Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

જેઓ તમનેછોડી જાય છે
જેઓ તમનેછોડી જાય છે
જેઓ તમનેછોડી જાય છે
Ebook290 pages2 hours

જેઓ તમનેછોડી જાય છે

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

કદાચ સૌથી મોટો એક દુશ્મન જેનો તમે ક્યારેક સામનો કર્યો હોઈ શકે, તે છે “ભાઈઓ મધ્યે દોષમૂકનાર.” ડેગ હેવર્ડ-મિલ્સ દ્વારા આ ઉત્કૃષ્ટ પુસ્તક જ્યારે તમે વાંચશો ત્યારે તમે ઊંડી સમજ મેળવી લેશો કે કેવી રીતે આરોપોનું હથિયાર કામે લગાડાય છે અને તેના પર કેવી રીતે જીત મેળવાય છે તે શીખી લેશો.

Languageગુજરાતી
Release dateAug 15, 2018
ISBN9781641346108
જેઓ તમનેછોડી જાય છે
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to જેઓ તમનેછોડી જાય છે

Related ebooks

Reviews for જેઓ તમનેછોડી જાય છે

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    જેઓ તમનેછોડી જાય છે - Dag Heward-Mills

    શાસ્ત્રના બધા જ અવતરણો પવિત્ર બાઈબલમાંથી લેવાયા છે.

    માલિક હક્ક શ્ર ૨૦૧૧ ડેગ હેવર્ડ - મીલ્સ

    ભાષાંતર:

    Christian Lingua Translation Agency

    પ્રથમ આવૃત્તિ પાર્ચમેન્ટ હાઉસ દ્વારા ૨૦૧૧માં પ્રકાશિત

    ત્રીજી વખત ૨૦૧૪માં છપાઈ

    Dag Heward-Mills વિષે વધુ જાણવા માટે:

    હિલિંગ જીસાસ કેમ્પેન

    લખો: evangelist@daghewardmills.org

    વેબસાઇટ: www.daghewardmills.org

    ફેસબુક: Dag Heward-Mills

    ટ્વિટર: @EvangelistDag

    ISBN : 978-1-64134-610-8

    સર્વ હક્કો આંતરરાષ્ટ્રિય માલિકહક્ક નિયમો નીચે આરક્ષિત. આ પુસ્તકનો કોઈ પણ ભાગનો ઉપયોગ કરવા અથવા પુનઃઉત્પાદન કરવા પ્રકાશકની લેખીત મંજૂરી મેળવવી જરૂરી છે. સિવાય કે ટીકાત્મક સમીક્ષા અથવા લેખો સંક્ષિપ્ત અવતરણો કરવાના હોય.

    સામગ્રી

    પ્રકરણ ૧: તમને છોડી જવા શા માટે દેવ લોકોને પરવાનગી આપે છે

    પ્રકરણ ૨: જેઓ બંડમાં છોડી જાય છે તેઓમાં કામ કરતા દુષ્ટાત્માઓ

    પ્રકરણ ૩: જેઓ તમને છોડી જાય છે તેઓના મૂંગા સંદેશાઓ

    પ્રકરણ ૪: જેઓ તમને છોડી જાય છે તેઓના આક્ષેપો

    પ્રકરણ ૫: તમને જેઓ છોડી જાય છે તેઓ કેવી રીતે ખરાબ નમૂનો મૂકે છે

    પ્રકરણ ૬: જેઓ તમને છોડી જાય છે તેમના દ્વારા કેવી રીતે અસ્થિરતાના બી વવાય છે

    પ્રકરણ ૭: સ્થિરતાના બી

    પ્રકરણ ૮: જેઓ તમને છોડી જાય છે તેમની કરૂણતા

    પ્રકરણ ૯: જેઓ તમને છોડી જવાના હોય તેમને તમે કેવી રીતે ઓળખશો

    પ્રકરણ ૧૦: વરૂઓ સામે કેવી રીતે લડવું

    પ્રકરણ ૧૧: જેઓ આપણને છોડીને આપણા બાળકોને સાથે લઈ જાય તેઓએ આપણી પાસે કેવા પ્રતિસાદની અપેક્ષા રાખવી

    પ્રકરણ ૧૨: છોડી જતી વખતે જેઓ સમસ્યા ઊભી કરે છે તેઓ વિશે કેવી રીતે પ્રાર્થના કરવી

    પ્રકરણ ૧

    તમને છોડી જવા શા માટે દેવ લોકોને પરવાનગી આપે છે

    પંદર કારણો છે કે તમને છોડી જવા શા માટે દેવ લોકોને પરવાનગી આપે છે.

