Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition
આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition
આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition
Ebook270 pages1 hour

આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

વિજ્ઞાન અને ટેક્નોલોજી આપણા ભૌતિક અથવા બાહ્ય જીવનના પ્રશ્નોના ઉકેલો પ્રદાન કરી શકે છે. AI ની રજૂઆત સાથે, ભાષા અને વિશાળ માહિતીના રૂપમાં, એવું લાગે છે કે આપણી પાસે જાણે બધા જ પ્રશ્નોના જવાબો છે. જો કે, જીવન અને અસ્તિત્વની વિશિષ્ટ પ્રકૃતિ એટલી ઊંડી, વિશાળ અને રહસ્યમય છે કે માનવ જીવનના ગહન પ્રશ્નો માત્ર શબ્દના અર્થો અને તેની વ્યાખ્યાઓ દ્વારા ઉકેલી શકાતા નથી.

 

જીવનના વિષયો જેવા કે મન, ધર્મ, અહંકાર, યોગ, પ્રેમ અને ધ્યાન જેવી બાબતોને માત્ર બુદ્ધિ દ્વારા સમજી શકાતા નથી. ધ્યાનની પુરૂષવાચી ઉર્જા અને પ્રેમની સ્ત્રૈણ ઉર્જા વચ્ચે દેખીતી રીતે વિરોધ હોવાને કારણે સર્વત્ર વિરોધાભાસ પણ જોવા મળે છે. છતાં, આ પ્રયોજન શૂન્ય અસ્તિત્વમાં યથાર્તતા અને સાર્થક જીવન પણ હોઈ શકે છે. તેમાં આપણને સંપૂર્ણ વિરોધાભાસ અથવા મતભેદ લાગતો હોવા છતાં પરમ સમરસતા કે સંવાદિતાના સ્વર પણ શામેલ હોય છે.

 

આ તમામ જીવનના પાસાઓ માત્ર આંતરિક દ્રષ્ટિ દ્વારા જ અનુભવી શકાય છે, જે નવા પરિમાણ અથવા આંતરિક સ્તરની ગહન ચેતનામાં પ્રવેશ કરીને પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે વ્યક્તિ ધ્યાન અથવા પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે, અસ્તિત્વના સમગ્ર ઊર્જાના પ્રવાહ સાથે ભળી જાય છે, ત્યારે વ્યક્તિની ચેતના શાશ્વત, કાલાતીત શૂન્યતા સાથે એક બની જાય છે. તે સમયે, બધું વિપરીત અને અસ્પષ્ટ હોવાને બદલે રહસ્યમય બની જાય છે.

 

આ પુસ્તક એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેઓ બાહ્ય સતહની સપાટીની દુનિયાને પાર કરીને આંતરિક ચેતનાના નવા પરિમાણ સુધી પહોંચવા માગે છે. જેમની વાસ્તવિક જીવન માટેની આંતરિક ઝંખના પરિપક્વ થઈ ગઈ છે, જેઓ જીવનના રહસ્યોને સ્પર્શવા માટે ખરેખર અતૃપ્ત પ્યાસ અનુભવે છે. તેમના માટે આ પુસ્તક વૈકલ્પિક રસ્તો બની શકે છે. વ્યક્તિના જીવનમાં તમામ અનુભવો અને બીજું પણ ઘણું બધું હોવા છતાં, અંદર કંઈક ખૂટતું હોય તેવું હંમેશા અસંતુષ્ટ જણાય છે, જાણે ચેતનાની અંદર કંઈક અટવાઈ ગયું છે તેવું લાગે છે. જેઓ જીવનનો સાચો હેતુ શોધી રહ્યા છે તેમણે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.

