Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Namo Mantra of Narendra Modi
Namo Mantra of Narendra Modi
Namo Mantra of Narendra Modi
Ebook442 pages3 hours

Namo Mantra of Narendra Modi

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આજે નરેન્દ્ર દામોદર દાસ મોદી કોઈ અજ્ઞાત હસ્તી નથી રહી ગયા; પૂરો દેશ એમની પ્રશસ્તિના ગાયન ગાઈ રહ્યો છે અને એમની સિદ્ધિઓના લોકગીત વંચાઈ રહ્યા છે. ભારતમાં ઊંડી રુચિ રાખવાવાળા દેશોમાં પણ એમની નવી મહત્તા સ્વીકાર કરવામાં આવી રહી છે. ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી તો એમની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. એમને એક મહાનાયકના રૃપમાં જોવામાં આવી રહ્યા છે. એમના માટે પણ આ એક કડી પરીક્ષાનો સમય છે કે, કેવી રીતે રાષ્ટ્રની સામે ઉભરતા પડકારોથી પાર ઉતરશે. પરંતુ મોદી માટે આ કોઈ નવી વાત નથી, કેમ કે તેઓ તો બાળપણથી જ સતત પડકારોથી ઝઝૂમતા આવ્યા છે. એ જોવાનું છે કે, કઈ પ્રકારે તેઓ કરોડો દેશવાસીઓની કામનાઓને યોગ્ય દિશા આપીને એમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકશે તથા પોતાની ચૂંટણી પૂર્વના વચનો પણ પૂરા કરી શકશે. કેટલાય જટિલ પ્રશ્ન પણ છે તથા એમના સંભવિત નિરાકરણ અને ઉત્તર પણ; કેમ કે સન્ 2001 થી; જ્યારે એમણે પહેલીવાર ગુજરાતની જવાબદારી સંભાળી હતી, એમને ક્યારેય પાછળ વળીને જોવાની જરૃર નથી પડી. તેઓ પોતાના નાગરિકોની આશાનું કેન્દ્ર થઈ ગયા હતા, જ્યારે ચાર વાર એમણે આ પ્રાન્તનું સુશાસન ચલાવ્યું. એમના પ્રથમ અને અંતિમ કાર્ય-સત્ર તો નાના જ રહ્યા, પણ ગુજરાતી જનતાનો વિશ્વાસ જીતવામાં અત્યંત સફળ રહ્યા છે
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateAug 25, 2021
ISBN9789352618415
Namo Mantra of Narendra Modi

Related to Namo Mantra of Narendra Modi

Related ebooks

Reviews for Namo Mantra of Narendra Modi

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Namo Mantra of Narendra Modi - Kumar Pankaj

    નરેન્દ્ર મોદીઃ સંઘર્ષપૂર્ણ જિંદગી

    ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત એક નાના ગામ વડનગરમાં સપ્ટેમ્બર, ૧૯૫૦માં જન્મેલા નરેન્દ્ર મોદીનું લાલન-પાલન એક એવા વાતાવરણમાં થયું, જેનાથી એમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવા જેવાં મૂલ્યોનો પ્રભાવ પડ્યો. ૬૦ના દશકની વચ્ચે ભારત-પાક. યુદ્ધ દરમિયાન, ઓછી ઉંમર હોવા છતાં, એમણે રેલવે સ્ટેશનો પર આવાગમન દરમિયાન સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી. ૧૯૬૭માં એમણે ગુજરાતના પૂર પીડિતોની સેવા કરી હતી. ઉત્કૃષ્ટ સંગઠનાત્મક સામર્થ્ય અને મનોવિજ્ઞાનની ઊંડી સમજ હોવાને કારણે એમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં પોતાની સેવાઓ પ્રદાન કરી હતી અને ગુજરાતના અલગ-અલગ સામાજિક-રાજનૈતિક આંદોલનમાં મહત્ત્વૂપર્ણ ભૂમિકા નિભાવી હતી.

    કિશોરાવસ્થામાં જ એમને અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પોતાના સશક્ત વ્યક્તિત્વ અને સાહસને કારણે એમણે પ્રત્યેક પડકારને અવસરમાં રૃપાંતરિત કરી બતાવ્યો. ખાસ કરીને, જ્યારે એમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહાવિદ્યાલય તેમજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો, ત્યારે એમનો રસ્તો કઠિન સંઘર્ષ અને પીડાદાયક પરિશ્રમથી ભરેલો પડ્યો હતો, પરંતુ જીવન સંગ્રામમાં તેઓ હંમેશાં એક યોદ્ધા, એક સાચ્ચા સૈનિકની જેમ રહ્યાં. એક વાર પગલું વધાર્યા પછી એમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. હાર માનવી કે પરાજિત થવું એમણે ક્યારેય સ્વીકાર નથી કર્યું. પોતાના આ દૃઢ નિશ્ચિયને કારણે એમણે રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકોત્તરનું શિક્ષણ પૂરું કર્યું. ભારતના સામાજિક તેમજ સાંસ્કૃતિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાવાળા સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન (આરએસએસ)થી એમણે શરૃઆત કરી અને નિઃસ્વાર્થતા, સામાજિક જવાબદારી, સમર્પણ તેમજ રાષ્ટ્રવાદની ભાવનાને આત્મસાત કરી.

