Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

કાલો - ધ નૂર ઓફ કુલભાટા
કાલો - ધ નૂર ઓફ કુલભાટા
કાલો - ધ નૂર ઓફ કુલભાટા
Ebook249 pages2 hours

કાલો - ધ નૂર ઓફ કુલભાટા

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

કાલો - ધ નૂર ઓફ કુલભાટા નવલકથા રાજસ્થાનના રણમાં વસેલા કુલભાટા ગામની છે, જ્યાં કાલો નામની ખૂબજ ભયાનક ડાકણ થઈ ગઈ, તેની વાસ્તવિકતાની જુબાની આ કહાની છે. નવલકથાની શરૂઆત કાલો નામની ડાકણ દ્વારા જે કુંવારી કન્યાઓની બલી ચડાવવામાં આવતી હતી, ત્યાંથી લઈને કરવામાં આવી છે. ત્યારબાદ તાંત્રિક દ્વારા આ ડાકણને મારીને કેદ કરવામાં આવે છે પણ અમુક સમય બાદ ગામનો એક યુવાન આ ડાકણને ફરી આઝાદ કરી દે છે. ત્યારબાદ કાલો ડાકણ તે યુવાનને વશમાં કરીને ગામમાં તેનો આતંક ફેલાવે છે. ત્યાંથી વાર્તા પાછી ભૂતકાળમાં જાય છે અને કાલો ડાકણ બનેલી ચંદાના જન્મથી લઈને ડાકણ બની ત્યાં સુધીના સફરની સેર કરાવે છે. ત્યારબાદ ફરી વાર્તા ત્યાં આવે છે જ્યાંથી ગામનો યુવાન રુહાન કાલો ડાકણના વશમાં થયો હતો. કાલો ડાકણ અંતમાં એક યુવતીની બલી આપી રુહાન સાથે લગ્ન કરવા માગતી હતી પણ ગામના એક માણસને કાલોની વાસ્તવિકતા ખબર પડી જાય છે અને તે રુહાનને કાલો ડાકણની હકીકતથી વાકેફ કરે છે. ત્યારબાદ એક ચાલ રમવામાં આવે છે અને કાલો ડાકણને હંમેશાં હંમેશાં માટે કુલભાટાગામની અંદર કેદ કરી દેવામાં આવે છે.

Languageગુજરાતી
Release dateFeb 22, 2023
ISBN9798215732199
કાલો - ધ નૂર ઓફ કુલભાટા

Read more from Ankit Chaudhary Shiv

Related to કાલો - ધ નૂર ઓફ કુલભાટા

Related ebooks

Reviews for કાલો - ધ નૂર ઓફ કુલભાટા

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    કાલો - ધ નૂર ઓફ કુલભાટા - Ankit Chaudhary shiv

    અંકિત ચૌધરી શિવ

    અર્પણ

    જીવનના એક ધ્યેય સમાન વાંચનને જેમને પોતાની ભીતર વસાવવાનું નક્કી કર્યું છે, એવા મારા તમામ વહાલાં વાંચકોને...

    પ્રસ્તાવના

    જગતનો તાત જ્યારે કલમને પકડી શબ્દોનું વાવેતર કરે ત્યારે અવનવી રચનાઓનો પાક લણે. સમાજમાંથી દૂષણ હણી રચનાઓનાં તાણાવાણા ગુંથે છે. આજે એવા જ કૃષિપુત્ર, જમીનથી જોડાયેલા અને રણમાં ખીલેલાં ગુલ સમા, શિવ ભક્ત અંકિત ચૌધરીની વાત કરી રહી છું.

