Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

યાદ તો સતાવે જ ને..
યાદ તો સતાવે જ ને..
યાદ તો સતાવે જ ને..
Ebook140 pages43 minutes

યાદ તો સતાવે જ ને..

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

યાદ તો સતાવે જ ને.. કાવ્ય સંગ્રહ જીજ્ઞા કપુરિયા 'નિયતી' દ્વારા લખવામાં આવે છે. જેની અંદર ખૂબ જ સરસ મજાની કવિતાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. આ કાવ્ય સંગ્રહમાં સમાવેશ કાવ્ય જૂનું ગોદડું એ ખૂબ જ પ્રખ્યાત થયું છે. તે ભારતીય અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયું છે. આ પુસ્તકમાં સમાવેશ દરેક કાવ્ય ખૂબ જ સુંદર અને પ્રતિભા ઊભી કરનારાં છે.

Languageગુજરાતી
Release dateMay 20, 2023
ISBN9798223677642
યાદ તો સતાવે જ ને..

Related to યાદ તો સતાવે જ ને..

Related ebooks

Reviews for યાદ તો સતાવે જ ને..

Rating: 5 out of 5 stars
5/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    યાદ તો સતાવે જ ને.. - Jigna Kapuriya 'Niyati'

    જીજ્ઞા કપુરિયા ‘નિયતી'

    COPYRIGHT © 2023 by Jigna Kapuriya ‘Niyati’

    All rights reserved. No part of this book may be reproduced, distributed, or transmitted in any form or by any means, including photocopying, recording, or other electronic or mechanical methods, without the prior written permission of the author, except in the case of brief quotations embodied in critical reviews and certain other noncommercial uses permitted by copyright law.

    This work is a fictional story and any resemblance to actual persons, living or dead, or actual events is purely coincidental. Names, characters, places, and incidents either are the product of the author’s imagination or are used fictitiously, Building blocks. You can use these galleries to insert tables

    The moral rights of the author have been asserted.

    For permissions, inquiries, or further information, please contact:

    Ankit Chaudhary ‘Shiv

    પ્રસ્તાવના

    "રુદ્રનું અશ્રુ,

    ધરતીમાએ ઝીલ્યું,

    બન્યું રુદ્રાક્ષ."

    એવી જ રીતે આ નિયતીની લાગણી સભર સંવેદનાના સૂર, એની કલમે કંડાર્યા અને આજે કાવ્યસંગ્રહ  બની ગયો.

    મારી સાહિત્યકાર બનવાની સફરની શરૂઆત તો શાળામાં હતી ત્યારથી થઈ ગઈ હતી.

    આજે મારા ગાંધીસર અને માતા પિતાના આશીર્વાદથી  સાહિત્યનાં એક પછી એક શિખર સર કરી લીધાં છે. હજી અનેક સિધ્ધિ મેળવવાની બાકી છે કારણ, આ સફરનો કોઈ અંત જ નથી.

    આજે હું સાહિત્ય જગતમાં જે સ્થાને પહોંચી છું, એમાં સમયાંતરે અનેક લોકોનો મને સાથ મળ્યો છે.

    એમાં મુખ્ય સાથ મળ્યો એ છે કોકિલાબેન સુતારિયા મારા મોટીબેન જેમણે વિવિધ પેપરમાં મારી રચનાને સ્થાન અપાવ્યું. આજે હું કોલમિસ્ટ બની તો એમનો વધારે શ્રેય તો કોકિલાબેનને જાય છે એમનાં સાથ અને સહકારથી જ આજે હું સાહિત્ય જગતમાં નામના મેળવી શકી.

    ત્યાર બાદ મને પંચમહાલ સમાચાર  પેપરના સ્વ અજયભાઈ અને ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિકના પ્રદીપભાઈનો સાથ મળ્યો અને અમારાં દાદીશા જયશ્રીબેન‌ ગુરૂ રૂપે મળ્યાં.

