Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Lal Kitab
Lal Kitab
Lal Kitab
Ebook507 pages2 hours

Lal Kitab

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

લાલ કિતાબમાં દર્શાવવામાં આવેલા ઉપાય/ટૂચકાં કોઈ પણ સમયે આરંભ કરી શકાય છે, પરંતુ એક વખત આરંભ કર્યા પછી ૪૩ દિવસો સુધી સતત કરતાં રહો.
જો આ ૪૩ દિવસોની અંદર કોઈ પણ પ્રકારનું વ્યવધાન ઉત્પન્ન થઈ જાય અથવા તમારાથી ભૂલથી એકાદ દિવસની ગડબડી થઈ ગઈ હોય અથવા પછી પરિસ્થિતિ વશ તમે સતત ન કરી શક્યા હોવ, તો થોડાં દિવસો રોકાઈને ફરીથી ૪૩ દિવસો સુધી સતત પ્રયોગ કરો.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateSep 15, 2022
ISBN9789352611065
Lal Kitab

Related to Lal Kitab

Related ebooks

Reviews for Lal Kitab

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Lal Kitab - Dr. Radhakrishan Shrimali

    લાલ કિતાબ

    વ્યાવહારિક ટૂચકાં / ઉપાય

    ડાયમંડ બુક્સ

    eISBN: 978-93-5261-106-5

    © પ્રકાશકાધીન

    પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.

    X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,

    નવી દિલ્હી-110020

    ફોન : 011-40712100

    ઇ-મેઇલ : ebooks@dpb.in

    વેબસાઇટ : www.diamondbook.in

    સંસ્કરણ : 2013

    LAL KITAB

    By - Dr. Radhakrishan Shrimali

    લેખકીય

    આજના પરિપ્રેક્ષ્યમાં દરેક સામાન્ય વ્યક્તિ 'લાલ કિતાબ'ના નામથી સારી રીતે પરિચિત છે. આ દશકની સર્વાધિક ચર્ચિત પુસ્તકનું નામ છે 'લાલ કિતાબ'. મૂળ રૃપથી આ પુસ્તક શ્રી ગિરધારીલાલ શર્મા દ્વારા ઉર્દૂ ભાષામાં લખવામાં આવી હતી. સમયાન્તરે આનું ગુજરાતી ભાષામાં અનુવાદ થયું અને જ્યારે કોઈ મૂળ ગ્રંથનું અનુવાદ થાય છે, તો એમાં કંઈકને કંઈક મિલાવટ થઈ જવી સહજ સ્વાભાવિક છે. મૂળ રીતે આપણાં ઋષિ-મહર્ષિ, દેવજ્ઞો, જ્યોતિષ વેત્તાઓ, ભવિષ્યવક્તાઓએ નારદ, પરાશર, કાલિદાસ, વારાહમિહિર, જેમિની, ભૃગુ વગેરે તેમજ નવીન, નવોદિત આચાર્યોએ ગ્રહ દોષ, ગ્રહોના કુફળને દૂર કરવા માટે યજ્ઞ, હવન, પૂજા, પાઠ, અનુષ્ઠાન, દાન-પુણ્યનો આદેશ આપ્યો. સમયાન્તરે અને સંભવતઃ આર્થિક વિષમતાના સમયમાં સમયના અભાવને જાણીને, સમજીને લાલ કિતાબના રચયિતા શ્રી શર્માએ જનસાધારણ, દરેક વ્યક્તિનું ધ્યાન રાખીને સરળથી પણ સરળતમ ઉપાય, ઓછામાં ઓછું ધન ખર્ચ કરીને કરવામાં આવવાવાળા ઉપાય બતાવ્યા, ભવિષ્યમાં આ જ સહજ ઉપાય ટૂચકાંના રૃપમાં પ્રચલિત થઈ ગયા.