    આરએસએસમાં પોતાના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ ૧૯૭૪ના ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન અને ૧૯ મહીના (જૂન ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭)ના લાંબાગાળા સુધી રહેલી ભયંકર 'કટોકટી', જ્યારે ભારતીય નાગરિકોના મૂળ અધિકારોનું ગળું ઘોંટી દીધું હતું, આવી વિભિન્ન ઘટનાઓના સમયે તેઓએ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી. આ પૂરા સમય દરમિયાન ભૂમિગત રહીને મોદીજીએ ગુપ્ત રીતથી કેન્દ્ર સરકારની ફાંસીવાદી નીતિઓ વિરુદ્ધ જોશીલા અંદાજમાં જંગ છેડીને લોકતંત્રની ભાવનાને જીવિત રાખી.

    ૧૯૮૭માં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)માં સામેલ થઈને એમણે રાજનીતિની મુખ્ય ધારામાં પ્રવેશ કર્યો. એક વર્ષની અંદર જ એમણે પાર્ટીના ગુજરાત એકમના મહામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાં સુધી એમણે એક અત્યંત કુશળ સંગઠકના રૃપમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. એમણે સાચ્ચા અર્થોમાં પાર્ટી કાર્યકર્તાઓને સક્રિય કરવા માટે પડકારજનક કાર્યનું બીડું ઉઠાવ્યું, જેના કારણથી પાર્ટીને રાજનીતિક લાભ મળવાનો શરૃ થઈ ગયો અને એપ્રિલ, ૧૯૯૦માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવી. આ રાજનીતિક ગઠબંધન થોડા મહીનાઓના અંતરાલ પછી તૂટી ગયું, પરંતુ ૧૯૯૫માં ભાજપા પોતાના દમ પર ગુજરાતમાં બે-તૃત્યાંશ બહુમતની સાથે સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી. ત્યારથી ગુજરાતમાં સત્તાની બાગડોર ભાજપાના હાથોમાં છે.

    ૧૯૮૮ થી ૧૯૯૫ દરમિયાન એમની ઓળખ એક કુશળ રણનીતિકારના રૃપમાં સ્થાપિત થઈ, જેમણે ગુજરાત ભાજપાને રાજ્યમાં સત્તાધારી પાર્ટી બનાવવા માટે જમીની કાર્યને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. આ દરમિયાન, નરેન્દ્ર મોદીને બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓના આયોજનની જવાબદારી સોંપવામાં આવી. એક, શ્રી લાલકૃષ્ણ આડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની લાંબી રથયાત્રા અને બીજી, દેશના દક્ષિણી છેડા પર સ્થિત કન્યાકુમારીથી ઉત્તરમાં કાશ્મીર સુધીની યાત્રા. ૧૯૯૮માં નવી દિલ્લીની સત્તામાં ભાજપાના ઉદયનો શ્રેય આ જ બે અત્યંત સફળ ઘટનાઓને ફાળે જાય છે, જેમાં શ્રી મોદીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.

    ૧૯૯૫માં એમને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને દેશના પાંચ મહત્ત્વપૂર્ણ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી, જે કોઈ પણ યુવા નેતા માટે મોટી સફળતાની વાત હતી. ૧૯૯૮માં એમને મહાસચિવ (સંગઠન)ના પદ પર પદોન્નત કરવામાં આવ્યા. ઑક્ટોબર, ૨૦૦૧માં ભારતના સૌથી સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્યોમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રીના રૃપમાં નિયુક્ત થવા સુધી તેઓ પોતાની સેવાઓ મહાસચિવ તરીકે પાર્ટીને આપતા રહ્યાં. રાષ્ટ્રીય સ્તર પર એમના કાર્યકાળ દરમિયાન મોદીને જમ્મૂ તેમજ કાશ્મીર જેવાં સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ રાજ્યો સિવાય એટલા જ સંવેદનશીલ ઉત્તર-પૂર્વી રાજ્યો સહિત અન્ય કેટલાય રાજ્યોમાં પાર્ટીના પ્રદેશ એકમોની બાબતોને જોવાની જવાબદારી સોંપવામાં આવી. રાષ્ટ્રીય સ્તર પર કાર્ય કરવા દરમિયાન શ્રી મોદી પાર્ટીના એક મહત્ત્વપૂર્ણ પ્રવક્તા તરીકે ઉભરીને સામે આવ્યા તથા કેટલીય મહત્ત્વપૂર્ણ ઘઠનાઓના સમયે એમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

