Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

અચાનક
અચાનક
અચાનક
Ebook230 pages2 hours

અચાનક

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

મારા પ્રિય વાચક મિત્રો, નમસ્કાર!

હું ગ્રીષ્મા પંડ્યા,આપ સર્વેએ મારી અનુભૂતિ, અવિરત કૃતિઓનો રસાસ્વાદ માણ્યો જ છે. આપે આપેલા બોહળા પ્રતિસાદને લીધે હવે આપ સર્વ સમક્ષ અચાનક, કે જે મારી નવલિકા છે તે રજૂ કરવા જઈ રહી છું તેથી મને ગર્વની લાગણી થાય છે. પ્રથમથી જ આપ સૌનો આભાર પ્રગટ કરી લઉં છું.

 

હવે થોડું 'અચાનક' વિશે જોઈએ. મારી આ રચના એક નવલિકા સ્વરૂપે છે. ખૂબ ઓછા પાત્રોની આસપાસ મારી આ વાર્તા વીંટળાયેલી રહે છે. આ કાલ્પનિક વાર્તાની કથાવસ્તુમાં, વાર્તાની મુખ્ય નાયિકા લોપા પોતાની આસપાસ ગોઠવાયેલા સંબંધો કેવી રીતે જાળવે છે, સાચવે છે, કદી કળથી ને કદી બળથી અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો તે કેવી રીતે સામનો કરે છે અને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી હોવા છતાં સ્વજનોનો સાથ, સહકાર, પ્રેમ, લાગણી એ કેવી રીતે પામે છે? ક્યારેક રોષ તો ક્યારેક દોષ, ક્યારેક લાગણી અને માગણીમાં અટવાતી લોપા આખરે પોતાનું જીવન સામાન્ય બનાવી શકશે? પોતાની અંતરંગ સખી રાવી શું તેને મદદ કરી શકશે? બંને સખીઓના લાગતા ભિન્ન જીવન શું એકબીજા સાથે જ વણાયા છે? બંને સખીઓ વિભિન્ન રીતે પોતપોતાના જીવનનો ખાલીપો દૂર કરી શકશે? આ સઘળું જ 'અચાનક'ના વાંચન પછી આપ સર્વે મિત્રોને જાણવા મળશે. આ વાંચ્યા પછી હર હંમેશની જેમ આપના તરફથી મળતા અભિપ્રાય અને પ્રતિભાવ તો આવકાર્ય છે જ. અસ્તુ!

 

મારી નવલિકા નું નામ અચાનક શા માટે?

અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું . અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો બનવું. અચાનક સુરજથી અંજાયેલી આંખને શાતા આપતો પૂનમનો ચાંદલિયો બનવુ. અચાનક વિટંબણાથી વીંટળાયેલી જિંદગીને શાંત અને સરળ બનાવવી.

Languageગુજરાતી
Release dateOct 25, 2023
ISBN9798223423966
અચાનક

Related to અચાનક

Related ebooks

Reviews for અચાનક

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    અચાનક - Grishma Pandya

    Copyright © 2023 Grishma Pandya

    All Rights Reserved.

    This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations  embodied  in critical   articles and reviews.

    The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Acganak. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book. 

    સ્મરણાંજલિ

    સ્વ. શ્રી ગીરીશભાઈ દેસાઈ - પિતાશ્રી

    સ્વ. શ્રી નીતિનભાઈ પંડ્યા મારા ""

    સ્વ. સુશીલાબેન સાસુજી

    સ્વ. શ્રી ઠાકોરલાલ પંડ્યા. સસરાજી

    સ્વ. સુનિતા પંડ્યા દેરાણી

    સ્વ. દીપ્તિબેન નણંદ

    આ સૌને સ્મરણ સાથે મારા વંદન

    • અચાનક

    • કૉપિરાઇટ ૨૦૨૩ © ગ્રીષ્મા પંડ્યા

    • અચાનક

    • ગ્રીષ્મા પંડ્યા

    • કિંમત – 260 /-

    •  ISBN

    • પ્રકાશન

    નિર્મોહી પ્રકાશન

    મહેસાણા, ગુજરાત.