    ગ્રંથકારે કેટલીક આચાર-સંહિતા, ધર્મ, વ્યાવહારિક પક્ષ, સદાચરણ, જીવનના મૂળભૂત આદર્શોને ધ્યાનમાં રાખીને, સામાજિક મર્યાદાઓનું પાલન કરીને ઉપાય બતાવ્યા, જેને સામાન્ય નાગરિકે હૃદયથી સ્વીકાર્યા. ઉદાહરણાર્થ મોટા વડીલોનો આદર કરવો, માતૃ-પિતૃ સેવા, ગાયને ઘાસ નાખવું, કુતરાને રોટલી નાખવી, વાનરોને ચણા-ગોળ ખવડાવવા જેવાં ઉપાય, જે દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. જ્યાં ભારતીય જ્યોતિષમાં બાર રાશિ તેમજ નવ ગ્રહોની પ્રધાનતા છે ત્યાં જ લાલ કિતાબે પણ આને સ્વીકાર્યા છે. માત્ર પ્રચલિત જ્યોતિષમાં જન્મ પર સમય આધારિત લગ્ન નિર્ધારિત થાય છે, ત્યાં જ લાલ કિતાબ હંમેશાં મેષથી મિન સુધી નિશ્ચિત રહે છે.

    ખોટાં સિક્કા વહેતા પાણીમાં વહાવી દો, રાહુનો દુષ્પ્રભાવ શાંત થઈ જશે. હૃદય રોગ પીડા આપી રહ્યો છે તો સુહાસિની અથવા કુંવારી કન્યાઓને ભોજન કરાઓ, ભેટ આપો. પિતા-પુત્રની વચ્ચે અનબન છે અથવા પુત્રને કષ્ટ છે તો મંદિરમાં ધાબળા દાન કરી દો, કુતરાઓને રોટલી નાખી દો. મૂત્ર રોગથી પીડિત છો, તો કેતુ દોષને કારણે ચાંદી પહેરો. દામ્પત્ય જીવન મધુર નથી, તો ભોજનમાંથી થોડો ભાગ કાઢી ગાયને આપી દો. આ પ્રકારના સરળ ઉપાય હોવાને કારણે સમાજે આને હાથો-હાથ અપનાવ્યા.

    એક દિવસ દિલ્હીમાં ડાયમંડ પૉકેટ બુક્સના કાર્યાલયમાં બેસીને નરેન્દ્રજી સાથે વાત કરી રહ્યો હતો. વાત-વાતમાં લાલ કિતાબ પર ચર્ચા ચાલી નિકળી અને નિર્ણય થયો કે સરળતમ ભાષામાં તમે લાલ કિતાબના ટૂચકાં પર ગંભીરતાથી લખો. આ ગુરુતર ભાર મેં પોતાના પર લીધો અને ફળસ્વરૃપ હું પુસ્તકના રૃપમાં તમારી સમક્ષ ઉપસ્થિત છું. આનાથી જો તમે થોડો-એવો લાભ ઉઠાવ્યો તો હું મારું સદ્ભાગ્ય સમજીશ.

    વાચકને જ્યાં પણ શંકા હોય, લેખકને નીચે લખેલા સરનામા પર સંપર્ક કરીને સમાધાન પ્રાપ્ત કરે.

    જે કંઈ પ્રિય છે, તે તમારું છે, જે કંઈ ન્યૂનતા છે, તે મારી છે. પુસ્તક લેખનમાં પુત્ર શ્રી કમલ શ્રીમાલી તેમજ સુરેશ શ્રીમાલીના યોગદાન હેતુ સાધુવાદ આપું છું. પુસ્તકના સુંદર, શ્રેષ્ઠ, સાજ-સજાવટ તેમજ જલદી પ્રકાશન હેતુ શ્રી નરેન્દ્રજી આભારને પાત્ર છે.

    તમારો જ

    ડૉ. રાધાકૃષ્ણ શ્રીમાલી

    જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર (શોધ તેમજ અન્વેષણ)

    વિશ્વ તંત્ર-જ્યોતિષ (માસિક પત્રિકા)

    19-20/A, હાઈકોર્ટ કૉલોની,

    જોધપુર-342001 (રાજસ્થાન)

