રહસ્યની સમીપે
()
About this ebook
રહસ્યકથામાં રહસ્ય એ હોય છે કે તેમાં નાયક અને પાત્રો સાથે વાંચક પણ વાર્તા તત્વનાં આડબીડમાં ગૂંચવાતો ફરે છે. રહસ્ય ઘેરાતું જાય સાથે જિજ્ઞાસાની તીવ્રતાનો પારો ઉંચે ચડતો જાય. ઘટસ્ફોટ થાય ત્યારે "અરે!! આ? ઓહ!" ના ઉદગારો સાથે વાંચક પરિતૃપ્તિએ પહોંચી જાય છે.
Read more from Narendra Trivedi
મેઘ ધનુષનાં રંગો Rating: 0 out of 5 stars0 ratingsપ્લેન હાઇજેકિંગ Rating: 0 out of 5 stars0 ratings
Related to રહસ્યની સમીપે
Related ebooks
Kadve Pravachan Rating: 0 out of 5 stars0 ratingsઅંતરનો નાદ - સ્વની ખોજ Rating: 0 out of 5 stars0 ratingsSwami Vivekananda Rating: 0 out of 5 stars0 ratingsકાલો - ધ નૂર ઓફ કુલભાટા Rating: 0 out of 5 stars0 ratingsચંદા તારી બીજ બાજુ Rating: 0 out of 5 stars0 ratingsઅંતરનાદ 03 Rating: 0 out of 5 stars0 ratingsપીળી કોઠી નો લોહી તરસ્યો શયતાન Rating: 0 out of 5 stars0 ratingsટચ મી નોટ Rating: 0 out of 5 stars0 ratingsઅંતરનાદ 02 Rating: 0 out of 5 stars0 ratingsSapne Jo Sone Na Den Rating: 0 out of 5 stars0 ratingsકેસરિયા Rating: 0 out of 5 stars0 ratingsઅવતરણ Rating: 0 out of 5 stars0 ratingsયાદ તો સતાવે જ ને.. Rating: 5 out of 5 stars5/5અરધી સદીની વાચનયાત્રા ભાગ-3 (Ardhi Sadini Vachanyatra Vol 3) Rating: 5 out of 5 stars5/5અચાનક Rating: 0 out of 5 stars0 ratingsEk Hi Zindagi Kafi Nahin Rating: 0 out of 5 stars0 ratingsપડાવ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsChanakya Niti: Chanakya Sutra Sahit Rating: 0 out of 5 stars0 ratingsMarkandeya Puran Rating: 0 out of 5 stars0 ratingsગીતા મંથન (Geeta Manthan) Rating: 5 out of 5 stars5/5પુરુષોત્તમની આરાધના Rating: 0 out of 5 stars0 ratingsપ્રેમ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૫-૬ Rating: 0 out of 5 stars0 ratingsશબ્દે મઢી સંવેદના Rating: 0 out of 5 stars0 ratingsGanesh Puran Rating: 0 out of 5 stars0 ratingsપૈસાનો વ્યવહાર Rating: 0 out of 5 stars0 ratingsVishnu Puran Rating: 0 out of 5 stars0 ratings
Reviews for રહસ્યની સમીપે
0 ratings0 reviews
Book preview
રહસ્યની સમીપે - Narendra Trivedi
નિર્મોહી પ્રકાશન
મહેસાણા, ગુજરાત.
9624244390, nirmohimagazine@gmail.com
Copyright © 2023 Narendra Trivedi
All Rights Reserved.
This book has been self-published with all reasonable efforts taken to make the material error-free by the author. No part of this book shall be used, reproduced in any manner whatsoever without written permission from the author, except in the case of brief quotations embodied in critical articles and reviews.
The Author of this book is solely responsible and liable for its content including but not limited to the views, representations, descriptions, statements, information, opinions and references Rahasya Sameepe
. The Content of this book shall not constitute or be construed or deemed to reflect the opinion or expression of the Publisher or Editor. Neither the Publisher nor Editor endorse or approve the Content of this book or guarantee the reliability, accuracy or completeness of the Content published herein and do not make any representations or warranties of any kind, express or implied, including but not limited to the implied warranties of merchantability, fitness for a particular purpose. The Publisher and Editor shall not be liable whatsoever for any errors, omissions, whether such errors or omissions result from negligence, accident, or any other cause or claims for loss or damages of any kind, including without limitation, indirect or consequential loss or damage arising out of use, inability to use, or about the reliability, accuracy or sufficiency of the information contained in this book.
