Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Shrimad Bhagwad Gita
Shrimad Bhagwad Gita
Shrimad Bhagwad Gita
Ebook278 pages3 hours

Shrimad Bhagwad Gita

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

In the age when the right to learn the Vedic Literature was confined to only a particular class, Lord Krishna conveyed the gist of knowledge enshrined in our scriptures to Arjuna through the divine message called the GITA. Thus He made this supreme knowledge accessible to all classes of the society.
In this sense the Gita is a revolutionary creation if its age and for all the ages.
Dayanand Verma (1931)
He has published books/articles on subjects like spiritualism, psychology etc. His deep knowledge of spiritualism and yoga won him the Vishwa Yoga Sammelan 1986 award and the title YOGARATNA.
This interpretation of Gita is culmination of his deep study and thinking.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352612741
Shrimad Bhagwad Gita

Related to Shrimad Bhagwad Gita

Related ebooks

Reviews for Shrimad Bhagwad Gita

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Shrimad Bhagwad Gita - Daya Nand Verma

    યોગ

    પ્રથમ અધ્યાય

    અર્જુન વિષાદ યોગ

    ધૃતરાષ્ટ્ર ઉવાચ

    ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।

    મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય । ૧ ।

    ભાવાર્થ : ધૃતરાષ્ટ્ર બોલ્યો : હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છા માટે એકત્ર થયેલાં મારા અને પાંડુનાં પુત્રોએ શું કર્યું : ૧.

    સંજય ઉવાચ

    દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।

    આચાર્યમુપસઙ્ગમ્ય રાજા વચનમબ્રવીત્ । ૨ ।

    ભાવાર્થ : સંજય બોલ્યો : એ સમયે રાજા દુર્યોધને વ્યૂહ-રચના અનુસાર ઊભેલી પાંડવોની સેનાને જોઈ અને આચાર્ય દ્રોણની પાસે જઈને એ કહ્યું : ૨.

    પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।

    વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા । ૩ ।

    ભાવાર્થ : હે આચાર્ય, દ્રુપદના પુત્ર અને તમારા બુદ્ધિશાળી શિષ્યની વ્યૂહ-રચનામાં ઊભેલી પાંડવોની આ મોટી સેનાને જુઓ : ૩.

    અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ ।

    યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ । ૪ ।

    ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ ।

    પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈવ્યશ્ચ નરપુઙ્ગવઃ । ૫ ।

    યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ ।

    સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ । ૬ ।

    ભાવાર્થ : પાંડવોની આ સેનામાં ઘણાં શૂરવીર, મોટા ધનુષધારી, ભીમ તથા અર્જુનનાં તુલ્ય યોદ્ધા છે. જેમ કે - યુયુધાન, સાત્યકિ, વિરાટ, મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશિરાજ, પુરુજિત્, કુંતિભોજ, નરશ્રેષ્ઠ સૈવ્ય, વીર યુધામન્યુ, બળવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પુત્ર, આ બધા મહારથી છે : ૪,૫,૬.

    અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ ।

    નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે । ૭ ।

    ભાવાર્થ : હે દ્વિજશ્રેષ્ઠ, આપણા પક્ષની સેનામાં જે-જે પ્રધાન છે, તમારી જાણકારી માટે હવે એમના નામ બતાવું છું : ૭.

    ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિઞ્જયઃ ।

    અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ । ૮ ।

    ભાવાર્થ : એક તો તમે સ્વયં, ભીષ્મ પિતામહ તથા કર્ણ. અન્ય છે અશ્વત્થામા, વિકર્ણ અને સંગ્રામ જીતવાવાળા કૃપાચાર્ય અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા : ૮.

    અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ ।

    નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ । ૯ ।

    ભાવાર્થ : અન્ય બધા ઘણાં-બધાં શૂરવીર છે, જે શસ્ત્રો સહિત મારા માટે પ્રાણોની મમતાનો ત્યાગ કરીને આવ્યા છે. આ બધા જ યુદ્ધમાં ચતુર છે : ૯.

    અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ ।

    પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ । ૧૦ ।

    ભાવાર્થ : ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી આ સેના બધા પ્રકારથી પર્યાપ્ત છે અને ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના પર્યાપ્ત નથી : ૧૦.

    અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ।

    ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ । ૧૧ ।

    ભાવાર્થ : તેથી, હવે તમે બધા મોર્ચાઓ પર પોતપોતાની જગ્યા પર દટેલા રહીને બધઆના બધા બધી તરફથી ભીષ્મની જ રક્ષા કરો : ૧૧.

    તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ ।

    સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ । ૧૨ ।

    ભાવાર્થ : આ પ્રકારે દ્રૌણાચાર્યથી કહેવામાં આવેલા દુર્યોધનના વચનોને સાંભળીને કૌરવોમાં વૃદ્ધ વીર પ્રતાપી ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં ઉચ્ચ સ્વર્થી સિંહના નાદની સામાન ગર્જનયુક્ત શંખ વગાડ્યો : ૧૨.

    તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।

    સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલો।ભવત્ । ૧૩ ।

    ભાવાર્થ : ત્યારપછી શંખ, ઢોલ, નગારાં, નરસિંઘા વગેરે વાજા એક સાથે જ વાગી ઉઠ્યાં. એ બધાનો ખૂબ જ ભયંકર શબ્દ ગૂંજ્યો : ૧૩.

    તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ ।

    માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદમ્યતુઃ । ૧૪ ।

    ભાવાર્થ : ત્યારપછી, સફેદ ઘોડાઓથી જોડાયેલાં ઉત્તમ રથમાં બેસીને શ્રીકૃષ્ણ અને અર્જુને દિવ્ય શંખ વગાડ્યા : ૧૪.

    પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનંજયઃ ।

    પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ । ૧૫ ।

    ભાવાર્થ : હૃષીકેશ શ્રીકૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો. ભયાનક કર્મી ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો : ૧૫.

    અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ ।

    નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ । ૧૬ ।

    ભાવાર્થ : કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ, નકુલે સુઘોષ તથા સહદેવે મણિપુષ્પક નામનાં શંખ વગાડ્યાં : ૧૬.

    કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ ।

    ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ । ૧૭ ।

    દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે ।

    સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્ પૃથક્ । ૧૮ ।

    ભાવાર્થ : હે રાજા ધૃતરાષ્ટ્ર, ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અજેય સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદીના પુત્રોએ અને સુભદ્રાના પુત્ર મહાબાહુ અભિમન્યુએ બધા તરફથી પોતપોતાના શંખ વગાડ્યા : ૧૭, ૧૮.

    સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ ।

    નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ । ૧૯ ।

    ભાવાર્થ : આ બધા વાદ્યોથી ઉત્પન્ન થયેલાં ભયાનક શબ્દએ આકાશ અને પૃથ્વીને ગુંજાયમાન કરી દીધી અને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ કરી દીધા : ૧૯.

    અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્ કપિધ્વજઃ ।

    પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ । ૨૦ ।

    હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે ।

    અર્જુન ઉવાચ

    સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મે।ચ્યુત । ૨૧ ।

    યાવદેતાન્નિરીક્ષે।હં યોદ્ધુકામાનવસ્થિતાન્ ।

    કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્રણસમુદ્યમે । ૨૨ ।

    ભાવાર્થ : હે રાજા ધૃતરાષ્ટ્ર, ત્યારપછી કપિધ્વજ અર્જુને યુદ્ધભૂમિમાં વ્યવસ્થિત ધૃતરાષ્ટ્ર-પુત્રોને જોઈને ધનુષ ઉઠાવીને હૃષીકેશ શ્રીકૃષ્ણથી આવચન કહ્યું, ''હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો કરો, જેનાથી હું જોઈ શકું અને જાણી શકું કે આ સંગ્રામમાં યુદ્ધ કરવાની ઇચ્છાથી કયા-કયા વીર આવ્યા છે, મારે કોના-કોનાથી યુદ્ધ કરવાનું છે.'' : ૨૦, ૨૧, ૨૨

    યોત્સ્યમાનાનવેક્ષે।હં ય એતે।ત્ર સમાગતાઃ ।

    ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ । ૨૩ ।

    ભાવાર્થ : યુદ્ધમાં દુર્બુદ્ધિ દુર્યોધનનું કલ્યાણ ઇચ્છવાવાળા જે-જે રાજા લોકો આ સેનામાં આવ્યા છે, એ યુદ્ધ કરવાવાળાઓને હું જોઈશ : ૨૩.

