Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Markandeya Puran
Markandeya Puran
Markandeya Puran
Ebook333 pages2 hours

Markandeya Puran

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે એમાં પુરાણ ભક્તિ ગ્રંથોના રૃપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા ભારતીય માનસ ચિંતન પછી ભક્તિની અવિરત ધારા પ્રવાહિત થઈ. વિકાસની આ પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની સ્વરૃપાત્મક વ્યાખ્યાથી ધીમે-ધીમે ભારતીય માનસ અવતારવાદ કે સગુણ ભક્તિની તરફ પ્રેરિત થયો. અઢાર પુરાણોમાં અલગ-અલગ દેવી-દેવતાઓને કેન્દ્રમાં માનીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ, કર્મ અને અકર્મની ગાથાઓ કહેવામાં આવી છે. આજના સતત દ્વન્દ્વના યુગમાં પુરાણોનું પઠન મનુષ્યને એ દ્વન્દ્વથી મુક્તિ અપાવવામાં એક નિશ્ચિત દિશા આપી શકે છે અને માનવતાના મૂલ્યોની સ્થાપનામાં એક સફળ પ્રયત્ન સિદ્ધ થઈ શકે છે. આ જ ઉદ્દેશ્યને સામે રાખીને વાચકોની રુચિ અનુસાર સરળ, સહજ ભાષામાં પુરાણ સાહિત્યની શ્રૃંખલામાં આ પુસ્તક પ્રસ્તુત છે.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateJun 3, 2022
ISBN9789350830376
Markandeya Puran

Read more from Dr. Vinay

Related to Markandeya Puran

Related ebooks

Reviews for Markandeya Puran

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Markandeya Puran - Dr. Vinay

    પુરાણ સાહિત્ય ભારતીય સાહિત્ય અને જીવનની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. અઢાર પુરાણોમાં અલગ-અલગ દેવી-દેવતાઓને કેન્દ્રમાં રાખીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ, કર્મ અને અકર્મની ગાથાઓ કહેવામાં આવી છે. આ રૃપમાં પુરાણોનું પઠન અને આધુનિક જીવનની સીમામાં મૂલ્યોની સ્થાપના આજના મનુષ્યને એક નિશ્ચિત દિશા આપી શકે છે.

    સતત દ્વન્દ્વ અને સતત દ્વન્દ્વથી મુક્તિનો પ્રયત્ન મનુષ્યની સંસ્કૃતિનો મૂળ આધાર છે. પુરાણ આપણને આધાર આપે છે. આ જ ઉદ્દેશ્યને લઈને વાચકોની રુચિ અનુસાર સરળ, સહજ ભાષામાં પ્રસ્તુત છે પુરાણ-સાહિત્યની શ્રૃંખલામાં ઉપ પુરાણ 'માર્કણ્ડેય પુરાણ'.

    માર્કણ્ડેય પુરાણ

    ડૉ. વિનય

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5083-037-6

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011- 41611861, 40712100

    ફેક્સ : 011- 41611866

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2015

    મુદ્રક : આદર્શ પ્રિન્ટર્સ, શાહદરા, દિલ્લી – ૩૨

    Markandeya Puran

    by : Dr. Vinay

    પ્રસ્તાવના

    ભારતીય જીવન-ધારામાં જે ગ્રંથોનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે, એમાં પુરાણને ભક્તિ ગ્રંથોના રૃપમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. પુરાણ-સાહિત્ય ભારતીય જીવન અને સાહિત્યની અક્ષુણ્ણ નિધિ છે. એમાં માનવ જીવનના ઉત્કર્ષ અને અપકર્ષની અનેક ગાથાઓ મળે છે. ભારતીય ચિંતન-પરંપરામાં કર્મકાંડ યુગ, ઉપનિષદ્ યુગ અર્થાત્ જ્ઞાન યુગ અને પુરાણ યુગ અર્થાત્ ભક્તિ યુગનો સતત વિકાસ થતો નજરે પડે છે. કર્મકાંડથી જ્ઞાનની તરફ આવતા-આવતા ભારતીય માનસ ચિંતનના ઉર્ધ્વ શિખર પર પહોંચ્યો અને જ્ઞાનાત્મક ચિંતન પછી ભક્તિની અવરિત ધારા પ્રવાહિત થઈ.