    ફોન : 0291-43265, 621625, 646625

    ફેક્સ : 0291-618625

    સાઈટ : www.V.TantraJyotish.com

    ઈ-મેઈલ : Shrimali@v-tantrajyotish.com

    વિષય-સૂચી

    લાલ કિતાબ - સિદ્ધાંત, સંસ્કાર, ઉપયોગ

    ફલિત જ્યોતિષના મુખ્ય ઘટક

    કાળ પુરુષ અનુસાર શરીરના અંગો પર રાશિઓની સ્થિતિ

    લાલ કિતાબ અને જન્મ કુંડળી

    લાલ કિતાબ અને ગ્રહોની પ્રકૃતિ

    દ્વાદશ રાશિ પરિચય

    લાલ કિતાબ અને દ્વાદશ ભાવ

    સૂર્ય અને દ્વાદશ ભાવ ફળ

    ચન્દ્રમા અને દ્વાદશ ભાવ ફળ

    મંગળ અને દ્વાદશ ભાવ ફળ

    બુધ અને દ્વાદશ ભાવ ફળ

    ગુરૃ અને દ્વાદશ ભાવ ફળ

    શુક્ર અને દ્વાદશ ભાવ ફળ

    શનિ અને દ્વાદશ ભાવ ફળ

    રાહુ અને દ્વાદશ ભાવ ફળ

    કેતુ અને દ્વાદશ ભાવ ફળ

    ભાવ ગ્રહ ફળ

    લાલ કિતાબ અને માંગલિક દોષ

    લાલ કિતાબ અને રોગ વિચાર

    લાલ કિતાબ અને ઋણ મુક્તિ

    લાલ કિતાબ અને સંતાન સુખ

    લાલ કિતાબ અને ભવન સુખ

    લાલ કિતાબ અને આયુ નિર્ણય

    ગ્રહ-દોષ નિવારણ ઉપાય-ટૂચકાં

    અઠવાડિયાના વાર અને ટૂચકાં

    બધા પ્રકારના ગ્રહ દોષ નિવારણ ઉપાય/ટૂચકાંની સારણિઓ

    ગ્રહોના એમના ભાવોમાં પહોંચાડવાની વિધિ

    કુંડળી અને મસ્તિષ્ક તરંગોનો સંબંધ

    વર્ષફળ

    વર્ષફળ અને યાત્રા

    શારીરિક સ્થિતિ અને ભવિષ્ય

    લાલ કિતાબના ઉપાયોને અપનાવતાં

    પહેલાં વિશેષ સાવધાની

    લાલ કિતાબમાં દર્શાવવામાં આવેલા ઉપાય/ટૂચકાં કોઈ પણ સમયે આરંભ કરી શકાય છે, પરંતુ એક વખત આરંભ કર્યા પછી ૪૩ દિવસો સુધી સતત કરતાં રહો.

    જો આ ૪૩ દિવસોની અંદર કોઈ પણ પ્રકારનું વ્યવધાન ઉત્પન્ન થઈ જાય અથવા તમારાથી ભૂલથી એકાદ દિવસની ગડબડી થઈ ગઈ હોય અથવા પછી પરિસ્થિતિ વશ તમે સતત ન કરી શક્યા હોવ, તો થોડાં દિવસો રોકાઈને ફરીથી ૪૩ દિવસો સુધી સતત પ્રયોગ કરો.

    જ્યાં સુધી ૪૩ દિવસો સુધી સતત ઉપાય/ટૂચકાં નહીં કરવામાં આવે ત્યાં સુધી એનું પૂર્ણ ફળ મળવું અનિશ્ચિત છે.

    જો ઉપાય કરતાં પહેલાં થોડાં ચોખાને દૂધમાં ધોઈને પાસે રાખી લેવામાં આવે તો ઉપાયોનો થોડાં ટકા ફળ જરૃર મળે છે.

    લાલ કિતાબના ઉપાય/ટૂચકાં દિવસના સમયે (સૂર્યની સાક્ષીમાં) જ કરો. સૂર્યોદયથી પહેલાં તેમજ સૂર્યોદય પછી કરવામાં આવેલા ઉપાયોનું કોઈ ફળ નહીં મળી શકે પરંતુ નુકસાન થવાની શક્યતા થઈ શકે છે.

