Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

મંડળી સ્થાપના
મંડળી સ્થાપના
મંડળી સ્થાપના
Ebook320 pages2 hours

મંડળી સ્થાપના

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

મંડળીઓની સ્થાપના એ ઘટના છે જે ચમત્કારો કરનાર સેવકોમાં ઘણી વ્યાપક છે. તે આરંભના શિષ્યોમાં મુખ્ય પ્રવૃત્તિ હતી.સફળ મંડળી સ્થાપના, જા કે કૌશલ્યની માંગ કરે છે અને બહુવિધ પરિબળોના જાડાણ દ્વારા બને છે. ડેગ હેવર્ડ મિલ્સ આ પુસ્તકમાં મંડળી સ્થાપનાના વિવિધ ઘટકોનું વિશ્લેષણ કરે છે. કોઈ પણ સેવક જે મંડળી સ્થાપનાને પોતાના જીવનનું દર્શન બનાવવા માગે છે તેમની માટે તે તાલીમ માર્ગદર્શિકા છે.

Languageગુજરાતી
Release dateMay 30, 2018
ISBN9781641346122
મંડળી સ્થાપના
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to મંડળી સ્થાપના

Related ebooks

Reviews for મંડળી સ્થાપના

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    મંડળી સ્થાપના - Dag Heward-Mills

    પ્રકરણ ૧

    મંડળીનું વિસ્તરણ

    પ્રગતિ

    એવા સમયો હોય છે જ્યારે આશ્ચર્ય થાય છે કે મંડળી ખરેખર વધી રહી છે કે નહિ. મંડળીમાં ઘણી બધી પ્રવૃત્તિઓ અને ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવે છે. પણ દેવનું રાજ્ય ખરેખર આગળ કૂચ કરી રહ્યું છે કે પછી માત્ર એ જ વર્તુળમાં ફરી રહ્યું છે?

    અમુક વખત તમે મોટા શહેરોમાં નવી મંડળીઓ ફૂટી નીકળતી જાઈ શકો છો. ઘણી વખત આ મંડળીઓ શહેરમાં ચર્ચાનો વિષય બનતી હોય છે અને એવું લાગે છે કે દેવ કંઈ નવું કરી રહ્યો હોય. દરેક વ્યક્તિ વ્યક્તિ ત્યાં ભરાવા માગે અને દરેક વ્યક્તિને આ નવી બાબત માટે અભિરુચિ લેવાનું ગમે. આ નવી ચળવળોનું નજીકથી નિરિક્ષણ કર્યા પછી ઘણી વખત ખુલાસો મળે કે નવો સમુદાય એવા લોકોનો બનેલો છે જે નજીકની મંડળીમાંથી સ્થળાંતર થઈને આવ્યો છે.

    દેવનું રાજ્ય દૈહિક ખ્રિસ્તીઓથી ભરપૂર છે, જેઓ હંમેશાં કંઈક નવું અને ઉત્તેજકની રાહ જાતા હોય છે. ઘણા પાળકો ઉત્તેજીત થાય છે કારણ કે તેઓ વિચારે છે કે તેમની મંડળીઓ વૃદ્ધિ પામી રહી છે અને જાગૃતિ આવી છે. હકિક્તમાં, દેવના રાજ્માં માત્ર થોડી જ વૃદ્ધિ હોય છે. લોકો માત્ર મંડળીથી મંડળી ઘૂમ્યા જ કરતા હોય છે. વાસ્તવિક્તામા ંદેવના રાજ્યની પ્રગતિ જરૂરી છે.

    વર્ષો પહેલા યુરોપિયનોએ આફ્રિકા અને એશિયામાં મિશનરીઓ મોકલ્યા હતાં. બલિદાનના આ કૃત્ય વડે આખાને આખા દેશો વિશ્વાસી બની ગયા હતાં. જે લોકો પહેલા વિધર્મી હતા તેઓ ખ્રિસ્તી બની ગયા હતાં. આપણે પોતાને ન છેતરીએ ઃ આજે વિશ્વમાં ઘણા બધી વસ્તી છે. ઘણા બધા એવા લોકો પણ છે જેઓની પાસે અસરકારક મંડળી અથવા પાળક પણ નથી. આજે તો અખ્રિસ્તી સરહદોમાં મંડળીની ખરી પ્રગતિની અધિક જરૂર છે.