    જેમણે જમીન સાથે જોડાઈ, આભને આંબવાની કોશિશ કરી છે! શબ્દોની પાંખે અને ટેકનોલોજીની આંખે! ગગન વિહારી બનેલાં અંકિતભાઈ નિર્મળ સ્નેહનું ખળખળ વહેતું ઝરણું છે! હું સદભાગી છું કે તેમણે મને માતૃપદે સ્થાપી, સન્માની છે. જેમનું હૈયું સદૈવ સદભાવનાની લહાણી કરવા તત્પર રહે છે. કોઈપણ તકને ઝડપી તેને અનેરો અવસર બનાવી દે છે. ઊંઝા (વણાગલા) જેવા ગામડામાં રહી આજે પીએચડીની તૈયારી કરી રહ્યા છે, શેરચેટ પર સુંદર હોસ્ટિંગ કરી, શેરચેટના શેર બની, દ્રોણાચાર્ય એવોર્ડના હકદાર બન્યા. તે જ પ્રમાણે પ્રતિલિપિ, facebook, જેવા માધ્યમોમાં પણ પોતાની કલમનાં અજવાળાં પાથરી રહ્યાં છે. તેમણે વાચકો અને ફોલોઅર્સને તેમની વાર્તાઓનાં, ધારાવાહિક નવલકથાનાં બંધાણી બનાવ્યાં છે. શબ્દો તો કાળ કે સીમાનાં મોહતાજ હોતાં જ નથી! પરંતુ તેમનાં શબ્દો તો આ લોક, પરલોક, પિચાશલોક અને ત્રિલોકની યાત્રા કરાવે છે.

    તેમનાં દ્વારા લખાયેલ કર્તવ્ય એક બલિદાન વાર્તા, તરંગીણી સમીપે કાવ્યસંગ્રહ, ઉપરાંત પ્રતિલિપિ અને Kukufm પર ધૂમ મચાવનાર કેટલીય ધારાવાહિક નવલકથાઓ તેમની બહુમુખી પ્રતિભાને ઉજાગર કરે છે.

    કર્તવ્યની એરણ પર ખરી ઉતરનાર કર્તવ્ય એક બલિદાનની નાયિકા ખરેખર કર્તવ્ય નિષ્ઠ છે, જ્યારે કલ્પનાની દુનિયાની સફર કરાવે છે 'ધ કાલો..' જગતનું એક એવું અસ્પૃશ્ય સામ્રાજ્ય જેની કલ્પના પણ હૃદયની ધડકન વધારી દે છે, પરંતુ તેમની પાસેથી જ્યારે જાણ્યું કે આ એક સત્ય કથા પર આધારિત નવલકથા છે ત્યારે તો ખરેખર મારું હૈયું એક ધડકન ચૂકી ગયેલ. આ જમાનામાં પણ આવું શક્ય હોય? આવી અજુક્તિ દુનિયાનો અલભ્ય પ્રવાસ કરાવે છે અંકિતભાઈ...

    એક સુંદર કન્યા પાછળ દોડતી રૂપવતી નારી. જે તેનો પીછો કરે છે, યુવતી જીવ બચાવવા આગળ દોડી રહી છે, આવી રોચક શરૂઆત જ વાચકની ઉત્કંઠા વધારી દે છે. અને પાછળ દોડનારી એક સુંદર નારી એક ડાકણ તરીકે તેનો ભોગ લેવા ઇચ્છે છે, તેવું જાણ્યા બાદ રૂંવાડા ખડા થઈ જાય તેવી રોચક યાત્રા શરૂ થાય છે. આ ઉત્કંઠાની ચરમ સીમારૂપ દ્રશ્ય તો તાંત્રિકનાં પડકારમાં ઊભાં થાય છે, તે સમયનાં તેમનાં સંવાદ અને તાંત્રિકની દુનિયાનો પરિચય મળે છે. તાંત્રિક તેનાં કૌશલ્ય વડે તેને કાબુમાં કરી, મારીને દાટી દે છે. એ સમયે ડાકણ કાલો અને તાંત્રિક વચ્ચેનાં સંવાદ આખા દ્રશ્યને જાણે તાદૃશ્ય કરે છે. ગામ લોકો સાથે વાચક પણ જાણે હાશકારો અનુભવે છે.