    આ દરમિયાન એમણે દુનિયાભરના દેશોમાં યાત્રાઓ કરી અને અનેક પ્રતિષ્ઠિત નેતાઓની સાથે વિચાર-વિમર્શ કર્યા. આ અનુભવોથી ના ફક્ત એમના વૈશ્વિક દૃષ્ટિકોણનો વિકાસ થયો, બલ્કે ભારતની સેવા કરવા તથા દુનિયામાં એનું સામાજિક-આર્થિક વર્ચસ્વ સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય પણ તીવ્ર બન્યો. મોદી હંમેશાં જિજ્ઞાસુ બનીને રહ્યાં અને જિજ્ઞાસુ બનીને જ રહેવા ઇચ્છે છે. નિત નવા પ્રયોગ કરવા એમની આદતમાં સામેલ છે. તેઓ નવા પ્રયોગોને મટો જ પડકારની સાથે લે છે અને એના પર પ્રયોગ કરવામાં લાગી જાય છે. જ્ઞાન વિજ્ઞાનના નવા વિષયો પર એમની ઊંડી રુચિ છે. આથી તેઓ પોતાની યાત્રાઓ દરમિયાન પણ આ પ્રકારની શોધમાં લાગેલા રહે છે કે અહીંયા શું નવું છે કેમ કે તેઓ કહે છે, જ્યાં સુધી મનુષ્ય કશું નવું નથી પ્રાપ્ત કરતો, ત્યાં સુધી ના તો એના ક્યાંય જવાનો અર્થ છે અને ના તો કોઈ કામ કરવાનો વિચાર. આથી તેઓ નવા પ્રયોગો કરતા રહેવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાની પળ-પળનો ઉપયોગ ઉત્તમથી ઉત્તમ કામ માટે કરવા ઇચ્છે છે. હંમેશાં સમયના સદુપયોગને પ્રભાવી માનીને તેઓ આ કામમાં લાગેલા રહે છે કે નવું શું છે. એમના મનમાં જિજ્ઞાસા એવી ભરેલી પડી છે કે, જો ક્યારેલ લાગ્યું કે આ કામ નથી થઈ શકતું, તો એને કેવી રીતે કરવું એ ફૉર્મ્યૂલા પર ધ્યાન આપે છે. એમના નજીકના લોકોનું માનવું છે કે, મોદીની ડિક્શનેરીમાં 'ના' શબ્દ નથી, બલ્કે એ 'ના'નું સમાધાન શું છે? એ હંમેશાં જોવા, શોધવા અને સમજવાનો પ્રયત્ન કરે છે. પોતાની આંતરિક જિજ્ઞાસાને ચાલતા તેઓ કેટલાય પ્રકારના શોધકર્તાઓ અને ચિંતકોની સાથે ચિંતન-મનન કરતા જોવામાં આવ્યા છે. ક્યારે નવું શું કરવાનું છે? એના માટે તેઓ હંમેશાં રણનીતિ બનાવે છે. એવી રણનીતિ જે દેશ અને સમાજના વિકાસમાં મદદરૃપ હોય. આજે મોદીને જો વિકાસ પુરુષ કહેવામાં આવે છે, તો એની પાછળ સૌથી મોટું કારણ એ જ છે કે, એમની વિચારસરણી જ વિકાસથી શરૃ થાય છે.

    ઑક્ટોબર, ૨૦૦૧માં પાર્ટીએ એમને ગુજરાત સરકારની કમાન સંભાળવાનું કહ્યું. ૭ ઑક્ટોબર, ૨૦૦૧એ જ્યારે શ્રી મોદીએ શપથ ગ્રહણ કરી, ત્યારે ગુજરાત જાન્યુઆરી, ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ સહિત અન્ય કેટલીય પ્રાકૃતિક આપદાઓથી વિપરીત પ્રભાવોમાંથી પસાર થઈ રહ્યું હતું. જો કે, કુશળ રણનીતિકાર ભાજપા નેતાએ પોતાના રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય અનુભવોનો લાભ ઉઠાવતા આ સમસ્યાઓને પૂરા જોશની સાથે સામનો કરવાનો નિશ્ચય કર્યો.

    ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોના પુનર્નિર્માણ અને પુનર્વાસની કાર્યવાહીનો મોટો પડકાર એમની સામે હતો. ભુજ ખંડેરોનું શહેર બની ગયું હતું અને હજારો લોકો કામચલાઉ આશ્રયસ્થાનોમાં કોઈ મૂળભૂત સુવિધાઓ વગર રહેતા હતા. એમણે પ્રતિકૂળ પરિસ્થિતિઓને કયા પ્રકારે સર્વાંગીણ વિકાસના અવસરોમાં રૃપાંતરિત કરી દીધો, ભુજ શહેર એનો જીવતો-જાગતો પુરાવો છે.