    મો. નં. – 9624244390

    ઇમેલ આઇડી – nirmohimagazine@gmail.com

    પ્રસ્તાવના

    મારા પ્રિય વાચક મિત્રો, નમસ્કાર!

    હું ગ્રીષ્મા પંડ્યા. આપ સર્વેએ મારી અનુભૂતિ, અવિરત કૃતિઓનો રસાસ્વાદ માણ્યો જ છે.આપે આપેલા બોહળા પ્રતિસાદને લીધે હવે આપ સર્વ સમક્ષ અચાનક, કે જે મારી નવલિકા છે તે રજૂ કરવા જઈ રહી છું તેથી મને ગર્વની લાગણી થાય છે. પ્રથમથી જ આપ સૌનો આભાર પ્રગટ કરી લઉં છું.

    હવે થોડું 'અચાનક' વિશે જોઈએ. મારી આ રચના એક નવલિકા સ્વરૂપે છે. ખૂબ ઓછા પાત્રોની આસપાસ મારી આ વાર્તા વીંટળાયેલી રહે છે. આ કાલ્પનિક વાર્તાની કથાવસ્તુમાં, વાર્તાની મુખ્ય નાયિકા લોપા પોતાની આસપાસ ગોઠવાયેલા સંબંધો કેવી રીતે જાળવે છે, સાચવે છે, કદી કળથી ને કદી બળથી અચાનક આવી પડેલી મુશ્કેલીઓનો તે કેવી રીતે સામનો કરે છે અને પોતાના જીવનમાં આવેલી મુશ્કેલી હોવા છતાં સ્વજનોનો સાથ સહકાર પ્રેમ લાગણી એ કેવી રીતે પામે છે, ક્યારેક રોષ તો ક્યારેક દોષ, ક્યારેક લાગણી અને માગણીમાં અટવાતી લોપા આખરે પોતાનું જીવન સામાન્ય બનાવી શકશે? પોતાની અંતરંગ સખી રાવી શું તેને મદદ કરી શકશે? બંને સખીઓના લાગતા ભિન્ન જીવન શું એકબીજા સાથે જ વણાયા છે? બંને સખીઓ વિભિન્ન રીતે પોતપોતાના જીવનનો ખાલીપો દૂર કરી શકશે ?આ સઘળું જ 'અચાનક' ના વાંચન પછી આપ સર્વે મિત્રોને જાણવા મળશે. આ વાંચ્યા પછી હર હંમેશની જેમ આપના તરફથી મળતા અભિપ્રાય અને પ્રતિભાવ તો આવકાર્ય છે જ અસ્તુ!

    મારી નવલિકા નું નામ અચાનક શા માટે?

    અચાનક આવી પડેલા ઝંઝાવાતમાંથી પસાર થવું. અચાનક ફૂટેલી હૈયાની લાગણીઓથી સહજ રહેવું. અચાનક તૂટેલા સપનાઓને ફરીથી જોડવાના પ્રયાસમાં રહેવું. અચાનક ધોમ ધગતા તાપમા કોઈનો શીતળ છાંયડો બનવું અચાનક સુરજ થી અંજાયેલી આંખને શાતા આપતો પૂનમનો ચાંદલિયો બનવુ.

    અચાનક વિટંબણાથી વીંટળાયેલી જિંદગીને શાંત અને સરળ બનાવવી.

    સ્વીકૃતિ

    મને મારા કાર્યમાં મદદ કરનારનો સૌ પ્રથમ હું આભાર માની લઉં.

    હેમલતા દેસાઈ મારી મમ્મી. મારી દરેક પ્રવૃત્તિઓમાં મને સાથ સહકાર હિંમત આપતી જ રહે છે અને આગળ વધવાની પ્રેરણા આપતી રહે છે.

