Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

રામાયણ : પ્રશ્નાવલી
રામાયણ : પ્રશ્નાવલી
રામાયણ : પ્રશ્નાવલી
Ebook452 pages3 hours

રામાયણ : પ્રશ્નાવલી

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

આ નાની શી જિંદગીની રગેરગમાં રામાયણ દોડતું હતું. રામાયણના આદર્શ ગુણો સમાયેલા હતા. આથી જ તેનું વ્યક્તિત્વ મિલતા, હવાથી પણ હળવાશ, સૂર્ય જેટલી તેજસ્વિતા અને ગગન જેટલી વ્યાપકતા હતી. અને આથી જ કુદરતની મીટ મંડાણી આવા પૂર્ણપણે ખીલેલા પુષ્પ પર. પ્રભુને પણ કશું  નબળું તો ગમતું જ નથી. બધું ઉત્તમ જ ગમે. આથી જ આવા તેજ પુંજને તેણે પોતાની તરફ બોલાવી લીધો. 

            પરંતુ ધન્યવાદ આ ઉત્તમ આત્માની "માતાને" કે તેણે પોતાની અતિ વ્યસ્ત જિંદગીમાંથી પુરેપુરો સમય કાઢી આવું એક ઉત્તમ ચરિત્ર નિર્માણ કર્યું અને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું. ગીતામાં કહ્યું જ છે કે, ઈશ્વર કદી કોઈનું બાકી રાખતો જ નથી. સમર્પેલું સવાયું કરીને આપે જ છે. આથી હે પ્રભુ! તું પણ આની નોંધ રાખજે.

ટતા જ એક ઉત્તમ વિચાર સ્ફુર્યો કે રામાયણને એક નવા જ અંદાજમાં આજની નવી પેઢી સામે રજુ કરીએ. આ સાથે જ આ નવા રામાયણને લોકો સમક્ષ રજુ કરવા બને તેટલા સારા પ્રયત્નો કર્યા છે. જો કોઈ ક્ષતિ જણાય તો ક્ષમા. આ પ્રશ્નોતરી રુપે આલેખાયેલું સંપૂર્ણ રામાયણ 'પલ' ના દિવંગત આત્માની સ્મૃતિ રૂપે પ્રગટ કર્યું છે. 

ઢગલો પુઆમ જોઈએ તો આ પલ જેવી જિંદગીની કોઈ પ્રસ્તાવના જ ના હોય. છતાય એટલું તો ચોક્કસ કહીએ કે આ થોડા સમયમાં ખીલેલું એક એવું વિરાટ વ્યક્તિત્વ હતું કે જેમાં ધરતી સત્વશીસ્તકો વાંચીને પણ બે લીટી નથી  લખાતી. જ્યારે એક જ આઘાતજનક અનુભવ આખું પુસ્તક લખવી શકે. એનો જાત અનુભવ થયો.

Languageગુજરાતી
Release dateNov 9, 2021
ISBN9798201647759
રામાયણ : પ્રશ્નાવલી

Related to રામાયણ

Related ebooks

Related categories

Reviews for રામાયણ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    રામાયણ - CHANDRIKABEN KANERIA

    રામાયણ : પ્રશ્નાવલી

    ચંદ્રિકાબેન વલ્લભભાઈ કનેરીયા

    Ramayan : a Questionnaire

    By  

    Chandrikaben Vallbhbhai Kaneriya

    Published by

    Chandrikaben Vallbhbhai Kaneriya

    A–1004, Sanskar Tower,

    Opposite Hotel Grand Cambay,

    S. G. Highway, Thaltej,

    Ahmedabad-380059

    Gujarat

    ISBN : 9789353212704

    Copyright @ Chandrikaben Vallbhbhai Kaneriya

    Second edition

    All Rights reserved. No part of this publication

    may be reproduced, stored in or introduced into

    a retrieval system, or transmitted, in any form,

    or by any means (Electronic, mechanical, photo

    copying, recording or otherwise) without the prior

    written permission of the publisher.Any person

    who does any unauthorized act in relation to this

    publication may be liable to criminal prosecution

    and civil claims for damages.