    વિકાસની આ પ્રક્રિયામાં બહુદેવવાદ અને નિર્ગુણ બ્રહ્મની, સ્વરૃપાત્મક વ્યાખ્યાથી ધીમે-ધીમે ભારતીય માનસ અવતારવાદ કે સગુણ ભક્તિની તરફ પ્રેરિત થયો. પુરાણ સાહિત્ય સામાન્ય રીતે સગુણ ભક્તિનું પ્રતિપાદન કરે છે. અહીંયા આવીને આપણને એ પણ જાણ થાય છે કે સૃષ્ટિના રહસ્યોના વિષયમાં ભારતીય મનીષિઓ (મહાપુરૃષો)એ કેટલું ચિંતન અને મન કર્યા છે. પુરાણ સાહિત્યને ફક્ત ધાર્મિક અને જૂની કથા કહીને છોડી દેવી એ આખી ચિંતન-ધારાથી પોતાને અપરિચિત રાખવા પડશે, જેને જાણ્યા વગર આપણે વાસ્તવિક રૃપમાં પોતાની પરંપરાને નથી જાણી શકતા.

    પરંપરાનું જ્ઞાન કોઈ પણ સ્તર પર ખૂબ જ જરૃરી હોય છે, કેમ કે પરંપરાથી પોતાને સંબંદ્ધ કરવા અને ત્યારે આધુનિક થઈને એનાથી મુક્ત થવું બૌદ્ધિક વિકાસની એક પ્રક્રિયા છે. આપણાં પુરાણ-સાહિત્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ, વિકાસ-માનવ ઉત્પત્તિ અને પછી એના વિવિધ વિકાસાત્મક સોપાન એ પ્રકારે આપવામાં આવ્યા છે કે જો એનાથી ચમકદાર અને વધારાના વિશ્વાસના અંશ ધ્યાનમાં ન રાખવામાં આવે તો અનેક વાતો વિજ્ઞાનસમ્મત પણ થઈ શકે છે, કેમ કે જ્યાં સુધી સૃષ્ટિના રહસ્યનો પ્રશ્ન છે, વિકાસવાદના સિદ્ધાંત છતાં અને વૈજ્ઞાનિક જાણકારી હોવા પર પણ તે હજુ સુધી મનુષ્યની બુદ્ધિ માટે એક પડકાર છે અને આથી જે વાતોનું વર્ણન સૃષ્ટિના સંદર્ભમાં પુરાણ-સાહિત્યમાં થયું છે એને એકાએક પૂરી રીતેથી નકારી નથી શકાતું.

    મહર્ષિ વેદવ્યાસને આ ૧૮ પુરાણોની રચનાનો શ્રેય છે. મહાભારતના રચયિતા પણ વેદવ્યાસ જ છે. વેદવ્યાસ એક વ્યક્તિ રહ્યાં હશે અથવા એક પીઠ, એ પ્રશ્ન બીજો છે અને એ વાત પણ અલગ છે કે આખી પુરાણ કથા-કથન શૈલીમાં વિકાસશીલ રચનાઓ છે. આથી એમના મૂળ રૃપમાં પરિવર્તન થતું ગયું, પરંતુ જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો આ આખા પુરાણ વિશ્વાસની એ ભૂમિ પર અધિષ્ઠિત છે, જ્યાં ઐતિહાસિકતા, ભૂગોળનું સ્વરૃપ. આ વાત બીજી છે કે જે જીવન-મૂલ્યોની સ્થાપના એ સમયમાં પુરાણ-સાહિત્યમાં કરવામાં આવી, તે આપણા આજના સંદર્ભમાં કેટલી પ્રાસંગિક રહી ગઈ છે? પરંતુ સાથે એ પણ કહેવું પડશે કે ધર્મ અને ધર્મનો આસ્થામૂલક વ્યવહાર કોઈ તર્ક અને મૂલ્યવત્તાની પ્રાસંગિકતાની અપેક્ષા નખી કરતો. એનાથી એક એવો આત્મવિશ્વાસ અને આત્મલોક જન્મ લે છે, જેનાથી માનવનો આંતરિક ઉત્કર્ષ થાય છે અને આપણે કેટલી પણ ભૌતિક અને વૈજ્ઞાનિક પ્રગતિ કરી લઈએ અંતે આસ્થાની તુલનામાં આ પ્રગતિ વધારે સમય સુધી નથી રોકાતી. આથી પુરાણોનું મહત્ત્વ તર્ક પર વધારે આધારિત ન થઈને ભાવના અને વિશ્વાસ પર આધારિત છે અને આ જ અર્થોમાં એનું મહત્ત્વ છે.

