Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

રુહાનુંબંધ 03: 03
રુહાનુંબંધ 03: 03
રુહાનુંબંધ 03: 03
Ebook172 pages1 hour

રુહાનુંબંધ 03: 03

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

રુહાનુંબંધ નોવેલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે, જેની અંદર 16 વર્ષની માસૂમ કૃતિ એક હૈવાનની હવસનો શિકાર બને છે અને ત્યારબાદ તેના દ્વારા તેને નીચે ફેંકી દેવામાં આવે છે. પીઆઈ પ્રયાગ અને ડૉ. વિહિતા આ કેસ ઉકેલવા માટે કોશિશ કરી રહ્યાં હોય છે, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ બંને સાથે મળીને આ કેસ ઉકેલવાની કોશિશ કરે છે. 

Languageગુજરાતી
Release dateJul 22, 2023
ISBN9798223702207
રુહાનુંબંધ 03: 03

Read more from Ankit Chaudhary Shiv

Related to રુહાનુંબંધ 03

Related ebooks

Reviews for રુહાનુંબંધ 03

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    રુહાનુંબંધ 03 - Ankit Chaudhary shiv

    અર્પણ

    જીવનના એક ધ્યેય સમાન વાંચનને જેમને પોતાની ભીતર વસાવવાનું નક્કી કર્યું છે, એવા મારા તમામ વ્હાલાં વાંચકોને...

    રુહાનુબંધ ભાગ : 03

    પ્રયાગ દરવાજાની બહાર વિહિતાને એક્સપેક્ટ કરી રહ્યો હતો પણ સામે અરુણાબહેનને જોઈને તે બોલતાં રોકાઈ ગયો અને પછી ધીરેથી પૂછવા લાગ્યો,

    અરે આંટી આપ! જય શ્રી કૃષ્ણ..

    જય શ્રી કૃષ્ણ...

    આંટી આટલી વહેલી સવારે કેમ આવવાનું થયું?

    એ હું કહું છું પણ તેની પહેલાં મને એ જણાવ કે દરવાજા બહાર તું વિહિતાને એક્સપેક્ટ કરી રહ્યો હતો?

    અરુણાબહેનનો પ્રશ્ન સાંભળીને પ્રયાગ ના હોશ ઉડી ગયા. તે વાતને વાળતાં બોલ્યો,

    નહિ આંટી એવું તો કંઈ જ નથી! હું વિહિતાને એક્સપેક્ટ નહોતો કરી રહ્યો, પણ મને લાગ્યું કે શાયદ તે જ હોઈ શકે! કેમકે તેના સિવાય મારા રૂમમાં કોઈ જ આવતું નથી.

    કેમ પ્રયાગ, તારા રૂમમાં વિહિતા સિવાય કોઈ નથી આવતું?

    અરુણાબહેને ફરીવાર પ્રયાગની વાત પકડી હતી, એટલે તે મનમાં વિચારવા લાગ્યો,

    'આંટી તો સોલિડ પકડે છે યાર! મારો એક એક શબ્દ તે ખૂબ જ ધ્યાનથી સાંભળે છે અને તેની ઉપર તરત જ મને પ્રશ્ન કરે છે. મારે થોડું ધ્યાન રાખવું પડશે, નહીં તો હું આંટીની વાતોમાં ફસાઈને ક્યાંક બકી ના દઉં કે હું વિહિતા માટે શું ફીલ કરું છું!'

    પ્રયાગ વિચારોમાં ખોવાયેલો હતો અને તેને વિચાર કરતો જોઈને અરુણાબહેન પૂછવા લાગ્યા,

    શું થયું પ્રયાગ! તું ક્યાં ખોવાયેલો છે?

    આ સાંભળીને પ્રયાગનું ધ્યાન તૂટ્યું અને તે બોલ્યો,

    આંટી હું ક્યાંય નથી ખોવાયો, બસ હું તો વિચાર કરી રહ્યો હતો કે આટલી વહેલી સવારે તમે મારા દરવાજા ઉપર?

    પ્રયાગ આ મારા પ્રશ્નનો જવાબ નથી.

    આંટી તમે જાણો જ છો કે વિહિતા અને હું કૃતિને ન્યાય અપાવવા માટે કોશિશ કરી રહ્યા છીએ. બસ તેની માટેજ અમે એકબીજાના રૂમમાં જઈએ છીએ.

    ઓકે ઠીક છે, પ્રયાગ અત્યારે મારે તારી મદદની ખૂબજ જરૂર છે. ગઈકાલ રાત્રે જ્યારે વિહિતા હોસ્પિટલથી આવી રહી હતી ત્યારે તેને એક ભેટ મળી.

    હા તો આંટી શું થયું! અહીં તમારું કોઈ રિલેટિવ રહેતું હશે, જેના દ્વારા તેને ભેટ આપવામાં આવી હશે.

    નહિ પ્રયાગ અહીં ઊંઝામાં અમારું કોઈ જ રિલેટિવ નથી.