    જ્યારે યુરોપીયનોએ બસો વર્ષો પહેલા મિશનરીઓ મોકલ્યા હતાં. ત્યારે વિશ્વમાં માત્ર ૧ અબજ લોકો હતાં. આજે વર્ષ ૨૦૦૪માં વિશ્વમાં ૬.૧ અબજ લોકો છે. બિનસાંપ્રદાયિક વિશ્વ હંમેશાં વસ્તી પ્રમાણેના ગુણોત્તરની જ ફરિયાદ કરે છે.

    શું કોઈ વસ્તી પ્રમાણે પાળકોના ગુણોત્તર વિશે કોઈ ફરિયાદ કરે છે? કરોડો લોકો આજે જીવે છે તેમની સરખામણીમાં કેટલા સુવાર્તિકો છે?

    કેવી રીતે રાજ્ય વધારવું

    દેવનું રાજ્ય ખરેખર પ્રગતિનો અનુભવ કરશે જ્યારે આપણે ખ્રિસ્તના સૂચનોને અનુસરીશું. ઈસુનો છેલ્લો આદેશ હતો આખા જગતમાં જઈને શિષ્યો બનાવો.

    અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે, આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે.એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. બાપ તથા દીકરા તથા પવિત્રઆત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. આમેન.

    માથ્થી ૨૮ઃ૧૮-૨૦

    આ શાસ્ત્રભાગમાં ઈસુ આપણ સર્વને દેવનું વચન લોકોને શીખવવાનું કહે છે. કે જ્યાં સુધી લોકોને એકઠા ન કરીએ ત્યાંસુધી તેઓને શીખવવાનો બીજા કોઈ એવો રસ્તો જ નથી.

    ખરેખર મંડળી શું છે

    શિક્ષણના હેતુ માટે વિશ્વાસીઓએ નિયમિત એકઠાં થવું તેને કહે છે મંડળી બીજા શબ્દોમાં, આપણો પ્રભુ આપણને કહી રહ્યો હતો કે, આખા જગતમાં જાઓ અને લોકોને નિયમિત એકઠા કરો અને તેઓને વચન શીખવો. દેવ શીખનાર લોકોને એકઠા કરવાના વ્યવસાયમાં છે. દેવ પોતાના આત્મા દ્વારા એવા માણસો ઊભા કરે છે જેઓ વિશ્વના સર્વ ભાગોમાં જઈ લોકોને નિયમિત એકઠાં કરીને તેનું વચન શીખવે.

    જેટલા વધુ મેળાવડા અને જૂથો એટલી જ વધુ મહાન આદેશની પરિપૂર્ણતા. જેટલા વધુ જૂથોને શીખવવામાં આવે મહાન આદેશની એટલી જ વધુ પરિપૂર્ણતા. આ જૂથો એટલે પ્રભુના આધીન સેવકો દ્વારા સ્થપાતી મંડળીઓ.

    લોકોને પ્રભાવિત કરવા આપણને ગમે છે

    ઘણા પાળકો લોકો શું વિચારશે તે વિશે તેમને વધુ ચિંતા હોવાથી, તેઓ અસરકારક રીતે મહાન આદેશની પરિપૂર્ણતા કરી શકતા નથી. આપણે એક વિશાળ અસરકારક મેળાવડો કરવો જાઈએ જે સર્વ લોકો જાઈ શકે. આપણે લોકોને વિચારતા કરવા જાઈએ કે આપણે મહાન છીએ. આખરે સમુદાયમાં જેટલા વધુ લોકો હોય તેટલા જ વધુ મહત્વના પાળક પણ લાગે.

    ઘણી પ્રજા તે રાજાનું માન છે (માન્યતા અને સમર્થન).......

    નીતિવચનો ૧૪ઃ૨૮

    આપણે લોકોના ઘણા બધા મેળાવડા શક્ય એવા દરેક સ્થાનોએ શરૂ કરવા જાઈએ કે આપણે મહાન આદેશ પરિપૂર્ણ કરી શકીએ. વિશ્વની વિશાળતા અને લોકોનું વિતરણ માંગ કરે છે કે પાળકોએ તથા લોકોએ મંડળીના એક સમુદાયથી વધીને જુદા જુદા ઠેકાણે અનેક મેળાવડામાં વધવું જાઈએ. જા આપણે આપણા પ્રભુને આધીન થવા માટે ખરેખર ગંભીર છીએ, તો પછી આપણી પાસે આ બાબતે આધીન થવા સિવાય બીજા કોઈ વિકલ્પ નથી.

    આગેવાનોને તાલીમ આપવી જાઈએ. પાળકોને તાલીમ આપવી જાઈએ મંડળીની મહાનાયક ની માનસિકતા મરી જવી જાઈએ. આ મહાનાયક માનસિકતા ઈચ્છે છે કે આપણે એક મહાન પાળક હોવા જાઈએ જેને દરેક સ્વીકારતા હોય અને તેની પ્રશંસા કરતા હોય.