 

આ પુસ્તકનું શીર્ષક ઘણાને આશ્ચર્યજનક લાગી શકે છે. પણ આ શીર્ષક રાખવાનો ઉદ્દેશ્ય મન અને શબ્દોની બહારના અસ્તિત્વના ઊંડા પરિમાણનો સંદેશ આપવા માટેનો છે. કોઈપણ માનવ મનની ભાષા અસ્તિત્વના આત્માના રહસ્યમય અને બેબુજ પહેલી જેવા સંદેશને પહોંચાડવામાં અસમર્થ છે. તેમ છતાં, એક લેખક તરીકે, મેં અસ્તિત્વના આત્માનો અવાજ શબ્દો દ્વારા વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક રહસ્યમય રીતે અસ્તિત્વના અવ્યક્ત ગીત અથવા સંદેશને રજૂ કરે છે, તેથી મને આ શીર્ષક યોગ્ય જણાઈ છે.

 

જાહેરાત અથવા માર્કેટિંગ વિના કોઈપણ વ્યવસાયિક વિશ્વમાં મોટું વેચાણ શક્ય નથી તે હું જાણતો હોવા છતાં, મેં મારા પુસ્તકના વેચાણ માટે કોઈપણ પ્રકારના માર્કેટિંગનો ઉપયોગ કર્યો નથી અથવા કોઈ જાહેરાત ચલાવી નથી. આજના ઈ-કોમર્સ વિશ્વમાં, જો તમે તમારા વ્યવસાયને જબરદસ્ત રીતે વૃદ્ધિ કરવા માંગતા હોવ તો તમારા કોઈપણ ઉત્પાદનો માટે સમીક્ષાઓ અને રેટિંગ્સ હોવું ફરજિયાત બની જાય છે. નકલી સમીક્ષાઓ અને રેટિંગ્સ પણ અહીં વેચાય જ છે. હું આ બધી બાબતોથી દૂર રહું છું તેથી જો કોઈ આ પુસ્તકને આ બધા માપદંડો પર જજ કરવાનો પ્રયાસ કરે તો મારે કહેવું પડશે કે માફ કરશો આ પુસ્તક તમારા માટે નથી!

 

હું મારું પુસ્તક વેચવા માટે કોઈને પણ જબરદસ્તી કે દબાણ કરવા માંગતો નથી અને ચોક્કસપણે એવી કોઈ વ્યક્તિને તો નહીં જ કે, જેની ચેતના હજુ પણ એક ચોક્કસ સ્તર સુધી વિકસિત નથી થઇ, જે હજી પણ માર્કેટિંગ, સમીક્ષાઓ, રેટિંગ અને જાહેરાત જેવી વ્યવસાયિક દુનિયાની બાલિશ વસ્તુઓના પ્રભાવ હેઠળ છે! હું ઈચ્છું છું કે આ પુસ્તક માત્ર યોગ્ય લોકો સુધી જ પહોંચે, તેથી જ હું આ બધી માર્કેટિંગ બાબતોથી દૂર રહ્યો છું. આમ જુઓ તો આધ્યાત્મિકતાના આંતરિક વિશ્વની ચેતના અથવા કોઈપણ સાચા કલાકારને ભૌતિકવાદી વ્યવસાયના માર્કેટિંગ જગત સાથે કોઈ ખાસ રુચિ પણ નથી હોતી!

Languageગુજરાતી
Release dateJul 22, 2023
ISBN9798223574347
આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition
Author

Neelkrish Osan. F

Neelkrish Osan F is my name. I began writing in 2017, but after doing only a little writing-related work, I felt the need to prepare for more content-related work. Therefore, I restarted my writing endeavors at the end of 2022. Now, starting from the end of April 2023, my books will gradually be published on Draft2digital. The main language of these books will be English, and they will be translated into seven different languages initially. These languages include Spanish, German, Russian, French, Portuguese, Hindi, and Gujarati. If there is demand in the market, my books may also be translated into other languages. The main topics of my books will delve into a deep and genuine understanding of spirituality and the philosophy of life. They will cover various dimensions of life, such as Love, Meditation, Mind, Ego, God, Psychology, Intuition, Poetry, Creativity, and the exploration of the profound Mysteries of Existence. My motivation behind writing on these topics is primarily rooted in the observation that there is considerable confusion about the meaning of life, which has plagued humanity for a long time. Despite the great achievements and comforts of modern life, individuals often feel a sense of emptiness and meaninglessness. Why is it that even with all the technological advancements and material comforts, people struggle to experience love? Why does life lack moments of meditation and profound peace? Why does an intelligent person fall prey to various forms of mental slavery imposed by religion, education, society, and other influences? These questions, among others, serve as the driving force behind my writing. By reading my upcoming or published books, readers will have the opportunity to develop a genuine understanding of these thought-provoking topics. I assure you that my books will be valuable and will help in the upward development of self-awareness and consciousness. If you are interested in this type of book, I encourage you to read it, as it will bring clarity to your life and prove to be more valuable in terms of personal growth than its monetary value.

