોંચી શકતો હતો. મારો ઉદ્દેશ્ય ફક્ત એ જ હતો કે એ સમયે આપવામાં આવેલા કાર્યને મહેનત અને પ્રામાણિકતા સાથે નિભાવતાં, એક સકારાત્મક પહેલની સાથે સફળતામાં બદલી નાખું. આ જ વિચારધારાએ મને પ્રશંસા અને સન્માન મેળવવામાં મદદ કરી. મને આપવામાં આવેલા બધાં કામોમાં હું વિશ્વાસપાત્ર મનાવા લાગ્યો.

    આપણે આ વાત હંમેશા મગજમાં રાખવી જોઈએ કે કોઈપણ જન્મજાત સંપૂર્ણ નથી હોતો. આપણે અરસ-પરસ શીખવું જોઈએ, બીજાઓની ભુલો અને સફળતાના રહસ્યોથી પાઠ ભણવો જોઈએ. આની સાથે એ પણ ધ્યાન રહે કે આપણે આપણી મહત્ત્વાકાંક્ષા અનુસાર જ જીવન વ્યતિત કરીએ. બની શકે છે કે તમારા ઉદ્દેશ્યના માર્ગમાં મોટાથી મોટી બાધાઓ આવે, પરંતુ કશં પણ અસંભવ નથી હોતું. જો કોઈ સમસ્યા આવી પડે તો અડધં-અધુરું જીવન જીવવાને બદલે તેનો હિંમતથી સામનો કરો.

    સૌથી ઉત્તમ સફળતા એટલી સરળતાથી હાથમાં નથી આવતી. અથાગ પ્રયત્નો અને દૃઢતાના રૃપમાં ભારે કિંમત ચૂકવવી પડે છે. વર્તમાન જીવન આપણાં જ પ્રયત્નોનું ફળ છે. એ આપણાં પર નિર્ભર કરે છે કે આપણે એને કેવી રીતે ઘડીને, નિખારીને સુધારી શકીએ છીએ.

    આપણે જે કાંઈ પણ કરીએ; એને સૌથી વધુ પ્રભાવી અને ઉત્પાદકતાની રીતથી કરવું જોઈએ. આ બધં સમયના યોગ્ય અને રચનાત્મક ઉપયોગથી જ સંભવ છે.

    આપણે માર્ગમાં આવતી અડચણોને બદલે, પોતાના લક્ષ્યોને સાથે લઈને આગળ વધવાનું છે. બાધાઓ તો દરરોજ આવશે. એક ઈતાલવી અર્થશાસ્ત્રી પરેટોએ ૮૦/ર૦ નો ખૂબ જ સરસ નિયમ આપ્યો છે. આને આપણે આપણાં લક્ષ્યોની સાથે-સાથે સમય પ્રબંધન પર પણ લાગૂ કરી શકીએ છીએ. એમાં એ વાતની ઓળખ પણ સામેલ છે કે કઈ ર૦ ટકા ઉપલબ્ધિ સદુપયોગથી, ૧૦૦ ટકા સામૂહિક પરિણામોની વિરૃધ્ધ પ્રાપ્ત લક્ષ્યોથી ૮૦ ટકા ઉપલબ્ધિ, સમૃધ્ધિ અને પ્રસન્નતા પ્રાપ્ત થશે. એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આ ૮૦/ર૦ નિયમ તમારા જીવનના ઉદ્દેશ્યોના કુલ અને સંપૂર્ણ ઉદ્દેશ્ય સાથે એકરેખીય હોવો જોઈએ.

    ૮૦/૨૦ નો નિયમના ફક્ત લક્ષ્યો માટે મહત્વપૂર્ણ છે, પરંતુ આ એ ૮૦/ર૦ પદ કે સમય આયોજનના પદ માટે પણ અર્થ રાખે છે, જેને આપણે આપણી મહત્ત્વાકાંક્ષાઓ સાકાર કરવા માટે પ્રયોગમાં લાવવાનો છે.

    આપણાં પડાવ સુધી પહોંચવાની એકથી એક વધારે રીતો હોઈ શકે છે. જો આપણે કોઈ એવી પહેલ પસંદ કરીએ છીએ, જેમાં થોડા વધારે પ્રયત્ન કરવા પડે, તો નિશ્ચિતરૃપથી આપણે થોડું પ્રશંસનીયપદ પસંદ કર્યું છે. બીજા રસ્તાઓ પર, અથાગ મહેનત અને ધગશ ઉપરાંત એટલા સારા પરિણામો હાથમાં નહીં આવી શકે. નિઃસંદેહ જેટલો ગોળ નાંખીશુ, એટલું જ ગળ્યં થશે. કેટલાક લોકો એવા પણ હોય છે, જેઓ થોડા પ્રયત્નોથી વધારે પરિણામ મેળવી શકે છે.