    આપણે અવારનવાર વિચારવામાં છેતરાઈ જઈએ છીએ કે જે પાળક બહુ વધુ સભાજનો ધરાવતો હશે તેઓ સ્વર્ગમાં પણ મહાન હશે. આવું કંઈ બની શકશે નહિ. જે પાળક સ્વર્ગમાં મહાન હશે તે સૌથી નમ્ર અને બાળક જેવો પાળક હશે.

    તે જ વેળાએ શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ? ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને કહ્યું કે, હું તમને ખચીત ખચીત કહું છું કે જા તમે નહિ ફરો, ને બાળકોના જેવા નહિ થાઓ, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવું દીન કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે.

    માથ્થી ૧૮ઃ૧- ૪

    ઈસુએ એકદમ સ્પષ્ટ કરી કાઢ્યું કે કોણ આકાશના રાજ્યમાં સૌથી મોટું હશે. કોઈપણ વ્યક્તિ તમારા સમુદાયનાં માપથી તમારી નમ્રતા કહી ના શકે. હકીક્તમાં મોટા સમુદાયોના પાળકો કરતાં નાના સમુદાયોના પાળકો વધુ નમ્ર લાગે છે. (અને તેથી સ્વર્ગમાં મોટા હશે)

    આપણને વધુ સમુદાયો વધુ મંડળીઓ અને વધુ ફળો આપણા પ્રભુ માટે જરૂર છે. ચાલો મંડળીઓ સ્થાપીએ.દરેક દરવાજે અને દરેક ભાષામાં મંડળી એ દેવના દરેક સાચા ચાકરોનો ધ્યેય હોવો જાઈએ. વિજળીના દરેક થાંભલા નીચે અથવા દરેક વૃક્ષ નીચેનો મેળાવડો રાજ્યને આગળ ધપાવશે.

    ચાલો લોકોને પ્રભાવિત કરવાનું મૂકી દઈએ. ચાલો આપણા સભાજનોની સંખ્યા વડે આપણે સેવાનું માપ કાઢવાનું મૂકી દઈએ. ચાલો મેળાવડાઓ બનાવીએ. પ્રિય મંડળીના આગેવાનો, માણસોની પ્રશંસા ન શોધો પણ દેવના માન (માન્યતા અને સમર્થન) માટે કરો.

    તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા દેવથી છે તે તમે શોધતા નથી તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?

    યોહાન ૫ઃ૪૪

    શું સુવાર્તાપ્રચાર મહાન આદેશની પરિપૂર્ણતા છે?

    સુવાર્તાપ્રચાર અને ક્રૂસેડ સારા છે કેમ કે આ શિક્ષણના તે શરૂઆત કરવાના બિંદુ છે. સુવાર્તા પ્રચાર આગળ વધવું જાઈએ. પણ શું તે ખરેખર મહાન આદેશ પરિપૂર્ણ કરે છે? હા, અને ના, હા, કારણ કે તેઓ પ્રક્રિયા શરૂ કરે છે અને ના, એટલા માટે કે મંડળીઓની સ્થાપના દ્વારા જે શિક્ષણ અપાય છે તેના વગર મહાન આદેશ ખરી રીતે પરિપૂર્ણ થઈ શકતો નથી.

    માત્ર આ રીતે મૂકો, મહાન આદેશ એ સુવાર્તા પ્રચાર છે જે મંડળીઓની સ્થાપનાને અનુસરે છે. મંડળીઓ એ મેળાવડા છે અને આ મેળાવડાઓને પછી વચન શીખવવામાં આવે છે.

    વણખેડાયેલા પ્રદેશોમાં મંડળીઓ સ્થાપો

    સર્વ ઉપરાંત પ્રભુ આપણને જ્યાં સૂચવે ત્યાં મંડળીઓ સ્થાપવી જાઈએ. મંડળીઓ શહેરોમાં તથા ગામડાઓમાં સ્થાપવી જાઈએ.

    વણખેડાયેલા પ્રદેશોમાં મંડળી સ્થાપનાની જરૂરત હું જાઈ શકું છું. આપણામાંના મોટાભાગના લોકો એવા ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં બાબતો કાર્યરત હોય છે. પણ હું તમને કહું છું એવા સ્પર્શ્યા વગરના ક્ષેત્રો છે જ્યાં જવા માટે દેવે આપણને તેડ્યાં છે. આત્મા જીતવા તથા મંડળી સ્થાપવાની અનુકંપા અને સમર્પણ મંડળીમાં પાછા આવવા જાઈએ અને આપણે તે માટે આપણા જુવાનોને સમર્પિત કરવા જાઈએ.