    તો આંટી વિહિતાના કોઈ પેશન્ટ દ્વારા તેને હોસ્પિટલમાં પેટી ભેટ આપવામાં આવી હશે!

    નહિ પ્રયાગ, જ્યારે વિહીતા કાલે રાત્રે હોસ્પિટલથી આવી રહી હતી, ત્યારે તેને આ પેટી નીચે પડેલી મળી. તેની ઉપર તેનું નામ લખેલું હતું અને તે આ પેટી ઉઠાવીને રૂમમાં લઈ આવી. હું તેની સાથે મળીને રાત્રે જ આ પેટી ખોલવાની હતી, પણ મને ઠીક ના લાગ્યું. એટલે મેં તેને આ પેટી ખોલતા રોકી અને એવું કહ્યું કે આપણે આ પેટી પ્રયાગની હાજરીમાં સવારે ખોલીશું!

    હા તો આંટી ક્યાં છે વિહિતા? તેને બોલાવો આપણે આ પેટી તેની નજર આગળ જ ખોલીએ.

    પ્રયાગ વધારે ઉતાવડો ન થા. હું નથી ઈચ્છતી કે આ પેટી વિહિતા આગળ ખુલે!

    આંટી આ ભેટ વિહિતા માટે છે, તો તમે કેમ નથી ઈચ્છતા કે આ પેટી તેની આગળ ખુલે!

    પ્રયાગ સાચું કહું ને તો મને એક ડર લાગી રહ્યો છે, આ પેટીમાં કંઈક એવું હોય જે મારી દીકરી વિહિતાને શર્મિંદા કરે, તે વાત હું ક્યારેય હજમ નહીં કરી શકું! એટલે મેં વિચાર્યું કે વિહિતા જાગે તેની પહેલા હું આ પેટી લઈને તારી પાસે આવું અને તારી પાસે આ પેટી ખોલાવીને જાણી લઉં કે આ પેટીમાં શું છે!

    હું તમારી મદદ કરવા માટે તૈયાર છું, પણ આમાં કોઈ યોગ્ય વસ્તુ નહીં હોય તો આંટી તમે શું કરશો?

    પ્રયાગ મારી પાસે એક અમૂલ્ય વસ્તુ પડી છે જે હું આ પેટીમાં મૂકી દઈશ!

    ઓકે ઠીક છે આંટી તો હું આ પેટી ખોલવાની કોશિશ કરું છું.

    હા જલ્દી બેટા..

    આ સાંભળીને પ્રયાગ પેટી ખોલવા લાગ્યો પણ પેટીની અંદર ઇનબિલ્ટ લૉક હતું, જેને લીધે પેટી ખુલી નહિ! અને તે સતત કોશિશ કરતો રહ્યો પણ તેની કોશિશ બાદ પણ પેટી ખુલી નહિ! એટલે તે બોલ્યો,

    આંટી આ પેટીને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે પેટી તેની ચાવી વગર નહીં ખુલે..

    તો હવે પ્રયાગ આપણે શું કરીશું?

    આંટી આ પેટીની ચાવી વિહિતા પાસે હશે! આપણે તેની પાસેથી ચાવી લાવવી પડશે અને જો ચાવી નહીં હોય તેની પાસે તો આ પેટીને ખોલવી નામુમકિન છે.

    પ્રયાગ કંઈપણ કરીને આ પેટીને ખોલવી તો પડશે જ! તને શું લાગે છે આ પેટીની ચાવી વિહિતા પાસે હશે કે નહીં હોય?

    શાયદ મને લાગે છે ત્યાં સુધી આ પેટીની ચાવી વિહિતા પાસે અવશ્ય હશે! કેમ કે જો આપનારે ભેટ આપી જ છે તો તેની સાથે સાથે ભેટ ખોલવાની ચાવી પણ આપી હશે!

    હા પ્રયાગ મને પણ એજ લાગે છે, કે આ પેટીની ચાવી વિહિતા પાસે હોઈ શકે! પણ હું તેની પાસેથી આ ચાવી કેવી રીતે લાવું?

    આંટી તમે તેની પાસે માગી લો, મને નથી લાગતું કે આ પેટીમાં કંઈપણ એવું હશે! અને હશે તો હું એમ કહી દઈશ કે મેં તેની સાથે મજાક કરી છે. ત્યારબાદ વિહિતા મને જે સજા આપશે, તે હું હસતા હસતા સ્વીકારી લઈશ. બસ એકવાર તમે જઈને તેની પાસેથી ચાવી લઈ આવો.

    હું કંઈક કરું છું, ત્યાં સુધી તું આ પેટી તારી પાસે રાખ.

    ઠીક છે આંટી હું આ પેટી મારી પાસે રાખું છું, તમે આવો ત્યાં સુધી હું ફ્રેશ થઈ જાવ છું. ત્યારબાદ આપણે વિચારીએ કે આ પેટી સાથે શું કરવાનું છે.