    વિવિધ કારણો છે કે તમને છોડી જવા અથવા ઠેસ પહોંચાડવા દેવ લોકોને શા માટે પરવાનગી આપે છે.

    તમને છોડી જવાની પરવાનગી પ્રભુ લોકોને આપે છે જેથી તમારી સેવામાં પાયાની ભૂલો સુધારી શકાય.

    સેવાની શરૂઆતમાં આપણે અવારનવાર નિષ્ફળતાના ભયથી ભરાઈ જતા હોઈએ છીએ. આ નિષ્ફળતાના ભયને કારણે આપણા માર્ગમાં આવતી કોઈ પણ સહાય આપણે સ્વીકારી લઈએ છીએ. સહાય માટે પહોંચવાની પ્રક્રિયામાં ઘણી સેવાઓ પોતાને ખોટા લોકો સાથે જાડી દે છે.

    ઈબ્રાહિમ આનું સારું ઉદાહરણ છે. દેવે તેને પોતાના કુટુંબથી અલગ થવાનું અને લાંબી મુસાફરીએ જવાનું અને વચનના દેશની અવ્યાખ્યાયીત રહસ્યમય મુસાફરી કરવાનું કહ્યું હતું. જેમ દેવે તેને કહ્યું હતું તેમ પોતાને કુટુંબથી અલગ થવાને બદલે, ઈબ્રાહિમ પોતાના કુટુંબના અમુક સભ્યો સાથે ગયો અને લોત તેમાંનો નોંધપાત્ર હતો.

    અને યહોવાએ ઈબ્રામને કહ્યું કે, તું તારો દેશ, તથા તારા સગાં તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા.

    ઉત્પત્તિ ૧૨ : ૧

    અને ઈબ્રામ પોતાની સ્ત્રીને લઈને સર્વ માલમિલકત સુદ્ધાં મિસરમાંથી નેગેબ ભણી ગયો, અને લોત તેની સાથે હતો.

    ઉત્પત્તિ ૧૩ : ૧

    ઈબ્રાહિમને પોતાની મુસાફરીમાં જે સર્વ મુશ્કેલીઓ આવી તેનું કારણ તેના જીવનમાં લોતની હાજરી સુધી લંબાવી શકાય. ઈબ્રાહિમને જે મુશ્કેલીઓ આવી તેની નોંધ જાતા તેનું કારણ હતું કે તેની સાથે લોત હતો.

    ઈબ્રાહિમને સંઘર્ષ અને ગૂંચવાડાની મુશ્કેલી લોતને કારણે આવી. છેવટે ઈબ્રાહિમે લોતને કારણે પોતાના સગાથી  જુદા થવું પડ્યું. (ઉત્પત્તિ ૧૩ : ૭-૮)

    ઈબ્રાહિમે લોતને કારણે યુદ્ધ કરવું પડ્યું જે તેને ક્યારેય કરવાની જરૂર પડતી નહિ. ઈબ્રાહિમે લોતને કદોરલાઓમેર રાજાથી છોડાવવો પડ્યો. (ઉત્પત્તિ ૧૪ : ૧ - ૧૬)

    ઈબ્રાહિમ લોતને કારણે ખાસ મધ્યસ્થી કરવી પડી, ઈબ્રાહિમ સદોમ અને ગમોરાહ પર આવનાર નાશથી પોતાના  ભત્રીજાને બચાવવો પડ્યો. ( ઉત્પત્તિ ૧૮ : ૨૩ - ૩૩)

    આ છે જેને હું સેવાની પાયાની ભૂલો કહું છું, એ ભૂલ છે જે તમે તમારી સેવાની શરૂઆતમાં કરો છો અને તે સામાન્યપણે ભયના કારણે હોય છે. આ ભૂલોને કારણે તમે જે કંઈ કરતા હોઈ તેમાં આ ખોટી વ્યક્તિ પ્રચંડકાય શ્વેત દરિયાઈ પક્ષીની જેમ જાડાયેલી રહે છે.