    શ્રીમાન પ્રવીણભાઈ શુક્લ, જેઓએ મને આ તરફ પ્રયાણ કરવાની હિંમત અને માર્ગદર્શન આપ્યાં. સ્નેહા શુક્લા (મારી નાની બેન) હંમેશાં મારી પડખે રહીને મારું આત્મબળ વધાર્યું. મારા પુસ્તકના પ્રુફરીડિંગમાં પણ મને ખૂબ મદદ કરી છે. મૌલી અને કરણ (મારી દીકરી અને જમાઈ) એમણે પણ મારી હસ્તપ્રતો વાંચીને મને આત્મબળ આપ્યું છે. પાર્થ અને મંજુષા (મારા દીકરા વહુએ) મારી હસ્તપ્રતો રસપૂર્વક વાંચીને મને પ્રોત્સાહિત કરી છે. રૂપેશ પંડ્યા (મારા દિયર) હંમેશાં મારા અંગત કાર્યો માટે ખડે પગે હોય છે. મારી વ્હાલી સખી નીતા, મારી વ્હાલી સખી અતુલા, મારા અંતરંગ અને શુભેચ્છક શ્રીમાનજી ધીરેનભાઈ, આ દરેકે મને મારા લેખનના કાર્યોમાં હંમેશાં પ્રોત્સાહિત કરી છે.

    શુભેરછા સંદેશ

    આજના સામાજિક જીવનમાં સંબંધો કસોટીએ ચડતા હોય છે. ક્યારે, કોના, કેવા સંબંધ બંધાશે, મજબૂત બનશે કે ઘસાઈને તૂટશે એ કળવું મુશ્કેલ છે. સંબંધો જેવા અતિ નાજુક વિષય પર ગહન ચિંતન કર્યાનું, એમની આ નવલિકાના ચોટદાર લખાણથી જણાઈ આવે છે. કદી સર્વોચ્ચ શિખરે તો કદી ઉંડી ખાઈમાં ચડતા પડતા કે અખડાતા સંબંધોને સમજવા ટકાવવા, કેટલી મોટી સમજ સાથે જીવન જીવવું પડે છે તે એક કળા જ કહી શકાય. જેને લેખિકાએ હસ્તગત કરેલી હોવાનું પ્રમાણ એ જ એમની કૃતિ ‘અચાનક' માં જાણી શકાય છે. ગ્રીષ્માબેનને ખૂબ ખૂબ અભિનંદન અને તેમને કરેલી મહેનત, ચિંતન સાર્થક બને એવી પ્રભુને પ્રાર્થના અને શુભેચ્છા..

    લિ. શ્રી ધીરેન જોશી

    વાચક મિત્રો, હું સ્નેહા અને મારી મોટી બહેન એટલે ગ્રીષ્મા. અમારા પપ્પાનો સીધો વારસો એટલે મારી દીદી. વિવેચન કરવા માટે હું ખૂબ નાની પડું પરંતું મેં મારી દીદી ની ઘણી કૃતિઓ વાંચી છે,સમજી છે, અનુભવી છે. તેનું લખાણ તે દિલથી નીકળેલું અને સીધું દિલમાં ઉતરી જાય એવું સચોટ સરળ કોઈ પણ બાહ્ય આડંબર વગરનું છે. મને ખબર છે કે કોઈપણ લેખક કે લેખિકા નું લખાણ તેના મનનું દર્પણ હોય છે એ એટલું સાફ એટલું જ લખાણ પણ સાફ. એવી છે મારી નિખાલસ દીદી.

    લિ. સ્નેહા શુક્લ

    ગ્રીષ્મા મારી કોલેજની ફ્રેન્ડ. હું જ્યારે પણ ગ્રીષ્માની લખેલી પુસ્તિકાનું વાંચન કરું ત્યાંરે તેના શબ્દો મારા હૈયે ઊતરી જાય છે. મારી વ્હાલી સખી ગ્રીષ્માની ગરીમાને નમન અને વંદન કરવાનું સ્વભાવિક મન થાય. મારી અંતઃકરણની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીને વીરમું છું.

    લિ. અતુલા પાઠક

    મારી અને ગ્રીષ્માની મિત્રતા લગભગ 30 વર્ષ જૂની છે. તે ખૂબ જ ઉમદા કવિયત્રી અને લેખિકા છે. તેના લખાણમાં અદ્ભુત શબ્દનિરૂપણ સાથેની ભાષાશૈલી છે.એની દરેક રચનાઓ મને ખૂબ જ રસપ્રદ લાગે છે.