    ઓકે. હું મારા ફ્લેટમાં જાઉં છું અને ત્યાં જઈને વિહિતા પાસે ચાવી માગુ છું.

    આટલું કહેતા અરુણાબેન પ્રયાગના ફ્લેટમાંથી ચાલ્યા ગયા અને પ્રયાગ ફટાફટ ફ્રેશ થવા માટે ચાલ્યો ગયો. અરુણાબેન તેમના ફ્લેટમાં આવીને સીધા જ વિહીતાના રૂમમાં ચાલ્યા ગયા અને ત્યાં આવીને તેમને જોયું તો તે ત્યાં હતી જ નહીં!

    પહેલા તેમને પ્રશ્ન થયો કે વિહિતા ક્યાં ગઈ! પણ પછી તરત જ તેમની નજર સામેના ટેબલ ઉપર મૂકેલી એક ચિઠ્ઠી ઉપર પડી તેને ઉઠાવતાં તેમને વાંચવાનું શરૂ કર્યું,

    મમ્મી સવારના 3:30 થયા છે અને મને હોસ્પિટલમાંથી ઇમરજન્સી કોલ આવ્યો હતો. જે માટે હું જઈ રહી છું, આમ તો તને જગાવી અને જણાવીને જતી પણ મને લાગ્યું કે આટલી વહેલી સવારે તારી ઊંઘ બગાડવી ઠીક નથી, એટલે હું આ ચિઠ્ઠી લખીને જઈ રહી છું. તું મારી જરાય પણ ચિંતા ના કરતી, જ્યારે હોસ્પિટલમાં બધું ઠીક થઈ જશે ત્યારે હું આવી જઈશ.

    વિહિતાની ચિઠ્ઠી વાંચતા વાંચતા અરુણાબેનની આંખમાં આંસુ આવી ગયા અને તે બોલ્યા,

    વિહિતા પણ તેના પિતાની જેમ જ એક કાબીલ વ્યક્તિ છે, તે ગમે ત્યારે ગમે તેની મદદ કરવા માટે દોડી જાય છે. તેને જોઈને તો હું જીવી રહી છું, તે મને તમારી યાદ નથી આવવા દેતી વિહિતાના બાપુ! તમે જેમ ઈચ્છતા હતા એમ જ આપણી દીકરી વિહિતા ખૂબ જ કાબીલ ડોક્ટર બની ચૂકી છે અને તેની સેવા માટે તે હંમેશા તત્પર રહે છે. ક્યારેક ક્યારેક તો મને તેની અંદર તમારી પરસાઈ પણ નજર આવી જાય છે અને હું થોડી ભાવુક થઈ જાઉં છું પણ જ્યારે તેનો હસતો ચહેરો જોઉં છું, ત્યારે હું દુનિયાના બધા જ ગમ ભૂલી જાઉં છું.

    આટલું બોલતા તેને ઉપર તરફ જોયું અને તેની વહેતી આંખોને લૂછીને તે બોલી,

    વિહિતાના બાપુ તમારી સાથે વાતો કરવામાં ને કરવામાં હું એ ભૂલી ગઈ કે હું શા કામ માટે આવી હતી! વિહિતાને કોઈક દ્વારા પેટી ભેટ કરવામાં આવી છે, પણ આ પેટીમાં શું ભેટ છે તે વિહિતા જાણે તેની પહેલા હું જાણવા માગું છું અને એ જાણવા માટે જ હું અહીં ચાવી લેવા માટે આવી હતી પણ તમે મને તમારી સાથે વાતોમાં ઉલ્જાવી દીધી, હવે મને ચાવી શોધવા દો.. આટલું કહેતા અરુણાબહેને ચાવી શોધવાની શરૂ કરી..

    અરુણાબહેન ચાવી શોધી રહ્યા હતા, ચાવી શોધતા શોધતા તેમની નજર વિહીતાના પર્સ ઉપર પડી, તે તેનું પર્સ ઘરે જ ભૂલી ગઈ હતી. તે જોઈને અરુણાબહેન બોલ્યા,

    આ છોકરીને ઉતાવળમાં કંઈ જ યાદ રહેતું નથી, તે અને તેનું કામ! તેને પૈસાથી તો કોઈ મતલબ જ નથી.

    આટલું બોલતા તેમણે પેલી પર્સ ઉઠાવી લીધી અને લઈને બહાર તરફ ચાલ્યા. એજ વખતે તેમને વિચાર આવ્યો કે, 'વિહીતાએ પેલી પેટીની ચાવી આમાં તો નહીં મૂકી હોય ને! લાવને એક વખત ચેક કરી લઉં.'

    આ વિચાર આવતા જ તરત તેમને પર્સ ખોલ્યું અને તેમની ધારણા સાચી પડી! વિહીતાના પર્સની અંદર પેલી પેટીની ચાવી હતી પણ આ ચાવી ખૂબ જ અલગ હતી એટલે તેમને સમજાઈ રહ્યું નહોતું કે

    Enjoying the preview?
    Page 1 of 1