    રામાયણ : પ્રશ્નાવલી

    વ્હાલસોયી દૌહિત્રી પલની યાદમાં અને

    એની જ પ્રેરણાથી પ્રસ્તુત છે પ્રશ્નાવલીના રૂપમાં મહાકાવ્ય રામાયણનો સાર

    સંકલનકર્તા અને લેખિકા

    ચંદ્રિકાબેન વલ્લભભાઈ કનેરીયા

    હિન્દી અને અંગ્રેજી આવૃત્તિ વિષે

    ચંદ્રિકાબેન વલ્લભભાઈ કનેરીયા લિખિત ગુજરાતી રામાયણ પ્રશ્નાવલી પુસ્તકની હિન્દી આવૃત્તિ रामायण: प्रश्नावली,  અને અંગ્રેજી આવૃત્તિ Ramayan: a Questionnaire પણ ઉપલબ્ધ છે. આ બુકનું હિન્દી અને અંગ્રેજીમાં  અનુવાદ ડો. ભાનુભાઈ પટેલે કરેલ છે. ડો. ભાનુભાઈ પટેલ, જેઓ ગુજરાતમાં અમદાવાદ સ્થિત મેડિકલ ડૉક્ટર છે અને બંદીવાન તરીકે રહી ચૂક્યા છે.

    તેમણે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સલાહકાર તરીકેની સેવા આપી છે. તેમણે જેલમાં અને જેલની બહાર સઘન અભ્યાસ કરી ૫૪ ડિગ્રી, પી. જી. ડિપ્લોમા, ડિપ્લોમાં અને સર્ટિફિકેટ  મેળવવાનો વર્લ્ડ રેકૉર્ડ લિમ્કા બૂક ઑફ રેકૉર્ડ, એશિયા બૂક ઑફ રેકૉર્ડ, યુનિક વર્ડ રેકૉર્ડ, ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ, વર્ડ રેકોર્ડ ઇન્ડિયા અને યૂનિવર્સલ રેકૉર્ડ ફોરમમાં નોંધાવ્યો છે.  અંગ્રેજીમાં તેમનું સંસ્મરણાત્મક પુસ્તક BENIND BARS AND BEYOND,  ગુજરાતીમાં જેલના સળિયા પાછળની સિદ્ધિ અને હિન્દીમાં सिध्धि सलाखों के पीछे की એ તેમના ८ વર્ષના જેલ અનુભવ અને તેની જેલમાં શૈક્ષણિક યાત્રા જે  વર્લ્ડ રેકોર્ડમાં પરિણામી તે સત્ય ઘટના પર આધારિત  છે. આ એક પ્રેરણાદાયી અને પ્રોત્સાહક  પુસ્તક જે તેના દુર્લભ, પ્રેરણાદાયક જેલ અનુભવો અને શૈક્ષણિક સિદ્ધિની યાત્રાનું એક અવિસ્મરણીય સોપાન છે.

    ભાનુભાઈ પટેલ 

    અમદાવાદ

    bhanubhaipatel@hotmail.com

    લેખક વિષે

    ચંદ્રિકાબેન વલ્લભભાઈ કનેરિયા જેઓ ગુજરાતમાં અમદાવાદમાં રહે છે અને એક આદર્શ ધર્મપરાયણ ગૃહિણી રૂપે નિવૃત જીવન જીવે છે. નાની વયની પૌત્રીના દુઃખદ આકસ્મિક અવસાનના આઘાતે અને પૌત્રી પ્રત્યેના અનહદ પ્રેમ અને લાગણીએ તેમને આ પૌત્રીના સંસ્મરણોને તેણીની  યાદમાં લખવા મજબુર કર્યા. આમ, તેમના આ શાનદાર, ધાર્મિક, અધ્યાત્મિક અને પ્રેરણાત્મક પ્રથમ પુસ્તક રામાયણ પ્રશ્નાવલીનો પુત્રીના દુઃખદ અવસાન બાદ જન્મ થયો. એક કુમળી વયની પૌત્રીએ તેના અતિ વહાલ અને અદભુત શેક્ષણિક કારકિર્દીને કારણે તેની દાદીને લેખક બનાવી આજના બાળકો માટે એક પ્રેરણાદાયી  અને પ્રોત્સાહક સંદેશો આ પુસ્તક દ્વારા પ્રસ્તુત કર્યો. 

    લેખકનું વિશાલ વાંચન, બહોળો અનુભવ, શાળા કોલેજની  શાનદાર, તેજસ્વી કારકિર્દી, ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મિકતાનું બહોળું જ્ઞાન એ તેમના જીવનના  સકારાત્મક પાસાઓ છે. અને આજની પેઢીના બાળકોમાં ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન તેમજ માનવ મૂલ્યોનો નો સંચાર થાય  તે  માટે કંઈક કરી છૂટવાની તમન્ના એ તેમના જીવનનો ધ્યેય છે.

