Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

પુરુષોત્તમની આરાધના
પુરુષોત્તમની આરાધના
પુરુષોત્તમની આરાધના
Ebook88 pages16 minutes

પુરુષોત્તમની આરાધના

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

પુનિત મંડળનાં સંતોના સુભાશિષ અને ઈશ્વરની અસીમ કૃપા વડે, તમારાં સુધી આ પુરુષોત્તમ ભગવાનનાં ગુણવાનુંવાદ પહોંચાડવાનું પરમશભાગ્ય સાંપડ્યું છે તે માટે પરમેશ્વરનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. તેની કૃપા તો "વરસે અનરાધાર જોને મુજ પર જગદાધાર"

એ અનંત કૃપાને પ્રતાપે જ વિવિધ પ્રસંગોએ, વિવિધ મનોરથના ગુણાનુવાદ લખવાની પ્રેરણા થાય છે તે શબ્દાંંકન કરી પેન માંથી વહાવ્યા કરું છું. પરમ પૂજ્ય રામ ભગત, ધનંજયભાઈ, ત્રિભોવન ભગત તેમજ મનુબેનના આશીર્વાદથી પાવન થયેલ આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ 2004 માં સુમન પબ્લિકેશન દ્વારા શ્રી ગિરીશભાઈના સહયોગથી પ્રકાશિત થઈ હતી. જેમાં પુરુષોત્તમ અને શ્રાવણના ભજનો હતાં. ફરીથી આ સુંદર યોગ આ વર્ષે આવ્યો છે ત્યારે મને થયું કે પુરુષોત્તમ ભગવાનની જે અનંત કૃપા છે તે તેનાં ભક્તો સુધી પહોંચાડવી જરૂરી છે! પરંતુ પુસ્તક રૂપને બદલે ઈ-બુક સ્વરૂપે વિચાર કર્યો, જેનાં લીધે સર્વેનાં સમય, કાગળ અને પૈસાની બચત સાથે તેનું નામ ઘર ઘર પહોંચે અને દરેક વૈષ્ણવને તેમાં ભીંજવવા નું ધેય પણ પાર પડે સાથે સાથે પર્યાવરણની સુરક્ષા નો લાભ પણ મળે!

 એ ઉમદા હેતુથી જ આપ સૌ ભાવિકો સમક્ષ આવી રહેલ આ અધિક માસના અધિષ્ઠાતા શ્રી પુરુષોત્તમ ભગવાનનાં ગુણગાન, આરાધના, થાળ, વગેરેનો સુગેય થાળ પીરસી રહી છું. આશા છે તેનો આસ્વાદ માણી, આપ આપનાં પ્રતિભાવ ને પ્રતિસાદથી પ્રોત્સાહિત કરશો… આપ સર્વની આભારી…

 

 

 

Languageગુજરાતી
Release dateJul 15, 2023
ISBN9798223678717
પુરુષોત્તમની આરાધના

Related to પુરુષોત્તમની આરાધના

Related ebooks

Related categories

Reviews for પુરુષોત્તમની આરાધના

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    પુરુષોત્તમની આરાધના - Dr. Nardi Parekh 'Nandi'

    પરમ વંદનીય શ્રી ધનંજયભાઈના સુભાશિષ

    ––––––––

    શ્રી હરી: યત્કૃપા ત્વં અહં વંદે.

    ભગવત કૃપા વગર કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, તેને અનુભૂતિ કરાવે છે આ ભજનોત્સવનું પ્રકાશન.

    સામાન્ય જનને બોલતા લખતા પણ ફાવે નહીં, સરસ્વતી ની ઉપાસના કરવા (ભણવા-ગણવા) છતાં પણ વાક્ય બરાબર ન બને તો કાવ્ય ક્યાંથી સંભવે-વગર ભગવત્કૃપા. અને જ્યારે ભગવદ્ કૃપા થાય ત્યારે મુકમ કરોતિ વાચાલમ્? એટલે અહીં પણ સરસ્વતી તેની વાણીમાં ઝૂમી ઉઠે, નાચી ઊઠે, ગાઈ ઊઠે, ઝલકે જેને માટે આપણે વિચારીને થાકી જઈએ તો પણ શબ્દ ના મળે એ જ ભગવાનની કૃપા થાય ત્યારે તે જ લખાવે, કૃષ્ણ કાળજે કોરાય, શિવ શીરોધાર્ય થાય, શબ્દો સ્ફૂરે, પદ પદાવલી બને, પદાવલી પાંગરે, ભાવ સ્વભાવગત બને, સૂરે સહજ બને અને ગીત ગીતા બની ગુંજે! આવી ભગવત કૃપા જેમાં સહજ ઉતરી તેવા પરમ ભગવદીય ડોક્ટર નારદીબેન આ ભગવત કાર્યમાં નિમિત બન્યાં છે. પ્રભુ સતત આ પરિવાર ઉપર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના અને અંતરના આશિષ.

    ––––––––

    લી. ધનંજય વ્યાસ ના સુભાશિષ

    પરમ પૂજ્ય રામ ભગતના આશિષ

    ભગવત કૃપાથી તારા હૃદયમાં જે ભાવના પ્રગતિ અને ભગવાનના ભજન લખવાની શરૂઆત થઈ. પરમાત્માને પ્રાર્થના કરતા હું વંદુ છું અને આ શુભ કાર્યને પ્રભુ એમની મીઠી નજરથી કાર્ય સિદ્ધ કરાવે

    લી. રામ ભગત

    ––––––––

    ભક્ત કવિ શ્રી ત્રિભોવનદાસ મહેતાના બે બોલ

    બહેન શ્રી નારદી બહેન

    જત આપના તરફથી ત્રીજું સોપાન છપાવીને પ્રસિદ્ધ થવાનું છે તે જાણી ઘણો જ આનંદ થયો છે ભગવાન તમોને આવી જ રીતે લખાવતા રહે એવી પ્રભુને પ્રાર્થના તદુપરાંત તમારું

    ––––––––

    વેળુ સમ સંસાર

    Enjoying the preview?
    Page 1 of 1