Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની
આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની
આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની
Ebook188 pages57 minutes

આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

આઝાદીવિરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની" પુસ્તક મિનેષ પ્રજાપતિ દ્વારા ખેડા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન હતું, ત્યારે દેશના અનેક લોકોએ બલિદાન આપ્યાં છે. જેમાં અમુકના નામથી આપણે પરિચિત છીએ અને અમુકના નામ તો આપણે જાણતા પણ નથી. બસ આ સ્વતંત્ર્ય સેનાનીઓને બહાર લાવવાનું કામ મિનેષભાઈ દ્વારા કરવામાં આવ્યું. જેના લીધે આપણે એવા સ્વાતંત્ર્ય સેનાનીઓથી પરિચિત થશું જેમના વિશે પુસ્તકોમાં પણ માહિતી નથી.

Languageગુજરાતી
Release dateAug 8, 2023
ISBN9798215595886
આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની

Related to આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની

Related ebooks

Reviews for આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની

Rating: 5 out of 5 stars
5/5

1 rating1 review

What did you think?

Tap to rate

Review must be at least 10 words

  • Rating: 5 out of 5 stars
    5/5
    Good book guajrat kheda kapadwanj azadi amrut mahotsav svatantra viro

Book preview

આઝાદીવીરો - ગુજરાત ખેડાના સ્વાતંત્ર્ય સેનાની - Minesh prajapati

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ

TO,

Shree Mineshbhai K. Prajapati, Principal,

Gadiyara School,

सत्यमेव जयते

ભારતમાંથી અંગ્રેજોના શાસનનો અંત આણવાના ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી સ્વતંત્રતા ચળવળમાં ઐતિહાસિક ઘટનાઓની શ્રેણી સર્જાઈ હતી. આ ચળવળ ૧૮૫૭થી ૧૯૪૭ સુધી ચાલી હતી. આ સંઘર્ષમાં ભારતના અનેક વીરલાઓએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાતના સ્વાતંત્ર્ય વીરોએ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. પોતાની નૈતિક જવાબદારી સમજી, નેતૃત્વ લઈ સંઘર્ષમાં પ્રમુખ ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને કેમ વિસરી શકાય !

ગુજરાત અને મુખ્યત્વે ખેડા જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકાને ઉજાગર કરતું ખમીરવંતા ખેડાના સ્વાતંત્ર્ય સેનાનીઓ" નામક પુસ્તકના પ્રકાશન અંગે જાણીને અત્યંત આનંદ થયો. સ્વતંત્રતાના લડવૈયાઓએ કરેલા ત્યાગ, બલિદાન અને વેદનાને વર્ણવી આ યુગમાં નવી અને જુની પેઢીને માહિતગાર કરવાનો લેખકનો પ્રયાસ આવકાર્ય છે. પુસ્તકમાં આવરી લેવાયેલા વિવિધ પ્રસંગો, સ્વતંત્ર ભારતના જાજરમાન ઇતિહાસ અંગે રુચિ ધરાવતા દરેકને માટે માર્ગદર્શક બની રહેશે. અભ્યાસ ઉપરાંત માહિતીનો રસથાળ પીરસનાર પુસ્તકરૂપી આ પ્રયાસ જન-જન માટે પ્રેરણાદાયી બની રહે તેવી હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું.

આપનો,

તા. ૨૫/૦૪/૨૦૨૩

(ભૂપેન્દ્ર પટેલ)

સત્યાગ્રહ શબ્દનો અર્થ

જે કોઈ સત્યાગ્રહ કરે છે, તે સત્યાગ્રહી છે.

સત્ય શું છે? તેના આગ્રહનું સ્વરૂપ શું છે? સત્યનો આગ્રહ દરેક કાળે થઈ શકે ! સ્વરાજ છે લોકશાહી છે, લોકપ્રતિનિધિઓ છે કાયદા કાનૂન અને બંધારણ છે, ન્યાય કોર્ટ છે, અખબારી સ્વાતંત્ર્ય છે, પછી સત્યાગ્રહ કરવાની જરૂર ખરી? સત્યાગ્રહ સીવાય પણ અન્યાયઅનિષ્ટનો પ્રતિકાર કરી શકાય છે. આ પ્રકારની અને દલીલો પણ થયા કરેછે.