    લાલ કિતાબમાં કેટલાય ઉપાય રાત્રિના સમયે કરવાનું બતાવવામાં આવ્યું છે. એને રાત્રિના સમયે જ કરવા યોગ્ય થશે.

    લાલ કિતાબના ટૂચકાં પીડિત વ્યક્તિએ ખુદ જ કરવા જોઈએ પરંતુ જો તે અસહાય છે અને ખુદ નથી કરી શકતો, તો એવી સ્થિતિમાં હાથનો સ્પર્શ કરાવીને કોઈ બીજા વ્યક્તિ દ્વારા ઉપાય કરાવવા જોઈએ.

    લાલ કિતાબ

    સિદ્ધાંત, સંસ્કાર, ઉપયોગ

    આજના યુગમાં એવું કોણ છે, જે પીડિત નથી? કોઈ મનથી દુઃખી છે, તો કોઈ તનથી દુઃખી છે. કોઈ સંતાનથી તો કોઈ પત્નીથી. પરિવારમાં મેળ-મિલાપ પહેલાં જેવાં રહ્યાં નથી. દરેક વ્યક્તિ પોતાનો ચૂલો અલગ ઇચ્છે છે. આજે સંયુક્ત પરિવારોની પરંપરા તૂટવા લાગી છે. લાલ કિતાબના મૂળમાં પીડા નિવારણના ત્વરિત ઉપાયોગનું વર્ણન જ તો છે.

    જે પીડિત છે, એની સૌથી પ્રથમ પ્રાથમિકતા એ પીડાથી મુક્ત થવાની રહે છે, ચાહે તે નાની-એવી ઠેસથી ઘાયલ જ કેમ ના થયો હોય. એ સમયે તો એની પ્રથમ જરૃરિયાત એ દર્દથી રાહત મેળવવાની રહે છે, પછી કેટલાં પણ પૈસા કેમ ખર્ચ ના થઈ જાય. આ જ વાતને અથવા સિદ્ધાંતને લાલ કિતાબના લેખકે ખૂબ જ પહેલાંથી સમજી લીધા અને જ્યોતિષના તાણા-વાણાની સાથે-સાથે સદાચાર, ધર્મપરાયણતા, લોકાચાર તેમજ સૃષ્ટિના કેટલાય મૂળભૂત નિયમોને સાથે લઈને ટૂચકાંની રચના કરી નાખી, જેનાથી વ્યક્તિ કષ્ટથી રાહત તો મેળવે જ, સાથે-સાથે તે સમાજના સંસ્કારોની સાથે જોડાયેલો પણ રહે.

    વર્તમાનમાં લાલ કિતાબથી કોણ અપરિચિત છે ? જે વ્યક્તિ જ્યોતિષમાં થોડી માત્ર પણ રૃચિ રાખે છે, તે લાલ કિતાબ વિશે જરૃર જાણતો હશે અથવા સાંભળ્યું તો જરૃર હશે.

    કેટલાય ઉપાય જે લાલ કિતાબના ટૂચકાંની સંજ્ઞા મેળવી ચુક્યા છે અને આજે આપણાં સંસ્કાર બનેલા છે.

    કયો વ્યક્તિ હશે, જે રેલમાં બેઠો હોય અને ગાડી જો ગંગા, યમુના નદીની ઉપરથી જઈ રહી હોય અને એમાં થોડાં સિક્કા ન નાખે. ગાયોને ઘાસ ન નાખે, કુતરાઓને રોટલી ન નાખે, ભિખારીને ભોજન ન કરાવે, કન્યાઓને ભોજન ન કરાવે અથવા બ્રાહ્મણોને દાન-દક્ષિણા ન આપે. લાલ કિતાબના ટૂચકાંની સરળતા તેમજ લોકપ્રિયતાનું આ સચોટ ઉદાહરણ માની શકાય છે.

    લાલ કિતાબમાં પણ શાસ્ત્રીય જ્યોતિષની જેમ ૯ ગ્રહોને પ્રમુખતા આપવામાં આવી છે તેમજ દ્વાદશ (બાર) ભાવોમાં ગ્રહોની સ્થિતિને લઈને ભવિષ્ય કથનનો આધાર બનાવ્યો છે. હા, ભિન્નતા જરૃર છે. લાલ કિતાબના લેખકે મેષ રાશિને જ માની છે અર્થાત્ દરેક પરિસ્થિતિમાં લગ્ન મેષ જ રહેશે, જ્યારે પારંપરિક જ્યોતિષમાં લગ્નને લઈને સર્વાધિક સચોટ ભવિષ્ય કથનનું પ્રચલન છે.