    લિ. નીતા

    હૃદયની ઉર્મિઓ

    સૌપ્રથમ તો મારા વાચક મિત્રોને સપ્રેમ સાદર વંદન. મારું આ પુસ્તક આપ સર્વ સમક્ષ ઉપસ્થિત કરું છું જેથી મને અતિ ઉત્સાહ, આનંદ અને ગર્વની મિશ્રિત લાગણીની અનુભૂતિ થઈ રહી છે.

    મારી નાનકડી ઓળખાણ આપુ તો હું ગ્રીષ્મા નીતિન પંડ્યા. બાળપણ ખૂબ ખુશીથી અને સુખેથી વીત્યું. મારા મમ્મી પપ્પા બંનેનું એક શિક્ષક તરીકેનું કાર્ય ક્ષેત્ર રહ્યું. ઘરમાં સાહિત્ય વિષયક વાર્તાલાપ થતા. પપ્પા મારા શ્રી ગિરીશભાઈ દેસાઈ ગુજરાતીના ખૂબ સારા અને પ્રિય પ્રોફેસર હતા. ગુજરાતી ભાષાનો ગૌરવ લેવો અને જાળવવો એ મને વારસામાં મળ્યું. પપ્પાને લીધે મને પણ ગુજરાતી ભાષા ગમવા લાગી, વળી ખાસ કરીને તેમાં આવતા અલંકારિક શબ્દો પ્રત્યે પણ મને ખાસ આકર્ષણ થતું. વાંચવાનો શોખ પણ મને ખરો. અલંકારિક શબ્દોનો ક્યાં, ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તે પણ મને ધીરે ધીરે સમજાવવા લાગ્યું. પપ્પા પણ કવિતાઓ લખતા, અમને બંને બહેનો પાસે વંચાવતા અને ગવડાવતા. મમ્મી હેમુ પણ અમારા રંગે રંગાતી. એ વખતનો માહોલ કંઈક અલગ જ હતો.

    પછી તો જુવાનીમાં પ્રવેશ, લગ્ન બંધન, જવાબદારીઓ, બે બાળકો આ બધામાં વણાતી ગઈ. શ્રી વિદ્યાનગર સ્કૂલના હાયર સેકન્ડરીના શિક્ષક શ્રીમાન નીતિન પંડ્યા સાથે લગ્ન થયા. મારા બંને બાળકોના પણ હવે તો લગ્ન થઈ ગયા. પરંતું મને સમય મળે ત્યાંરે હું મારું લેખન કાર્ય અવશ્ય કરતી રહું છું. તેના માટે હું સમય કાઢી લેતી. બંને બાળકો લગ્ન કરીને વિદેશમાં છે.

    પાર્થ અને મંજુષા દીકરા વહુની જોડી, મૌલી અને કરણ દીકરી જમાઈની જોડી. દીકરી જેવી વહુ છે અને દીકરા જેવો જમાઈ છે. કોઈ વાતે દુઃખ નથી. તેઓ પણ પોતપોતાના કાર્યક્ષેત્રમાં નિપૂર્ણતા ધરાવે છે. તેઓ પણ બધા જ મારા આ લેખન કાર્યને હંમેશાં પ્રોત્સાહન આપતા રહ્યા છે. બીજી વાત કરું મારી બહેનની, લગ્ન પછી એ પણ તેની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવે છે. તેનો સાથ સહકાર પણ ખૂબ સારો મળી રહે છે. તેના જ સસરા શ્રીમાન પ્રવીણભાઈ શુક્લ તેઓ પણ સાહિત્યકાર છે. જેમના પ્રોત્સાહન અને હિંમતથી હું મારી પુસ્તિકાઓ‌ છપાવવાની જ હિંમત કરી શકી. આમ તો હું કોમર્સ ગ્રેજ્યુએટ, પણ વાંચન લેખનના શોખને લીધે સારા શબ્દોને હું પકડી શકું છું. શબ્દોને સમજીને હું મઠારવાનો પ્રયત્ન કરું છું.