Related to આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition

Related ebooks

Related categories

Reviews for આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition - Neelkrish Osan. F

    આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition

    Neelkrish Osan. F

    Published by Neelkrish Osan. F, 2023.

    While every precaution has been taken in the preparation of this book, the publisher assumes no responsibility for errors or omissions, or for damages resulting from the use of the information contained herein.

    આત્માની સ્વયં અભિવ્યક્તિ - SELF EXPRESSION OF SOUL - GUJARATI EDITION

    First edition. July 22, 2023.

    Copyright © 2023 Neelkrish Osan. F.

    ISBN: 979-8223574347

    Written by Neelkrish Osan. F.

    Also by Neelkrish Osan. F

    Selbstausdruck der Seele (Self Expression of Soul In German Edition)

    आत्मा की स्वयं अभिव्यक्ति - Self Expression of Soul - Hindi Edition

    Auto-expression de l'âme

    Auto expressão da alma

    આત્માની સ્વયં અભિવ્યક્તિ - Self Expression of Soul - Gujarati Edition

    Self Expression of Soul

    Auto-Expresión del Alma - Self Expression of Soul In Spanish Edition

    Selbstausdruck der Seele - Self Expression of Soul In German Edition

    આત્માની સ્વયં અભિવ્યક્તિ

    Self Expression of Soul Gujarati – Edition

    દિવ્ય અંતઃપ્રેરણાનો માર્ગ

    BY

    Neelkrish Osan.F

    Copyrighted Material

    આત્માની સ્વયં અભિવ્યક્તિ

    Self Expression of Soul

    Gujarati – Edition

    By

    Neelkrish Osan.F

    Copyright © by Neelkrish Osan.F 2023 all rights reserve

    Copyrighted Material

    Copyright@2023 (Neelkrish Osan.F) – All Rights Reserved.

    No material contained in this book may be reproduced, duplicated or transmitted in any way without the express written permission of the author or publisher.

    Legal notice:

    This book is copyright protected. It is for personal use only. You may not modify, distribute, sell, use, quote or interpret any part or content of this book without the express consent of the author or publisher.

    Disclaimer Notice:

    Please note that the information contained in this document is for educational purposes only. All efforts have been made to present accurate, updated, reliable and complete information.

    Contents

    (1) પુસ્તક પરિચય.

    (2) શબ્દો અને વાક્યોમાં અર્થ નથી હોતા!

    (3) અસ્તિત્વના રુહની અવ્યક્ત વાણી!

    (4) નવા શબ્દો દ્વારા નવા પથનું પુનઃ નિર્માણ!

    (5) આ જગતના અનંત અનંત જુદા-જુદા માર્ગની યાત્રા!

    (6) વણઉકેલાયેલા પ્રશ્નો કે સમસ્યાનું નિરાકરણ!

    (7) ધર્મનો અર્થ:

    (8) ધર્મનો દંભ!

    (A) * 'પરા ભક્તિ' - 'અપરા ભક્તિ' - 'સગુણ ભક્તિ' - 'નિર્ગુણ ભક્તિ' નો અર્થ:

    (9) મન શું છે?

    (10) અંતર્યાત્રા દ્વારા મનનો સકારાત્મક ઉપયોગ!

    (11) કલ્પવૃક્ષ એટલે કલ્પનાઓનું વૃક્ષ!

    (12) જિન-શાસન શબ્દનો અર્થ!

    (13) અહંકાર કેન્દ્રિત જીવન જીવવાનો ઢંગ!

    (A) * અહમ બ્રહ્માસ્મિનો અર્થઃ

    (14) પરમ સમર્પણની ભાવદશા!