    જેમ કે અમે કહ્યું કે પુરાણ-સાહિત્યમાં અવતારવાદની પ્રતિષ્ઠા છે. નિર્ગુણ નિરાકારની સત્તાને માનીને સગુણ સાકારની ઉપાસનાનું પ્રતિપાદન આ ગ્રંથોનો મૂળ વિષય છે. ૧૮ પુરાઓમાં અલગ-અલગ દેવી-દેવતાઓને કેન્દ્રમાં રાખીને પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ તથા કર્મ અને અકર્મની ગાથાઓ કહેવામાં આવી છે. એ બધાથી એક જ નિષ્કર્ષ નિકળે છે કે આખરે મનુષ્ય અને આ સૃષ્ટિના આધાર-સૌંદર્ય તથા એની માનવીય અર્થવત્તામાં ક્યાંક ને ક્યાંક સદ્ગુણોની પ્રતિષ્ઠા થવી જ જોઈએ. આધુનિક જીવનમાં પણ સંઘર્ષની અનેક ભાવભૂમિઓ પર આવ્યા પછી પણ વિશિષ્ટ માનવ મૂલ્ય પોતાની અર્થવત્તા નથી ગુમાવી શકતા. ત્યાગ, પ્રેમ, ભક્તિ, સેવા, સહનશીલતા વગેરે એવા માનવ ગુણ છે, જેના અભાવમાં કોઈ પણ ઉત્તમ સમાજની કલ્પના નથી કરી શકાતી. આથી અલગ-અલગ પુરાણોમાં દેવતાઓને અલગ-અલગ સ્વરૃપોને લઈને મૂલ્યના સ્તર પર એક વિરાટ આયોજન મળે છે. બીજી એક વાત આશ્ચર્યજનક રૃપથી પુરાણોમાં મળે છે કે સત્કર્મની પ્રતિષ્ઠાની પ્રક્રિયામાં અપકર્મ અને દુષ્કર્મનું વ્યાપક ચિત્રણ કરવામાં પુરાણકાર ક્યારેય પાછળ નથી હટ્યાં અને એણે દેવતાઓની કુપ્રવૃત્તિઓને પણ વ્યાપક રૃપમાં ચિત્રિત કર્યું છે, પરંતુ એનો મૂળ ઉદ્દેશ્ય સદ્ભાવનાનો વિકાસ અને સત્યની પ્રતિષ્ઠા જ છે.

    કળિયુગ જેવું વર્ણન પુરાણોમાં મળે છે. આજે આપણે લગભગ એવો જ સમય જોઈ રહ્યાં છીએ. તેથી એ તો નિશ્ચિત છે કે પુરાણકારે સમયના વિકાસમાં વૃત્તિઓ અને વૃત્તિઓના વિકાસને ઘણી સારી રીતેથી ઓળખ્યો. આ રૃપમાં પુરાણોનું પઠન અને આધુનિક જીવનની સીમામા મૂલ્યોનું સ્થાપન આજના મનુષ્યને એક દિશા તો આપી શકે છે, કેમ કે આધુનિક જીવનમાં અંધવિશ્વાસનો વિરોધ કરવો તો તર્કપૂર્ણ છે, પરંતુ વિશ્વાસનો વિરોધ કરવો આત્મહત્યા સમાન છે.