    પારંપરિક જ્યોતિષમાં જ્યાં ઉપાય સમય સાધ્ય તેમજ મોંઘા હોય છે, ત્યાં જ લાલ કિતાબના ઉપાય સરળ, સુગમ તેમજ સસ્તાં છે. તેથી આને પણ એની લોકપ્રિયતાનું કારણ માનવું પડશે.

    લાલ કિતાબના મૂળ સિદ્ધાંતમાં ત્રણ વાતો છે, જેનો આધાર બનાવવામાં આવ્યો છે. અનંત બ્રહ્માંડમાં નવ ગ્રહ ભ્રમણશીલ છે, જે અલગ-અલગ તત્વોના પ્રતિક છે.

    (૧)બુધ - વિસ્તાર કે વ્યાપકતા (૨) રાહુ - બુધનો સહયોગી અને મિત્ર, આકાશ (૩) સૂર્ય - પ્રકાશ (૪) શનિ - અંધકાર (૫) ગુરૃ - હવા (૬) શુક્ર - પાતાળ (૭) કેતુ - શુક્રનો સહયોગી મિત્ર, પાતાળ (૮) ચન્દ્રમા - ધરતી (૯) પૂંછડીદાર તારો.

    જાતક પોતાનું ભાગ્ય સાથે લઈને આવે છે અને એને બદલી નથી શકતો. માત્ર ખુદની બલિના બદલે બદલી શકે છે. ગ્રહ ગોચર ભ્રમણના સમયે નિશ્ચિત તેમજ સંદિગ્ધ, બે પ્રકારના પ્રભાવ નાખે છે. ભાગ્યમાં જે હશે, તે ગ્રહોના નિશ્ચિત પ્રભાવને કારણે જ હશે.

    કેટલાક ગ્રહોનો સંદિગ્ધ પ્રભાવ નિશ્ચિત નથી હોતો તેથી એને ઉપાયો દ્વારા બદલી શકાય છે, કષ્ટ નિવારણ કરાવી શકાય છે. લાલ કિતાબકારે મૂળભૂત સિદ્ધાંતને લઈને લાલ કિતાબની રચના કરી છે. એ નિર્વિવાદ સત્ય છે કે, લાલ કિતાબોના ઉપાયોથી કષ્ટ નિવારણમાં મદદ મળે છે. મેં ખુદ પારંપરિક જ્યોતિષની સાથે-સાથે લાલ કિતાબના ઉપાયોગને અપનાવીને કષ્ટ નિવારણના અદ્ભુત ચમત્કાર જોયા છે.

    લાલ કિતાબ અનુસાર ગ્રહોની અશુભતા બે પ્રકારથી થાય છે. જેમ કે -

    કોઈ ભાવમાં સ્થિત ગ્રહ જ્યારે ભાવનું ફળ આપી રહ્યો હશે તો ઉપાય કાર્ય કરશે, પરંતુ એ જ ગ્રહ જ્યારે ખુદ પોતાના ખુદનું ફળ આપવા લાગે તે કોઈ પણ ઉપાય કારગર નહીં થાય.

    ઉપાયોને પણ ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે, જેમ કે - ટૂચકાં, ઉપાય અને સદાચરણ.

    ટૂચકાં તરત રાહત માટે હોય છે. ઉપાય દીર્ઘકાલીન રાહત આપે છે, ત્યાં જ સદાચરણ હંમેશાં માટે રાહત આપવાવાળા હોય છે. કોઈ પણ વ્યક્તિ સદાચરણના નિયમોનું પાલન કરીને હંમેશાં-હંમેશાં માટે સુખી રહી શકે છે અને આવવાવાળી પેઢીને પણ સુરક્ષિત ભવિષ્ય આપી શકે છે.