• રહસ્યની સમીપે (નવલિકા)
• ©નરેન્દ્ર ત્રિવેદી
• પ્રકાશન વર્ષ – 19 ડિસેમ્બર 2023
• price – ebook - $ 11, print book - $ 25
• પ્રકાશન
નિર્મોહી પ્રકાશન
મહેસાણા, ગુજરાત.
મો. નં. - 9624244390
ઇમેઇલ આઇડી - nirmohimagazine@gmail.com
અનુક્રમણિકા
પ્રસ્તાવના
કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા ખાલી નહિ હોતા, દોસ્ત વહાઁ ભી હાલ પઢ લેતે હૈં, જહાં કુછ ભી લીખા નહીં હોતા!!
મિત્ર, એ કહ્યા વિના સાંભળી લે
તે, આ નરેન્દ્ર ત્રિવેદી એટલે કે એન.કે. અમારા મિત્ર, ને અમારી મિત્રતાએ ઘણી વસંત જોઈ છે, પતજડ એકેય નહિ. શ્રી નરેન્દ્રભાઈ સાથે સખ્યયાત્રા વર્ષોથી ખરી, તેમની શબ્દયાત્રાનાં સાથી પણ એટલા જ ઘનિષ્ઠ.
તેમની બીજી રહસ્ય નવલિકા સમૂહ રહસ્યની સમીપે
માટે પ્રસ્તાવના લખવાનું ઈજન મને આંનંદાવી ગયું. ગિરા ગુર્જરીને આંગણે એક વધુ અવસરની નભેરી વાગી. મા ગુર્જરીની સેવામાં શ્રી નરેન્દ્રજીનું વધુ એક પુષ્પ અર્પણ થવાના આ પ્રસંગે એમાં રહેલી content value ની કેટલીક રસપ્રદ વાતો કરીએ.
રહસ્યકથામાં રહસ્ય એ હોય છે કે તેમાં નાયક અને પાત્રો સાથે વાંચક પણ વાર્તા તત્વનાં આડબીડમાં ગૂંચવાતો ફરે છે. રહસ્ય ઘેરાતું જાય સાથે જિજ્ઞાસાની તીવ્રતાનો પારો ઉંચે ચડતો જાય. ઘટસ્ફોટ થાય ત્યારે અરે!! આ? ઓહ!
ના ઉદગારો સાથે વાંચક પરિતૃપ્તિએ પહોંચી જાય છે.
આ અગાઉ શ્રી નરેન્દ્રભાઇની જાસૂસ નવલકથા પ્લેન હાઇજેકિંગ
પ્રિન્ટ/ડિજિટલ મીડિયામાં અને 21 ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પ્રકાશિત થઈ ચૂકી છે. એમના સફળ પ્રકાશન બાદ તેઓ 12 રહસ્ય નવલિકાઓનો ગુચ્છ એટલે કે રહસ્યની સમીપે
લઈને ફરી આપણી સમક્ષ આવી રહ્યા છે. તેને મનનાં ઉમંગ ભરીને આવકારીએ.
મેઘધનુના રંગોની જેમ આ રહસ્ય નવલિકા સંગ્રહમાં વિધ વિધ રંગોને પ્રસરાવતી પરિસ્થિતિ, નવલિકાનો પ્લોટ, પાત્રો, કથાનકમાં રહેલું રહસ્યનું તત્વ, રહસ્યના અલગ અલગ પ્રકારો એટલી રસપ્રદ રીતે ગુંથાયા છે કે વાંચક નવલિકાને પ્રથમ પાનેથી શરૂ કરી હોય તો છેક અંતના પાના સુધી જકડાયેલો રહે છે, ને એક જ બેઠકે નવલિકા પૂરી કરે કે તેમ કરવાનું તેને મન થઈ આવે છે. નવલિકામાં રહસ્ય હોય અને રૂંવાડા ઊભા થઈ જાય તેવી વાત હોય. અને રોંગટા ઊભા કરે (તમને goose bumps આવે) તેવી કથાની ગૂંથણી છે. વળી, એક નહિ અનેક કથાનક જાળ ગોઠવતી, ભેદાતી, વિહરતી, ઉમંગે ઉભરાતી તો કદી વેડાતી - કથાનક જીવનના શડરસ (આંનંદ વિષાદ શૃંગાર વી) પીરસે છે.