    પ્રાથમિકતા આપવી અને કાર્યોની સૂચી બનાવવી પણ વધારે અર્થપૂર્ણ છે. પ્રાથમિકતાઓ અનુસાર કામની યાદીમાં ફેર-બદલી કરતાં રહો. તમે એક દૈનિક કાર્યની યાદી બનાવી શકો છો, અથવા આ મહિનાની અથવા લાંબા સમય સુધીની યાદી હોઈ શકે છે.

    આપણે ભલે જે કંઈ પણ કરીએ, પરંતુ આપણે અનપેક્ષિત વિધ્નો માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ, કેમ કે એ જીવનનો એક ભાગ છે. આ અનપેક્ષિત વિધ્નો માટે પણ થોડો સમય બચાવીને રાખો. અચાનક જ કોઈ નજીકનો મિત્ર મળવા આવી શકે છે, તમારો સાથી ફોન કરી શકે છે અથવા કોઈ રૉન્ગ નંબર પણ તમારી એકાગ્રતા ભંગ કરી શકે છે.

    આપણાં બધાનો એક ઉત્તમ જૈવિક સમય હોય છે, જ્યારે આપણી ક્ષમતા શિખર પર હોય છે. કેટલાક લોકો દિવસે વધારે સારૃં કામ કરી શકે છે, તો કેટલાક રાત્રે. હું રોજ બપોરે બે વાગ્યા પછી કામ કરૃં છું, જે રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલે છે. હું બપોર પહેલાં કોઈપણ કામનો વાયદો નથી કરતો. મારા યોગ્ય સમયમાં સૌથી પહેલાં હું ઉચ્ચ પ્રાથમિકતાનું કાર્ય કરું છુ. ઈશ્વર સિવાય કોઈ સંપૂર્ણ ન હોય, પરંતુ આપણે શ્રેષ્ઠ કામ તો કરી જ શકીએ છીએ. શ્રેષ્ઠ અને સારા સમય આયોજનનું એક અંગ એ પણ છે કે જે નાના-મોટા કાર્યોનું કોઈ દીર્ધકાલીન મૂલ્ય ન હોય, એને ભૂલી જવું જોઈએ અથવા કોઈ બીજાને સોંપી દેવં જોઈએ.

    સમય આયોજનની એક બીજી ટેકનીકથી પણ વધારે લાભ થાય છે. તે છે, સમય નષ્ટ કરનારી ગતિવિધિઓને ના કહેવી, આ એ ગતિવિધિઓ છે જે તમારા લક્ષ્યોની પ્રાપ્તિમાં ક્યારેય મદદરૃપ નથી હોતી. જો કે, એ ધ્યાનમાં રહે કે તમારે સંકોચથી નહીં, પરંતુ પૂરી વિનમ્રતાથી ના કહેવાની છે.

    ખુદથી બુધ્ધિમત્તાપૂર્વક આયોજન, ઉત્પાદકતામાં ચાર ગણી વૃધ્ધિ કરી શકે છે. બહુધા આપણે આપણાં કાર્યસ્થળ પર પહોંચવા માટે કલાકો લગાવવા પડે છે. ઉત્તમ થશે કે સફર દરમિયાન કોઈ સારી વાંચન સામગ્રીના એક-બે અધ્યાય વાંચી લેવાય. હું તો પહેલેથી જ નક્કી કરી લઉં છુ કે યાત્રાનો સમય કેવી રીતે વીતાવીશ. જો પ્લેન, કાર કે ટ્રેનમાં જાઉં તો, લેપટોપ પર કામ કરૃં છું અથવા પુસ્તકનો આગળનો અધ્યાય કે લેખ તૈયાર કરૃં છું. ત્યાં સુધી કે સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરતા સમયે પણ કાગળનો ઉપયોગ કરીને, આગળની મુલાકાતો અને કામોની નોંધ કરી લઉં છું.

    સમય પોતે કશું જ નથી, જ્યાં સુધી તમે એનો ઉપયોગ નથી કરતાં, આપણે સમયનો એક ઉપયોગી સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ. જે સમય વીતી ગયો, એ નષ્ટ થયેલા સમય પર પસ્તાવો ના કરો, આનાથી તો ઓર વધારે સમય બરબાદ થશે. જે કામ કરવં છે, બસ એને શરૃ કરી દો.

    ***

    ઉત્તમ પરિણામો માટે ૮૦/ર૦

    નિયમનો પ્રયોગ કેવી રીતે કરશો ?