    મારી સંવેદના શબ્દરૂપે કંડારવામાં  દાદીશાનું માર્ગદર્શન હંમેશાં મદદરૂપ થયું છે. એમણે મને સાહિત્યની સમજ સાથે જોડણીનું જ્ઞાન પણ આપ્યું છે. મારી કલમના કસબી પાઠશાળા’માં એમની સાથે મનીષભાઈ વોરાનો મને સંપૂર્ણ સાથ મળતો રહ્યો છે.  રહી પુસ્તકની વાત તો આ પહેલાં પણ મારું એક પુસ્તક જીવન રંગ પ્રસિદ્ધ થયેલું છે. જેમાં મેં જીવનની વાસ્તવિકતાની સમજ આપી છે.

    હવે ફરી આ નિયતી તેની કલમે કંડારેલી લાગણીશીલ સંવેદનાના સૂર લઈને તમારી સમક્ષ પ્રસ્તુત થઈ છે.

    મેં મારા આ પુસ્તકમાં મારાં માતાપિતા, દીકરી દીકરા, ભાઈબહેન, પિયરિયું મોસાળિયું, મારાં બાળપણનાં મિત્ર સાથે જયાં મારું બાળપણ વીત્યું, એ જગ્યાએ મિત્ર સાથેની ધીંગામસ્તી, સાથે જીવનસાથીના પ્રેમની વાત અને એક સ્ત્રી તરીકે એની વ્યથા, માનસિકતા અને સંબંધોનાં સમીકરણની વાત કરી છે. થોડી મારી એવી રચના પણ છે  જ્યારે હું કવિતા લખતાં શીખતી હતી.

    આ બધી રચનામાં મારી સૌથી પ્રિય મને ગમતી રચના છે યાદ તો આવે ને...અને હાલરડું. જેમાં મેં મારી માતાને યાદ કરી જે હવે હયાત નથી પણ, મારી યાદોમાં હંમેશ જીવંત રહેશે. માતા સાથે પિતા માટે પણ કવિતા લખી છે એમાં પણ મારી મનગમતી કવિતા ‘એ છે મારા પપ્પા". આ આવી લાગણીશીલ  કવિતા તો અનેક લોકોનાં હ્રદયને સ્પર્શી ગઈ  છે. એના મને લાભ અને ગેરલાભ બન્ને  થયા. લાભ એટલા માટે મારી રચના એટલી પ્રચલિત થઈ કે અનેક લોકોએ  એનો અનુવાદ કરી મોકલ્યો. જેમાં પરેશભાઈએ મારી રચનાનો અનુવાદ તેલુગુ ભાષામાં કર્યો. અને જયભાઈ વસાવડાએ પણ મારી રચનાને એમના લેખમાં સ્થાન આપ્યું છે. ગેરલાભ એ છે કે મારી આ સંવેદનશીલ રચના કેટલાંકનાં હૃદયને એટલી સ્પર્શી ગઈ કે એમણે પોતાનાં નામ સાથે ફેરવી અને ઘણાંએ પોતાનાં નામે પ્રસિદ્ધિની ભૂખ માટે  છપાવી પણ લીધી.

    મારી જૂની અને નવી રચનાનો સંગ્રહ એટલે મારું આ પુસ્તક યાદ તો સતાવે જ ને....

    હું જ્યારે ૧૯૮૧માં લખતાં શીખી ત્યારે શાળામાં બધી જ સાહિત્યિક સ્પર્ધામાં ભાગ લેતી અને વિજેતા પણ થતી. એમાં  સ્વ ગાંધીસરનો પૂરો સાથ રહેતો. આજે મને ઘણાં મિત્રો સવાલ કરે છે કે જીજ્ઞાબહેન આટલી સંવેદના સાથે કેવી રીતે લખી શકો છો? ત્યારે હું ફકત એટલું જ કહું છું ,"મારા ગુરૂનો સાથ અને માતા સરસ્વતીનાં આશીર્વાદથી

    Enjoying the preview?
    Page 1 of 1