    અંદર દાટેલી ડાકણ ફરીથી બહાર નીકળવા તડપે છે. અને તેનાં માટેની પેરવી કરી એક નબળા મનનાં યુવાન રૂહાનને પોતાનું હથિયાર બનાવે છે. જેનો મુખી પિતા આ ડાકણને મારવા માટેનાં તાંત્રિકને નવાજી રહ્યો હતો. તે જ પિતાની જાણ બહાર પુત્ર આ કાલોની જાળમાં ફસાઈ જાય છે. જોકે તાંત્રિકને અંદેશો આવી જાય છે કે કોઈએ ચુડેલને બહાર કાઢી છે પરંતુ પુત્ર પ્રેમને વશ મુખી પોતાનાં પુત્ર વિશે કહેલી વાત માની નથી શકતો ને તાંત્રિકને લોભી ઠેરવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે બીજી બાજુ ચુડેલ રૂહાનને હાથો બનાવી, તેની સાથે પ્રેમ ભર્યા વ્યવહારથી તેને વશ કરી, હવન નષ્ટ કરાવી, તાંત્રિકને મોતને ઘાટ ઉતરાવે છે. 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ' જેવો ઘાટ ઘડાય છે અને શરૂ થાય છે કુલભાટા ગામની રહસ્યમય કથાનો પ્રારંભ....

    બે ફૂલ જેવી દીકરીઓ ચંદા ને ચંદ્રપ્રભા જ્યારે પિતા સાથે બજારમાં જાય છે ને ચંદા કાળું ફૂલ લેવાની જિદ્દ પકડે છે, તેને જોનાર એક વૃદ્ધા ચંદામાં પોતાનો શિકાર જુએ છે અને રહસ્યમય તાણાવાણા ભરી એક અન્ય કથા શરૂ થાય છે.

    ચંદાનો પિતા જ્યોતીન્દ્ર એક અજાણી લાચાર વૃદ્ધાને આશરો આપે છે પરંતુ તે વૃદ્ધાના બદઇરાદા તેને કળાતા નથી અને તે વૃદ્ધાને માતૃ પદે સ્થાપે છે. ચંદાને જાદુ કરી વશમાં કરવાની વિદ્યાની જાણકારી આપી તે વૃદ્ધા, ચંદાને ચુડેલની દુનિયામાં પ્રવેશ કરાવવા માટેની તાલીમ આપે છે. એક અબુધ બાળકી તેને જાદુનાં ખેલ માની, આ બની બેઠેલાં દાદીમાને વશ થઈ જાય છે. આ અંદર ખાને ચાલતું કાર્ય સમગ્ર ઘરનાં લોકોથી ગુપ્ત હતું.

    વૃદ્ધ દાદીમા બનેલી દામો ડાકણ યોગ્ય સમયની રાહ જોતી કુટુંબની વડીલ બની બેઠી હતી. ઘરનાં લોકો પર તેમજ ચંદા પર તેનું પૂર્ણ વર્ચસ્વ હતું. આ વર્ચસ્વના જોરે ચંદાનાં વિવાહ સમયે ઊભા થયેલા ખટરાગને હાથો બનાવે છે. પોતે આટલા વર્ષ કરેલી જાણે તપસ્યા હતી તેનું ફળ મેળવવાની તૈયારી શરૂ કરે છે.. તારું વેવિશાળ તૂટવાનું કારણ તારી બહેન એટલે કે આપણી ચંદ્રપ્રભા જ છે આમ કહીને તે ચંદાના મનમાં વેરના બીજ રોપે છે. અને શરૂ થાય છે બદલો લેવાની શરૂઆત અને ચંદાને ડાકણમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા, જે ખૂબ જ જુગુપ્સાપ્રેરક દ્રશ્યોથી ભરેલી છે. નરભક્ષક વાઘણની જેમ વિફરેલી ચંદા કાલોના માર્ગદર્શન હેઠળ વિનાશ સર્જવાની શરૂઆત કરે છે. આમ શરૂ થાય છે ફુલભાટા ગામની વિનાશ યાત્રા...