    (15) અહંકાર હોવા પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય!

    (16) પ્રેમ વિશેની થોડી વાતો!

    (17) હૃદયની પ્રેમના ઉન્માદી ભાવને દર્શાવતી કવિતા!

    (18) પ્રેમનું ગણિત બહુ અટપટું છે!

    (19) પ્રેમ વિશેની એક નાનકડી વાર્તા!

    (20) પ્રેમની મધુશાલાની મહેફિલ!

    (21) વાર્તા : ફિલ્લૌરી (સત્ય ઘટના આધારિત પ્રેમ-કથા)!

    (22) હાલ એ દિલ બયાન કરવાની જરૂરત જ ક્યાં રહે છે?

    (23) આ જગતની પ્રાણ ઉર્જાનો સ્ત્રોત!

    (24) પ્રેમ પ્રેમીઓના અરસપરસના ચહેરાને જોવા માટેનો આયનો!

    (25) કોઈક એ કૃષ્ણ ને પૂછયું?

    (26) પ્રેમ એક બીજ સ્વરૂપની સંભાવના છે!

    (27) ડેસ્ટીની જ પ્રેમીઓની જોડીને સ્વયંભૂ નક્કી કરે છે!

    (28) પ્રેમનો અદભુત લોક!

    (29) લગ્નજીવન વિશેની થોડી વાસ્તવિક વાતો!

    (30) માનવીય મનની ગતિવિધિ માટેનું મૂળ પ્રાથમિક પરિબળ!

    (31) પ્રકૃતિની અસીમ અને અંધાધૂંધ શક્તિ એટલે સેક્સ કે કામ-ઉર્જા!

    (32) ઈચ્છા તૃષ્ણા અને વાસના સેક્સનો પર્યાય!

    (33) અનંત અને અસીમ વાસનાની પરિપૂર્તિ કરવા માટેની દોડ!

    (34) આજના સમયમાં ધ્યાન વિશેની ભ્રાંત અને ગલત ધારણાઓ!

    (35) આજના સમયે યોગ વિશેની ભ્રાંત અને ગલત ધારણાઓ!

    (36) ઝાઝેનની ક્રિયા અને ઝાઝેનનો અર્થ:

    (37) ધ્યાન અને પ્રેમના માર્ગ વચ્ચેની વિપરીત રીત-પ્રણાલી!

    (38) સ્વયં જીવનનું અસ્તિત્વ જ કોઈ ઉદ્દેશ્ય કે કારણ વગર અસ્તિત્વમાં રહેવા માટેનું છે!

    (39) પ્રેમ અને ધ્યાન એકબીજાના પરિપૂરકો!

    (40) સ્ત્રૈણ ચિત્ત અને પુરુષ ચિત્તની વિપરીત ઊર્જાના માર્ગની યાત્રા!

    (41) કલા કોને કહેવાય?

    (A) * સત્યમ - શિવમ - સુંદરમનો અર્થ:

    (42) કલા દ્વારા કોઈ પણ વસ્તુનો બેસ્ટ કે ક્રિએટિવ ઉપયોગ!

    (43) કબીરના ઉલટબાંસી દોહાની વાત!

    (44) ઘણું-બધું હોવા છતાંય અભાવની પ્રતીતિનું મૂળ કારણ!

    (45) સંસારની સૌથી મોટી ઉપલબ્ધિ!

    *'શ્રોતાપન્ન' શબ્દનો અર્થ :

    (46) અહેતુક ને બેમતલબની અનઅપેક્ષિત ઝીંદગી…

    *આ અવતરણનો અર્થ: અહેતુક ને બેમતલબની અનઅપેક્ષિત ઝીંદગી…..

    (47) અકારણ અને અનપેક્ષિત જીવનની રાસલીલા!

    (48) 'અહંકાર' - 'વાસના' - 'ધ્યાન' અને 'પ્રેમ' એ ચાર મહત્વપૂર્ણ શબ્દ!

    (49) મેં આ પુસ્તકમાં પૂર્ણવિરામ (.) ને બદલે આટલા બધા (!) ઉદ્ગારવાચક ચિહ્નોનો ઉપયોગ કેમ કર્યો?