    જ્યારે પુનર્નિર્માણ અને પુનર્વાસની કામગીરી ચાલી રહી હતી, ત્યારે પણ એમણે વિશાળ પરિપ્રેક્ષ્યમાં મંથનનો અભિગમ છોડ્યો ન હતો. ગુજરાતે હંમેશાં જ ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મોદીએ સર્વાંગીણ સામાજિક-આર્થિક વિકાસ માટે ઉપયુક્ત રીતથી સામાજિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કરીને એ અસંતુલનને સુધારવાનો નિર્ણય કર્યો અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પાંચ સૂત્રીય રણનીતિ-પંચામૃત યોજનાની પરિકલ્પના કરી.

    એમના નેતૃત્વમાં શિક્ષણ, કૃષિ અને સ્વાસ્થ્ય સેવા સહિત અનેક ક્ષેત્રોમાં મોટું પરિવર્તન નજરે આવી રહ્યું છે. એમણે રાજ્યના ભવિષ્ય માટે પોતાની એક સ્પષ્ટ દૃષ્ટિ બનાવીને નીતિ આધારિત સુધાર કાર્યક્રમ શરૃ કર્યા. સરકારના માળખાને પુનર્ગઠિત કરીને ગુજરાતને સફળતાપૂર્વક સમૃદ્ધિના માર્ગ પર લાવી દીધું. એમના આશય અને ક્ષમતાની જાણ, એમના સત્તા સંભાળવાના ૧૦૦ દિવસોની અંદર જ થઈ ગઈ. પોતાની પ્રશાસનિક સૂઝબૂઝ, સ્પષ્ટ દૂરદર્શિતા અને ચારિત્ર્યની અખંડતા સહિત પોતાની આ બધી કુશળતાઓને કારણે એમણે ડિસેમ્બર, ૨૦૦૨ની સામાન્ય ચૂંટણીઓમાં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો અને મોદી સરકાર ૧૮૨ સીટોવાળી વિધાનસભામાં ૧૨૮ સીટો જીતીને ભારે બહુમતની સાથે પસંદ કરી લેવામાં આવી. ૨૦૦૭ની ચૂંટણીઓમાં પણ ફરીથી એક વાર શ્રી મોદીના નેતૃત્વમાં ભાજપાને ભારે બહુમત મળ્યો.

    ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૨એ નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોની સેવામાં ૪૦૦૦ દિવસ પૂર્ણ કર્યા. સતત ત્રણ ચૂંટણીઓમાં એમને ગુજરાતના લોકોનો સ્નેહ અને સમર્થન મળતું રહ્યું. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૭ની ચૂંટણીઓમાં વિજય પછી ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી એક વાર મોદીના નેતૃત્વમાં ભાજપાએ ભારે બહુમત પ્રાપ્ત કર્યો. ભાજપાને ૧૧૫ શીટો મળી અને ૨૬ ડિસેમ્બર, ૨૦૧૨એ એમણે સતત ચોથી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં એમને દેશની જનતા પ્રધાનમંત્રી તરીકે જોવા ઇચ્છતી હતી આથી, ભાજપાને પૂર્ણ બહુમતની સાથે જીત મળી અને તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા.

    પ્રધાનમંત્રીઃ કાર્યાલયમાં પ્રથમ ૧૦૦ દિવસ અને એનાથી આગળ

    છેલ્લાં ત્રણ દશકોમાં ભારતની સર્વાધિક મજબૂત સરકારના રૃપમાં એનડીએએ ૨૬ મે, ૨૦૧૪એ કાર્યાભાર સંભાળ્યો. આ ગઠબંધનના મુખ્ય દળ બીજેપી ખુદને જ ૨૮૨ સીટો મળી ગઈ, જ્યારે કે લોકસભામાં સાધારણ બહુમત માટે માત્ર ૨૭૨ની જ જરૃર હતી.