    પાળકોએ ચિંતા કરવી જાઈએ કે મંડળી બેફીકર હોવાથી વિશ્વના તથા આફ્રિકાના મોટા ભાગો ઈસ્લામ દ્વારા કબજે કરાઈ રહ્યાં છે. મુસ્લીમો બલિદાનકારી છે અને તેઓને ઘણા દેશોના શહેરો અને ગામડાઓમાં આગળ વધવું વાંધો નથી.

    જ્યારે ખ્રિસ્તીઓ જેઓને પૃથ્વીના છેડાઓ સુધી પહોંચવાનો આદેશ અપાયો છે તેઓ વિશ્વના નજીકના અને સુવિધાજનક શહેરોમાં પડ્યા રહ્યાં છે.

    પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશાલેમમાં આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા નજીકના સૌથી સુવિધાજનક અને પૃથ્વીના સમૃદ્ધ શહેરોમાં મારા સાક્ષી થશો? ( આ કયું બાઈબલ છે?)

    પ્રકરણ ૨

    મંડળી સ્થાપકોની માનસિકતા

    મન.... તેવું તમે પણ રાખો.

    ફિલિપ્પી ૨ઃ૫

    ખ્રિસ્તની વિચારવાની એક રીત હતી, તેથી તેણે જે કર્યું જે બાબતો તેણે કરવી જાઈએ તેણે તેની પાસે કરાવ્યું. આ કલમ આપણને શીખવે છે કે જે રીતે ઈસુએ વિચાર્યું તેમ આપણે વિચારવું જાઈએ. આ જ અર્થ છે તેનો મન તેવું તમે પણ રાખો જ્યારે તમારું મન ચોક્કસ રીતે કામ કરશે, માત્ર ત્યારે જ તમે દેવની ઈચ્છા પરિપૂર્ણ કરી શકશો.

    હું એ વિશે લખી રહ્યો છું કે જા તમારે મંડળી સ્થાપક બનવું હોય તો તમારા મને કેવી રીતે કામ કરવું જાઈએ. આ પાયા વગર, મંડળી સ્થાપનાના એકદમ મુશ્કેલ ધ્યેયમાં કોઈ વધી શકશે નહિ.

    અનુસરતા પ્રકરણો પ્રાથમિક રીતે તમને મંડળી સ્થપાનાના સિદ્ધાંતો શીખવશે. તમે પ્રવૃત થઈ જશો અને તમારી સેવાને પણ છેલ્લી મહાન પ્રેરિતોની મંડળી સ્થાપવાની ચળવળ સાથે જાડાઈ જવા પ્રેરણા મળશે.

    ૧. એ સમજા કે તમારા કાર્યો દેવ નિયંત્રીત કરે છે

    પ્રિય મિત્રો, પૃથ્વી પરના તમારા કામો નિયંત્રીત કરવામાં આવે છે દેવે તમારામાં જે મૂક્યું છે તે સંબંધી તમારી પાસેથી તેને જવાબ જાઈશે. તે તમને પૂછશે કે તમને અપાયેલ ભેટોનું તમે શું કર્યું. દેવે તમને જે બાબતો આપી છે તે તમારી પાસેથી જાઈશે. તે દરેક કામોનો જવાબ માગશે.

    એ બહુ જ રસપ્રદ છે કે સાત મંડળીને લખાયેલા સાત પત્રોમાં એક જ શબ્દસમૂહ વારંવાર પુનરાવર્તિત થાય છે - હું તારા કામો જાણું છું. આ કામો કયા છે? તે ગમે તે હોય, દરેક મંડળી માટે તે મહત્વના હોવા જાઈએ કે આ કામો પૂર્ણતામાં તેના સ્થાને હોવા જાઈએ. અનુસરતી કલમો જુઓ ઃ

    તારા કામ તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું ભૂંડા માણસને સહન કરી શકતો નથી અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા ને તેઓ જૂઠા છે અને એમ તને માલૂમ પડ્યું.

    પ્રકટીકરણ ૨ઃ૨

    હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તો પણ તું ધનવાન છે) અને જે કહે છે કે અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.

    પ્રકટીકરણ ૨ઃ૯

    તું ક્યાં વસે છે તે હું જાણું છું એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં. વળી તું મારા નામને વળગી રહે છે, અને જ્યારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને તમારામાં એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ.

