Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

રુહાનુંબંધ 04: 04
રુહાનુંબંધ 04: 04
રુહાનુંબંધ 04: 04
Ebook175 pages1 hour

રુહાનુંબંધ 04: 04

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

રુહાનુંબંધ નોવેલ પાંચ ભાગમાં વહેંચાયેલી છે, જેની અંદર 16 વર્ષની માસૂમ કૃતિ એક હૈવાનની હવસનો શિકાર બને છે અને ત્યારબાદ તેના દ્વારા તેને નીચે ફેંકી દેવામાં આવે છે. પીઆઈ પ્રયાગ અને ડૉ. વિહિતા આ કેસ ઉકેલવા માટે કોશિશ કરી રહ્યાં હોય છે, તે દરમિયાન તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે અને ત્યારબાદ બંને સાથે મળીને આ કેસ ઉકેલવાની કોશિશ કરે છે. 

Languageગુજરાતી
Release dateJul 22, 2023
ISBN9798223095972
રુહાનુંબંધ 04: 04

Read more from Ankit Chaudhary Shiv

Related to રુહાનુંબંધ 04

Related ebooks

Reviews for રુહાનુંબંધ 04

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    રુહાનુંબંધ 04 - Ankit Chaudhary shiv

    અર્પણ

    જીવનના એક ધ્યેય સમાન વાંચનને જેમને પોતાની ભીતર વસાવવાનું નક્કી કર્યું છે, એવા મારા તમામ વ્હાલાં વાંચકોને...

    રુહાનુબંધ ભાગ : 04

    પ્રયાગ દ્વારા જે કહેવામાં આવ્યું તે સાંભળીને પેલા બે પોલીસ કર્મીઓ ચોકી ગયા. તેમને હવે ડર લાગવા લાગ્યો હતો, જેને લીધે તે બંને ખૂબજ ઉદાસ થઈ ગયા હતા. એકને કંઇક વિચાર આવ્યો એટલે તે પૂછવા લાગ્યો,

    સર અમદાવાદમાં નીકળેલી અંતિમયાત્રા, ઊંઝામાં જે તમે શોધખોળ કરી રહ્યા છો તે અને રણજીતની દીકરી કૃતિ વચ્ચે કંઈક સંબંધ હતો. તો ક્યાંક અમદાવાદમાં નીકળેલી અંતિમયાત્રા રણજીતની દીકરી કૃતિની તો નહોતી ને?

    હા એ અંતિમયાત્રા કૃતિની જ હતી.

    સર ખરેખરમાં એ અંતિમયાત્રા કૃતિની હતી?

    હા એ અંતિમયાત્રા કૃતિની હતી.

    તો ઊંઝામાં કૃતિ સાથે રેપ થયો હતો? તમે એવું કહેવા માગો છો કે તે કૃતિ હતી અને કૃતિ સાથે રેપ થયો. તેના વિશે તમે છેક અહીં રણજીતને જણાવવા માટે આવ્યા છો?

    હા તે કૃતિના પિતા છે અને કૃતિ સાથે જે કંઈપણ થયું તેના વિશે તેમને જાણ હોવી જોઈએ!

    સર તમે કૃતિનું નામ લેશો અને તેની પહેલા રણજીત તમારો જીવ લઈ લેશે!

    તે મારો જીવ લઈ લે તો તમે બંને કૃતિના મોત વિશેની સચ્ચાઈ રણજીતને જણાવી દેજો.

    કૃતિના મોત વિશેની સચ્ચાઈ રણજીતને જણાવી તો દઈએ, પણ તેની માટે અમારે પણ જીવતા હોવું જરૂરી છે. જેવું જ તમે કૃતિનું નામ લેશો કે તે તમારો જીવ લઈ લેશે અને સાથે સાથે અમારા બંનેનો પણ!

    તો તમને બંનેને મરવાથી ડર લાગી રહ્યો છે?

    સર ડરતો લાગે જ ને! રણજીત તેની દીકરી કૃતિને ખૂબ જ પ્રેમ કરે છે અને આપણે જઈને તેને એવું જણાવીશું કે તેની દીકરી કૃતિ આ દુનિયામાં નથી રહી. તેની સાથે રેપ થયો છે, જેને લીધે તમે અહીં તેમને સચ્ચાઈ જણાવવા માટે આવ્યા છો! તમને શું લાગે છે કે કૃતિના પિતા રણજીત એકદમ આસાનીથી આ બધી સચ્ચાઈ સાંભળી લેશે?

    તમે જે કહી રહ્યા છો એ હું માનું છું, પણ એક બાપનો હક હોય છે તેની દીકરીના મોત વિશે જાણવાનો.

    તો સર તમે કોઈ અન્ય માધ્યમ દ્વારા એમની જણાવો કે તેમની દીકરી આ દુનિયામાં નથી રહી. આમ ભૂખ્યા સિંહ આગળ જઈને ખુદ તેનો શિકાર બની જવું કોને કીધું!