    પ્રત્યેક પુરાણમાં હજારો શ્લોક છે અને એમાં કથા કહેવાની પ્રવૃત્તિ તથા ભક્તના ગુણોનિ વિશેષણપરખ અભિવ્યક્તિ વારંવાર થઈ છે, પરંતુ ચેતન અને અચેતનના તમામ રહસ્યાત્મક સ્વરૃપોનું ચિત્રણ, પુનરુક્તિ ભાવથી થયા પછી પણ અત્યંત પ્રભાવશાળી થયું છે અને હિન્દીમાં અનેક પુરાણ યથાવત્ લખવામાં આવ્યા. પછી પ્રશ્ન ઉઠી શકે છે કે અમે આ પ્રકારે પુરાણોનું લેખન અને પ્રકાશન કેમ પ્રારંભ કર્યું. ઉત્તર સ્પષ્ટ છે કે, પોતાના પ્રકાશનની સીમામાં જે વાચકો સુધી અન્ય પુરાણ નહીં પહોંચ્યા હોય, અમે એમના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને આ પઠનીય સાહિત્યને એમની સામે પ્રસ્તુત કરીને જીવન અને જગતની સ્વતંત્ર ધારણા સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી શકીશું.

    અમે મૂળ પુરાણોમાં કહેવામાં આવેલી વાતો અને શૈલી યથાવત્ સ્વીકાર કરી છે અને સામાન્ય વ્યક્તિને પણ સમજમાં આવવાવાળી ભાષાનો પ્રયોગ કર્યો છે. પરંતુ જે તત્ત્વદર્શી શબ્દ છે એનો એવો જ પ્રયોગ કરવાનો નિશ્ચય એથી કરવામાં આવ્યો કે એનું જ્ઞાન અમારા વાચકોને એ જ રૃપમાં થાય.

    આપણે આજના જીવનની વિડંબણાપૂર્ણ સ્થિતિની વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ. આપણા ઘણા બધા મૂલ્ય ખંડિત થઈ ગયા છે. આધુનિક વિજ્ઞાનના નામ પર વિદેશી ચિંતનનો પ્રભાવ આપણા ઉપર વધારે હાવી થઈ રહ્યો છે આથી એક સંઘર્ષ આપણને પોતાની માનસિકતાથી જ કરવો પડશે કે પોતાની પરંપરા જે ગ્રહણીય છે, મૂલ્યપરખ છે એના પર ફરીથી પાછું ફરવું પડશે. સાથે-સાથે તાર્કિક વિદેશી જ્ઞાન ભંડારથી પણ અપરિચિત રહેવું પડશે-કેમ કે વિકલ્પમાં જે કં પણ આપણને આપ્યું છે તે આરોહણ અને નકલથી વધારે કશું નથી. મનુષ્યનું મન ખૂબ જ વિચિત્ર છે અને એ વિચિત્રતામાં વિશ્વાસ અને વિશ્વાસનું દ્વન્દ્વ પણ સતત થથું રહે છે. આ દ્વન્દ્વથી પરે થવું જ મનુષ્ય જીવનનો ધ્યેય હોઈ શકે છે. સતત દ્વન્દ્વ અને સતત દ્વન્દ્વથી મુક્તિનો પ્રયત્ન મનુષ્યની સંસ્કૃતિના વિકાસનો આ જ મૂળ આધાર છે. પુરાણ આપણને આધાર આપે છે અને એ જ ધ્યાનમાં રાખીનેઅમે સરળ, સહજ ભાષામાં પોતાના વાચકોની સામે પુરાણ-સાહિત્ય પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમાં અમે ફક્ત પ્રસ્તુતકર્તા છીએ, લેખક નહીં. જે કંઈ આપણા સાહિત્યમાં છે, એને એ જ રૃપમાં ચિત્રિત કરીને અમને ગર્વનો અનુભવ થઈ રહ્યો છે.