    શાસ્ત્રો તેમજ પુરાણોમાં પણ વર્ણન છે કે પિતાનું કરજ પુત્રો ઉતારવું જ પડે છે. એ જ પ્રકારે લાલ કિતાબમાં પિતૃ-ઋણને પરિભાષિત કરવામાં આવ્યું છે. પેઢી-દર-પેઢી એ પાપ વધતાં જાય છે.

    જ્યારે સદાચરણની વાત કરીએ છીએ, તો એ સદાચરણની સાથે-સાથે આપણાં સંસ્કારોમાં આ ઉપાય આ પ્રકારે ભળી ગયા છે કે આ ઉપાય લાગતાં જ નથી અને બધા ઉપાયોમાંથી કેટલાય તો હંમેશાં કરે પણ છે, જેમ કે - જૂઠ્ઠું ના બોલો, ખોટી સાક્ષી ન આપો, અપશબ્દ ના બોલો, ગાળો ન આપો, ઈશ્વર પર વિશ્વાસ રાખો, દેવી-દેવતાઓની પૂજા-ઉપાસના કરો, ક્રૂરતા ના વર્તો, માંસાહારી ભોજન ના કરો તેમજ દારૃ ના પીવો, સાફ-સૂથરાં તેમજ વ્યવસ્થિત કપડાં પહેરો, નાકની છૂંદણી કરાવો, નાકને હંમેશાં સાફ રાખો, દાંત સાફ રાખો, સંયુક્ત પરિવારમાં રહો, સાસરીપક્ષ સાથે સારી રીતે વર્તો, કન્યાઓને વસ્તર આપો તેમજ ભોજન વગેરે કરાવીને ખુશ રાખો. બહેન-બેટીને મિઠાઈ વગેરે ભેટમાં આપો, માતાની જેમ પત્નીની પણ દેખભાળ કરો, ભાભીની સેવા કરો, પરિવારનું પાલન કરો, મફતમાં વસ્તુ ના લો, નિઃસંતાનની સંપત્તિ ના લો, વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો, દક્ષિણાભિમુખ ઘરમાં ના રહો, ઘરની છતમાં છેદ ના રાખો, કાચી જગ્યા જરૃર રાખો, વિકલાંગોને ભોજન આપો, મદદ કરો, વિધવા સ્ત્રીઓની સેવા કરો, ગાય, કુતરાં, કાગડા, વાનર વગેરેને ભોજન આપો.

    આમાંથી મોટાભાગના દરેક સાંસારિક મનુષ્ય આ કાર્ય કરે છે. શું આને ટૂચકાં માની શકાય છે ? લાલ કિતાબના લેખકે ટૂચકાં/ઉપાયોને એ પ્રકારે ગૂંથ્યા છે, જેનાથી આપણાં સમાજનો પાયો મજબૂત થાય, ભાઈચારો જળવાય, વ્યક્તિઓમાં સદાચાર તેમજ ધર્મ-સંસ્કૃતિ પ્રત્યે રૃચિ જાગૃત થાય, ઈશ્વરમાં વિશ્વાસ કરે વગેરે.

    લાલ કિતાબના કેટલાય ઉપાયોથી સમાજને પણ લાભ છે, જેમ કે - તમે વહેતાં પાણીમાં તાંબાના સિક્કા વગેરે નાખો તો પાણી સ્વચ્છ થશે, પાણીમાં જે પણ જીવાણું હશે એને તાબું સમાપ્ત કરી દે છે. તમે ઘરમાં જોયું જ હશે કે મોટાભાગના વ્યક્તિ તાંબાના વાસણોમાં પાણી ભરીને રાખે છે અને એ જ પીવે છે. હવે તો ડૉક્ટર વગેરે પણ તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાની સલાહ આપે છે.

    વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા - આ ઉપાયમાં કેટલાય સંસ્કારો, વડીલોની વ્યથાને પણ જોડવામાં આવ્યા છે. આજના આધુનિક યુગમાં, સમાજમાં જ્યારે વડીલોને તિરસ્કૃત કરવામાં આવે છે, એમને માત્ર એક ખૂણો આપી દેવામાં આવે છે, જ્યાં તે પડ્યાં રહે. યુવા એમની સાથે વાત કરવાનું પણ પસંદ નથી કર તાં અને બાળકો જે ક્યારેક દાદા-દાદી, નાના-નાની સાથે ચિપકેલાં રહેતા હતા, આજે તેઓ વડીલો સાથે વાતશુદ્ધાં કરવાનું પણ પસંદ નથી કરતાં, જો કે ગામડાઓમાં આ પરંપરા આજે પણ જળવાયેલી છે. આ ઉપાયથી એ વડીલોને આંતરિક ખુશી અનુભવાશે કે અમને સન્માન આપવામાં આવી રહ્યું છે, અમારી દેખભાળ કરવામાં આવી રહી છે. અને આશીર્વાદ લેવામાં ભલું આપણું જાય છે પણ શું, કંઈકને કંઈક મળે જ તો છે. મેં મારા જીવનમાં કેટલીય વખત માત્ર આશીર્વાદથી કાર્ય થતાં જોયા છે. જો વડીલોના દિલથી કોઈ આશીર્વાદ નિકળ્યો છે, તો તે સત્ય જ થયો છે અને જો દિલના દર્દથી 'હાય' નિકળી છે, તો કોઈ પણ ગ્રહ-નક્ષત્ર-ઉપાય-ટૂચકાં એ હોનીને રોકી નથી શક્યા, એનું સર્વસ્વ નષ્ટ થવાનું જ છે. ઋષિ-મહર્ષિઓના આશીર્વાદથી જ્યાં દરેક કાર્ય થતાં હતા, ત્યાં જ એમના શ્રાપથી વ્યક્તિ દર-દર ભટકતો હતો, આ પ્રકારના પુરાણોના કથાનકને તમે ભૂલ્યા નહીં હોવ.

    દેવી-દેવતાઓની પૂજા-ઉપાસના કરો. કયું એવું ઘર હશે, જ્યાંના નિવાસી એ નહીં ઇચ્છતાં હોય કે અમારા બાળકો ધર્મપ્રેમી બને, ધાર્મિક વિચારોવાળા બને, પૂજા કરે, ઉપાસના કરે, મંદિર જાય, વગેરે. પરંતુ આજના સમયમાં કલાકો સુધી રસ્તા પર ગપ્પાં હાંકવા માટે બધાની પાસે સમય છે, આખો પરિવાર ટી.વી.ની સામે બેસીને આખે-આખી ક્રિકેટ મેચ જુએ છે, ૩ કલાક એકચિત્ત થઈને પિક્ચર જુએ છે, આખો પરિવાર કલાકો સુધી ઘેર આવેલા મહેમાનો સાથે વાતો કરે છે, સંગીત સાંભળવા, નાચવા-ગાવા માટે સમય છે પરંતુ જો સમય નથી તો માત્ર ઈશ્વરનું નામ લેવા માટે. પૂરી દિનચર્યામાં થોડો સમય તો પૂજા, ઉપાસના માટે કાઢી જ શકાય છે. જો પરિવારનો કોઈ એક વ્યક્તિ પણ સારે કે સાંજે આરતી ગાઈને સંભળાવી દે તો શું પરિવારનું અહિત થઈ જશે ? પરંતુ આવું નથી થઈ રહ્યું. દરેક પાસે સમયનો અભાવ છે, દરેક વ્યસ્ત છે. આવી સ્થિતિને પહેલેથી જ જાણીને લાલ કિતાબના લેખકે પૂજા-ઉપાસના-આરાધના પર બળ આપ્યું, જેથી વ્યક્તિ સરળતાથી ન જાય તો ખુદની પીડાના નિવારણના બહાનાથી તો ઈશ્વરનું નામ લે- એની શક્તિને માને.

    કેટલાય ઉપાયો, જેમ કે - મંદિરમાં જઈને પ્રસાદ ચઢાવવો, પ્રસાદ વહેંચવો વગેરેનું વિધાન આ જ કારણે લખવામાં આવ્યું છે.