    ઝડપથી ભાગતી-દોડતી જિંદગીમાં, એકથી બીજી મુલાકાતમાં અથવા એકથી બીજા કામમાં મગ્ન થતાં-થતાં, આપણે એ ભૂલી જઈએ છીએ કે જીવનને પ્રસન્નતાપૂર્વક જીવવં અને એનો આનંદ લેવો જ આનો આધારભૂત ઉદ્દેશ્ય છે.

    પરેટોનો નિયમ કહે છે કે ર૦ ટકા પ્રયત્નોથી,૮ ટકા પરિણામ આવે છે. તેમ છતાં જ્યારે આને આપણાં જીવનમાં ઉતારવાની વાત આવે છે, તો આપણે બહુધા આ ખાસ નિયમને વણદેખ્યો કરીએ છીએ. આ નિયમના પ્રભાવ પ્રયોગથી આપણે એક સારૃં જીવન મેળવી શકીએ છીએ. આ ૮૦/ર૦ ના નિયમને આપણી કારકિર્દી, સંબંધો, સ્વાસ્થ્ય, આદતો, લક્ષ્યોની પ્રાપ્તિ, ઉત્પાદકતા ભાવ અને લગભગ બધી જ ગતિવિધિ પર લાગૂ કરી શકીએ છીએ.

    જો કે,આ નિયમ કામ વહેંચવા કે પોતાના કામથી વધારે કરવા પર લાગૂ નથી થતો. ઉદાહરણ તરીકે હું જ્યારે પણ ઘરની બહાર જાઉં છું, તો બહારના બધાં કામોની યાદી બનાવી લઉં છું, પછી એ બજારના હોય કે કોઈની સાથે મુલાકાત કરવાની હોય. ત્યાં સુધી કે સવારની સહેલ કરવા કે નહાવા જતાં સમયે પણ હું આ નિયમનો પ્રયોગ કરૃં છું. હું આ સમય દરમિયાન, ડિઝીટલ રેકોર્ડર અથવા કેસેટ પ્લેયર્સ પર મારી સકારાત્મક ચિંતન સાથે જોડાયેલી પુસ્તકો સાંભળં છું.

    નિઃસંદેહ આ યાંત્રિક અને અવચેતનરૃપથી થાય છે, મને અહેસાસ સુધ્ધાં થતો નથી કે હું શું કરી રહ્યો છું. હું મારા લક્ષ્યો અને પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત રહેવા માટે બિનજરૃરી કામોને વણદેખ્યા કરૃં છું અથવા બીજા પાસેથી કરાવી લઉં છું. મારો અંગત સેક્રેટરી અને ડ્રાઈવર આ રીતે બધા કામ પતાવી લે છે.

    સાથે-સાથે, હું ગુણવત્તાથી ભરપૂર કામનો આનંદ લઉં છું. હું પૂરો પ્રયત્ન કરું છું કે નકારાત્મક્તાથી દૂર રહું તથા એમની સાથે રહું, જેઓ મને પસંદ છે. આપણે જે કાંઈ પણ કરીએ, આપણે આપણાં લક્ષ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. આપણી પ્રતિક્રિયા અને ઉપલબ્ધિના વિષયમાં પણ સાવધાન રહેવું જોઈએ.

    ઉત્તમ રીત એ હશે કે આપણે જે પણ મેળવવા ઈચ્છીએ છીએ, એ નાનામાં નાની અને મોટામાં મોટી ઉપલબ્ધિઓની યાદી બનાવી લઈએ. હવે ઓળખો કે કયા લક્ષ્ય ૮૦/ર૦ના નિયમમાં ફીટ થાય છે. આ એ ર૦ ટકા લક્ષ્ય છે, જે પ્રાપ્ત થવા પર ૮૦ ટકા સંતોષ કે પ્રસન્નતા આપશે. કેટલીક વખત એ નિરીક્ષણ કરવું પણ જરૃરી થઈ જાય છે કે આપણે આપણાં ઉદ્દેશ્યો પર ચાલી રહ્યાં છીએ કે નહીં.

    નિઃસંદેહ આપણાં ઉદ્દેશ્યો આપણાં પર્યાવરણ અને પ્રભાવો પર વધારે હદ સુધી નિર્ભર કરે છે. આપણાં લક્ષ્યો અને ઉદ્દેશ્યો પ્રત્યેના જવાબ આપણાં મિત્રો, માતા-પિતા, ધાર્મિક અને અધાર્મિક પાલનપોષણ દ્વારા વિકાસ થતાં હોય છે.