    'ડાયમંડ પૉકેટ બુક્સ'ના શ્રી નરેન્દ્ર કુમારજી પ્રત્યે અમે ખૂબ જ આભારી છીએ કે એમણે ભારતીય ધાર્મિક જનતાને પોતાના સાહિત્યથી પરિચિત કરાવવાનું મહત્ત્વનું અનુષ્ઠાન કર્યું છે. દેવતા એક ભાવ સંજ્ઞા પણ છે અને આસ્થાનો આધાર પણ. આથી તે આપણાં માટે અનિવાર્ય છે અને આ પુરાણ એમના માટે છે, જેમના માટે આ અનિવાર્ય છે.

    ડૉ. વિનય

    માર્કણ્ડેય પુરાણનું મહત્ત્વ

    માર્કણ્ડેય પુરાણ વ્યક્તિઓમાં સત્કર્મમાં આસ્થા તેમજ ધર્મની પ્રતિષ્ઠાનો સંચાર કરે છે. એના અભ્યાસ-વાંચન કરવાથી મનુષ્ય પાપમુક્ત થઈને બ્રહ્મમય થઈ જાય છે. એનું પઠન-પાઠન પુષ્કરમાં સ્નાન અને દાન કરવા સમાન પુણ્યદાયક હોય છે.

    આ પુરાણમાં મહર્ષિ જૈમિની પોતાની કેટલીક જિજ્ઞાસાઓ માટે મુનિશ્રેષ્ઠ માર્કણ્ડેયજીના આશ્રમમાં જાય છે. એમાં શરૃમાં મહાભારતથી સંબંધિત કેટલાક પ્રશ્નોનો ઉલ્લેખ છે. જેનો જવાબ માર્કણ્ડેયજીએ કથાના અનુસાર આપ્યો છે. એમાં દ્રોણ પુત્રના ઉત્પન્ન થવાની કથા છે. આગળ મહાભારતથી સંબંધિત કેટલીય કથાઓ છે અને સાથે જ રાજા હરિશ્ચંદ્રની કથા પણ છે.

    આ પુરાણમાં પૂર્વજન્મના કર્મોના માન્યા છે અને એના અનુસાર જ મનુષ્ય કે કોઈ પણ પ્રાથીને જીવનનો નિર્વાહ કરવો પડે છે. ચિત્રગુપ્ત દ્વારા કર્મફળના લેખા-જોખા વાંચવા, નરક-સ્વર્ગનો ભોગ કરવો તેમજ એનું સિવસ્તાર વર્ણન છે. આ પુરાણમાં કર્મફળનું વિસ્તારથી વર્ણન છે. એનાથી સંબંધિત વર્ણનમાં કુશીક વંશમાં જન્મેલા એક બ્રાહ્મણની કથા કહેવામાં આવી છે.

    મદાલસા દ્વારા કર્તવ્ય જ્ઞાનની વાતને ઉઠાવવામાં આવી છે. એમાં એમના દ્વારા અગિયાર કર્મોપદેશી સૂત્રી ઉપદેશોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સાથે જ એમણે ગૃહસ્થ ધર્મ, શ્રાદ્ધ કર્મ, અનુષ્ઠાન વગેરેનો પણ ઉલ્લેખ કર્યો છે.