    વિનાશ વેર્યા બાદ, ચુડેલ બનેલી ચંદા હવે તેને તૈયાર કરનારી દામો ચુડેલની પાકી શિષ્યા, બલ્કે દામો ચુડેલનો હાથો બની જાય છે. ચંદાએ વેરેલો વિનાશ શેતાનને ખુશ કરી દે છે ને બ્રહ્માંડની સર્વ શ્રેષ્ઠ ચુડેલ બનવાનું વરદાન મેળવી લે છે. વૃદ્ધા બની બેઠેલ દામો ચુડેલની જાણ બહાર તે ખૂબ શક્તિશાળી ચુડેલ બની જાય છે. દામો ચુડેલ સાથે તે ડાકણોની દુનિયામાં પ્રવેશ કરે છે. ફરી રહસ્યમય દુનિયાનાં તણાવાણા ગૂંથાય છે. ચંદા પોતાના આ નવા અવતારમાં રોહનને પોતાનો હાથો બનાવે છે ને ફરી એક તિલસ્માતી દુનિયાની શરૂઆત થાય છે.

    મુખીને પોતાનો દીકરો ચુડેલની જાળમાં સપડાયેલો છે તેની જાણ થતાં ફરી કોઈ તાંત્રિક દ્વારા ધાગો બંધાવી તેની સગાઈ કરે છે. આ સગાઈ ચંદાના મનમાં વેરની આગ ભડકાવે છે. આ ભડકામાં ઘી નાખી પ્રજ્વલિત કરવાની પ્રક્રિયા અંકિતભાઈએ એટલી રોચક રીતે વર્ણવી છે કે હવે તે શું કરશે? હવે શું થશે? જેવી જિજ્ઞાસા વાચકને વધુને વધુ જકડી રાખે છે. તેનો તોડ પણ એક નાટકીય રીતે આણવાનો તખતો તૈયાર કરે છે. એક અન્ય પાત્ર આ ઉકેલનો નિમિત બને છે.

    બીજી બાજુ તાંત્રિક અને તેનાં ચેલાનું મૃત્યુનું રહસ્ય મૂખીને હાથ લાગે છે આમ ચારે બાજુથી ચુડેલ ભીંસાય છે. રહસ્યમય દુનિયાનાં જાણે વળતાં પાણી સર્જાય છે પરંતુ આ વળતાં પાણીમાં દુનિયાનાં નકશા પરનું એક ગામ જાણે ડૂબી જાય છે. વાસ્તવિક જગતમાં ઉજ્જડ બનેલાં આ ગામની રહસ્યમય  દુનિયાનો પરિચય કરાવતી અંકિતભાઈ ની 'કાલો - ધ નૂર ઓફ કુલભાટા' નવલકથા કલમ વડે કોતરણી થયેલ એક સ્તંભ સમાન છે આવા તો અનેક સ્તંભ રચી તેઓ તેમની રચનાઓ અને સફળતાનો કિલ્લો બાંધશે અને તે કિલ્લા પર તેમની વિજય પતાકા જરૂર લહેરાશે.

    કહે છે ને "તરબિયતથી પથ્થર ઉછાળો તો આસમાનમાં પણ છેદ પાડી શકો'.બસ આ પથ્થર ઉછાળવાની કળા અંકિતભાઈએ ઉપલબ્ધ કરી લીધી છે સાહિત્ય જગતમાં પોતાનું નામ અંકિત કરી તેમની બહુમુખી પ્રતિભા દ્વારા એક નવો ચીલો ચાતરી રહ્યાં છે ફક્ત બે સવા બે વર્ષના ગાળામાં એમને સાહિત્ય સર્જન કરવામાં પાછું વળીને જોયું નથી એક માતા તરીકે તેમની આ પ્રગતિ અનેકગણી થાય તેવી શુભાશિષ સાથે વિરમું છું.

    ડૉ. નારદી પારેખ નંદી

    લેખકનો પરિચય

    ટૂંક સમયમાં જ સાહિત્ય જગતમાં પોતાની કલમ વડે પોતાનું નામ અંકિત કરનાર એટલે અંકિત ચૌધરી શિવ. તેમની નવલકથા કાલો - ધ નૂર ઓફ કુલભાટા પ્રકાશિત થઈ રહી છે, ત્યારે તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સુંદર અવસરે મારા માનસપુત્રનો પરિચય અને તેના સાહિત્ય સર્જનનું નિરૂપણ કરતા એક માનું હૃદય ગર્વ અનુભવે છે.

