Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

કેસરિયા
કેસરિયા
કેસરિયા
Ebook186 pages1 hour

કેસરિયા

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે. 

 

કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા 'ખુદ્દારી'માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવામાં આવ્યું છે. ત્યાર પછીની 'ડોમેસ્ટિક વાયોલન્સ'ની અંદર કેવી રીતે એક મહિલા પુરુષને ખોટી રીતે બ્લૅકમેઈલ કરે છે અને પોતાના સંતાનને એબોટ થવાથી બચાવવા માટે એક પુરુષ ખોટો આરોપ કઈ રીતે ખુદ પર લઈ છે, એ વિશેની વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે. 'કેસરિયા' વાર્તામાં વીરસંગ સિંહની એક તરફા પ્રેમની કહાની અને પોતાની પત્ની કેસરીના મૃત્યુ પછી તેની સાથે જીવવાની રીત શોધી કાઢી છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની પત્નીની બબાલ સાંભળવા માટે તૈયાર નથી, ત્યારે કેસરિયો તેની પત્નીને તેના નામમાં જીવતી રાખવા તૈયાર થયો છે. આ વાર્તામાં વીરસંગ સિંહને તેની પત્ની કેસરીના ગયા પછી, આખું ગામ કેસરિયા નામેથી બોલાવતું થયું છે.

 

આ વાર્તા સંગ્રહની અંદર સમાવેશ વાર્તાઓ માનવીનાં જીવનમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સમજદારી, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા જિંદગીને ખરેખરમાં રંગીન કઈ રીતે બનાવવી તેના વિશે જણાવે છે. આ વાર્તાસંગ્રહની અંદર સમાવેશ તમામ વાર્તાઓ તમારા દિલને સ્પર્શી જશે એની મને ખાતરી છે. જય હિંદ.

Languageગુજરાતી
Release dateMar 24, 2023
ISBN9798890024244
કેસરિયા

Read more from Ankit Chaudhary Shiv

Related to કેસરિયા

Related ebooks

Reviews for કેસરિયા

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    કેસરિયા - Ankit Chaudhary shiv

    નિર્મોહી પબ્લિકેશન

    ઊંઝા, મહેસાણા 384170

    Published on March 2023

    અર્પણ

    જીવનના એક ધ્યેય સમાન વાંચનને જેમને પોતાની ભીતર વસાવવાનું નક્કી કર્યું છે, એવા મારા તમામ વહાલાં વાંચકોને...

    પ્રસ્તાવના

    શિવની સાધના થકી શબ્દોની ઉત્પત્તિ થાય છે અને એ જ શબ્દોની ગૂંથણીથી વાર્તાનું સર્જન થાય છે. મારી ઓળખાણ મારી માટે એક દર્પણ સમાન છે, હું અંકિત ચૌધરી શિવ નામથી આખા ગુજરાતમાં પ્રચલિત થયો છું, મારું આખું નામ અંકિત શિવરામભાઈ ચૌધરી છે. મારા પિતા શિવરામભાઈ વ્યવસાયે ખેતી સાથે સંકળાયેલા છે અને માતા હેમીબેન એક સફળ અને આદર્શ ગૃહિણી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હોવાને લીધે મારા માતા પિતાએ મને દરેક જગ્યાએ પ્રોત્સાહન આપ્યું છે. મેં અભ્યાસ M.A. B.Ed. અંગ્રેજી વિષય સાથે પૂર્ણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી લખવાનો શોખ છે, એટલે એ શોખને મારું પેશન બનાવીને મેં એમાં ઊંડા ઉતારવાનું શરૂ કર્યું. મેં લખવાની શરૂઆત કર્તવ્ય – એક બલિદાન અને પ્રેમ કે બદલો? નામની બે નવલકથા એક સાથે લખીને કરી હતી. કર્તવ્ય – એક બલિદાન, કાલો – ધ નૂર ઓફ કુલભાટા અને વશીકરણ નામની નવલકથા પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ગઈ છે ને તરંગિણી સમીપે નામનો કાવ્ય સંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ ચૂક્યો છે. આગળ પણ મારા શોખને મારું હથિયાર બનાવીને શિખર સર કરવાની કોશિશ કરતો રહીશ! ગુજરાતી સાથે સાથે હિંદીમાં પણ લખવાનો શોખ ધરાવું છું, જેમાં હિંદી ભાષામાં અનેક કાવ્ય લખી ચૂક્યો છું, જેના માટે વાંચકો દ્વારા મને ખૂબ જ પ્રશંસા મળી છે, જેની માટે દરેકનો આભાર વ્યક્ત કરું છું.

    કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે.

    કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા ‘ખુદ્દારી’માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવામાં આવ્યું છે.

    ત્યાર પછીની ‘ડોમેસ્ટિક વાયોલન્સ’ની અંદર કેવી રીતે એક મહિલા પુરુષને ખોટી રીતે બ્લૅકમેઈલ કરે છે અને પોતાના સંતાનને એબોટ થવાથી બચાવવા માટે એક પુરુષ ખોટો આરોપ કઈ રીતે ખુદ પર લઈ છે, એ વિશેની વાર્તાનું સર્જન કરવામાં આવ્યું છે.

    ‘કેસરિયા’ વાર્તામાં વીરસંગ સિંહની એક તરફા પ્રેમની કહાની અને પોતાની પત્ની કેસરીના મૃત્યુ પછી તેની સાથે જીવવાની રીત શોધી કાઢી છે. આજના સમયમાં જ્યારે લોકો પોતાની પત્નીની બબાલ સાંભળવા માટે તૈયાર નથી, ત્યારે કેસરિયો તેની પત્નીને તેના નામમાં જીવતી રાખવા તૈયાર થયો છે. આ વાર્તામાં વીરસંગ સિંહને તેની પત્ની કેસરીના ગયા પછી, આખું ગામ કેસરિયા નામેથી બોલાવતું થયું છે.

    ‘બાસુંદી’ વાર્તાની અંદર આદ્યાને હોશિયારીથી મળેલી નોકરી ઉપર લોકો તેના બોસની મહેરબાનીનું ટૅગ્સ લગાવી દે છે. એક દિવસ રસ્તામાં તેનો બોસ તેની સાથે સંબંધ બાંધવાની માંગ કરે છે પણ ચાલુ કારમાં આદ્યા તેને થપ્પડ મારી દે છે ને કારનો અકસ્માત થઈ જાય છે. કંઈ ન કર્યું હોવા છતાં પણ આદ્યાને શહેર છોડવું પડે છે ને પછી એક ગામડામાં આવીને આદ્યામાંથી બાસુંદી બની જાય છે.

    ‘કંકુ’ વાર્તાની અંદર બંધારણના હક વાણી સ્વાતંત્ર્ય વિશે વાત કરવામાં આવી છે. જેમાં કંકુ નામની સફાઈ કર્મચારી એક મહિલાને વાણીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની શીખ આપે છે.

    ‘સ્ટેલિયા અને હું’ વાર્તાની અંદર એક સ્ટેલિયા નામની છોકરી સિમલાના પ્રવાસે આવે છે અને ત્યાં આવીને શિબુ નામના કેબ ડ્રાઈવરને મળે છે. ત્યારબાદ તે બંને વચ્ચે પ્રેમ રૂપી દોર બંધાય છે ને સ્ટેલિયા ત્યાંથી પાછી તેના દેશમાં ચાલી જાય છે. બે વર્ષ પછી તે શિબુ માટે પાછી આવે છે અને તેના પ્રેમનો એકરાર શિબુને કરી દે છે.

    ‘રંગમંચ’ વાર્તાની અંદર પત્ની અને બોસની વચ્ચે ફસાયેલો પુરુષ કઈ રીતે પોતાના ટાર્ગેટને પૂરાં કરવા મથામણ કરે છે તે વિશેની હાસ્યાસ્પદ વાર્તા છે.

    ‘પૂર્ણવિરામ’ વાર્તામાં લવજિહાદ વિશે વાત કરવામાં આવી છે. જેમાં કઈ રીતે એક છોકરીને અંધારામાં રાખીને એક પતિ પત્ની મળીને લવજિહાદ કરવાની કોશિશ કરે છે. જ્યારે છોકરીને આ વિશે જાણ થાય છે ત્યારે તેની જિંદગીને પૂર્ણવિરામ લાગી જાય છે પણ તે ત્યાંથી એક નવી શરૂઆત કરે છે.