    ચંદ્રિકાબેન વલ્લભભાઈ કનેરિયા

    અમદાવાદ

    ઈમેઈલ : cvkaneria@gmail.con

    ––––––––

    C:\Users\ASUS\Desktop\RAMAYAN\New folder\2.png

    અર્પણ

    વ્હાલી પૌત્રી પલ (સાન્વી)ને

    સપ્રેમ અર્પણ

    b2d1cde5-e4e6-4ece-b6ed-cb6104cc5023.jpg

    પૂજ્ય મોરારીબાપુનો શુભેચ્છા સંદેશ

    image2

    ooxWord://word/media/image3.jpeg આમુખ

    ––––––––

    આનેવાલા પલ, જાનેવાલા હૈ....

    પલ ઉર્ફે સાનવી,  જિંદગીના એવા ફાટી ચૂકેલા પાનાઓમાં એક બની ગઈ, જે હવે ક્યારેય વાંચી શકવાની નથી. મને જાણવા મળ્યું કે પલને બહુ મન હતુ મને મળવાનું. એ વાંચન શોખીન છોકરી, હજુ તો દેશી કાઠિયાવાડીમાં કહું તો ઉગીને ઉભી થઈ હોય તેવી બાલિકા. 

    પણ હું એને મળું તે પહેલા પ્રભુને મન થયું એને મળવાનું અને એ ચાલી ગઈ, મૃત્યુ જે અકળ કોયડો છે ત્યાં, અકાળ મૃત્યુ તો વધુ કઠીન કોયડો જ ગણાય. પલ એક પઝલ બની ગઈ પરિવાર માટે, જેનો જવાબ હમેંશ માટે ખોવાઈ ગયો. અકસ્માતમાં વ્યક્તિ ગઈ, સ્મૃતિ રહી. આપણી ભાષાનો સુંદર શબ્દ છે ‘સ્મૃતિશેષ’ જે હવે સ્મૃતિમાં જ બાકી રહ્યા છે. તે!

    પણ પલની સ્કૂલે આ થનગનતી રાજકોટની 'એલીસ ઇન ધ વન્ડરલેન્ડ' માટે એક બુક કોર્નર બનાવ્યો છે. પલના નાનીએ, બહુ જ નાની ઉંમરે અંગ્રેજીમાં એ જેના પર વિડીયો કેમેરા સામે બોલતી એ રામાયણનું સરસ મજાનું આ પુસ્તક તૈયાર કર્યું છે. આપણા દાર્શનિકો કહે છે કે એ કોઈ સાત્વિક આત્માના કર્મબંધન હોય છે, જે આપણા સુધી એને ખેંચી લાવે છે. અને ઋણાનુબંધ પૂરો થતા વહેલો સ્વર્ગે સંચરે છે.

    વાલ્મીકિ રામાયણમાં તો પિતા દશરથના મૃત્યુથી શોકમગ્ન ભરતને આશ્વાસન આપતા સ્વયં દુઃખી એવા રામ કહે છે કે ‘જેમ પર્વતના શિખરેથી નદીઓ સાગર તરફ ગતિ કરે છે, એમ જ મનુષ્ય જન્મની પળથી જ નિરંતર મૃત્યુ તરફ જ ગતિ કરે છે. ગયેલાનું આપણે શું રોઇએ? આપણને પણ એક દિવસ આમ જ ચાલી નીકળવાનું છે?

    પલની યાદને લીલીછમ રાખવા આ શબ્દગુલાલથી રામાયણ વિશેનું પુસ્તક રચવામાં આવ્યું છે. પલના મમ્મીએ આ માટે વાત કરી ત્યારે કેવું હશે એ અંદાજ નહોતો પણ એની કોપી વાંચી તો રાજીપો થયો. ‘શીખના બંધ તો જીતના બંધ’ના એટીટ્યુડથી જી. કે. (જનરલ નોલેજ) વધારનાર બાળકો માટેય એમાં ‘ટ્રિવિયા’ કહી શકાય એવી રસપ્રદ માહિતી છે. અને રામાયણની કથાના માધ્યમે આપણી સંસ્કૃતિના વારસાનું સરળ, સહજ, સરસ ચિંતન પણ છે. પ્રિય મોરારી બાપુની સત્ય, પ્રેમ, કરુણા અહી પાને પાને ક્યાંક નીતરે છે.