    અંકિતનો જન્મ મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વણાગલામાં થયો છે. તેના પિતા શિવરામભાઈ ચૌધરી વ્યવસ્થાયથી ખેતી સાથે સંકળાયેલા છે અને તેમ

    ની માતા હેમીબેન એક આદર્શ ગૃહિણી છે. તેણે M.A. B.Ed. અંગ્રેજી વિષય સાથે અભ્યાસ કરેલ છે. છેલ્લા અઢી વર્ષના ટૂંકા ગાળામાં જ તેના લેખનના શોખને તેણે તેનું પેશન બનાવીને ખૂબ સરસ સર્જન કર્યું છે.

    તેની ધારાવાહિકનું લખાણ દિલો દિમાગથી પાત્રો સાથે જકડી રાખે છે અને ક્યારે નવો ભાગ આવે તેની ઇન્તેજારી રહે છે. પ્રતિલિપિ પર તેની ધારાવાહિક ટોપ ટેનમાં સ્થાન પામે છે. લાખોની સંખ્યામાં તેના વાચકો અને ચાહકો છે. જેમાંની એક હું પણ છું. ના ફક્ત ધારાવાહીક નહિ પરંતુ તેની ગઝલ, અછાંદસ, ગીત, કાવ્યમાં પણ તેના લાગણીશીલ હ્રદયની ઊર્મિઓ છલકે છે. હા અંકિત એક ખૂબ જ ઋજુ હૃદયનો યુવાન છે. તેના ઉપનામ શિવ ના એક નામ નિર્મોહી ની જેમ જ તે ગુજરાતી સાહિત્ય માટે નિર્મોહી બનીને કાર્ય કરે છે. લેખકોને એક ખાસ પ્લેટફોર્મ આપવા માટે તેમને આગળ વધારવા અને તેમના લેખનને પ્રોત્સાહન આપવા માટે તે નિર્મોહી સાહિત્ય સરગમ નામે ઇ-મેગેઝીન ચલાવે છે. જે માટે તે ખૂબજ મહેનત કરીને પોતાનો અમૂલ્ય સમય આપી રહ્યો છે.

    હું અને અંકિત બંને તો કલમના માધ્યમથી મા - દીકરાના લાગણીભર્યા સંબંધમાં ક્યારે જોડાઈ ગયા તેની અમને પણ ખબર પડી નથી! હું ક્યારેક હસતાં હસતાં પૂછું,

    અંકિત એક દિવસમાં ચાર- ચાર ધારાવાહિક નવલકથાનાં ભાગ એકસાથે તું કેવી રીતે લખી શકે છે?  બધું ભેળસેળ નથી થઈ જતું?

    ત્યારે હસીને એટલું જ કહે, લખાઈ જાય છે મા.

    આ છે તેની કલમની તાકાત !

    લેખન ઉપરાંત તે ખૂબ જ સારો હોસ્ટ, ગ્રાફિક ડિઝાઇનર અને વિડીયો ક્રિએટર પણ છે.

    તેના પ્રકાશિત પુસ્તકોની વાત કરું તો કર્તવ્ય એક બલિદાન (નવલકથા), તરંગિણી સમીપે (કાવ્યસંગ્રહ), અંતરનાદ અને કલશોર સહિયારો (કાવ્યસંગ્રહ) અને અમોઘ સહિયારો (વાર્તાસંગ્રહ) પુસ્તક રૂપે પ્રકાશિત થયેલા છે. તે અનેક એવોર્ડથી સન્માનિત છે. લગભગ અઢારથી પણ વધારે ધારાવાહિક તે લખી ચૂક્યો છે કે

    અને અત્યારે બીજી ઘણી ધારાવાહિક લખી રહ્યો છે અને આગળ લખતો રહેશે.

    કાલો - ધ નૂર ઓફ કુલભાટા એ રેગિસ્તાનમાં પાંગરતી એક ધારાવાહિક છે. રહસ્યમય અને રોમાંચથી ભરપૂર આ નવલકથા વિશે હું વધારે નથી લખતી. એ વાંચશો ત્યારે જ તે અનુભવાશે.