    આ પુરાણમાં માર્કણ્ડેયજીએ સૃષ્ટિના સિવસ્તારને ખૂબ વધારે ઊંડાણતાથી સમજાવવાનો અનુગ્રહ કર્યો છે. એમણે બ્રાહ્મણ વગેરે બધા વર્ણોના નિર્ધારિત કર્મોની પણ વ્યાખ્યા આ પુરાણમાં કરી છે. આગળ આ પુરાણમાં શુમ્ભ અને નિશુમ્ભ નામના દૈત્યોની કથા છે. ફળના આધાર પર મન્વન્તરોનું સારણીબદ્ધ રૃપથી વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતથી આ પુરાણમાં માર્કણ્ડેયજીએ પૂર્વકાળ અને સૃષ્ટિ રચવાનું સવિસ્તારથી વર્ણન આ પુરાણમાં કર્યું છે. આ અન્યતમ પુરાણ વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

    વિષય સૂચી

    માર્કણ્ડેય પુરાણ

    મહર્ષિ જૈમિનીનું માર્કણ્ડેય આશ્રમમાં પહોંચવું

    મહાભારત ગ્રંથથી સંબંધિત પ્રશ્ન

    દ્રોણ પુત્રના ઉત્પન્ન થવાની કથા

    ત્રિશિરા મહાતપસ્વીની કથા

    રાજા હરિશ્ચંદ્રની કથા

    મહર્ષિ વિશ્વામિત્ર અને વસિષ્ઠના યુદ્ધની કથા

    સુમતિના પૂર્વજન્મથી સંબંધિત જ્ઞાનનો ઉલ્લેખ

    નરકની યાતનાઓનું વર્ણન

    કુશિક વંશમાં જન્મેલા બ્રાહ્મણની કથા

    પાતાળલોકના નાગ રાજા અશ્વતરના પુત્રોની કથા

    રાણી મદાલસા દ્વારા અગિયાર કર્મોપદેશી સૂત્રી ઉપદેશ આપવા

    રાણી મદાલસા દ્વારા શ્રાદ્ધ કર્મ કરવાથી ફળ પ્રાપ્તિ માટે યાદી પ્રદાન કરવી

    મહારાજ અલર્કનું દત્તાત્રેયજી દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું

    માર્કણ્ડેયજી દ્વારા સૃષ્ટિના વિસ્તારને ઊંડાણતાથી સમજાવવું

    માર્કણ્ડેયજી દ્વારા બ્રાહ્મણોના કર્મોની વ્યાખ્યા

    માર્કણ્ડેયજી દ્વારા ઋત્વાક નામના વેદજ્ઞાની ઋષિની કથા

    કોષ્ટુકીનું વૈવસ્વત મન્વંતરનું વૃત્તાંત

    શુમ્ભ અને નિશુમ્ભ નામના દૈત્યોની કથા

    ફળના આધાર પર મન્વંતરોનું સારણીબદ્ધ રૃપ

    રાજા કરધમની કથા

    માર્કણ્ડેય પુરાણ

    ખૂબ પહેલાના સમયની વાત છે, મહર્ષિ જૈમિનિ પોતાની કેટલીક જિજ્ઞાસાઓ માટે મુનિશ્રેષ્ઠ માર્કણ્ડેયજીના આશ્રમમાં પહોંચ્યા. બધા પ્રકારથી મુનિવરની સ્તુતિ અભિવાદન કરીને એમણે માર્કણ્ડેયજીથી પૂછ્યું, હે મુનિશ્રેષ્ઠ! આ તો બધાને જાણ છે કે મહર્ષિ વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત ગ્રંથ બધા પ્રકારથી પૂર્ણ, સર્વજ્ઞાન સંપન્ન, વેદ-વેદાંગોનો સારભૂત, કાવ્યની ઉત્કૃષ્ટ ઉપમાના રૃપમાં વિખ્યાત છે. એવી કોઈ શંકા નથી જેનું નિવારણ મહાભારતમાં શ્રી વેદવ્યાસજીએ કર્યું ના હોય. ચારેય વર્ગોને પુણ્ય પ્રદાન કરવાવાળો આ મહાભારત ગ્રંથ સતત સેવન યોગ્ય છે. પરંતુ હે મુનિશ્રેષ્ઠ! હું અલ્પબુદ્ધિ હજુ પણ પૂર્ણ રૃપથી એના અર્થની ઊંડાણતા સુધી નથી પહોંચી શક્યો. હું નથી સમજી શક્યો કે સર્વજ્ઞાની પરબ્રહ્મ થઈને પણ આખરે નિર્ગુણ અને સર્વાન્તર્યામી ભગવાન્ વાસુદેવને સગુણ રૃપ કેમ ધારણ કરવું પડ્યું અને કેમ ફક્ત અર્જુનની પત્ની થઈને પણ દ્રૌપદીને પાંચ પતિઓની પત્ની બનવું પડ્યું.