    અમુકવખતે લોકો સેવામાં પ્રવેશવા દરમ્યાન ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરે છે. તમે લગ્ન કરેલ એ ખોટી વ્યક્તિને દેવ પૃથ્વી પરથી દૂર કરે છે જેથી તમે તમારી ગરદન પર વિંટળાયેલ પ્રચંડકાય શ્વેત દરિયાઈ પક્ષીથી મુક્ત થાઓ. જા દેવ આ વ્યક્તિને તમારા જીવનમાંથી દૂર ન કરે તો તમારે તમારી આખી સેવા તમારી ગરદન પર વિંટળાયેલ પ્રચંડકાય શ્વેત દરિયાઈ પક્ષી સાથે કરવી પડે.

    અમુક લોકો કે જેઓ મારી સેવાની શરૂઆતમાં તેનો ભાગ હતા તે અત્યારે હું જે કરું છું તેનો કોઈ ભાગ રહ્યાં નથી. કદાચ આમાંના અમુક લોકોને મેં મારી સાથે લીધા હતાં કારણ કે હું ડરતો હતો કે તેમના વગર હું સફળ થઈ શકીશ નહિ. તેમની હાજરી મને ખાતરી આપતી હતી કે હું સફળ થઈશ. દેવે પોતાની દયામાં તેમાંના અમુક લોકોને છોડી જવા પ્રેર્યા. જા કે ખરેખર તેઓમાંના અમુક લોકોની ખોટ અનુભવું છું છતાં મને ભાન થયું કે દેવે તેમને છોડી જવાની પરવાનગી આપી કારણ કે પ્રથમ સ્થાને તેમને સાથે રાખીને મારા દર્શનની નવી મંડળી સ્થાપવામાં એ ભૂલ હતી.

    લોકો તમને છોડી જાય તેની પરવાનગી દેવ આપે છે જેથી તે તમને નમ્ર બનાવે

    અને તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહિ તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે આ ચાળીસ વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો છે તે તું યાદ રાખ.

    પુનર્નિયમ ૮:૨

    લોકો તમારી સંસ્થામાંથી રાજીનામું આપે, છોડી દે અથવા ત્યજી દે એ નમ્ર કરનાર અનુભવ છે. દરેક વિદાય તમારા મુખમાં ખાટો સ્વાદ છોડી જાય છે. દરેક સમયે કોઈક અવિધિસર વિદાય થાય ત્યારે પાછળ નિરુત્તર પ્રશ્નોની કસોટી છોડી જાય છે. છોડી જનાર દ્વારા જે અચોક્કસતા સર્જવામાં આવે છે તે વિચલિત કરનાર અને સાચે જ નમ્ર કરનાર હોય છે.

    ઘણા વર્ષોથી મંડળીઓ સ્થાપ્યા પછી, હું ઘણા વફાદાર પાળકો, દીકરાઓ તથા દીકરીથી આશીર્વાદિત થયો છું. મારા પોતાના અમુક સગા પાળક તરીકે મારી સાથે મંડળીમાં છે તે રીતે પણ હું આશીર્વાદિત થયો છું.

    તેમ છતાં એક દિવસ મારા અમુક સગાઓ સેવામાં મને છોડીને ચાલ્યા ગયા. અને હું જે શિક્ષણ આપતો હતો તેની બિલકુલ વિરુદ્ધ તેઓએ કર્યું. તે ખૂબ જ મોટી મૂંઝવણ હતી કે મારા પોતાના કુટુંબના સભ્યો મંડળીમાં બંડ અને બેવફાઈનું કેન્દ્ર બની ગયા હતાં. હવે મારે મારા કુટુંબનો સામનો કરવાનો હતો. એવું ઘણી વખત મારી સાથે બન્યું કે ઘણા બધા લોકોમાં હું વફાદારી પ્રેરિત કરી શક્યો પણ મારા પોતાના કુટુંબમાં જ હું તે કરી ન શક્યો.