    આ નવી સરકારને વધારે સમસ્યાઓ વારસાના રૃપમાં મળી; મોટાભાગના તો યૂપીએ સરકારના છેલ્લાં ૧૦ વર્ષીય કાર્યકાળના બીજા હિસ્સામાં સુશાસન અથવા એની કમીને કારણે પેદા થઈ હતી. આર્થિક ક્ષેત્રમાં બદલાવની હવા વધારે સ્પષ્ટ હતી, જ્યાં મૂળ ઢાંચા, મનોભાવ અને પ્રશાસનથી જોડાયેલા મુદ્દા ઉભરી રહ્યા હતા. જે પ્રકારથી બનાવેલા શબ્દો અને સમાન્યોક્તિઓથી સમૃદ્ધ મોદીનો ચૂંટણી પ્રચાર જનતાની સામે ગુંજાયમાન હતો, એનાથી તો એ જ લાગતું હતું કે, મોદી એક જાદુઈ લાકડી ફેરવશે અને બધી આર્થિક પરેશાનીઓ, ઘૂર્યા કરતી મોંઘવારી તુરંત કાબૂમાં આવી જશે અને તે પોતાનો ખભો લગાવીને રોકાયેલી આર્થિક સ્થિતિને પુનઃ ગતિશીલ કરી દેશે. પણ બધાને અને એમને સ્વયં ખબર હતી કે, એવું નથી થઈ શકતું.

    મોદી અને બીજેપી (ભાજપા)ને જ્ઞાન હતું કે, બધા જરૃરી મૂળભૂત સુધાર તુરંત લાગૂ કરવામાં આવવા શક્ય જ નહીં થાય, ભલે તેઓ કેટલું પણ ઇચ્છે. જો કે, એનડીએ લોકસભામાં તો બહુમતમાં છે, પણ રાજ્યસભામાં અલ્પમતમાં જ છે.

    પરંતુ આ ૧૦૦ દિવસોમાં એવા કેટલાય આંકડાઓના બિન્દુ છે, જેનાથી સ્પષ્ટ થઈ શકે છે કે, મોદી અને એમની નવી સરકાર શું ઇચ્છે છે. એના પછી જે કંઈ થશે, એના પર આગલા સો દિવસોમાં ધ્યાન આપવું પડશે; કેમ કે થોડા દિવસો અને અઠવાડિયાઓ પછી; જ્યારે સંસદનું પ્રથમ સત્ર વીતી જશે,ત્યારે મોદી નિશ્ચિત જ કેટલાંક નવા મંત્રીઓને સામેલ કરશે અથવા જૂનાઓના વિભાગ બદલશે, યોજના આયોગની જગ્યાએ એક નવું એકમ બનાવશે, જેમ કે એમણે કહ્યું હતું કે, થોડા અને કાલ્પનિક તથા ઉગ્રતર સુધારવાદી થઈ જઈશું. કેટલાંક પ્રાન્તોમાં ચૂંટણીઓ પછી ખાસ કરીને મહારાષ્ટ્ર અને હરિયાણા જ્યાં બીજેપી નિશ્ચિત વિજય ઇચ્છે છે- પુનઃ સંશોધન થઈ શકે છે. કેટલાંક લોક-લોભામણા પગલાં પણ ઉઠાવવા જરૃરી થઈ શકે છે. પણ હજુ તો આપણે એ જ જાણીએ છીએ, જે સામે છે. (અથવા કદાચ નથી પણ જાણતા.)

    એનડીએ થોડી દક્ષિણ-પંથ પર ઝુકેલી કેન્દ્રવાદી સરકાર છે. આમ તો હંમેશાંથી જ સ્પષ્ટ હતું કે, મોદીના સત્તા ગ્રહણ પહેલાં જ મોદી નેહરૂવાદી પ્રધાનમંત્રી તો થશે નહીં. કેટલાય વિશ્લેષકો-જેમનામાં કેટલાંકે એમનું સમર્થન પણ કર્યું હતું- એમનું માનવું હતું કે, મોદી માર્ગરેટ થૈચર પ્રકારના પ્રધાનમંત્રી થશે. (અને જ્યારે એવું ના થયું, તો આ લોકોએ નિરાશા વ્યક્ત કરી) ભારતના નવા પ્રધાનમંત્રી લી કુઆન યૂ સ્કૂલને માનવાવાળા લાગે છે, જે દેશ પ્રબન્ધનને માને છે- જેમ કે, અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે પાછલા મહીનાના એક લેખમાં કહ્યું હતું. એ પ્રકારનું અતિસૂક્ષ્મ પ્રબંધન (માઇક્રો મેનેજમેન્ટ); વિવરણ પર પૂરું ધ્યાન અને કાર્યાન્વયન પર જોર કદાચ ભારતમાં નથી ચાલી શકતું, જેમ કે આપણને હંમેશાં બતાવવામાં આવ્યું છે. પણ શું મોદી આ ધારણાને ખોટી સાબિત કરી શકે છે?

    અને સપ્ટેમ્બર ૨૦૧૪ સુધીનો તે ચિઠ્ઠો, જે અત્યાર સુધીનું સ્કોર કાર્ડ માની શકાય છે, તે સામે છે.

    નીચે આપણે પ્રથમ મહીનાનું પુનર્વીક્ષણ કરીશું અને પછી પરવર્તી ત્રણ મહીનાનું.