    ‘સલાટ’ વાર્તાની અંદર એક પહાડ કેવી રીતે નાયકના આકર્ષણનું કેન્દ્ર બને છે અને તેની પર જઈને એક મૂર્તિકાર એટલે કે પથ્થરમાંથી મૂર્તિ બનાવનાર સલાટ કઈ રીતે તેની ખંડિત થઈ ગયેલી મૂર્તિને સુધારે છે, એના વિશે વાત કરવામાં આવી છે.

    ‘અર્ધ સત્ય’ વાર્તાની અંદર નાયિકા તેના પ્રેમી સાથે લગ્ન કરવાની મનાઈ કરી દે છે અને ના કહેવા પાછળનું સત્ય જાણ્યા વગર જ નાયક તેણીથી દૂર થઈ જાય છે. ત્યારબાદ જ્યારે નાયિકાના લગ્ન થાય છે ત્યારે નાયક સામે તેની સચ્ચાઈ આવે છે અને તેના દ્વારા નાયિકા સાથે જે પ્રમાણે વ્યવહાર કરવામાં આવ્યો હતો તેના લીધે દુઃખી થઈ જાય છે.

    ‘કર્તવ્ય નિષ્ઠ’ વાર્તાની અંદર માતા પોતાના એકના એક દીકરાને બોર્ડર ઉપર સૈનિક બનાવીને મોકલે છે અને તે દરમિયાન તેની લાગણીઓ આ વાર્તાની અંદર વ્યક્ત કરે છે. જ્યારે બોર્ડર ઉપર યુદ્ધના હાલાત પેદા થાય છે ત્યારે તે ત્યાં બોર્ડર ઉપર પહોંચી જાય છે અને તેના જોતાં જ તેના દીકરાને તેની આંખો આગળ ગોળી વાગે છે. તે રિવૉલ્વર લઈને આતંકીઓને ઠાર કરે છે અને ત્યારબાદ દીકરા પાસે આવીને તેની સાથે તેના પ્રાણ ત્યજી દે છે.

    ‘મહાજ્ઞાની’ વાર્તાની અંદર અમર નામનો એક પુરુષ જે પુસ્તકીયા જ્ઞાનને જ સર્વસ્વ માનનાર હંમેશાં તેના પરિવારજનોનો તિરસ્કાર કર્યા રાખે છે. તેનું આવું વર્તન જોઈને તેના દાદા દ્વારા તેને જિંદગીની ખરી દિશાનું જ્ઞાન આપવામાં આવે છે અને ત્યારબાદ તે પોતાના જ્ઞાનનો ખરી રીતે ઉપયોગ કરતાં શીખે છે.

    આ વાર્તા સંગ્રહની અંદર સમાવેશ વાર્તાઓ માનવીનાં જીવનમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, સમજદારી, પ્રેરણા અને માર્ગદર્શન દ્વારા જિંદગીને ખરેખરમાં રંગીન કઈ રીતે બનાવવી તેના વિશે જણાવે છે. આ વાર્તાસંગ્રહની અંદર સમાવેશ તમામ વાર્તાઓ તમારા દિલને સ્પર્શી જશે એની મને ખાતરી છે. જય હિંદ.

    1)  ખુદ્દારી.

    જીવનમાં પોતાના સમણાંને જ હથિયાર બનાવીને નીરાગે નક્કી કરી લીધું હતું કે તે જિંદગીમાં કંઈક બનીને બતાવશે! નીરાગ શર્મા જે દેખાવમાં ઘણો પ્રભાવશાળી, ઘઉં વર્ણો રંગ, માથે કર્લી હેર, ભૂરી આંખો ને વચ્ચે પોપટની ચાંચ જેવું નાક, ભરાવદાર હોઠ ને ખંજન પડતા ગાલ! જે જોવે એ બસ એને જોતું જ રહે! તેની માટે સૌથી પહેલાં તેના સમણાં આવતા હતા ને આજે તે તેના મિત્રો સુહાસ, અબીરને ખૂબ જ ઉત્સાહમાં મળ્યો ને બોલ્યો,

    મારે એક દિવસ ખૂબ જ નામ કમાવાનું છે.