    મને એવું લાગ્યું કે આ પ્રક્રિયા દ્વારા દેવ મને નમ્ર કરવા માગતો હતો. તે મને બતાવવા માગતો હતો કે તે સામર્થ્ય દ્વારા નહિ, અધિકાર દ્વારા નહિ, ઉપદેશો અથવા સિદ્ધાંતો દ્વારા નહિ પણ માત્ર તેની કૃપા દ્વારા જ. કદાચ, તમને પણ અમુક લોકો મૂકીને ગયા હશે. દેવને પોતાની સેવા માટે તમને નમ્ર બનાવવાના આ આત્મિક કાર્યને માટે દેવને પરવાનગી આપો.

    તમને લોકો છોડી જાય તેની પરવાનગી દેવ આપે છે કારણ કે તમે તમારા સભ્યોને વફાદારી અને બેવફાઈનું શિક્ષણ ન આપવા દ્વારા અજ્ઞાન રહેવા દીધા છે.

    નોતરેલા બસો માણસો યરૂશાલેમથી આબ્શાલોમ સાથે ગયા હતા, તેઓ ભોળપણમાં ગયા હતા અને તેઓ કંઈ જાણતા ન હતાં.

    ૨ શમુએલ ૧૫ : ૧૧

    શેતાન લોકોની અજ્ઞાનતા ઉપર નભી રહે છે. છળ હંમેશાં વધી જાય છે જ્યારે લોકો આગળ વચનના સત્ય ખુલ્લા થતા નથી. આબ્શાલોમ માત્ર બસો માણસોને દોરી જઈ શક્યો જેઓ પોતાના મનની ભોળપણમાં ગયા હતાં. આ મનની ભોળપણતા એ જ છે કે જેને આપણે અજ્ઞાનતા કહીએ છીએ.

    વફાદારી અને બેવફાઈ, પિતૃત્વ અને યાદગીરીના સિદ્ધાંતો મોટેભાગે મંડળીમાં શીખવવામાં આવતા નથી. આશ્ચર્ય નથી કે મંડળીના સભ્યો શેતાનની છેતરપિંડીનો સરળતાથી ભોગ બની જાય છે કે જે તેમની અજ્ઞાનતા ઉપર નભી રહે છે. કદાચ તમે અજ્ઞાનતાને તમારા સભાજનોમાં આ વિષયો પર હંમેશાંની જેમ દોડી જવા પરવાનગી આપી હશે. શેતાને તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવ્યો હશે અને તમારી મધ્યે નિરંકુશ પાયમાલી લાવ્યો હશે.

    હા, તમારા સભાજનો સમૃદ્ધિ, લગ્ન અને સાજાપણાંના સંદેશાઓથી આશીર્વાદિત થયા હશે પણ આમાંના કોઈ પણ વિષય તમારા સભાજનોને શેતાનની બેવફાઈ તથા વિશ્વાસઘાતથી પૂરતા સૂરક્ષિત કર્યા નહિ હોય.

    એક દિવસે એક પાળકે મને પૂછયું, કે હું વફાદારી અને બેવફાઈ ઉપર શિક્ષણ કેમ આપું છું. તેણે હસતા હસતા નિવેદન કર્યું કે,વફાદારી કોઈ શીખવવાની બાબત નથી તે તો આદેશ આપવાની બાબત છે.

    તેણે આગળ જણાવ્યું, તમારા સારા ચરિત્ર દ્વારા તમારી આસપાસના લોકોને તમે આપોઆપ વફાદારીનો આદેશ આપો છો.