    તમારા બંનેની વાત એકદમ બરાબર છે એટલા માટે જ મેં ત્યાં પહોંચતા પહેલા તમને આ વિશે જણાવી દીધું! હવે તમને બંનેને હું આઝાદી આપું છું કે તમે બંને મારી સાથે ન આવવા ઇચ્છતા હોય તો મને ના કહી શકો છો.

    પ્રયાગ દ્વારા આટલું કહેવામાં આવ્યું એટલે પેલા બે પોલીસ કર્મીઓ એકબીજાની તરફ જોવા લાગ્યા. તે બંનેને ડર લાગવા લાગ્યો હતો અને તે એકબીજાને આંખનો ઈશારો કરીને પણ પૂછવા લાગ્યા હતા. તેમનો બંનેનો જવાબ ના જ હતો. તે બંને પ્રયાગ સાથે ત્યાં ફાર્મ હાઉસ ઉપર જવા માગતા જ ન હતા. એમાંથી એક અટકાતાં બોલ્યો,

    પ્રયાગ સર હું શું કહી રહ્યો હતો.

    કે અમે તમારી સાથે નહીં ચાલી શકીએ! બરાબર ને?  તેમની વાતમાં સૂર પૂરતાં પ્રયાગ આટલું બોલ્યો.

    પ્રયાગની વાત સાંભળીને તે બંને એકબીજાની તરફ જોવા લાગ્યા. ત્યારબાદ તેમાંથી એક થોડી હિંમત કરીને બોલ્યો,

    સર અમને માફ કરી દેજો પણ અમને અમારો જીવ ગુમાવવામાં કોઈ જ રસ નથી. સરહદ ઉપર રહીને મા ભારતી માટે ગોળી ખાવી પડે તો અમને મંજૂર છે પણ આ રીતે કોઈ અપરાધી ના હાથે મરવાનો અમને કોઈ શોખ નથી. માફ કરો અમે તમારી સાથે આગળ નહીં વધી શકીએ!

    હા પ્રયાગ સર તમે સમજવાની કોશિશ કરો. કૃતિ વિશે સચ્ચાઈ જણાવીને એક સાથે ત્રણ જીવ જાય એના કરતાં સારું છે કે તમે એકલા જ કૃતિના પિતા રણજીતને સચ્ચાઈ જણાવી દો.

    તમારે બંને મારી સાથે નથી આવવું તો હું તમને કોઈ ફોર્સ નહીં કરું પણ મારું જે કર્તવ્ય છે તે હું મોતના ડંકા ઉપર પણ નિભાવીશ! પ્રયાગ બોલ્યો.

    સર ઈશ્વર તમારી રક્ષા કરે, એટલી જ અમે તો દુઆ કરી શકીએ છીએ.

    અહીં થી પોલીસજીપ એકલો જ લઈને જઈશ! ત્યાં મારી સાથે કંઈક અજુગતું થાય તો મારા વિશે મારી આ આંટી ને જણાવી દેજો.

    ઠીક છે સર...

    લો આ નંબર...

    નંબર આપ્યા બાદ પ્રયાગ દ્વારા જીભ ઉભી રાખવામાં આવી. પેલા બે કોસ્ટેબલ જીપમાંથી ઉતરી ગયા અને ત્યારબાદ તેમાંથી એક બોલ્યો,

    સર અમને સારું તો નથી લાગી રહ્યું કે અમે તમારી સાથે નથી ચાલી રહ્યા પણ સર તમે અમારી મજબૂરી સમજી શકો છો. હજુ સુધી તમારા લગ્ન નથી થયા અને માફ કરજો પણ તમારો પરિવાર પણ નથી. ક્યાંક તમને કંઈ થઈ જશે તો ફક્ત આ પોલીસ ડિપાર્ટમેન્ટને જ ફરક પડશે પણ જો અમને કંઈ થશે તો અમારા પરિવારજનો રખડી પડશે. તમે અમને સમજવાની કોશિશ કરીને એજ બહુ મોટી વાત છે, થેંક્યું સર.

    કોન્સ્ટેબલ તમે જે કહી રહ્યા છો ને એ વાત એકદમ ખોટી છે. હું અનાથ જરૂર છું પણ મારો પરિવાર નથી ને એ વાત તદ્દન ખોટી છે. ભલે મારી પાછળ રોવા માટે કોઈ નથી પણ આ દુનિયા મારો પરિવાર છે ને હવે તો મને કોઈ પોતાનું કહેવાવાળું પણ મળી ગયું છે. જેની માટે મારું દિલ ધડકે છે.

    આટલું બોલતા જ પ્રયાગ રોકાઈ ગયો કેમકે જે તે બોલી ગયો હતો તે વિહિતા વિશે હતું. તેની માટે તેના દિલમાં અનેક લાગણીઓ હતી પણ હજુ સુધી તે તેમને સમજી શક્યો ન હતો.

