Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

મારી દ્રષ્ટિએ રામાયણ
મારી દ્રષ્ટિએ રામાયણ
મારી દ્રષ્ટિએ રામાયણ
Ebook190 pages1 hour

મારી દ્રષ્ટિએ રામાયણ

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

રામાયણ એટલે રામ + અયણ. મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જીવનનું વર્ણન એટલે રામાયણ.

હું પોતે પ્રભુ શ્રી રામની પરમ ભક્ત છું. આ મર્યાદાપુરુષોત્તમને શબ્દરૂપે કંડારવું એ મારા માટે ખૂબ અઘરું છે. કદાચિત મારી એટલી ક્ષમતા પણ નથી, તેમ છતાં પ્રભુ અને એમનાં જીવનકાળ દરમિયાન એમની સાથે વણાયેલા એક એક પાત્રને સમજીને મારી દ્રષ્ટિએ એ પાત્રમાં પ્રાણ પુરવાની એક કોશિશ કરી છે. એમાં મારી કોઈ ક્ષતિ હોય તો ક્ષમત્વ.

આ રામાયણનાં પાત્રને સમજવા માટે મેં રામચરિત્ર માનસ અને વાલ્મીકિ રામાયણનું વાંચન કરીને હું જે રીતે એ પાત્રને સમજી એને સરળ રીતે સમજાવવાની એક પહેલ કરી છે.

કહેવાય છે કે જ્યાં રામકથાનું આયોજન અથવા તો જ્યાં રામજીનું નામ લેવાતું હોય ત્યાં હનુમાનજી હાજર જ હોય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી આ મારો પોતાનો અનુભવ છે.

Languageગુજરાતી
Release dateApr 17, 2024
ISBN9798224381807
મારી દ્રષ્ટિએ રામાયણ

Related to મારી દ્રષ્ટિએ રામાયણ

Related ebooks

Related categories

Reviews for મારી દ્રષ્ટિએ રામાયણ

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    મારી દ્રષ્ટિએ રામાયણ - Jigna Kapuriya 'Niyati'

    Copyright © 2024 Jigna Kapuriya ‘Niyati’

    All Rights Reserved.

    This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations   embodied   in critical   articles and reviews. 

    The Author of this book is solely responsible and liable for its content includeing but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Mari Drashti E Ramayana. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or Implied, includeing but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the Information contained in this book.

    મારી દ્રષ્ટિએ રામાયણ

    • કૉપિરાઇટ 2024 © જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

    • મારી દ્રષ્ટિએ રામાયણ

    • જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

    • કિંમત – 251/-

    પ્રકાશન તારીખ – 17-04-2024

    • પ્રકાશન

    નિર્મોહી પ્રકાશન

    મહેસાણા, ગુજરાત.

    મો. નં. – 9624244390

    ઇમેલ આઇડી – nirmohipublication@gmail.com

    પ્રસ્તાવના

    રામાયણ એટલે રામ + અયણ.  મર્યાદાપુરુષોત્તમ  પ્રભુ શ્રી રામના જીવનનું વર્ણન એટલે રામાયણ.

    હું પોતે પ્રભુ શ્રી રામની પરમ ભક્ત છું. આ મર્યાદાપુરુષોત્તમને શબ્દરૂપે કંડારવું એ મારા માટે ખૂબ અઘરું છે. કદાચિત મારી એટલી ક્ષમતા પણ નથી, તેમ છતાં પ્રભુ અને એમનાં જીવનકાળ દરમિયાન એમની સાથે વણાયેલા એક એક પાત્રને સમજીને મારી દ્રષ્ટિએ એ પાત્રમાં પ્રાણ પુરવાની એક કોશિશ કરી છે. એમાં મારી કોઈ ક્ષતિ હોય તો ક્ષમત્વ.

    આ રામાયણનાં પાત્રને સમજવા માટે મેં રામચરિત્ર માનસ અને વાલ્મીકિ રામાયણનું વાંચન કરીને હું જે રીતે એ પાત્રને સમજી એને સરળ રીતે સમજાવવાની એક પહેલ કરી છે.

    કહેવાય છે કે જ્યાં રામકથાનું આયોજન અથવા તો જ્યાં રામજીનું નામ લેવાતું હોય ત્યાં હનુમાનજી હાજર જ હોય છે. એમાં કોઈ અતિશયોક્તિ નથી આ મારો પોતાનો અનુભવ છે.

    ખરેખર મિત્રો, જ્યારે આ રામાયણનાં દરેક પાત્રને હું મારી દ્રષ્ટિએ શબ્દરૂપે કંડારવાની શરૂઆત કરતી ત્યારે શબ્દ આપોઆપ કંડારાય જતાં અને જાણે કોઈ અદશ્ય શક્તિ મારો હાથ પકડીને લખાવતું હોય એવો અનુભવ થતો. લખતાં લખતાં મારી નજર સમક્ષ એ પાત્ર જ જાણે હાજર થઈને મને એ યુગમાં લઈ જતો. એ પાત્ર  પોતે જ મને લખવાની પ્રેરણા આપતો.

    ઘણીવખત એવું પણ થતું કે મારે લખવું કંઈ બીજું હોય અને લખાયું કંઈ બીજું હોય. રામાયણનાં બધાં પાત્રો સાથે હું પણ એ સમયને જીવી છું કદાચિત એટલે જ દરેક પાત્રને ન્યાય આપી શકી છું.