    થોડાક સમય પછી તેને પોતાના સાથી દ્વારા વિશ્વાસઘાતનો કડવો અનુભવ થયો. તેને માન્યામાં આવતું ન હતું કે તેની સાથે શું બની રહ્યું હતું. આ અનુભવ પછી મારા પુસ્તકો અને મારા ઉપદેશો પ્રત્યેનો તેનો તિરસ્કાર પ્રેરણામાં પરિવર્તિત થયો હતો. તે વફાદારીના વિષયનો ચાહક બની ગયો અને મારા પુસ્તકોને જાતે પ્રોત્સાહન આપવા લાગ્યો. જ્યાં સુધી તમે અજ્ઞાનતાની અસરોનો અનુભવ નહિ કરો ત્યાં સુધી તમે શિક્ષણના મહત્વને ક્યારેય જાણી નહિ શકો.

    લોકો તમને છોડીને જાય તેની પરવાનગી દેવ આપે છે કારણ કે જ્યારે તમારા સાથી સેવકની મંડળીમાં ભંગાણ થવાથી તમને તેની પ્રત્યે તિરસ્કાર થાય છે.

    ... જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે. તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

    નીતિવચન ૧૭ : ૫

    અવારનવાર આપણે લોકોનો તિરસ્કાર કરીએ છીએ જ્યારે તેઓ મુશ્કેલીમાં આવે છે. અયૂબના મિત્રોની જેમ લોકો સાથે જે સર્વ ખરાબ બાબતો બને છે તેના કારણો આપણે જાણતા હોય તેમ લાગે છે. જેઓ મુશ્કેલીમાં હોય તેમને આપણે નિમ્ન દૃષ્ટિથી જાઈએ છીએ કારણકે આપણે વિચારીએ છીએ કે તેઓએ જાતે પોતાની ઉપર તે લાવ્યા છે. આ વલણ આપણા જીવનમાં તથા સેવામાં શેતાનને પ્રવેશવાના દ્વારા ઉઘાડી શકે છે.

    એક દિવસ હું અતિ સફળ મંડળીના ત્રણ પાળકોને મળ્યો. તેમનું પ્રચંડ જૂથ બે મજબૂત સહાયક અને એક મુખ્ય પાળકનું બનેલું હતું. આ બે સહાયકોની મદદ દ્વારા મુખ્ય પાળકે શહેરમાંની સૌથી મોટી મંડળીઓ સફળતાપૂર્વક બનાવી હતી. દરેક પોતાની મંડળીની માવજત કરતા લાગતા હતા. તેમની નવી મંડળી પણ શરૂ થવાને આરે જ આવી ગઈ હતી. અને તેઓની અનેક ભજનસેવાઓ બહાર બેસીને ઊભરાતી ભીડ સાથે થતી હતી. પોતાની તાજેતરની સફળતાની સમૃદ્ધિથી ભરપૂર થઈને તેઓએ સિદ્ધાંતો અપનાવવા લાગ્યા કે તેમની સાથી મંડળી જે શહેરમાં છે તે કેમ વૃદ્ધિ પામતી નથી.

    તેઓ તે મંડળીના પાળકની હાંસી ઉડાડતા કહ્યું કે, લોકો મંડળીને ત્યારે છોડી જાય છે જ્યારે તેમનો આગેવાન ખરાબ હોય છે. તેની ખરાબ આગેવાનીને કારણે તેમની સેવાઓ છોડીને આપણી સાથે જાડાઈ ગયા છે.

    એ સમયે હું જાણતો જ નહતો કે લોકો અન્ય મંડળીને છોડીને તેમની મંડળીમાં જાડાઈ રહ્યાં છે. હું પ્રથમ વખત સાંભળતો હતો કે અન્ય મંડળી પાસે ખરાબ આગેવાન હતો. આ મંડળી તથા તેના ખરાબ આગેવાન વિશે તેઓ બોલતા હતા ત્યારે તેમની મજાક અને હાંસીની નોંધ લેવી મુશ્કેલ ન હતું.

    હા, હું શંકા કરતો નથી કે લોકો તેના ખરાબ આગેવાનોને કારણે સેવાને છોડીને ગયા હતાં. પણ તમે તમારા ન્યાયચુકાદા તથા નિષ્કર્ષો પર કેવી રીતે આવો છો તે વિશે ખૂબ કાળજી રાખવી જાઈએ.