    મોદી સરકારનો પ્રથમ મહીનો

    ૨૪ જૂન, ૨૦૧૪એ નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાનમંત્રીના રૃપમાં એક મહીનો પૂરો કર્યો. પણ ડિબ્રુગઢ જવાવાળી રાજધાની એક્સપ્રેસની દુર્ઘટનાએ પ્રારંભિક સિદ્ધિઓને ધૂમિલ કરી દીધી, કેમ કે આ દુર્ઘટનામાં ચાર યાત્રીના મૃત્યુ થયા હતા અને ૨૩ ઘાયલ થયા હતા. પૂર્વ સૉલિસિટર જનરલ, ગોપાલ સુબ્રમણ્યમના સુપ્રીમ કોર્ટના જજના રૃપમાં ચૂંટણી સંબંધી વિવાદને કારણે મોદી સરકારનો પ્રથમ મહીનો પૂરો કરવાના સમારોહમાં પણ ફીકો રહ્યો.

    પણ ભારતના ઇક્વિટી માર્કેટ (ખાસ કરીને એનું માપક ચિહ્ન સેનમેક્સ)એ નરેન્દ્ર મોદીનો પ્રથમ મહીનો પૂરો કરવાની મોટી ગરજની સાથે સ્વાગત કર્યું. નવી ઊંચાઈઓ જ ના સ્પર્શવામાં આવી, ૨૫,૦૦૦ સ્તરની મનોવૈજ્ઞાનિક અડચણ પણ પાર કરી લેવામાં આવી. વિદેશી મૂડી ભરાઈ-ભરાઈને આવવા લાગી અને ભારતીય મુદ્રા મજબૂતી પ્રાપ્ત કરવા લાગી.

    આ સરકારના પાછલા મહીનાનું ચરિત્ર ગતિશીલતાથી કરી શકાય છે- ભલે જ વિવાદ વધારે ઉઠ્યા હોય, પરંતુ પાછલી સરકારની જેમ, આ સરકારને નીતિ-લકવાએ ગ્રસિત કર્યો ન હતો.

    એવું લાગ્યું, જાણે મોદી સરકાર પોતાના બે લોભામણા નારાઃ 'અચ્છે દિન' અને 'બિટર પિલ' (કડવી ગોળી)ની વચ્ચે ફસાઈ ગઈ હોય. જો કે, 'નમો' (નરેન્દ્ર મોદી)એ પરિણામ બતાવવા માટે ૬૦ મહીનાનો સમય માંગ્યો હતો, સામાન્ય જનતા અત્યારથી જ અધીર થવા લાગી છે. નવી સરકારની સામે કેટલાંક મોટા પડકારો સામેલ છે- રોકાયેલી આર્થિક સ્થિતિ અને સાથે લાગેલી અનિયંત્રિત મોંઘવારી, ભારતીય યુવકો માટે રોજગારના અવસરોની કમી, મૂળભૂત માળખા અને સામાજિક ક્ષેત્રોમાં રોકાણની કિલ્લત, ભ્રષ્ટાચાર અને અન્ય કેટલીય એવી સમસ્યાઓ. પ્રધાનમંત્રીએ ભારતના નાગરિકોને રોકાઈ ગયેલી આર્થિક સ્થિતિને બહાર કાઢવા માટે કડવી ગોળી ખાવાની જરૃર પ્રતિ સચેત જરૃર કર્યા હતા, પરંતુ તાજેતરના જ રેલના ભાડાઓ અને માલ ભાડાંના દરોમાં વૃદ્ધિના નિર્ણયો-ખાસ કરીને સંસદથી એમને બચાવતા-એ સામાન્ય માણસને નિરાશ પણ કર્યા છે.

    હવે આપણે છેલ્લાં ૩૦ દિવસોમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ અને વિવાદો પર દૃષ્ટિપાત કરીશું.

    સિદ્ધિઓ

    સુનિયોજિત અભિગમન (એપ્રોચ) અને સ્પષ્ટ વિઝનઃ ૮ જૂન, ૨૦૧૪એ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણના માધ્યમથી આર્થિક સ્થિતિને પુર્નજીવિત કરીને ભારતને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક મહત્ત્વપૂર્ણ સપાટી બનાવવાની પોતાની યોજના સ્પષ્ટ કરી હતી. એમાં જે મુખ્ય મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા હતા, એમાં છે : આંતરરાષ્ટ્રીય કૂટનીતિ, અલ્પમતવાળાઓને પણ સામેલ કરવા, ગરીબી ઉન્મૂલન, શ્રમિક પક્ષને પ્રમુખતા આપવાવાળા નિર્માણ ઉદ્યોગો પર બળ આપવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ, મોંઘવારીને રોકવી અને કર-પ્રણાલીને અધિક તર્ક-સંગત બનાવવી વગેરે.