    તેની આંખો વહેવા લાગી કેમ કે ગઈ કાલે સાંજે જે વિહિતા સાથે તેનો વાર્તાલાપ થયો અને ત્યારબાદ તે તેની સાથે દોસ્તી તોડી ચૂકી હતી. જે યાદ આવતાં જ તે ઉદાસ થઈ ગયો અને બોલ્યો,

    મારું પણ કોઈક છે, જે અત્યારે મારાથી નારાજ છે. સો આજે તો તમે કહી દીધું છે કે મારો કોઈ પરિવાર નથી પણ આગળથી આવું કંઈ કહેવાની કોશિશ પણ ન કરતા!

    સોરી સર તમને મારી વાત ખોટી લાગી હોય તો પણ અમે અમારા પરિવાર વિશે વિચારીને જ તમને ના કહી રહ્યા છે.

    હા તો કોસ્ટેબલ હું તમારી વાત સમજી શકું છું અને એટલા માટે જ તમને મેં અહીં ઉતારી દીધા. તમારી ડ્યુટી અત્યારે મારી સાથે લખાયેલી છે અને તમારું ફર્ઝ બને છે કે તમે મારી સાથે આવીને તે ડુટી નિભાવો. પણ તમે સ્વાર્થી થઈ શકો છો હું નહીં! જેટલો તમને તમારો જીવ વ્હાલો છે ને એટલો જ મને મારો જીવ વ્હાલો છે. મારા પણ કેટલાક સ્વપ્ન છે અને કેટલાક અરમાન પણ છે. મને પણ ડર લાગે છે અને મારી માટે પણ મારો જીવ કીમતી છે પણ જીવ કરતા મારી માટે અત્યારે સૌથી વધારે જરૂરી છે તો કોઈકની લાડલી સાથે થયેલા કૃત્ય વિશે, તેમને જણાવું.

    સર તમારી બધી જ વાત એકદમ બરાબર છે. તમે જે કરવા જઈ રહ્યા છો એ ખરેખર તમારું કર્તવ્ય નિભાવવા માટે કરી રહ્યા છો. પણ એકલી ડ્યુટી જ અમારું કર્તવ્ય નથી. જે પરિવાર માટે આ ડ્યુટી જોઈન કરી છે, એ પરિવાર માટે પણ અમારું કંઈક ફર્ઝ બને છે. જેમની માટે અમે લોકો કમાઈએ છીએ એમની માટે સલામત રહેવું પણ જરૂરી છે. સર તમે તો તમારો જીવ મુશ્કેલીમાં મૂકી રહ્યા છો, પણ અમને અમારો જીવ મુશ્કેલીમાં મુકવાનો કોઈ જ શોખ નથી.

    મને પહેલા જ તમારા બંનેની નિયત ખબર પડી ગઈ હતી. જે પરિવાર માટે તમે ડ્યુટી નિભાવી રહ્યા છો ને એ પરિવાર તમારો ક્યારેપણ સાથ નહીં આપે, જ્યારે તેમને એ ખબર પડશે કે તમે તમારી જિંદગીના બદલામાં કંઈક ખોટો રસ્તો પસંદ કર્યો છે. આટલું કમાવા છતાં જો શરાબ પીને ઘરમાં જશો તો તમારો પરિવાર જ તમારો તિરસ્કાર કરશે! આદર અને તિરસ્કાર કરવા માટે તમે તેમની સાથે છો પણ તમને ખ્યાલ નથી કે કૃતિ રણજીતની લાડલી હતી. જેની માટે તે કંઈપણ કરવા તૈયાર હતો પણ હવે એજ નથી રહી. તો શું તેના પિતાને તેના મોત વિશે જાણવું જરૂરી નથી?

    પ્રયાગની વાત સાંભળીને પેલા બે પોલીસકર્મીઓ એકબીજા તરફ જોવા લાગ્યા હતા. તેમને બંનેને સમજાઈ રહ્યું નહોતું કે તેમને બંનેએ જે કંઈપણ કર્યું તે બરાબર કર્યું કે ખોટું કર્યું! તેમના બંનેના મોં જોઈને પ્રયાગ સમજી ગયો હતો. એટલે તે બોલ્યો,

    અત્યારે તમે બંને જે વિચારી રહ્યા છો એનો મતલબ એ છે કે તમને પસ્તાવો થઈ રહ્યો છે પણ હું કહું છું કે પસ્તાવો કરવાની કોઈજ જરૂર નથી.

    "સર અમે પસ્તાવો તો નથી કરી રહ્યા પણ અમારા જીવને લઈને અમે થોડા સ્વાર્થી બની ગયા છે. અમે તમારી સાથે નથી આવી શકતા તેની માટે અમે ખૂબ શરમિંદા છીએ! અને તમે જે અમને સમજી રહ્યા છો તેની માટે તમારા આભારી પણ

    Enjoying the preview?
    Page 1 of 1