    પણ એની માટે તારે તારી ખુદ્દારી આમ જ હંમેશાં જાળવી રાખવી પડશે! સુહાસ હસતાં બોલ્યો.

    હું બધું વહેંચી શકું પણ મારી ખુદ્દારી નહિ! મારું સમણું છે કે અમેરિકા જઈને મારી આગળની સ્ટડી પૂરી કરું પણ એની માટે જે મારી ખુદ્દારી છે એને ક્યારેય નહીં વહેંચું!

    નીરાગ તને શું લાગે છે કે તને બધું આસાનીથી મળી જશે? તારા જેવા કેટલાય લોકો અમેરિકા જવા માટેનું સમણું જુએ છે પણ તારા જેવી ખુદ્દારીને લીધે એ લોકો જઈ શકતાં નથી! આ ખુદ્દારી શું કામની જે તારું સ્વપ્ન જ પૂરું ના કરી શકે? અબીર તેના ખભા ઉપર હાથ મૂકતાં બોલ્યો.

    હું આઈએલટીએસના ક્લાસ કરી રહ્યો છું, બહુ જલદી બેન્ડ પણ લાવી દઈશ અને પછી અમેરિકા ચાલ્યો જઈશ.

    અચાનક અબીરનું સ્વપ્ન તૂટ્યું ને તે ઊઠીને ફટાફટ તેના મિત્રોને મળવા માટે પહોંચી ગયો. તેને થોડી તકલીફ થઈ રહી હતી કેમ કે તે જે સ્વપ્નની અંદર કહી રહ્યો હતો એમાંનું તે કશું જ કરવામાં સફળ થયો નહોતો. તે તેનું બાઇક લઈને સુહાસ અને અબીરને મળવા માટે પહોંચ્યો અને બાઇક પાર્કિંગમાં પાર્ક કરીને તેમની તરફ આગળ વધ્યો ને તેના કૉલર સરખાં કરતાં હળવેથી એમની તરફ આગળ વધી રહ્યો હતો ને તેમની પાસે પહોંચતાં તેમને હેલ્લો કહેતાં તેમના ગળે લાગી ગયો ને ત્યારબાદ તે બોલ્યો,

    હું બે દિવસ પછી અમેરિકા જઈ રહ્યો છું. આજે હું ખૂબ જ ખુશ છું.

    પણ હજુ તો તે આઈએલટીએસની પરીક્ષા પણ પાસ નથી કરી. સુહાસ ચોંકીને બોલ્યો.

    તો પણ હું તો અમેરિકા જઈ રહ્યો છું. નીરાગ તેના ખભા ઉપર હાથ મૂકતાં બોલ્યો.

    નીરાગ શાયદ તું ભૂલી રહ્યો છે, કે એની માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે. આમ જ બધું તને થોડું મળી જશે? અબીર તેને સમજાવતાં બોલ્યો.

    હું કોઈ એક્ઝામ આપવાનો નથી, ડાયરેક્ટ સીધો જ અમેરિકા જવાનો છું. નીરાગ કૉલર ઊંચા કરી હવામાં જોતાં બોલ્યો.

    એટલે તું બ્લેકમાં જવા વિશે વિચારી રહ્યો છે? સુહાસ ઊભો થતાં પૂછવા લાગ્યો.

    હા ને એની માટે મેં બધું એરેન્જ કરી લીધું છે. હું માત્ર બે દિવસમાં જ અમેરિકા માટે નીકળી રહ્યો છું. ત્યાં પહોંચીને તમને વીડિયો કૉલ કરીને ત્યાંનું બધું બતાવીશ. નીરાગ ખુશ થતાં બોલ્યો.

    તું બ્લેકમાં જઈ રહ્યો છે? તને ખ્યાલ પણ છે કે જો તું પકડાઈ જઈશ તો તારે બહુ લાંબી સજા ભોગવવી પડશે? અબીર તેને

    Enjoying the preview?
    Page 1 of 1