વાંચકોના મનોવિચારમાં રહસ્ય જાળા, ઉકેલ આવતા વળી ગૂંચ. છેવટે મનમાં ઊભા થતા દરેક પ્રશ્નોનો જવાબ આપતું, રહસ્ય ઉકેલાય, મન અંધારે આળોટતા, અજવાસ ફેલાય છે. એમનું કલ્પન એટલું સબળ છે ને વળી વાસ્તવિક ભૂમિકાથી છેટે નથી એટલે આ રહસ્યકથા વધારે વાસ્તવિક લાગે છે. વાંચકને ગમે છે, ખૂબ ગમે છે. આ અનુભવ અમારા સૃજન
માં એમની અન્ય રહસ્યકથાઓ પ્રગટ થઈ ત્યારબાદ વાંચકોનાં જથ્થાબંધ પ્રતિભાવોને આધારે કહું છું.
શાળાની કૉલેજ શિશુકુમાર યુવા અવસ્થાથી કવિતા કે સાહિત્યનું સર્જન થતું રહ્યું. શ્રી નરેન્દ્રભાઇ 1978માં એમણે શ્રીમતી જીજ્ઞાબહેન, ભાગ્યશ્રી (ધર્મપત્ની) બન્યા. સાહિત્યમાં રુચિ ધરાવનારનું આ સખ્ય તેમને સાહિત્યનાં પ્રેરણા બની આ પ્રવૃત્તિને બળ આપ્યું. ત્યારબાદ સાહિત્ય સર્જનની તેમની પ્રવૃત્તિ રાજમાર્ગે પર સડસડાટ દોડવા માંડી.
લેખન પ્રવૃત્તિ તેમની નિયમિત રહી, લગભગ રોજ કશું લખાતું રહ્યું. ડિજિટલ અને સોશિયલ મીડિયા યુગમાં વાંચકોનો બહોળો પ્રતિસાદ મળતો રહ્યો.
સૃજન,વિસ્મય જેવા બેન્કરનાં ઇ માધ્યમો, પ્રતિલિપિ જેવા પ્રતિષ્ઠિત બ્લોગ વિગેરેમાં તેમનું સાહિત્ય અઢળક પીરસાયું, રુચિકર બન્યું, વાંચકો, ભાવકોમાં લોકપ્રિયતાનો આંક ઊર્ધ્વ ગતિકર બની રહ્યો. આમ ડિજિટલ સોશિયલ મીડિયામાં ગુજરાતીના ટોચના લેખક તરીકે ઊભર્યા. સ્ટોરી મિરોર નામના એક ડિજિટલ સાહિત્ય મીડિયામાં ૨૦૨૨ નું એડિટર્સ ચોઇસ
નું શ્રેષ્ઠ ગણાતું પ્રમાણપત્ર મેળવવા તેઓ શ્રી ભાગ્યશાળી બન્યા. આ ઉપરાંત મીડિયાનાં બીજા પણ અનેક માન અકરામો, પ્રમાણપત્રો મળ્યા. ધન્યવાદમ સમારપિયામી
સાહિત્યમાં એમનું ખેડાણ, સાહિત્યનાં લગભગ દરેક પ્રકારોમાં છે. કાવ્ય, ગઝલ, કાવ્ય રસદર્શન, નવલિકા, નવલકથા, રહસ્યકથા વી. તેમાં તેમની ગઝલ અને રહસ્યકથા લેખન અગ્રક્રમે છે. આ પુસ્તકમાંની દરેક કથાઓ અનેક રંગી, ઉત્તેજના સભર, રોમાંચક, જિજ્ઞાસુ માટે સુનામી લાવતી, રોચક કથાઓ છે. આ કથાઓ દરેક વાંચક, ભાવકને માણવા લાયક છે.
छुपी हैं अनगिनत चिंगारियाँ लफ़्ज़ों के दामन में ज़रा पढ़ना ये किताब आहिस्ता आहिस्ता!