    મેં રામાયણનાં પાત્રને લખવામાં  એકદમ સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે જેથી આવનાર પેઢી એ પાત્રની મહત્તા સમજી શકે,

    રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે,

    રામ  - પિતૃઆજ્ઞા પાલન માટે હંમેશાં તૈયાર.

    રામ, ભરત - ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ વ્યક્ત કરે છે.

    સીતા - પતિ વગર રાજ્યમાં રહેવું તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે.

    લક્ષ્મણ - મોટાભાઈની આજ્ઞા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખવી.

    હનુમાન - પોતાની તમામ શક્તિ ભગવાનના કામમાં ધરી દેવી.

    સુગ્રીવ - મિત્રતા.

    વાલી, રાવણ - શક્તિનું અભિમાન ન રાખવું અને પરસ્ત્રી ને પવિત્ર રીતે જોવું.

    વાનરો - જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણને પણ મારી શકીએ.

    મનુષ્ય જીવનમાં કંઇ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઇ પણ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકે છે. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્વ ભૌતિક સુખ કરતા અનેક ઘણું છે. એ રામાયણ શીખવે છે.

    ચાલો મિત્રો, આપણે માણીએ રામાયણનાં દરેક પાત્રને મારી દ્રષ્ટિએ.

    શ્રી રામની વંશાવળી

    રામના કયા વંશજોએ સૌથી પહેલાં અયોધ્યાને પોતાની રાજધાની બનાવી અને રઘુકુલવંશની શરૂઆત ક્યાંથી થઈ? પ્રભુની સંપૂર્ણ વંશાવળી જાણો....

    ભગવાન શ્રી રામ ઈક્ષ્વાકુ વંશના હતા, આ વંશના ગુરુ વશિષ્ઠ હતા. ભગવાન શ્રી રામની વંશાવળી ખૂબ જ પ્રભાવશાળી છે.

    શ્રી રામજીની વંશાવળી – મરીચિનો જન્મ ભગવાન બ્રહ્માથી થયો હતો. મરીચિના પુત્ર કશ્યપ,  કશ્યપના પુત્ર સ્વન, વિવસ્વના પુત્ર વૈવસ્વત મનુ, વૈવસ્વત મનુના પુત્ર ઈક્ષ્વાકુ, ઈક્ષ્વાકુના પુત્ર કુક્ષી, કુક્ષીના પુત્ર કુક્ષી, વિકુક્ષીના પુત્ર બાણ, બાણના પુત્ર અરણ્ય, અરણ્યના પુત્ર પૃથુ, પૃથુના પુત્ર ત્રિશંકુ, ત્રિશંકુના પુત્ર ધુન્ધુમાર, ધુન્ધુમારના પુત્ર યુવનાશ્વ, યુવનાશ્વના પુત્ર માંધાતા,  માંધાતાના પુત્ર સુસંધિનો, સુસંધિને બે પુત્રો હતા – ધ્રુવસંધિ અને પ્રસેનજિત. ધ્રુવસંધિના પુત્ર ભરત, ભરતના પુત્ર અસિત. અસિતના પુત્ર સગર, સગરના પુત્ર અસ્મંજ, અસ્મંજના પુત્ર અંશુમન, અંશુમનના પુત્ર દિલીપ, દિલીપના પુત્ર ભગીરથ, ભગીરથના પુત્ર કકુત્સ્થ, કકુત્સ્થના પુત્ર રઘુ, (રઘુ મહાન રાજા બન્યા જેના નામ પરથી રઘુકુળ નામ મળ્યું.) રઘુના પુત્ર શંખન, શંખના પુત્ર સુદર્શ, સુદર્શના પુત્ર અગ્નિવર્ણ, અગ્નિવર્ણના પુત્ર શ્રીધ્રગ, શ્રીધ્રગના પુત્ર મરુ, મરુના પુત્ર પ્રશુશ્રુક, પ્રશુશ્રુકાના પુત્ર અંબરીશ, અંબરીશના પુત્ર નહુષ,  નહુષના પુત્ર યયાતિ, યયાતિના પુત્ર નાભાગ, નાભાગના પુત્ર અજ, અજના પુત્ર રાજા દશરથ, રાજા દશરથના ચાર પુત્રો શ્રી રામચંદ્ર, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. ભગવાન શ્રી રામચંદ્રને બે પુત્રો લવ અને કુશ.

    રઘુકુલ વંશની શરૂઆત – ભગવાન શ્રી રામના પૂર્વ વંશજ રઘુ ખૂબ જ પરાક્રમી, તેજસ્વી અને મહાન રાજા હતા અને તેમની મહાનતાને કારણે જ અહીંથી રઘુવંશનું નામ પડ્યું. ભગવાન રામના વંશજ ભગીરથની તપસ્યાના પરિણામે ગંગાજી પૃથ્વી પર આવ્યાં, ત્યારે એમના વેગને ઝીલવાની શક્તિ પૃથ્વીમાં નહોતી. તો ભગવાન શિવજીએ ગંગાને પોતાની જટામાં ઝીલી લીધાં અને આ રીત ગંગામાતા પૃથ્વીલોકમાં લાવીને પાપીઓના પાપ દૂર કરાવનાર એક રઘુવંશી જ હતા.

    જય શ્રી રામ 🚩

    અનુક્રમણિકા

    Enjoying the preview?
    Page 1 of 1