    (50) દરેકનો ખુબ ખુબ આભાર!

    (1) પુસ્તક પરિચય.

    જેવો વ્યક્તિનો જન્મ થાય અને જેવી તેની આંખ થોડી-ઘણી ખુલે છે મતલબ કે થોડી ઘણી બુદ્ધિ વિક્સિત થાય છે, તે સાથે જ તેને બાહ્ય જગતની ગતિવિધિ, સક્રિયતા અને ક્રિયાશીલતા અનુભવાય છે. તે આ જગતના લોકોને દોડધામ કરતા તથા હરીફાઈ માટેની વ્યસ્તતામાં સક્રિય અને પ્રત્યેક જગાએ જીત માટેનો સંઘર્ષ કરતા જુએ છે! તેને તો હજુ સર્વાઇવલ ઓફ ફીટેસ્ટના પ્રકૃતિના કોઈ નિયમની કે તેની અંધાધૂંધ શક્તિઓના ઉતેજનોના કોઈ ખેલોની પણ ક્યાં કાંઈ ખબર હોય શકે! છતાંય તેના અચેતન મનની ગહેરી ભૂમિની પર્તમાં તેના બીજ (સીડ્) પડી જાય છે! ને આ બધું મેળવવાં માટેનો પ્રયાસ તેને આજીવન મહત્વાકાંક્ષા, પ્રસિદ્ધિ, ધન, પદ, પ્રતિષ્ઠા અને પ્રથમ નંબરના સ્થાન માટેની જદ્દોજહદ દોડ માટેની રેસમાં જોતરી દેય છે! તે આ બધું મેળવવા માટે કેટ-કેટલી ઠોકરો ખાય છે! વિફળતા, હતાશા, નિરાશા, દુઃખ, પીડા અને કેટકેટલા ઘાવોથી છાતી છીદાઈ જાય છે! તે માટે સ્વની નિજતા સાથે કેટ-કેટલા સમાધાનો કરવા પડે છે! જીવનના વાસ્તવિક સુખ જેવા કે, શાંતિ, સમતા, આનંદ, સંતોષ, ઉમંગ, ઉત્સાહ, ઉત્તફુલ્લતા ને નિશ્ચિંન્ત ભાવદશાને બલીની વેદી પર ચડાવી દેવાઈ છે! છતાંય આદતવશ, અચેતન અને અજાગૃતપણે આ બધું આખી જિંદગી ચાલ્યા જ કરે છે! ભીતર અનંત-અનંત પ્રશ્નોના અંબાર લાગતા જ રહે છે, પણ વાસ્તવિક સમાધાન માટેના સૂત્રો ક્યાં ? પ્રત્યેક માર્ગની યાત્રાએ કોઈને કોઈ પ્રકારે શોષણ થતું અનુભવાઈ છે! ને ક્યારેક ભીતરે બંડ પોકારાઇ જાય છે! ભીતર સળગતી આગ લાવારસ જેવી ધગધગતી પ્રતીત થાય છે પણ અંતે લાચારી અનુભવાઈ છે! કેમ કે ક્યાંય! કશોય! જીવનનો અર્થ – ગંતવ્ય, પ્રયોજન, હેતુ, મંઝિલ કે સાર્થકતા શું છે ? તેની કશીય ખબર નથી પડતી! ક્યારેક અહીં આ જગતમાં કોઈક, અમુક વ્યક્તિના જીવનમાં એક સમયે ભૌતિક જગતમાં ઘણીબધી સાધન-સંપન્નતા અને ઘણું બધું બાહ્ય સપાટી પર અર્જિત પણ થઇ જાય છે તેમ છતાંય સુખનો પ્રદેશ ક્યાં ? શું અહીં તે કોઈને મળે છે ? કે બધું સરવાળે ઝાંઝવાના જળ સમાન માત્ર ભ્રમ જ સાબિત થાય છે ? તેવા અનંત અનંત પ્રશ્નોનું આજીવન નિરાકરણ નથી મળી શકતું! મોટાભાગના લોકો માટે ઝીંદગી અંતે તો, પુષ્કળ થકાન સ્વરૂપની વિફળતા અને વ્યર્થ કરવામાં આવેલો ઉધમ સમાન જ બની રહે છે! તેઓ માટે પ્રેમ, પ્રાર્થના, મૌન, કરુણા, નમન (ઝુકી જવાનો ભાવ કે સમર્પણ), ઈશ્વર, ધ્યાન, આત્મા, પરમાત્મા, ધર્મ અને જીવનના રહસ્યમયી-તત્વો (મિસ્ટ્રીસ) જેવી બાબતો અંતે તો મૃતઃપાય બની ગયેલી હોઈ, તે બધું માત્ર વ્યર્થ, બકવાસ અને શબ્દોના ખેલ કે ગોરખ-ધંધા સમાન જ લાગતું હોય છે! છતાંય સમાજનો હિસ્સો બનીને રહેવાનું હોવાથી આ બધુંય ચુપચાપ અનુસરણ પણ કરતા રહેવું પડે છે! અહીં પ્રત્યેકને એવો ઢોંગમાં ફરજિયાતપણે રહેવું પડતું હોય છે કે બધું મસ્ત છે અને જીવન સફળતાનાં મુકામ પર છે! માટે પ્રત્યેક અહીં ચહેરા પર પ્લાસ્ટિકી મુસ્કુરાહટને સજાવીને કે ચિપકાવીને પ્રદર્શિત કરતા રહીને ફરતા હોય છે!