    બસ આમ જ વિચારોની હારમાળામાં એક પછી એક શબ્દો રૂપી મોતી પરોવતી ગઈ અને મારી રચનાઓ રચતી ગઈ. આશા રાખું છું આપ સર્વેને મારો આ પ્રામાણિક પ્રયત્ન પસંદ આવશે. એક સાધારણ વ્યક્તિત્વ ધરાવું છું. આપ સર્વનો સાથ સહકાર, હિંમત પણ હંમેશાં આવકાર્ય છે અને રહેશે. આપ સર્વ સમક્ષ હું મારું આ પુસ્તક રજૂ કરવા જઈ રહી છું તો મને આશીર્વાદ અને શુભેચ્છાઓને પાત્ર ગણશો અને સાથે સાથે ફરીથી સૌને સપ્રેમ સાદર પ્રણામ.

    અચાનક

    લોપાને બસ આજકાલ એકલું રહેવાનું જ ગમતું હતું. જીવનમાં એકલા પડી જવાની પરિસ્થિતિ અચાનક ઊભી થતા, લોપા થોડી વિચલિત થઈ હતી. પરંતુ ધીરે ધીરે આ પરિસ્થિતિ જાણે કે તેને કોઠે પડી ગઈ હતી. અચાનક કોઈ આવીને પૂછે એને કે આજકાલ શું કરે છે? તો લોપાનો એક જ જવાબ હોય કે જો બસ હવે હું મારી એકલતાને માણુ છું, મારી આ એકલતાની ઉજવણી કરું છું. હું મારામાં જ રહું છું. મને મારી એકલતા ગમવા લાગી છે. ક્યાંય સુધી ઉગતા સુરજને જોયા કરું ને આથમતા સુરજને વિદાય આપું. રાત્રે દેખાતા તારાઓ મને મારા મિત્ર લાગે. ખળખળ વહેતી નદીના જળ મારી સાથે ઘણી ઘણી વાતો કરે છે. આવેલી અને આવનારી દરેક ઋતુઓને હું મન ભરીને માણુ છું. એવું નથી કે મારા મિત્રો નથી પરંતુ હવે દરેકને નજીકથી ઓળખવા જતાં, બરાબર ઓળખાઈ ગયા. મારા હોવા ના હોવાનો જાણે કે કોઈને કંઈ ફરક જ નથી પડતો.

    જે સગા છે તે વ્હાલાં નથી અને જે વ્હાલા છે તે સગા નથી. એવું નથી કે હું કોઈને મળતી નથી પણ જ્યારે હું ઇચ્છું ત્યારે મળી લઉં. હવે એ બધા પણ મારી આ એકલતાથી ટેવાઈ ગયા છે. મળું તો નવાઈ ના લાગે અને ના મળું તો કંઈ ફરક ના પડે.

    જાણું છું કે માનવી એક સામાજિક પ્રાણી છે સમાજમાં રહીને જીવવાનું છે.પણ આ સમાજે મને પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખવી દીધું છે અને હું એવી જ રીતે જીવું છું. ક્યારેક માનસપટ પર શબ્દોનું વાવાઝોડું એવું તો આવી જાય કે આખેઆખું આયખુ એક પ્રશ્નાર્થ બનીને હિંડોળા લેવા લાગે ! કહેવાય છે ને કે, પ્રભુ માનવીનો જન્મ કોઈ ચોક્કસ કાર્ય માટે આપે છે. દરેક વ્યક્તિ જન્મ લે છે અને પ્રભુએ સોંપેલા કાર્યને પરિપૂર્ણ કરે પછી અંત તરફ પ્રયાણ! શરીર મૃત્યુ પામે અને આત્મા તો અમર જ છે. તો પછી કરેલા દરેક કાર્યોનો હિસાબ પ્રભુ પાસે તો હોવો જ જોઈએ. લોપા વિચારે છે કે મારું શું કાર્ય છે ? મારા જન્મને કઈ રીતે સાર્થક બનાવી શકાય? નથી મારી પાસે એવી કોઈ મહાન આવડત કે નથી એવું કંઈ જ્ઞાન. એકલતાને જીરવવા માટે કંઈક ને કંઈક તો એવું કરવું છે કે જેથી લોકો મને ઓળખે! મારું

    Enjoying the preview?
    Page 1 of 1