    પલ આપણે આંબી ન શકીએ એટલે દુર, કોઈ ગગનગામી સિતારો બનીને સ્માઈલ કરતી હશે. આપણે  જેટલા આનંદમાં, એટલી એને નિરાંત હશે. અને રીચાર્ડ બાક તો કહે જે : There is no such thing as far away. When you remember someone you love, aren’t you already there?

    હા, ગમતાને માત્ર યાદ કરીએ તો એના આસપાસ હોવાનો અહેસાસ થાય. એના હુંફાળા સાદના ભણકારા વાગે, પલના આતમ રામ સ્વરૂપને વહાલ અને આ સંસ્કારિતા જેવા પુસ્તકમાં શબ્દસ્નાન એ આપણું તર્પણ.

    Love Forever.  

    જય વસાવડા                     

    ayvaz@gmail.com

    સાન્વી (પલ)ની કૌટુંબીક પૃષ્ઠભૂમિ

    (૧) પલના માતુશ્રી

    રાજકોટ નિવાસી સાન્વી (પલ)ના માતુશ્રી ડૉ. વૈશાલી સંજયભાઈ પરસાણિયા, (Ph.D.), (cs), M.C.A.) જેઓ હાલમાં રાજકોટ સ્થિત આત્મિય યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બાળક તેના માતા-પિતાની પ્રતિકૃતિ હોઈ શકે પણ આ કિસ્સામાં એમ કહેવું જરા પણ અયોગ્ય નથી લાગતું કે ડૉ. વૈશાલીબેન તેમના બાળપણથી લઈને અત્યાર સુધીની તેમની જીંદગીમાં તેઓ હૂબહૂ દરેક બાબતમાં સાન્વી (પલ)ની પ્રતિકૃતિ રૂપ છે. 

    પલ એ તો પરમને પામી ગયેલ આત્મા છે, માટે પલની સ્મૃતિમાં તેના સ્વજનો પલની ક્રિયા, પ્રક્રિયા, સિદ્ધિઓ અને જીવનશૈલી વગેરે યાદ કરી તેને અભિવ્યક્ત કરતા પલના આભારૂપ બની ગયા છે. 

    ડૉ. વૈશાલીબેન ખૂબ જ સંસ્કારી અને શિક્ષિત કુટુંબની પુત્રી છે. તેણીના પિતાજી વલ્લભભાઈ કનેરિયા જે જુનાગઢની નરસિંહ વિદ્યામંદિર સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક હતા. વલ્લભભાઈએ તે સમયની પ્રખ્યાત શારદાગ્રામની શારદા વિદ્યામંદિર સ્કૂલમાં અભ્યાસ કરેલો. તેઓ જીવનમાં શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપતા હતા. માતા-પિતાના આનુવંશિક ગુણો ધરાવતા ડૉ. વૈશાલીબેન પણ બાળપણથી જ અભ્યાસમાં તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાને રહ્યા છે. તેમની અધ્યાપક તરીકેની હાલની કારકિર્દીમાં પણ તેઓએ અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી છે. 

    (૨) પલના પિતાશ્રી

    રાજકોટ સ્થિત પલના પિતાશ્રી ડૉ. સંજયભાઈ સી. પરસાણિયા (એમ. ડી. આયુર્વેદ) જેઓ ઓષધિ વેલનેસ પ્રાઈવેટ લિમિટેડ કંપની, રાજકોટના મેનેજિંગ ડાયરેક્ટર છે. 

    અભ્યાસની ઉત્તમ કારકિર્દી ધરાવતા ડૉ. સંજયભાઈને બચપણથી જ ધંધામાં ખૂબ રસ હોવાથી રાજકોટ શહેરમાં પોતાની ઓષધિ વેલનેસ પ્રા. લિ. નામની કંપની ઉભી કરી તેમના ધંધાકીય અને વ્યવસાયિક કૌશલ્ય અને નિપુણતા ને લીધે એક સફળ  ઉદ્યોગ સાહસિક તરીકે નામના મેળવી. 