    આજકાલથી નહિ પણ અનાદિકાળથી..... મતલબ કે જ્યારથી માનવ સ્વરૂપનું નિર્માણ અસ્તિત્વમાં છે ત્યારથી કાયમ માટે..... માનવી મન ના અનંત અનંત પ્રશ્નોના નિરાકરણ માટે અથક પ્રયાસ કરે છે! જેના સુલજાવ માટે પશ્ચિમનું અર્વાચીન મનોવિજ્ઞાન લગભગ 140 વર્ષોથી કાર્યરત છે, છતાંય પરિણામો નિરાશાજનક જ રહ્યા છે! આમ થાવું સ્વાભાવિક જ છે. કારણ કે પ્રશિક્ષિત થયેલા મનોવિજ્ઞાનિઓ કે શિક્ષકો દ્વારા મનનું તટસ્થ અવલોકન અર્થાત, અંધ દ્વારા આંધળી વ્યક્તિને માર્ગ નિર્દેશ કરવાની બાબત! જે રીતે બુદ્ધિ દ્વારા બુદ્ધિના નિષ્કર્ષો કે ક્યાસ કાઢી નથી શકાતા, તે રીતે સમાન માનસિક તલની સપાટી દ્વારા મન નું તટસ્થ અવલોકન પણ બુદ્ધિ દ્વારા શક્ય નથી! ભીતરના સાક્ષીત્વનું પ્રગટીકરણ તો ચેતનાની આવિષ્કૃત ચિત્તદશાથી જ માત્ર તે સંભવ બની શકે છે! વાસ્તવમાં માનવ મન નો જ પર્યાય હોય આ બધા મન ના પ્રશ્નોનું વાસ્તવિક સમાધાન ત્યારે જ શક્ય બની શકે છે જયારે મન અને તેની સમગ્ર જટિલ પ્રક્રિયાઓને વ્યક્તિગત (ઈન્ડિવિડ્યુઅલ ઓર પર્સનલ) રીતે, સજાગપણે - હોશપૂર્વક અને જાગૃત ચેતનાના વિભિન્ન તલ થકી જીવવાનો અને સમજવાનો સહજ અભિગમ અપનાવવામાં આવ્યો હોય!