    દારૃ ના પીઓ - કયો એવો પરિવાર હશે, જે ઇચ્છતો હશે કે એમનું સંતાન દારૃ પીવે, માંસાહારી બને. પરંતુ આજના આધુનિક યુગમાં ખુદને આધુનિક બતાવવા માટે વ્યક્તિ દારૃ પીવે છે, માંસાહારી ભોજન કરે છે. આ જ બધા કૃત્યોના નિવારણ માટે લાલ કિતાબે એ ઉપાય બતાવ્યો હશે, જેથી કેટલીય મુસીબતો, પરેશાનીઓનું કારણ તો દારૃ જ બની જાય છે અને જો દારૃડિયો વ્યક્તિ દારૃ છોડી દે તો ૫૦ ટકા સમસ્યાઓનું તો આપમેળે જ નિરાકરણ થઈ જશે.

    વિકલાંગોને ભોજન આપો. આ ઉપાય દ્વારા લેખકે વિકલાંગો પ્રત્યે સહાનુભૂતિનો ભાવ રાખ્યો છે કે જે વ્યક્તિ લાચાર છે, ખુદની રોજી-રોટી નથી કમાઈ શકતો, તો કેવી રીતે જીવિત રહી શકશે ? તેથી ઉપાયો દ્વારા સમાજમાં એને જીવિત રાખવા પ્રત્યે સાવધાની વર્તવામાં આવી છે. મનુષ્યોના મનમાં માનવતા, કરૃણાનો ભાવ જળવાઈ રહે, એનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

    વિધવા સ્ત્રીની મદદ કરો - જે સ્ત્રીનું સુહાગ ઉજડી જાય તો એનું સર્વસ્વ ઉજડી જાય છે, સમાજમાં એનું સન્માન ઓછું થઈ જાય છે, સમાજ એને તિરસ્કારની ભાવનાઓથી જુએ છે. સમાજમાં એને શુભ માનવામાં નથી આવતી, એના શકન લેવામાં નથી આવતા, જાણે બધો દોષ એનો જ છે. વિધવાઓ પ્રત્યે સન્માનની ભાવનાથી વશીભૂત આ ઉપાય લખવામાં આવ્યો હશે, જેથી વ્યક્તિ પીડા નિવારણના ઉદ્દેશ્યથી જ ભલે, વિધવાઓની સેવા તો કરે, એમનું સન્માન કરે, એમની દેખભાળ કરે.

    ગાય, કુતરાં, કાગડા વગેરેને ભોજન આપો - કેટલાક નિરીહ પ્રાણી, જે સમાજનું એક અંગ બની ચુક્યા છે, એમની જવાબદારી પણ સમાજ ઉપર જ નાખવામાં આવી છે જેથી તેઓ જીવિત રહી શકે.

    ઉપર્યુક્ત વિશ્લેષણથી સ્પષ્ટ છે કે લાલ કિતાબના લેખકે માનવતા, સેવા-ભાવના, સમાજમાં ધાર્મિક પરંપરાઓ, સંસ્કાર પ્રત્યે સન્માન, દેવી-દેવતાઓ પ્રત્યે સમર્પણ, ધર્મ પ્રત્યે નિષ્ઠા તેમજ સામાજિક કુરીતિઓ, બુરાઈને દૂર કરવાનો ભાવ સર્વોપરિ રાખ્યો છે.

    લાલ કિતાબના લેખકને આ પુસ્તક-નિર્માણ માટે હું આખા સમાજ તરફથી સાધુવાદ આપું છું અને આ પુસ્તક એમને જ સમર્પિત કરું છું.

    ફલિત જ્યોતિષના મુખ્ય ઘટક

    ગ્રહ-રાશિ-ભાવ પરિચય

    દરેક દુષ્ટ ગ્રહ કોઈ સારા ગ્રહ માટે ખરાબ પ્રભાવ છોડી શકે છે, એવી જ રીતે દરેક સારો ગ્રહ પણ કોઈ દુષ્ટ ગ્રહ માટે ખરાબ સિદ્ધ થઈ શકે છે. આ બધી વાતો માટે પહેલાં રાશિ તેમજ નક્ષત્રોને સમજવા અનિવાર્ય છે.

    Enjoying the preview?
    Page 1 of 1