    જેના માથા પર સાક્ષાત શિવનો હાથ છે તેવા

    શિવ ની આ નવલકથા વાંચકોને જરૂર પસંદ પડશે. દીકરા શિવને નવલકથાનાં પ્રકાશન પ્રસંગે હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. તેની આ નવલકથા રહસ્યમય કથાઓમાં આગવી ઓળખ બની રહેશે તેવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપની અંદર બિરાજેલ લેખક અને કવિ હૃદય અવિરત આપની કલમ વડે નાવિન્ય સભર  સાહિત્ય પીરસતી રહે એ જ શુભેચ્છા.

    - મા

    ભારતી ભંડેરી અંશુ

    શુભેચ્છા સંદેશ..

    જીવન જેનું સર્જન છે, એવા શિવ ઉપનામ ધારી અંકિત ચૌધરીની નવલકથા 'કાલો - ધ નૂર ઓફ કુલભાટા' પ્રકાશિત થઈ રહી છે. તે  જાણીને ખૂબજ આનંદ થયો. અત્યારનો યુગ ડિજિટલ બની રહ્યો છે અને આ સમય સાથે તાલ મિલાવીને અંકિતભાઈ  ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ સર્જન કરવા બદલ કરી રહ્યા છે. આમ તો ગ્રામ્ય જીવનનો જીવડો, ગામડાંને કૂદરતનાં ખોળે ખેલનારા આજેય વતન વણાગલાની પાદરમાં રહીને ગામનું ને પોતાનું નામ ઓનલાઇન પ્લેટફોર્મ પર સાહિત્ય અને કલાની દૂનિયામાં ઘણા બધાં પીઢ અને નવોદિત કવિ, કવયિત્રીને સાહિત્ય ચાહકોનાં હ્રદયકમળમાં આગવું સ્થાન ધરાવે છે. સ્વભાવે જરૂરથી વધારે પડતા લાગણીશીલ, હમેશાં સંબંધોના સરવાળા જ કરનાર અંકિત શિવ પારકાંઓને પણ પોતીકાંનો પ્રેમ આપી પારિવારિક સંબંધો બાંધવામાં  ધરાવે છે.

    અંકિતભાઈ ચૌધરીને આમ તો શબ્દોનાં સોદાગર કહી શકાય. સામાજિક ઓછી સાહિત્યને ટેકનોલોજીમાં ઉચ્ચ બુદ્ધિ પ્રતિભા ધરાવે છે. વલ્ડ વિખ્યાત શેરચેટ કાયઁક્મનાં હોસ્ટ આરજે શિવ તરીકે અંકિતને લોકપ્રિયતા મળી છે. કોઈપણ વિષય પરની વાર્તામાં શબ્દગૂંથણીની ઝડપ એમના ડાબા હાથનો ખેલ કહી શકાય.

    અત્યાર સુધીમાં પ્રતિલિપિ, Kukufm, શેરચેટ, મોજ, ફેસબુક સહિત વિવિધ માધ્યમ પર અંકિત ચૌધરીનો દબદબો રહ્યો છે.

    અંગ્રેજી ભાષા સાથે ગ્રેજ્યુએશન કર્યું હોવા છતાં પણ ગુજરાતી ભાષામાં ઊંડી રુચિ ધરાવે છે.

    આજે જ્યારે એમનું પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તો તેના પ્રકાશન બાદ વાંચક પોતાના કરકમલમાં લેશે ત્યારે મને વિશ્વાસ છે કે, અંકિત ચૌધરી 'શિવ' નું આ પુસ્તકનું નૂર આપના હ્રદયનાં સંવેદનાનાં તારને ઝણઝણાવી અંત સુધી જકડી રાખશે.

    તેમના પરિવારજનો સહિત કુટુંબીજનોનાં સાથ, સહકાર અને હૂંફ થકી, એવં મા ભારતીનાં આશીર્વાદથી શ્રી અંકિત ચૌધરી 'શિવ' સિદ્ધિનાં શિખર તરફ પગલાં ભરી રહ્યા છે. આ પુસ્તક તૈયાર કરવાના ભગીરથ કાર્યમાં તનમનધનથી યોગદાન આપનાર

    Enjoying the preview?
    Page 1 of 1