    ચીનની સાથે કૂટનીતિઃ બંને દેશ (ભારત અને ચીન)ની વચ્ચે સંબંધ સુધારવાની દિશામાં ચીની વિદેશ મંત્રી, વાંગ ચીનું ભારત આગમન એક સકારાત્મક રાજનાયિક શરૃઆતના રૃપમાં માનવામાં આવ્યું. ભારતીય મંત્રીમંડળે ચીનની સાથે થયેલા મેમોરેન્ડમ ઑફ અન્ટરસ્ડેન્ડિંગને સ્વીકૃતિ આપી દીધી છે. જેનાથી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકાય, જેમાં ચીની રોકાણકાર આ નિમ્ન કર(ટેક્સ)વાળા સેત્ર (SEI) ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તથા નિર્માણ ક્ષેત્રના કેન્દ્રો (હબો)માં પણ રોકાણ વધારે. જેનાથી એક તરફ તો ચીનથી આયાતમાં કમી થાય અને બીજી તરફ નિર્માણ ક્ષેત્રની વૃદ્ધિમાં નફો થઈ શકે. આશા છે કે, જો આ પ્રક્રિયાનું યોગ્ય પ્રકારે કાર્યાન્વયન થઈ શકે, તો એનાથી ભારત અને ચીનની વચ્ચે ૪૦ અરબ ડૉલરની વેપારની કમી વધારે હદ સુધી ઘટી જશે. ભારતીય મંત્રીમંડળની આ પહેલ ચીનને એક શક્તિશાળી સંકેત આપે છે કે, આપસી લાભ માટે આપણે ઊંડા આર્થિક સંબંધ બનાવવા જોઈએ.

    કાશ્મીરી પંડિતોના પુર્નસ્થાપનની આશા: પાછલી શતાબ્દીના અંતિમ દશકમાં કાશ્મીરથી બહાર ભગાવેલા કાશ્મીરી પંડિતોને હવે આશા છે કે, તેઓ પોતાના મૂળ નિવાસમાં પાછા પહોંચી શકે છે. આ આશા સંસદમાં આપવામાં આવેલા રાષ્ટ્રપતિના સંભાષણમાં ઉલ્લેખિત કાશ્મીરી પંડિતોના પુર્નસ્થાપનના મુદ્દાથી પેદા થઈ છે.

    મૂલ્ય-વૃદ્ધિને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં: જ્યારે થોક મૂલ્ય સૂચકાંકવધીને ૬.૦૧ ટકા સીમા સુધી પહોંચી ગયો, સરકારે ત્યારે ૧૭ જૂન, ૨૦૧૪એ એને રોકવા માટે કેટલાંક વિશેષ પગલાં ઉઠાવ્યા. એણે જરૃરી વસ્તુઓની આયાત પર અંકુશ લગાવીને આપૂર્તિમાં આવેલી અડચણોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. મૂલ્ય વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે સરકારે જમાખોરો પ્રતિ પણ કડક કાર્યવાહી કરી.

    વિશ્વાસના દોસ્ત : રૃસની સાથે કૂટનીતિ: રૂસની સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબધોમાં એક નવી શક્તિ આવી, જ્યારે રૂસના ઉપ પ્રધાનમંત્રી આપણા પ્રધાનમંત્રી તથા વિદેશ મંત્રીથી મળ્યા. આ દ્વિપક્ષીય વાર્તાઓના કેટલાંક ઉલ્લેખનીય પરિણામોમાં સામેલ છે ભારત અને રૂસની વચ્ચે કુઆકુલમ ન્યૂક્લીયર પ્લાન્ટ સ્થિત બે ન્યૂક્લીયર રિએક્ટરો (ત્રીજો તથા ચોથો) સંબંધી સોદા પર હસ્તાક્ષર થવા. ઊર્જા સુરક્ષા પર ચર્ચા થવી અને નમો-પુતિનની આગામી વાર્ષિક શીર્ષવાર્તા થળી, જેનાથી બંને દેશોની વચ્ચેના સંબંધ એક નવી ઊંચાઈને સ્પર્શી શકશે.

    કાળા ધનને બહાર નિકાળવાના પ્રયત્નઃ જસ્ટિસ એમ.બી. શાહની અધ્યક્ષતામાં નરેન્દ્ર મોદી સરકારે કાળા ધનને બહાર લાવવાના ઉદ્દેશ્યથી એક સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસ.ટી.આઈ.) ગઠિત કરી છે. આ અન્વેષણમાં આગળ પ્રગતિ પછી ભારતીય રિઝર્વ બેંકે ભારતીય મહાજનોના નિર્દેશ આપ્યા છે કે, તેઓ સરકાર દ્વારા ગઠિત આ એસ.આઈ.ટી.ની મદદથી ઉપલબ્ધ સૂચનાઓની સાથે કરે.