    સંજય ઉવાચ

    એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।

    સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ । ૨૪ ।

    ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ ।

    ઉવાચ પાર્થ પશ્યૈતાન્ સમવેતાન્કુરૂનિતિ । ૨૫ ।

    ભાવાર્થ : સંજય બોલ્યો : હે ધૃતરાષ્ટ્ર, આળસને જીતવાવાળઆ અર્જુનનાં કથનાનુસાર હૃષીકેશ શ્રીકૃષ્ણએ બંને સેનાઓની વચ્ચે ભીષ્મ, દ્રોણાચાર્ય અને બધા રાજાઓની સામે પોતાનો ઉત્તમ રથ ઊભો કરીને કહ્યું : ''હે પાર્થ, આ એકત્ર થયેલાં કૌરવોને જુઓ.'' : ૨૪, ૨૫.

    તત્રાપશ્યત્સ્થિતાન્ પાર્થઃ પિતૃનથ પિતામહાન્ ।

    આચાર્યાન્માતુલાન્ભ્રાતૃન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા । ૨૬ ।

    શ્વશુરાન્ સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ ।

    તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ । ૨૭ ।

    કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ ।

    અર્જુન ઉવાચ

    દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ । ૨૮ ।

    સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।

    વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે । ૨૯ ।

    ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।

    ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ । ૩૦ ।

    ભાવાર્થ : ત્યારપછી, પૃથાપુત્ર અર્જુને એ બંને સેનામાં તૈયાર ઊભેલાં પોતાના સંબંધીઓને જોયા કે ત્યાં પિતા, પિતામહ, ગુરુજન, મામા, ભાઈ, પુત્ર પૌત્ર અને મિત્ર, સસરાં અને સ્નેહી હતા. એ સંબંધીઓને જોઈને કુંતીપુત્ર અર્જુને અતિ કરુણાભર્યા ઉદાસ સ્વરમાં કહ્યું, ''હે કૃષ્ણ, યુદ્ધની ઇચ્છાથી આવેલા પોતાના સ્વજનોને એક સાથે ઊભેલાં જોઈને મારા અંગ શિથિલ થઈ રહ્યા છે. મ્હોં સુકાઈ રહ્યું છે, શરીર કાંપી રહ્યું છે અને રૃંવાડાં ઊભા થઈ રહ્યા છે.

    હાથથી ગાંડીવ ધનુષ ખસી જઈ રહ્યું છે અને ત્વચા પણ બળી રહી છે અને મારું મન ભ્રમિત થઈ રહ્યું છે. આથી, હું ઊભો રહેવામાં સમર્થ નથી : ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦.

    નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।

    ન ચ શ્રેયો।નુપશ્યામિ હત્વા સ્વજનમાહવે । ૩૧ ।

    ભાવાર્થ : હે કેશવ, મને વિપરીત લક્ષણ નજરે પડી રહ્યા છે. યુદ્ધમાં પોતાના બંધુઓને મારીને મને કોઈ કલ્યાણ દેખાતું નથી : ૩૧.

    ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ ।

    કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા । ૩૨ ।

    ભાવાર્થ : હે કૃષ્ણ, હું વિજય નથી ઇચ્છતો અને રાજ્ય તથા સુખ પણ નથી ઇચ્છતો. હે ગોવિન્દ, અમારે એવા રાજ્ય, ભોગ અને જીવનનું શું કરવું છે : ૩૨.

    યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ ।

    ત ઇમે।વસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ । ૩૩ ।

    ભાવાર્થ : કે જે બંધુઓ માટે રાજ્ય-ભોગ અને સુખની કામના કરવામાં આવે છે, તે બધા પ્રાણ અને ધનની બાજી લગાવીને યુદ્ધ કરવા માટે ઊભા થયા છે : ૩૩.

    આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।

    માતુલાઃ શ્વસુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા । ૩૪ ।

    ભાવાર્થ : આ બધા ગુરુજન, તાઊ, કાકા, છોકરાં, દાદા, મામા, સસરા, પૌત્ર, સાળા તથા અન્ય બધા સંબંધીજન છે : ૩૪.

    એતાન્ન હન્તુમિચ્છામિ ધ્નતો।પિ મધુસૂદન ।

    અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે । ૩૫ ।

    ભાવાર્થ : હે મધુસૂદન કૃષ્ણ, આ બધા ભલે મને મારી નાંખે તો પણ હું એમને મારવા નથી ઇચ્છતો, ભલે ત્રણેય લોકોનું રાજ્ય જ કેમ ના મળે, માત્ર ભૂમિનું તો કહેવું જ શું? : ૩૫.

    નિહત્ય ધાર્તરાષ્ટ્રન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન ।

    પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ । ૩૬ ।

    ભાવાર્થ : હે જનાર્દન, ધૃતરાષ્ટ્રનાં પુત્રોને મારીને અમને શું પ્રસન્નતા થશે! આ આતતાયીઓને મારીને તો અમને પાપ જ લાગશે : ૩૬.

    તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્ સ્વબાન્ધવાન્ ।

    સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ । ૩૭ ।

    ભાવાર્થ : આથી હે માધવ, પોતાના બાંધવ ધૃતરાષ્ટ્ર પુત્રોને મારવા અમારા માટે ઉચિત નથી, કેમ કે પોતાના કુટુંબને મારીને અમે સુખી નથી થઈ શકતા : ૩૭.

    યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ ।

    કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ । ૩૮ ।

    ભાવાર્થ : જો કે, લોભથી એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એમને કુળના નાશ અને એનાથી થવાવાળા દોષનું પણ જ્ઞાન નથી, ના તો મિત્રોથી દ્રોહનું પાપ એમને નજરે આવે છે : ૩૮.

    કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ ।

    કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન । ૩૯ ।

    ભાવાર્થ : તો પણ હે જનાર્દન, આપણે જ કુળના નાશથી ઉત્પન્ન થવાવાળા દોષોને જાણીને આ પાપથી કેમ દૂર ના થઈએ : ૩૯.

    કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।

    ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મો।ભિભવત્યુત । ૪૦ ।

    ભાવાર્થ : કેમ કે કુળના નાશ થવાથી પરંપરાગત કુળધર્મ નષ્ટ થઈ જાય છે. ધર્મનો નાશ થવાથી સંપૂર્ણ કુળને અધર્મ દબાવી લે છે : ૪૦.

    અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।

    સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસઙ્કરઃ । ૪૧ ।

    ભાવાર્થ : હે કૃષ્ણ, પાપનું અધિક વધી જવાથી કુળની સ્ત્રીઓ દુષ્ચરિત્ર થઈ જાય છે. હે વાર્ષ્ણેય શ્રીકૃષ્ણ, સ્ત્રીઓની ચરિત્રહીનતાથી વર્ણસંકર સંતાનો ઉત્પન્ન થાય છે : ૪૧.

    સઙ્કરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।

    પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ । ૪૨ ।

    ભાવાર્થ : આ વર્ણસંકરતા કુલઘાતીઓને અને કુળને નરકમાં લઈ જાય છે, કેમ કે આ વર્ણસંકર-જન દ્વારા પિતરોંને પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણનું જળ ન મળવાથી પિતરોનું પતન થઈ જાય છે, અર્થાત્ તેઓ નરકવાસ કરે છે : ૪૨.

    દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ ।

    ઉત્સાદ્યન્તે

    Enjoying the preview?
    Page 1 of 1