    છતાં પણ, જો આપણે ભરપૂર ઝનૂન, સ્નેહ અને ઉમંગ સાથે નથી જીવી રહ્યાં, તો આપણું જીવન લક્ષ્ય આપણાં ઉદ્દેશ્યની સાથે એકરેખીય નથી. બધાં મનુષ્યોના ઉદ્દેશ્યો સરખાં નથી હોતા. એમ પણ સમય-સમય પર ઉદ્દેશ્ય બદલાઈ પણ શકે છે. એક ઉદ્દેશ્ય પૂરો થયા પછી આપણે ઉત્તમ ઉદ્દેશ્ય કે મહત્ત્વાકાંક્ષા તરફ જવા ઈચ્છીએ છીએ. આ એક સતત ચાલવાવાળો પ્રશ્ન છે, જેનો આપણે જવાબ શોધતાં રહીએ છીએ.

    આપણે ૮૦/ર૦ ના નિયમોને ધ્યાનમાં રાખીને, સૌથી પ્રભાવી શસ્ત્ર બનાવવું જોઈએ. રસ્તો ભલે કોઈપણ પસંદ કરો, પગલું ઉઠાવ્યા પછી ખુદને એવા માનસિક વિધ્નમાં ના નાંખો કે તમે સફળ નહીં થઈ શકો. પ્રભાવી અને ઉત્તમ રસ્તો પસંદ કરવાનો કોઈ નિશ્ચિત ફોર્મ્યૂલા નથી હોતો. તમારે તમારી ભૂલો પાસેથી પાઠ ભણીને અને ભુલ/સુધાર વિધિ દ્વારા એને શોધવાનું છે.

    ***

    હંમેશા ઊંચાઈઓ પર અને

    પ્રસન્નચિત્ત કેવી રીતે રહેશો ?

    જો તમે ઈચ્છો છો કે તમે ઊંચાઈઓ પર હોવ અને પ્રસન્નચિત્ત રહો, તો એની એક રીત છે, હંમેશા બીજાઓને પ્રસન્ન રાખો. બીજાઓની મદદ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમે આને પોતાની પ્રાથમિકતાઓ, વચનબધ્ધતાઓ અને જરૃરતોની કિંમતો પર કરો છો, તો તમે હંમેશા અપ્રસન્ન અનુભવ કરશો. તમને એ વાતનો પણ અહેસાસ થશે કે તમે તમારાં ઈચ્છિત લક્ષ્યો, ઈચ્છાઓ અને ઉદ્દેશ્યોની હાંસલ નથી કરી રહ્યાં.

    આની સાથે સાથે, તમને સુનિશ્ચિત સમય અંતરાલની સાથે, સુનિશ્ચિત લક્ષ્યોની પણ જાણકારી હોવી જોઈએ. તમારી વચનબદ્ધતાના સ્તર, ઉત્સાહ અને પ્રેરણામાં પણ મેળ હોવો જરૃરી છે. મોટા લક્ષ્યો મેળવવા છે, તો પગલાં ઉઠાવવાં પડશે. તમારા માર્ગમાં આવનારા બધા વિધ્નો પર હાવી થવા, એનો સામનો કરવા અને એના પર વિજય મેળવવાનું સાહસ હોવું જોઈએ.

    પરાજિતોથી દૂર રહો :ઊંચાઈઓ પર રહેવાની એક રીત એ પણ છે કે તમે પરાજિત (હારેલાં) અને નકારાત્મક લોકોનો સાથ છોડી દો, કેમ કે તેઓ હંમેશા એ જ દેખાડવાનો પ્રયત્ન કરતાં રહે છે કે તમે કોઈ કામને કેમ નથી કરી શકતા અથવા તમે તમારા લક્ષ્યને કેમ નથી મેળવી શકતાં. આવા હારેલાં વ્યક્તિઓના દળનો ભાગ ના બનો, કેમ કે આમનામાંથી કેટલાકને બદલવાનું શક્ય જ નથી હોતું. જો તમે એમની સાથે રહેશો તો નકારાત્મકતાની ઝપટમાં આવતાં વાર નહીં લાગે.

    સતત શીખતાં રહો : તમારે સતત કંઈને કંઈક શીખતાં પોતાની જાણકારી વધારતા રહેવં જોઈએ. ખુદમાં સુધાર લાવવાનો આ જ એકમાત્ર ઉપાય છે. જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. તમે જેટલું ઈચ્છો એટલું શીખી શકો છો. જો તમે માનો છો કે તમે બધું જ શીખી લીધું છે, અને તમારે કશું પણ શીખવાની જરૃર નથી, તો જાણી લો કે તમે તમારી કારકિર્દીનો મૃત્યુલેખ લખી દીધો છે. જો સફળ થવાની ઈચ્છા રાખો છો, તો કામોને યોગ્ય રીતે કરવા માટે સમય લગાવવો પડશે. વધારેમાં વધારે શીખતાં રહેવું પડશે, જેથી એક સફળતાથી બીજી

    Enjoying the preview?
    Page 1 of 1