    પ્રાકૃતિક ગેસ મૂલ્ય-વૃદ્ધિને ત્રણ મહીના સુધી રોકવામાં આવીઃ આર્થિક મામલાઓની કેબિનેટ કમિટી (સી.સી.ઈ.એ.)એ એક મીટિંગમાં એ નિર્ણય લીધો કે, કેમ કે પ્રાકૃતિક ગેસ મૂલ્ય એક સંવેદનશીલ મુદ્દો છે, આથી એના પર ચર્ચા થવી જરૃરી છે, જેનાથી કે બધા મહત્ત્વપૂર્ણ પાસાઓના અંતિમ નિર્ણયથી પહેલાં તપાસ-પરખ થઈ શકે. આથઈ આ ગેસના મૂલ્યમાં વૃદ્ધિ પર આગામી ત્રણ મહીના માટે રોક લગાવી દેવામાં આવી છે, જેનાથી બધા સમ્બદ્ધ મામલાઓ પર લોકોથી મંત્રણા થઈ શકે.

    મંત્રીઓ માટે ઓછા ખર્ચના પગલાં: મોદી સરકારે પોતાના બધા મંત્રીઓથી કહ્યું કે, તેઓ કોઈ નવી કાર ન ખરીદે. એટલું જ નહીં, સરકારે એ પણ આ લોકોથી કહ્યું છે કે, એક લાખ રૃપિયાથી વધારે કોઈ પણ ખર્ચો કરવાથી પહેલાં એમણે પ્રધાનમંત્રી ઑફિસ (પી.એમ.ઓ.)થી સ્વીકૃતિ પ્રાપ્ત કરવી જોઈએ.

    સરેરાશથી ઓછા મૉનસૂનનું પુનર્નિરીક્ષણઃ સરકારે મૉનસૂનની સ્થઇતિ પર પુનર્નિરીક્ષણ કર્યું, કેમ કે ભારતીય કૃષિ હજુ પણ અધિકતર વરસાદી જળ પર જ નિર્ભર રહે છે. ખાદ્યાન આપૂર્તિમાં કમી ત્યારે ખાદ્ય પદાર્થોની કિંમતો પર વધારાનો દબાવ નાંખશે અને એનાથી ભારતમાં ઊંચી મોંઘવારી વધારે વધી શકે છે. ભારતના મોસમ વિભાગે પહેલાં જ ઘોષણા કરી દીધી છે કે, આ વખતે વરસાદી જળમાં કમી રહેશે. પણ આશા છે કે, આગામી મહીનાઓ- જુલાઈ-ઓગષ્ટમાં સ્થિતિ સારી થઈ જશે. પ્રધાનમંત્રીએ નોકરશાહીથી કહ્યું કે, પોતાના એડવાન્સ એક્શન પ્લાનનું કાર્યનાવયન કરવાનું શરૃ કરે, જેનાથી સુનિયોજિત પ્રયત્નો પર જોર પડે અને આ ક્ષેત્રમાં સક્રિયતામાં નફો થાય.

    ભૂટાન યાત્રા: પ્રધાનમંત્રી થયા પછી મોદીએ પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ગંતવ્ય ભૂટાનને બનાવ્યું. બૌદ્ધ ધર્મને માનવાવાળા આ નાના દેશની રણનીતિક સ્થિતિ ચૂંટણીનું મુખ્ય કારણ હતી. ભૂટાને ભારતે હાઈડ્રોપાવર જેનેરેશન પ્લાન્ટ બનાવવામાં સહાયતા આપવાનું આશ્વાસન આપ્યું અને ભારતે ભૂટાનમાં કેટલાય શિક્ષણ ક્ષેત્રોમાં સહાયતા આપવાને આશ્વસ્ત કર્યું.

    સાર્ક (એસ.એ.એ.આર.સી.) નેતાઓથી મુલાકાત અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિઃ પ્રધાનમંત્રીના રૃપમાં શપથ લીધા પછી નરેન્દ્ર મોદી બધા ગણમાન્ય સાર્ક નેતાઓથી ૨૬ મે, ૨૦૧૪એ મળ્યા. તેઓ પાકિસ્તાનના પ્રધાનમંત્રીથી પણ મળ્યા અને બંને દેશોની વચ્ચે ત્વરિત વેપાર સંબંધ (ફાસ્ટ ટ્રેકિંગ ટ્રેડ) તથા પાકિસ્તાનના આતંકવાદ મુદ્દા પર સ્થિતિની ચર્ચા કરી. મોદીએ નવાજ શરીફને એક શૉલ ભેટ કરી અને બદલામાં પાકિસ્તાને પ્રધાનમંત્રીએ ભારતીય પ્રધાનમંત્રીની માતા માટે પાકિસ્તાનથી એક સાડીની ભેટ મોકલાવી, જેનાથી બંને

    Enjoying the preview?
    Page 1 of 1