    પ્રકટીકરણ ૨ઃે૧૩

    તારા કામ, તારો પ્રેમ તારી સેવા, તારો વિશ્વાસ તથા તારી ધીરજ હું જાણું છું. અને તારા છેલ્લા કામ પહેલાના કરતા અધિક છે (એ પણ હું જાણું છું)

    પ્રકટીકરણ ૨ઃ૧૯

    સાર્દિસમાંની મંડળીનાં દૂતને લખ કે, જેને દેવના સાત આત્મા તથા સાત તારા છે તે આ વાતો કહે છે, તારા કામ હું જાણું છું કે તું નામનો જીવે છે, પણ તું મૂએલો છે.

    પ્રકટીકરણ ૩ઃ૧

    તારા કામ હું જાણું છું, (જુઓ તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી) કે, તારામાં થોડીશક્તિ છે અને તેં મારી વાત પાળી છે, અને મારું નામ નાકબૂલ કર્યું નથી.

    પ્રકટીકરણ ૩ઃ૮

    દેવ એવું નથી કહેતો કે હું તારા ઘરો અથવા તારી કારોને જાણું છું. તે એવું કહેતો નથી કે, હું તારી મર્સિડીસ બેન્ઝ જાણું છું. તેણે કહ્યું, હું તારા કામોને જાણું છું. તે એવું નથી કહેતો કે, હું તારી ડિગ્રીઓ જાણું છું. તેણે એવું નથી કહ્યું કે, હું તારા પિતાને તથા માતાને જાણું છું તે કહે છે, હું તારા કામો જાણું છું.

    મંડળી સ્થાપના એ ચાવી છે જે દેવ સાથે આખા રસ્તે જઈ શકાય

    કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.

    માર્ક ૮ઃ૩૫

    ૧૯૮૫માં દેવ સાથે આખા રસ્તે ચાલવાનો મેં નિર્ણય કર્યો. મેં તાજેતરમાં જ વૈદકિય અભ્યાસની મુશ્કેલ પરિક્ષા આપી હતી. મારા મંતવ્ય પ્રમાણે મેં હાલ જ પરિક્ષા આટોપી હતી. પરિક્ષામાં જે શ્રમ ઉઠાવ્યો હતો તેના વિશે તથા વધારાનો શ્રમ મેં ઉઠાવ્યો હતો તે વિશે મેં વિચાર્યું તો મને હૃદયમાં લાગ્યું કે તેને યોગ્ય બિલકુલ હતો નહિ. મારે દવાઓ માટે શું કામ પીડા ઉઠાવી પડે? આવા કારણો માટે મારે મારું જીવન કેમ આપવું જાઈએ?

    તે વખતે પછી મેં પ્રતિજ્ઞા લીધી કે હવે પછી દેવનું કામ મારી માટે પ્રથમ હશે. શરૂઆતમાં મેં વિચાર્યું કે મારા જીવનમાં દેવ પ્રથમ ક્રમે હશે. હું ગંભીર ખ્રિસ્તી આગેવાન હતો. પણ મને એ ભાન ન હતું કે દેવનું કામ મારા માટે પ્રથમ ન હતું. તે વખત પછી મેં નક્કી કર્યું કે મારો એક જ હેતુ હતો અને તે હતો દેવનું કામ કરવું. બીજું બધું જ બાજુ પર મૂકી દીધું. મારા જીવનમાં આ જ ખરેખર વળાંક હતો.

    તે વખત પછી મારો પ્રથમ ધ્યેય દેવ તથા તેની સેવા હતો. વૈદકિયશાળા મારા હૃદયમાં તેના સ્થાને ક્રમ બે અથવા ત્રણ પર આવી ગઈ. આ એ સમય હતો કે જ્યારે હું પૂર્ણસમયની સેવામાં પ્રવેશ્યો.

    એ નોંધ લેવી રસપ્રદ છે કે જ્યારે મેં આ નિર્ણય કર્યો પછી હું વૈદકિય શાળામાં ચઢિયાતો થવા લાગ્યો. મને ડિસ્ટીંક્શન મળ્યું અને હું ઈનામ પણ જીત્યો. મારા આશ્ચર્ય વચ્ચે હું મારા વર્ગમાં પ્રથમ થયો. મારું હૃદય વૈદકિય મહત્વકાંક્ષાઓથી દૂર હોવા છતાં વૈદકિય બાબતોમાં પુરસ્કારો પ્રાપ્ત

    Enjoying the preview?
    Page 1 of 1