    મન અર્થાત ભીતરની તરંગાયત કંપનોની મનોસ્થિતિ! મન એટલે સ્વ ના અહંકાર ને જગતનું કેન્દ્ર માનીને કરવામાં આવતા સલામતી માટેના આયોજનો! મન અર્થાત સ્વ ના અહંકાર ની પરિપૂર્તિ કરવા માટેની અનંત અને અમાપ ઈચ્છાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, કામનાઓ માટે કોઈ પણ ભોગે અન્ય લોકોનું કરવામાં આવતું શોષણ, ગદ્દારી, હિંસા, ચાલબાજી વગેરે! પણ..... છુપી રીતે કે પીઠ પાછળ અથવા ચહેરા પર લગાવેલા જુઠા મહોરા (માસ્ક) ની આડમાં! સ્વ (અહંકાર) ના પરિગ્રહ માટે અન્યો પર કરવામાં આવતી માલકીયત, જબરદસ્તી, કંટ્રોલ વગેરે મન ના જ ઉદ્દેશ્યો હોય છે! ભીતર મન માં હિલોળા લેતા ભાવ, વિચાર, કલ્પના, સ્વપ્ન, સ્મૃતિ કે ભૂતકાળ અથવા ભવિષ્ય પ્રતિ વિચરણની પ્રક્રિયા વગેરે પણ મનના જ પર્યાય છે! માટે જયારે ભીતરે કોઈ પણ પ્રકારની ગતિ વિદ્યમાન હોય છે ત્યાં સુધી જ મન પણ હયાત કે મોજુદ રહે છે! જયારે વ્યક્તિની ભીતર અગતિ કે સ્થિરતામાં ઠહેરાવ આવે છે ત્યારે મન નું પણ કોઈ અસ્તિત્વ બચતું નથી હોતું! માટે તેને જ નો માઈન્ડ કે શુદ્ધ ચૈતન્યની સ્વ ના આત્મા માં ઠહેરાવની સ્થિતપ્રજ્ઞ દશા કહેવામાં આવે છે! મન ની અલ્ટીમેટલી એક જ સાર્થકતા રહેલી છે, તે માત્ર એ છે કે સ્વયં (મન) ની સંપૂર્ણ ઉપયોગીતા દ્વારા અમન (નો માઈન્ડ) ની દશામાં સ્થિત કે સ્થિર થવું!

    (2) શબ્દો અને વાક્યોમાં અર્થ નથી હોતા!

    અક્ષરોના શબ્દો અને શબ્દોના વાક્યો વચ્ચે,

    અટવાઈ ગયેલો માનવી!

    ભાષાઓના વ્યાકરણ વચ્ચે,

    ગુંચવાઈ ગયેલી ચોપડીઓ!

    સંસ્કૃતી, પરિવાર, રાષ્ટ્ર, ઇતિહાસ, સભ્યતા,

    ભવ્યતા, વારસો, ધર્મ, ઈશ્વર, પ્રેમ, લાગણી….

    વગેરે.... જેવા અસંખ્ય,

    અક્ષરોના શબ્દો અને શબ્દોના વાક્યો વચ્ચે,

    ફસાઈ ગયેલો માનવી!

    શબ્દોમાં અર્થ અને પુસ્તકોમાં જ્ઞાન શોધતો માનવી!

    કાશ!

    એ ગુહ્ય મર્મને સમજી શકતો હોત કે,

    અક્ષરો – શબ્દો અને વાક્યોમાં,

    અર્થ નથી હોતા!

    પણ..

    જયારે અર્થને જીવાય છે,

    ત્યારે જ…

    વાસ્તવિક શબ્દોનું સર્જન થતું હોય છે!

    (3) અસ્તિત્વના રુહની અવ્યક્ત વાણી!

    નથી મારે…

    શબ્દોના કોઈ ખેલ રચવા!

    કે નથી મારે…

    લય અને છંદોની,

    અટપટી…

    ગતિવિધિની રચના કરી…

    તુકબંધ શબ્દોને…

    વૈભવી ઠાઠ-માઠના,

    વસ્ત્રો પહેરાવવા!

    કે પછી...

    વ્યાકરણની કોઈ,

    ચોકસાઈ રાખી,

    શબ્દોના રંગ અને રૂપને મઠારવા!

    હું તો બસ…

    અસ્તિત્વની રુહમાં,

    જે અવ્યક્ત વાણી,

    અભિવ્યક્તિ માટે તલસે છે,

    તેને વ્યકત કરવાનો જ…

    માત્ર…

    પ્રયાસ કરી શકું છું!

    પણ

    Enjoying the preview?
    Page 1 of 1