    માણસ એલોપથી (મેડિકલ સારવાર પદ્ધતિ)થી હારે અથવા અસંતોષ પામે ત્યારે આપણા આદિકાળથી પ્રચલિત એવી આયુર્વેદિક સારવાર પદ્ધતિ તરફ વળે છે. ડો. સંજયભાઈએ સો ટકા શુદ્ધ, આડઅસર અને કેમિકલ રહિત વિવિધ પ્રકારના આયુર્વેદિક ઉત્પાદનોનું સફળતાપુર્વક ઉત્પાદન કરી પોતાના ધંધાનો આયુર્વેદ ક્ષેત્રે બહોળો વિકાસ કર્યો. આવી રીતે ધંધા પ્રત્યેની તેમની ધગશ, લગન અને નિષ્ઠાને કારણે પોતાના ધંધામાં અજોડ સફળતા પ્રાપ્ત કરી. 

    ડૉ. સંજયભાઈના પિતાશ્રી છગનભાઈ અને માતુશ્રી જયાબેનને ત્રણ પુત્રો, અને ત્રણેય પુત્રોએ ડોક્ટરની પદવી હાંસલ કરી. જ્યેષ્ઠ પુત્ર આંખના સર્જન બન્યા, બીજા પુત્રએ ફિઝિશિયન (એમ. ડી.)ની પદવી મેળવી અને સૌથી નાના પુત્ર સંજયભાઈએ આયુર્વેદમાં એમ. ડી. ની પદવી મેળવી. એ સમયમાં ત્રણ ત્રણ પુત્રોને ડોક્ટર બનાવવા એ ખુબ જ અસાધારણ કામ હતું. આમ ડૉ. સંજયભાઈ પણ તેમના માતા-પિતાના આનુવંશિક ગુણોને લીધે ખૂબ જ બુદ્ધિશાળી, ઉદ્યોગ સાહસિક, નિષ્ઠાવાન અને શાંત સ્વભાવના છે. 

    અનુક્રમણિકા

    લેખક વિષે

    પૂજ્ય મોરારીબાપુનો શુભેચ્છા સંદેશ

    આમુખ

    સાન્વી (પલ)ની કૌટુંબીક પૃષ્ઠભૂમિ

    પ્રસ્તાવના 

    પલનો જીવન સંદેશ 

    પળની પ્રેરણાદાયી સિદ્ધિઓ 

    રામાયણનું આલેખન ટૂંકમાં 

    ૧. રામાયણ - બાલકાંડ 

    ૨. રામાયણ - અયોધ્યાકાંડ 

    ૩. રામાયણ - અરણ્યકાંડ

    ૪. રામાયણ - કિષ્કિન્ધાકાંડ 

    ૫. રામાયણ સુંદર કાંડ 

    ૬. રામાયણ લંકા કાંડ 

    ૭. રામાયણ ઉત્તર કાંડ 

    ફોટો ગેલેરી

    પ્રસ્તાવના

    આ નાની શી જિંદગીની રગેરગમાં રામાયણ દોડતું હતું. રામાયણના આદર્શ ગુણો સમાયેલા હતા. આથી જ તેનું વ્યક્તિત્વ મિલતા, હવાથી પણ હળવાશ, સૂર્ય જેટલી તેજસ્વિતા અને ગગન જેટલી વ્યાપકતા હતી. અને આથી જ કુદરતની મીટ મંડાણી આવા પૂર્ણપણે ખીલેલા પુષ્પ પર. પ્રભુને પણ કશું  નબળું તો ગમતું જ નથી. બધું ઉત્તમ જ ગમે. આથી જ આવા તેજ પુંજને તેણે પોતાની તરફ બોલાવી લીધો. 

    પરંતુ ધન્યવાદ આ ઉત્તમ આત્માની માતાને કે તેણે પોતાની અતિ વ્યસ્ત જિંદગીમાંથી પુરેપુરો સમય કાઢી આવું એક ઉત્તમ ચરિત્ર નિર્માણ કર્યું અને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું. ગીતામાં કહ્યું જ છે કે, ઈશ્વર કદી કોઈનું બાકી રાખતો જ નથી. સમર્પેલું સવાયું કરીને આપે જ છે. આથી હે પ્રભુ! તું પણ આની નોંધ રાખજે.

    ટતા જ એક ઉત્તમ વિચાર સ્ફુર્યો કે રામાયણને એક નવા જ અંદાજમાં આજની નવી પેઢી સામે રજુ કરીએ. આ સાથે જ આ નવા રામાયણને લોકો સમક્ષ રજુ કરવા બને તેટલા સારા પ્રયત્નો કર્યા છે. જો કોઈ ક્ષતિ જણાય તો ક્ષમા. આ પ્રશ્નોતરી રુપે આલેખાયેલું સંપૂર્ણ રામાયણ ‘પલ’ ના દિવંગત આત્માની સ્મૃતિ રૂપે પ્રગટ કર્યું છે. 