(क्यों की मेरा दिलों दिमाग में एक मस्त लीजत भर जाए)
ઉપેન્દ્ર દેસાઈ (અમદાવાદ)
શુભેચ્છા સંદેશ
બુકનાં પ્રકાશન અને જન્મદિન નિમિતે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
હું, ભૈરવ ત્રિવેદી, નરેન્દ્ર ત્રિવેદીનો સુપુત્ર છું અને ડોક્ટર જાનકીબેન ત્રિવેદીનો ભાઈ છું. હું, ઈ. સી. એન્જીનીયર છું. બી એસ એન એલ માં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ભાવનગર ઓફિસમાં ફરજ બજાવી રહ્યો છું. ડોક્ટર જાનકીબેન ત્રિવેદીનાં જન્મદિવસ 19 ડિસેમ્બરે પ્રકાશિત થઈ રહેલી રહસ્ય નવલિકા સમૂહ રહસ્યની સમીપે
નાં પ્રકાશન માટે ખૂબ ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું અને મારા પિતાશ્રીની પ્રકાશિત થઈ રહેલી પ્રિન્ટ બુક અને ઈ બુક માટે ખૂબ ખૂબ સફળતા ઈચ્છું છું. ડોકટર જાનકીબેન ત્રિવેદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
ભૈરવ ત્રિવેદી (ભાવનગર)
શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીની રહસ્ય નવલિકા સમૂહ રહસ્યની સમીપે
બીજી બુક તરીકે આંતરરાષ્ટીય સ્તરે પ્રકાશિત થવા જઈ રહી છે. તેમની પ્રથમ જાસૂસ નવલકથા 'પ્લેન હાઈજેકિંગ' આંતરરાષ્ટ્રીય સ્તરે 21 પ્રકાશન પ્લેટફોર્મ પર પ્રગટ થઈ ચૂકી છે. શ્રી નરેન્દ્રભાઈએ પોતાની કૃતિઓ અનેક ડિજિટલ મેગેઝિનોમાં સતત મૂકતાં રહીને વાંચકોની ખૂબ ચાહના અને પ્રશંસા પ્રાપ્ત કરેલ છે. રહસ્ય નવલિકા સમૂહ 'રહસ્યની સમીપે'નાં પ્રકાશિત થવાનાં ગૌરવપૂર્ણ શુભ પ્રસંગે લેખકશ્રીને હાર્દિક અભિનંદન તેમજ અનેક શુભકામનાઓ પાઠવું છું. નરેન્દ્રભાઈની નવલકથા કે નવલિકામાં વાંચકવર્ગને શરૂથી અંત સુધી પકડી રાખવાની ક્ષમતા છે. એ તેમનું જમા પાસું છે. શ્રી નરેન્દ્રભાઈ સાહિત્ય ક્ષેત્રે વધુનેવધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે. તેમની સમયાન્તરે નવલિકા/નવલકથાની બુક પ્રકાશિત થતી રહે તેવી શુભેચ્છાઓ.
બી. પી. જાગાણી
શ્રી નરેન્દ્રભાઈ સાથેનો અમારો સંપર્ક છેક બેન્કિંગનાં અમારા ઉષાકાળથી પણ ચંદ્રની જેમ નરેન્દ્ર'ચંદ્ર'ની બીજીબાજુ - (સાહિત્ય)થી અમે અજાણ હતા. છેક નિવૃત્તિ પછી, તે નરેન્દ્ર ચંદ્ર
ના આ સાહિત્યના સબળ પાસાની અમને જાણ મળી. તેમની કવિતાઓ સાથેના પ્રથમ મિલન, એક સરસ મઝાની અનુભૂતિ રહી. ત્યારબાદ તો તેમના સાહિત્યની ઘણી રંગઝાયો જોઈ. વાર્તા, કવિતા, ગઝલ, કવિતા રસદર્શન, હાસ્યકથા, સંભારણા અને રહસ્યકથાઓ વિગેરે. સૃજન
અમારા બૃહુદ વ્યાપ્ત ડિજિટલ મેગેઝિનના આ સાહિત્યના સઘળા આયામોમાંથી પસાર થયા એટલુજ નહિ થોકબંધ મિત્રોના આ કૃતિ/ રચનાના વાંચન પછી મળેલા પ્રતિભાવોએ એમને અને અમને નવું બળ આપ્યું.
જાસૂસ નવલકથા પ્લેન હાઈજેકિંગ
ના પ્રથમ ડિજિટલ કોપી/ પ્રિન્ટ કોપી બન્નેનું મીડિયામાં અને 21 ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પરના સફળ પ્રકાશન બાદ, બીજી 12 રહસ્ય નવલિકાના ગુચ્છ રહસ્યની સમીપે
ના પ્રગટ સમયે મારી શુભેચ્છા પ્રગટ કરતા, હું આનંદ અનુભવું છું. ભાઈ નરેન્દ્રની કલમો માઈલો ચાલી છે અને ચાલતી રહેશે. તેમના, આ અનુભવ સાથે લખાયેલી નવી નવલિકા રોમાન્સ અને રોમાંચકારી, ભેદી બની, રહસ્યનો પ્રકાશ આનંદમય બનશે,તેવી આશા અસ્થાને નથી. ગુજરાતી સાહિત્યમાં રહસ્ય નવલકથાઓ/નવલિકાઓ માટે હજુ વિશાળ ફલક ખેડવાનું બાકી છે. નરેન્દ્રભાઈની આ રહસ્યકથાઓ તેમાંનું આગળનું ડગલું હશે. શ્રી નરેન્દ્રભાઈની આ શબ્દયાત્રાનાં આગળનાં પડાવ માટે હાર્દિક, શુભમંગલ કામના.