    મુનિ જૈમિનિજીના મુખારવિન્દથી એવું સાંભળીને પરમજ્ઞાની માર્કણ્ડેયજી ક્ષણભર રોકાયા. પછી કહ્યું કે વિન્ધ્યાચલ પર્વત પર વાસ કરવાવાળા પક્ષીરૃપ દ્રોણપુત્રોની શરણમાં જાઓ, તેઓ તમારી શંકાનું નિવારણ કરશે. વિન્ધ્યાચલ પર્વતની કન્દરાઓમાં પક્ષી રૃપ દ્રોણ પુત્ર આ સમયે તપસ્યારત છે; તેઓ બધા શાસ્ત્રના જાણકાર છે. એમાં પિંગાક્ષ, વિબોધ તથા સુમુખ પુત્ર પ્રભૃતિ મહાત્મા અવશ્ય જ તમારો ભ્રમ દૂર કરવામાં સમર્થ છે.

    માર્કણ્ડેયજીના મુખારવિન્દથી આવો આદેશ મેળવીને જૈમિનિજીના મનમાં પુનઃ એ પ્રશ્ન ઉઠ્યો કે પક્ષીરૃપમાં આ વિદ્વાન કયા દ્વેષને કારણે પહોંચ્યા અને પક્ષી થઈને દ્રોણ પુત્ર શાસ્ત્રોપદેશ કયા પ્રકારે કરી શકે છે. આ પ્રશ્ન જ્યારે એમણે માર્કણ્ડેયજીથી કર્યો તો એમણે કહ્યું :

    ઘણા સમય પહેલાં એક વખત દેવરાજ ઇન્દ્ર નન્દન વનમાં સ્વર્ગની સુંદર અપ્સરાઓની સાથે વિહાર કરી રહ્યાં હતા કે દેવર્ષિ નારદ પણ ભ્રમણ કરતાં-કરતાં ત્યાં પહોંચ્યા. મુનિ નારદને ત્યાં આવેલા જોઈને દેવરાજ ઇન્દ્ર સહિત બધી અપ્સરાઓએ એમનું સ્વાગત તેમજ અભિનંદન કર્યું. પરસ્પર સંલાપ કરરીને ઇન્દ્રએ દેવર્ષિથી આગ્રહ કર્યો કે આ સર્વગુણ સમ્પન્ન અપ્સરાઓમાં જેને પણ તેઓ ઇચ્છે, પસંદ કરી શકે છે. જેને પણ તેઓ પસંદ કરી લેશે તે મુનિની સમક્ષ પોતાની નૃત્યકળાનું ઉત્તમ પ્રદર્શન કરશે.

    દેવર્ષિ નારદે પ્રસ્તાવ સાંભળીને કેટલીક ક્ષણ તો વિચાર્યું. ત્યારપછી અપ્સરાથોથી કહ્યું, હે શ્રેષ્ઠ સુંદરીઓ! તમારામાં જે પણ સર્વાધિક રૃપવાન, ગુણવાન તથા નૃત્યકળામાં પારંગત હોય તે જ પોતાના કુશળ હાવભાવની સાથે નૃત્ય પ્રદર્શન કરે.