    ઢગલો પુઆમ જોઈએ તો આ પલ જેવી જિંદગીની કોઈ પ્રસ્તાવના જ ના હોય. છતાય એટલું તો ચોક્કસ કહીએ કે આ થોડા સમયમાં ખીલેલું એક એવું વિરાટ વ્યક્તિત્વ હતું કે જેમાં ધરતી સત્વશીસ્તકો વાંચીને પણ બે લીટી નથી  લખાતી. જ્યારે એક જ આઘાતજનક અનુભવ આખું પુસ્તક લખવી શકે. એનો જાત અનુભવ થયો.

    પલનો જીવન સંદેશ

    પલ એ પ્રેરણા-પુષ્પ હતી. એ એવું પુષ્પ હતી કે અનેક લોકોના જીવનમાં એની સુવાસ પ્રસરાવતી ગઈ. નાની ઉંમરે અનેકાનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરતી ગઈ. અને મારા જેવા ૬૦ વર્ષની વયના વડીલોને પણ ઘણું જ શીખવતી ગઈ. જોકે પલ નથી એનું દુઃખ થોડા દિવસ થયું માનવ સહજ સ્વભાવને કારણે. પરંતુ આજે થોડા સમય પછી જ મન મક્કમ થઇ સ્વીકારવા માંડ્યું છે કે પલનું અસ્તિત્વ અમારા જીવનમાં છે જ. એના અસ્તિત્વના અહેસાસથી જ અમારે સ્વજનોએ ઘણા કાર્યો કરવાના છે. એને ગમતા કાર્યો કરી એની હાજરીની વાસ્તવિકતાને અનુભવવી છે.

    પલ નાની હતી ત્યારથી જ તેને વાર્તા સંભાળવાનો ખુબ જ શોખ. સુતી વખતે ‘નાની’ સાથે હોય કે મમ્મી પપ્પા સાથે હોય કે તેના દાદા-દાદી સાથે હોય પરંતુ દરેકની સાથે એક જ શરત કરે કે મને બે વાર્તા તો કહો જ પછી જ સુવે. અને આ બધા જ આત્મિકજનો તેની આ શરતને પૂર્ણ કરે.

    ધીમે ધીમે તેની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેનું બુદ્ધિચાતુર્ય પણ વધતું ગયું.

    ગમે તે વાર્તા કહો તો તેને બધી રીપીટ જ લાગે. આથી મેં તેને કેટલાક ધર્મને લગતા પ્રશ્નો પૂછવાનું શરુ કર્યું આથી પળને પણ આમાં આતુરતા જાગી. નવું નવું ધર્મને લાગતું જાણવાની. આથી હવે તો વારંવાર સુતી વખતે મને કહે કે નાની મને દસ પ્રશ્નો પૂછો, મેં પણ આમ ધર્મને લગતા  પ્રશ્નો શોધવા માંડ્યા, અને પલને પૂછતી ગઈ  એ  જવાબ આપતી ગઈ. એકવાર અચાનક જ પલે મને કહ્યું કે નાની તમે હવે આવું કંઈક કરો ને  અને તેના આ અતિ ઇન્ટેલિજન્ટ ભર્યા સૂચને મને વિચારતી કરી અને પલ મારા માટે પ્રેરણાની પગદંડી બની ગઈ.

    પલ તારા આ ઉમદા અને પ્રેરણાદાયી વિચાર માટે તને લાખ લાખ અભિનંદન. અને મેં દરરોજ દસ  પ્રશ્નો તો લખવા જ એવો  દ્રઢ નિર્યણ કર્યો. આવા નિર્યણથી પલ  ખુબ જ ખુશ થશે. પલ એ મારી હરખની હેલી હતી. અને સમજણનું સરોવર હતું. ભલે આજે દેહરૂપી અસ્તિત્વથી મારી પાસે નથી પરંતુ એની યાદોનો ભંડાર તો આજીવન ખૂટશે જ નહિ. થોડો સમય જીવનમાં ખાલીપો વ્યાપી ગયેલો.  ખુબ જ દુઃખ થયેલું. અનેક રાત્રીઓમાં પલની યાદે રડાવી. અવિરત આંસુથી જીવન નજીવું બનવા માંડ્યું. રડવું એ દુઃખની દવા નથી એવી સનાતન વિચારધારા એ આંખ ઉઘાડી ગઈ અને થયું કે પલને ગમતું કોઈ કાર્ય કરીએ આથી એ પણ ખુશ થશે અને મને પણ એક ઉત્કૃષ્ટ કાર્ય મળશે. આવા ધર્મને લગતા પ્રશ્નોથી અનેક નાના બાળકોમાં ધર્મ પ્રત્યે રૂચી જાગશે.