સત્યાગ્રહ એટલે અહિસક પ્રતિકાર અથવા નાગરિક પ્રતિકારનું એક વિશેષ સ્વરૂપ છે. સત્યાગ્રહ કરે તે સત્યાગ્રહી છે. સત્યાગ્રહ શબ્દ મહાત્મા ગાંધી [ ૧૮૬૯ – ૧૯૪૮] દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. ભારતીયોના અધિકાર માટેના સંઘર્ષ દરમિયાન સત્યાગ્રહને જમાવ્યો હતો. યુનાઈટેડસ્ટેટ્સમાં માર્ટીન લ્યુથર દ્વારા તેમજદક્ષીણ આફ્રિકામાં નેલ્શન મંડેલા દ્વારા ખુબ પ્રભાવ પડ્યો હતો.

આપણો દેશ પણ ગાંધીજીના સત્યાગ્રહસાથેચાલ્યો અને તેની મૈત્રી બાંધી જેના પ્રભાવથી ૧૯૩૦ થી આ  હિંદમાં વ્યાપકરૂપે કામ શરુ  થઈ ગયુ,સીધી પોતાનીદેખરેખ તળે ચલાવી, એ લડતો એ પોતે લડ્યા જેમાં સત્યાગ્રહ તથા બારડોલી ની લડતો સામેલ હતી,આ લડતો સરદારશ્રી વલ્લભભાઈએ ચલાવી, અને તેમાં વિશેષનોંધપાત્ર બાબત એ છે કે પહેલી બે લડતો ગાંધીજીની જેલમાં ગેરહાજરી દરમિયાન સરદારશ્રીએસફળતા પૂર્વક ચલાવી અને ત્રીજી બારડોલીની મહાલડત તેમણે યોજી અને ચલાવી, અને પૂરી કરી જે બધોવખત ગાંધીજી બહાર હતા, પણ તેનાં સીધા સંચાલનમાં તો સરદાર જ રહ્યાં હતા.

ગાંધીજીની સત્યાગ્રહની ભાવના એકક્રાંતિકારી જીવન દર્શન છે.ગાંધીજી સત્યાગ્રહ માટે ચારિત્ર્યની સંપત્તિ હરિચ્છા કે ધિક્કારની લાગણી વિનાનો અનિષ્ઠ, આદર પૂર્ણ સંપમિત, અપ્રગતિકારક કાર્યક્રમ સૂચવેછે જેમાંથી ધીરજ અને સહાનુભુતી તેમજ પોતાના વીરોધીને સહન કરાવીને નહિ પરંતુ જાતે દુઃખ વેઠીને સત્યને સ્થાપવાનું છે.સત્તા હડપવાનો ઈરાદો નથી્અસત્યને સત્યથી હિંસાને અહિંસાથી જીતવાનો પ્રયત્ન કરશે જગતને અનિષ્ટથી મુક્ત કરવાનો આસિવાય બીજો કોઈ માર્ગ નથી. ગાંધીજીએ નિઃશસ્ત્ર પ્રતિકાર અને સત્યાગ્રહ વચ્ચેનો તફાવત બરાબર સમજાવ્યો છે આપણે એ પણનાભૂલવું જોઈએ કે આપણા દેશમાં ભાઈચારાની ભાવનાથી પ્રેરાઈને ‘બ્રિટિશરોની ઝંઝીરમાંથી દેશનેમુક્ત કરવા ગુજરાતના લાખો લોકોએ ફાળો આપ્યો છે.

ભારતના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ એટલે સત્યાગ્રહ આશ્રમ

ભારત અને ગુજરાત સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છેત્યારે આ મહોત્સવના પાયા અને કેન્દ્રબિંદુ એટલે ગાંધીજીનો સત્યાગ્રહ આશ્રમ. કેટલીય મૂશ્કેલ પરિસ્થિતિમાં પણ સત્યાગ્રહ છાવણી ડગી નથી.   

૨૧ વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહ્યા પછી જાન્યુઆરી ૧૯૧૫માં  ગાંધીજી કાયમ માટે ભારત પાછા ફર્યા. માતૃભાષા મારફ્તે દેશની વધારે સેવા થઈ શકશે, અમદાવાદ હાથવણાટનું જૂનું મથક હોવાથી ત્યાં રેંટિયાનું કામ સારી રીતે કરી શકાશે અને તે ગુજરાતનું મુખ્ય શહેર હોવાથી આર્થિક મદદ મળી રહેશે એમ વિચારીને ગાંધીજીએ અમદાવાદ પર પસંદગી ઉતારી. 