    આ પ્રસ્તાવ સાંભળીને બધી અપ્સરાઓમાં હેરાની ફેલાઈ ગઈ. આ પણ એક સમસ્યા થઈ કઈ કે ખુદને કોઈ પણ અપ્સરા સર્વસુન્દરી કેવી રીતે ઘોષિત કરે કેમ કે પ્રત્યેક ખુદને સર્વાધિક રૃપવાન સમજતી હતી. તેથી સર્વપ્રથમ નૃત્ય ઉપસ્થિત કરવા માટે એમનામાં વિવાદ ઉપસ્થિત થઈ ગયો. આવી અસમંજસની સ્થિતિમાં દેવરાજ ઇન્દ્રએ નારદજીથી નિવેદન કર્યું કે તેઓ ખુદ કોઈને પણ પોતાની તરફથી આદેશ આપે, તે જ પોતાની નૃત્યકળાની નિપુણતાનો પરિચય આપશે.

    આના પર નારદજીએ કહ્યું કે હું એને જ સર્વાધિક રૃપવતી તથા નૃત્યકળામાં પારંગત સમજીશ, જે હિમાલય ક્ષેત્રમાં તપસ્યામાં લીન મુનિ દુર્વાસાને પોતાની વિદગ્ધ ભાવ-ચેષ્ટાથી કળા ચાતુરી અને કામિની રૃપ-યષ્ટિથી મોહિત કરીને તપસ્યાથી વિચલિત કરી શકશે. આ શરત સાંભળીને બધી અપ્સરાઓ હતપ્રભ થઈ ગઈ, ભયથી કાંપવા લાગી કેમ કે તેઓ જાણતી હતી કે દુર્વાસા મુનિનો શ્રાપ ખુબ જ ઉત્પીડક તેમજ દુષ્પરિણામ આપવાવાળો છે. પરંતુ 'વપુ' નામની અપ્સરાને પોતાના રૃપ અને કલા પર વધારે અભિમાન હતું. તે એનાથી પહેલાં પણ કેટલાય ઋષિ-મુનિઓના તપ ભ્રષ્ટ કરી ચુકી હતી. આથી મુનિનો પ્રસ્તાવ સ્વીકાર કરતી તે એ વિશ્વાસ આપીને ત્યાંથી દુર્વાસા મુનિના આશ્રમ તરફ ચાલી પડી કે તે ચોક્કસ જ દુર્વાસા મુનિનો તપ ક્ષીણ કરી દેશે અને એમને કામ મોહિત કરીને પોતાના રૃપપાશમાં બાંધી લેશે.

    દુર્વાસા મુનિના આશ્રમની છટા ખૂબ મનોહારી હતી. ત્યાં ભયાનક હિંસક જન્તુ પણ આપસી વૈરભાવ ત્યાગ પરસ્પર પ્રેમ અને આનંદપૂર્વક વિહાર કરતાં મળ્યાં. અનેક પ્રકારની લતાઓ અને વૃક્ષ વગેરે એકબીજામાં સખાની જેમ એક-બીજાની સાથે વ્યવહાર કરતાં નજરે પડી રહ્યા હતા. આવા મનોરમ્ય આશ્રમમાં થોડા અંતરથી જ વપુએ પોતાની માદક કોકિલ કંઠ ધ્વનિથી નારી સુલભ રાગાત્મકતાના તાર ઝંકૃત કરીને મદનોત્તેજક ગાયન પ્રારંભ કરી દીધું. આ ગાયન મુનિના આશ્રમવાસી પક્ષીઓ, પશુઓને મુગ્ધ કરીને બધી તરફ અજીબ પ્રકારની માદકતા અને મસ્તીભર્યું વાતાવરમ નિર્મિત કરવા લાગ્યું.

    જ્યારે આ કર્ણપ્રિય સંગીત મુનિ દુર્વાસાના કાનોમાં પહોંચ્યું, તો તેઓ પણ મંત્રમુગ્ધ થઈને એ જ દિશામાં વધવા લાગ્યા. પરંતુ ત્યાં પહોંચીને એક અત્યંત રૃપ ગર્વિતા અપ્સરાને પોતાની સમક્ષ હાવ-ભાવ પ્રદર્શિક રતાં જોઈને મુનિએ કામને પોતાના ક્રોધથી સળગાવીને, એ અપ્સરા પર પોતાની

    Enjoying the preview?
    Page 1 of 1