    આમ મેં પણ જીવનમાં કંઈક કર્યાનો મને સંતોષ થશે. થોડી ઘણી સમાજ સેવાની પ્રવૃતિ પણ થશે અને શરૂઆત કરી આવા એક સકારાત્મક પ્રયાસથી. પ્રથમ શરુઆત રામાયણના પ્રશ્નોથી કરવી એવું નક્કી કર્યુ. કેમ કે પલ ૭ વર્ષની હતી ત્યારથી તેમને આખું રામાયણ કંઠસ્થ હતું. 

    જન્મ-મરણ દેહને છે આત્માને નહિં. પરમકૃપાળુ પરમાત્માની સૌથી શ્રેષ્ઠ દેણગી હોય, જો કોઈ વરદાન હોય તો તે મરણ છે. મૃત્યુનું માપ કાઢવામાં જ જીવનની સાચી સમજ રહેલી છે. મૃત્યુને પરમ સખા માનીને જીવન વ્યતીત કરીએ તો આધિ-વ્યાધી કે ઉપાધિ આપણને સ્પર્શી શકતી નથી. આવું રામાયણ જેવા ગ્રંથો શીખવે છે. 

    તો પલના મૃત્યુ માટે આટલો વસવસો, અફસોસ શા માટે? પલે તો માત્ર ખોળિયું જ બદલ્યું છે તેનો આત્મા તો સદૈવ અમર જ રહેવાનો છે. પલ તો આખું રામાયણ ગળી ગઈ હતી, આવા દૈવી આત્માનો દેહ સંસારમાં ઓછો રહે છે, પરંતુ તે કદી મૃત્યુ પામતો જ નથી. 

    પલને બધું જ કલરફૂલ ખૂબ જ ગમતું. તેની પાસે પેન પણ ઢગલાબંધ કલરફૂલ. અનેક કલરની પેનનો સંગ્રહ જોયો અને વિચાર આવ્યો કે આ જ કલરફૂલ પેનથી પલ ના વિચારોને અભિવ્યક્ત કરૂ. પડી રહેલી પેનની શાહી તો સુકાઈ જશે પરંતુ એજ પેનનો સદ્દઉયોગ થશે તો પલ ખૂબ જ ખુશ થશે. આથી જ રામાયણની પ્રશ્નોતરી પણ વિવિધ કલરની પેનથી લખવા એવું નક્કી કર્યું. બાકીના જીવનમાં પણ બની શકે તેટલા પલને ગમતા કલરફૂલ કાર્યો કરવા. 

    પલ તું ખૂબ જ નાની ઉંમરે એટલું સરસ જીવી ગઈ કે તારા મૃત્યુ પછી અસંખ્ય લોકોના મુખેથી પલને ફરી જીવન મળશે જ એવું સાંભળેલ છે. પલે કરેલી પ્રગતિ તેના એક-એક ક્ષેત્રને ફરી વન્સમોરની ખાત્રી આપતી ગઈ છે. 

    નાની એવી અગિયાર વર્ષની દીકરીના સોનેરી સૂચનથી મારા જેવા ૬૦ વર્ષની ઉંમરે પહોંચેલ વ્યક્તિને પણ કંઈક કરવાની ઉમ્મીદ-ઉત્સાહ જાગ્યો એમાં પલની જ વૈચારિક તાકાતનો અહેસાસ થાય છે. માણસ ગમે ત્યારે ગમે તે ઉંમરે કંઈ પણ નવું કરી શકે એની ખાતરી આપી છે 'પલે'. લૌકિક દુઃખથી ભાંગી પડી વધેલી જિંદગીને રોતા-રોતા જીવવું, મર્યા વાંકે જીવવું એનાથી તો બહેતર છે કે જીવનના ઝંઝાવાતોને ભૂલી જઈ ઉત્કૃષ્ટ કાર્યોની પાછળ લાગી જવું. ૬૦ વર્ષે પણ આવો વિચાર આવવો એમાં પણ આ નાની શી દીકરી 'પલ'ની જ પ્રેરણા છે. પોતે તો ગઈ પણ મને ગતિ આપતી ગઈ. પગને સાચો પંથ બતાવાતી ગઈ. આથી જ 'પલ' એક પળ માટે પણ મારાથી દૂર નથી. આટલી મોટી પ્રેરણા, સદવિચાર એજ તારી હાજરીનો અહેસાસ કરાવે છે.