મે, ૧૯૧૫માં તેમણે અમદાવાદના કોચરબ પરામાં ભાડાના મકાનમાં સત્યાગ્રહાશ્રમની શરૂઆત કરી.વિવિધ પ્રવૃત્તિઓ-પ્રયોગોને ધ્યાનમાં રાખીને, આશ્રમ માટે શહેરથી દૂર, સાબરમતી નદીના કિનારે નવી જગ્યા શોધવામાં આવી. આશ્રમની જગ્યા જેલથી નજીક હતી એ વાત ગાંધીજીને બહુ ગમી. જૂન ૧૭, ૧૯૧૭ના રોજ સાબરમતીમાં સત્યાગ્રહાશ્રમની શરૂઆતથઈ. ત્યારે ગાંધીજી ચંપારણ સત્યાગ્રહ માટે બિહારમાં હતા.૧૯૧૭થી ૧૯૩૦ સુધીનાં તેર વર્ષ સુધી સાબરમતીનો આશ્રમ ફક્ત ગાંધીજીનું સરનામું નહીં, ભારતના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ અને સત્યાગ્રહનો - આશ્રમજીવનના પ્રયોગોની ભૂમિ બની રહ્યા.

આ સમયગાળામાં ગાંધીજીએ અસહકારની પહેલી દેશવ્યાપી લડત ઉપાડી, જગવિખ્યાત બનેલી સત્યના પ્રયોગો  લખી અને કેટલાક સત્યાગ્રહોની આગેવાની લીધી-દોરવણી આપી.સ્વરાજના સંઘર્ષ માટે તથા લોકઘડતર માટે નવી પેઢીને તૈયારકરવાના હેતુથી ગાંધીજીએ ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠ શરૂ કરી. જોકે, ઓક્ટોબર ૧૮, ૧૯૨૦ના રોજ વિધાપીઠની સ્થાપના ટાણે ગાંધીજી અમૃતસરમાં હતા. ત્યાર પહેલાં ૧૯૧૮માં તેમણે મિલમાલિકોપ્રત્યે દ્વેષ રાખ્યા વિના મજૂરોનું હિત સાધવાના આશયથીમજૂર સંગઠનની સ્થાપના કરી.

અમદાવાદમાં આશ્રમજીવનમાં સવાર-સાંજની પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ હતું. તેમાં વિવિધ ધર્મો-ભાષાઓનાં ભજન-પ્રાર્થના સામેલ કરાયાં, પ્રાર્થના ક્યાંકરવી? તેના માટે ખાસ જગ્યા બાંધવી? પ્રાર્થનામાં કોઈ મુર્તિ રાખવી કે નહીં?એવો બધો વિચાર કર્યા પછી ગાંધીજીએ આકાશ નીચે  ખુલ્લામાં, રેતી પર બેસીને, મૂર્તિ વિના પ્રાર્થના કરવાનું ઠરાવ્યું. શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના શિષ્ય પંડિત નારાયણ મોરેશ્વર ખરે આશ્રમવાસી બન્યા.સાથે આશ્રમનાં પ્રાર્થના-ભજનનું કામ સંભાળ્યું. બીજા આશ્રમવાસી સાથીદારોની મદદથી તેમણે આશ્રમ ભજનાવલિનું સંપાદન પણ કર્યું. અંગ્રેજ સરકારે ૧૯૨૨માં ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ મૂક્યો. ગાંધીજીને ભારતમાં પહેલી વાર જેલની સજા થઈ. ૫૩ વર્ષના ગાંધીજીસાબરમતીના આશ્રમમાંથી સાબરમતી જેલમાં અને ત્યાંથીપૂનાની યરવડા જેલમાં પહોંચ્યા.સાબરમતીના આશ્રમથી ગાંધીજીએ ઉપાડેલી લડતોમાં દાંડીકૂચ શિરમોર હતી. મીઠાના અન્યાયી વેરાના વિરોધમાં ૬૧ વર્ષના ગાંધીજી સાબરમતીના આશ્રમેથી નીકળ્યા અને ૮૦ સાથીદારો સાથે, રોજના સરેરાશ ૧૫-૧૬ કિ.મી. લેખે, ૨૫ દિવસમાં ૩૮૫ કિ.મી. ચાલીને, દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે આવેલા દાંડી પહોંચ્યા. ત્યાં તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો.

દાંડીકૂચ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે સ્વરાજ લીધા

Enjoying the preview?
Page 1 of 1