શરદભાઈ ત્રિવેદી (ભાવનગર)
શ્રી નરેન્દ્રભાઈ પ્રતિભાસંપન્ન કવિ, વાર્તાકાર અને રહસ્યથી ભરપૂર નવલકથા/નવલિકાઓના લેખક છે. તેની વધુ એક રહસ્ય નવલિકા સમૂહ 'રહસ્યની સમીપે' આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગટ થવા જઈ રહ્યાનાં ખબર જાણીને અપાર હર્ષ, ખુશી અને આનંદની લાગણીનો અનુભવ થાય છે. શ્રી નરેન્દ્રભાઈએ પોતાની કૃતિઓ અનેક ડિજિટલ મેગેઝિનોમાં, પ્રતિલિપિમાં અને વિવિધ ગ્રુપમાં સતત મૂકતાં રહીને વાંચકોની ખૂબ ચાહના અને પ્રશંસા પ્રાપ્ત કરેલ છે. રહસ્ય નવલિકા સમૂહ 'રહસ્યની સમીપે'નો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થવાનાં ગૌરવપૂર્ણ શુભ પ્રસંગે લેખકશ્રીને હાર્દિક અભિનંદન તેમજ અનેક શુભકામનાઓ. શ્રી નરેન્દ્રભાઈ સાહિત્ય ક્ષેત્રે ખૂબ આગળ વધે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
રવિન્દ્ર પ્રવિણચંદ્ર પટેલ (ભાવનગર)
રહસ્યની સમીપે
01. અવાવરું શેડનું રહસ્ય
વિજયને રોજ સવારે દૂર સુધી સાયકલ ચલાવીને ફરવા જવાની ટેવ હતી. આ તેની કાર્યવાહીના એક ભાગ રૂપે હતું. ક્યારેક, ક્યારેક તો બહુ દૂર સુધી નીકળી જતો અને રોજ જુદાં જુદાં રસ્તા ઉપર ફરવા જતો. સવારના પરોઢનો કુદરતી નઝારો તેને બહુ ગમતો. રોજના નિયમ પ્રમાણે તે આજે એક અવાવરું કહેવાય એવા રસ્તા ઉપર જતો હતો, પાછળથી એક કાર તેને ઓવર ટેક કરીને આગળ જતી રહી. વિજયને નવાઈ લાગી કે આ રસ્તો કોઈ શહેર કે ગામડામાં જતો હોય એવો તો લાગતો નથી, તો આ કાર ક્યાં ગઈ હશે? વિજય રસ્તા ઉપર આગળ વધતો ગયો, રસ્તો એક અવાવરું શેડ પાસે આવીને અટકી ગયો. શેડ તો ઘણા સમયથી બંધ હોય એવું લાગતું હતું. વિજયને થોડીક શંકા ઊભી થઈ કે ક્યાંક તો ગરબડ છે. બીજે દિવસે જરા વહેલા આવી માહિતી જાણવાની ઇરછા સાથે પાછો ફરી ગયો.
બીજે દિવસે વિજય દૂર ઝાડીમાં સાયકલ છુપાવીને છુપાઈ ગયો. ઘણો સમય થયો કોઈ ગતિવિધિ થઈ હોય તેવું ન દેખાયું, વિજય કંટાળીને બહાર નીકળવાની તૈયારી કરતો હતો કે ત્યાં તેને દૂરથી કાર આવતી હોય તેવો અવાજ અને ધૂળ ઊડતી દેખાઈ; એટલે પાછો ઝાડીમાં છુપાઈ ગયો. તેની પાસેથી કાર પસાર થઈ એટલે વિજય, ઝાડીમાંથી બહાર આવ્યો. તેણે જે કારને પસાર થતાં જોઈ હતી તે ક્યાંય ન દેખાઈ. વિજય વિચારમાં પડી ગયો. કાર ગઈ તો ક્યાં ગઈ? આગળ તો રસ્તો પણ નથી. શેડનાં દરવાજા પાસે પહોંચીને જોયું તો દરવાજે મોટું કટાયેલું તાળું હતું. શેડનો દરવાજો ઘણા સમયથી બંધ હોય એમ