    સત્કર્મને જીવન ધ્યેયની પ્રાપ્તિનું સાધન કેમ બનાવાવું એ શીખ આપતી ગઈ. નિષ્ક્રિયતા મૃત્યુ સામાન છે અને સક્રિયતા જીવંતતાની નિશાની છે એ ગીતાજીમાંથી મળતી પ્રેરણા છે. અને તને તારી જિંદગીના અંતમાં પણ ગીતાજી વાંચવાની અભિલાષા હતી એજ અભિલાષા અમને કર્મષ્ઠ બનાવતી ગઈ. સલામ છે બેટા! તારા આ અગિયાર વર્ષના જીવનકાળને. 

    'પલ' તું તો અમારો વહાલનો દરિયો હતી. આ દરિયાની ઊંડાઈને, ગહેરાઇને માપી શકવાની અમારી તાકાત નહોતી. આથી જ તેને વહાવી દીધો. આંસુરૂપી ખારા પાણીમાં પલ તારી યાદ ક્યારેક રોમ-રોમને વિહવળ બનાવી દે છે માટે જીવનમાં શૂન્યાવકાશ છે અને ત્યારે જ એક અસહાય માનવીની જેમ આંખમાંથી અશ્રુરૂપી દરિયો વહેવા માંડે છે અને ઘડીભર શૂન્યાવકાશ સર્જાય જાય છે. 

    આ સાથે જ ઇશ્વરને હ્રદયના આર્તનાદથી પ્રાર્થના કરવાનું મન થાય છે કે હે પ્રભુ! કદી કોઈના બાળકને તેના મા-બાપ પાસેથી ના લઈ લેતો. ભલે કર્મના ફળ ભોગવવા જ પડે આ ભવના કે પેલા ભવના એ સનાતન સત્ય સ્વીકારવું જ પડે એ હકીકત છે. તારા ગીતા ગ્રંથમાં પણ આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ પ્રભુ માનવીએ કરેલા પાપ કર્મનું ફળ બીજા કોઈ સ્વરૂપે આપજે એ મંજુર છે પરંતુ મા-બાપ પાસેથી તેના હ્રદયનો ધબકાર સમા સંતાનને તું લઈ લે છે ત્યારે એ મા-બાપ તથા તેના આત્મિયજનોની શી વલે થાય છે એ તો તું જોતો જ હોય છે પ્રભુ. જેમ અમારુ બાળક એ અમારા અસ્તિત્વનો અંશ છે તેમ અમે પણ તારામાંથી જ છૂટા પડેલા અંશો છીએ. 

    અમને અમારો અંશ અમારાથી દૂર થઈ જાય ત્યારે આટલું દુઃખ થાય છે, એક કળિયુગના માનવી તરીકે. તો તું તો પ્રભુ! સત્ય, પ્રેમ અને કરૂણાનો સાગર છો, તને અમને દુઃખી જોઈ દુઃખ નથી થતું? એમાંય તને આવા સંપૂર્ણ રીતે પૂર્ણપણે ખીલેલા 'પલ'  જેવા પુષ્પને લઈ લેતા કેમ જીવ ચાલ્યો. કેટલાય વડીલોના જીવનમાં ઉછળતા ઉજાસને અંધકારમય બનાવી દીધો. હાલતી ચાલતી જિંદગીને નિષ્પ્રાણ 'રોબોર્ટ'  બનાવી દીધી. પલ એ તો અમારા આંખનું અમી હતી. અભિલાષાનું પૂર્ણવિરામ હતી. બસ હવે તેની યાદોને જ તેનું અસ્તિત્વ બનાવી જીવવુ એજ મોટું પ્રણ છે. 

    પ્રભુ! પલ તો એક અતિ

    Enjoying the preview?
    Page 1 of 1