    અમુક વર્ષો પછી આ ત્રણેય આગેવાનો પોતાની સેવાના બીજા તબક્કામાંથી પસાર થતા હતાં. દરેક નવો તબક્કો અધિકારના સમતોલનમાં બદલાણ લાવે છે. આ નવા તબક્કામાં બે સહાયક પાળકો મુખ્ય પાળક ઉપર આરોપ મૂકીને ધક્કાધક્કી કરીને, અપમાનીત કરી છોડીને ચાલી ગયા. જેમ તેઓએ પેલા પાળકનો ધિક્કાર કર્યો હતો બિલકુલ તેવી જ રીતે તેમને પણ એવું જ થયું અને તેના કરતા પણ વધુ કઠોર રીતે થયું હતું.

    મારા દેશમાં કહેવત છે જે આ રીતે બોલાય છે.જ્યારે તમારા મિત્રની દાઢીમાં આગ લાગી જાય તો તેની ઉપર હસશો નહિ. પૂછશો નહિ કે કેવી રીતે તેની દાઢીમાં આગ લાગવા દીધી. માત્ર જઈને બૂજાવવા પાણી નાખ અને ધ્યાન રાખજે કે તારી પોતની દાઢીમાં આગ લાગી ન જાય. બાઈબલ આ રીતે કહે છે કે, જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. (નીતિવચનો ૧૭ : ૫)

    લોકો તમને છોડી જાય તેવું દેવ થવા દે છે કારણ કે તમારા મુકામમાં તેઓ સામેલ હોતા નથી.

    બાળકો, આ છેલ્લી ઘડી છે. ખ્રિસ્તવિરોધી આવનાર છે તે વિશે તેમ હમણાં સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્તવિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે ં આ છેલ્લી ઘડી છે.

    તેઓ આપણામાંથી નિકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જા તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત, પણ તેઓ સર્વ આપણામાંના નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.

    (૧ યોહાન ૨ : ૧૮, ૧૯).

    બધાને તમારા જૂથનો ભાગ બનવાને તેડ્યા નથી. આપણા સ્વાભાવિક મનથી આપણે લોકોને પસંદ કરીએ છીએ જેઓ વિશે આપણને લાગે કે તેઓ આપણી સાથે હોવા જાઈએ. પણ તમારા મુકામનો ભાગ બનવા માટે લોકો વિશે દેવ નિર્ણય કરી ચૂક્યો છે.

    ઘણા વર્ષોથી મને દુઃખદ અનુભવ રહ્યો છે કે એવા લોકોને જવા દેવા પડયા છે જેઓ વિશે હું વિચારતો હતો કે તેઓ મારી સાથે સદા માટે રહેશે. તેમના સ્થાને મને બીજા મળી જવા પણ મારી માટે એક આનંદિત આશ્ચર્ય હતો. પ્રમાણિક્તાથી, આજે જેઓ મારી સાથે છે તેઓમાંના ઘણા લોકોને મેં પસંદ કર્યા ન હતાં. પણ દેવે તેઓને મારી સાથે સેવામાં લડવા તેડ્યા હતાં. જ્યારે તમારી પાસેથી લોકો દૂર થાય તો સંઘર્ષ કરશો નહિ. અમુકવખત તમારા અનંત મુકામમાં તે હોય છે કે તેઓ દૂર કરાય અને તેમના સ્થાને બીજા લોકો આવે.

    લોકો તમને છોડી જાય તેવું દેવ થવા દે છે જેથી તમે સમજી શકો કે જ્યારે પોતાના બાળકો તેમને છોડીને જાય ત્યારે સ્વર્ગીય પિતાને કેવું લાગતું હશે.

    વળી તેણે કહ્યું કે, એક માણસને બે દીકરા હતાં, તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે, બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ, તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી.

    થોડા દહાડા

    Enjoying the preview?
    Page 1 of 1