Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Margdarshika GST
Margdarshika GST
Margdarshika GST
Ebook718 pages4 hours

Margdarshika GST

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

The Goods and Services tax (GST) was launched on the midnight of 30th June, 2017 by the Prime Minister Narendra Modi. This GST is an indirect tax applicable throughout India replacing multiple taxes system levied by the central and state government. A single GST replaced existing taxes and levies which include: Central Excise Duty, Service Tax, Additional Custom Duty, State-level VATs and Octroi. The GST is imposed at different rates on different items. Major Benefit to the consumers by abolishing all the checkpoints across the country ensuring free and fast movement of Goods.
Languageગુજરાતી
PublisherDiamond Books
Release dateApr 15, 2021
ISBN9789352784868
Margdarshika GST

Reviews for Margdarshika GST

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Margdarshika GST - Rakesh Kumar

    ૨૦૧૭

    અધ્યાય-૧

    પ્રારંભિક પરિચય

    ૧. સંક્ષિપ્ત પરિચય

    આ અધિનિયમનું સંક્ષિપ્ત નામ કેન્દ્ર માલ અને સેવા કર અધિનિયમ, ૨૦૧૭ છે.

    એનો વિસ્તાર જમ્મૂ-કાશ્મીર રાજ્ય સિવાય સંપૂર્ણ ભારત પર છે.

    આ એ તારીખે અમલ થશે, જે કેન્દ્રીય સરકાર, રાજપત્રમાં, અધિસૂચના દ્વારા, નિયત કરવામાં આવે :-

    પરંતુ આ અધિનિયમના ભિન્ન-ભિન્ન ઉપબંધો માટે ભિન્ન-ભિન્ન તારીખો નિયત કરી શકાશે અને એવા કોઈ ઉપબંધમાં આ અધિનિયમના પ્રારંભ પ્રતિ કોઈ નિર્દેશનો એ અર્થ લગાવવામાં આવશે કે, તે એ ઉપબંધના અમલ થવાના પ્રતિનિર્દેશ છે.

    ૨. પરિભાષાઓ

    આ અધિનિયમમાં, જ્યાં સુધી કે સંદર્ભથી અન્યથા અપેક્ષિત ના હોય,-

    'અનુયોજ્ય દાવા'નો એ જ અર્થ થશે, જે સંપત્રિ અંતરણ અધિનિયમ, ૧૮૮૨ (૧૮૮૨નો ૪)ની ધારા ૩માં એનો અર્થ છે.

    'પરિદાનનું સરનામું'થી માલ કે સેવાઓ કે બંનેને મેળવવાવાળાનું એવું સરનામું અભિપ્રેત છે, જે એવા માલ કે સેવાઓ અથવા બંનેના પરિદાન માટે કોઈ રજિસ્ટ્રીકૃત વ્યક્તિ દ્વારા જારી કરીને ઇનવૉઇસ પર ઉપદર્શિત છે.

    'અભિલેખ (રેકોર્ડ) પર ઘરનું સરનામું'થી મેળવવાવાળા તે સરનામા અભિપ્રેત છે, જે સપ્લાયર્સના રેકોર્ડોમાં ઉપલબ્ધ છે.

    'ન્યાયનિર્ણાયક ઑથોરિટી'નો અર્થ એટલે અધિનિયમ હેઠળ કોઈ આદેશ કે વિનિશ્ચય આપવા માટે નિયુક્ત કે અધિકૃત કોઈ ઑથોરિટી છે, પરંતુ એના અંતર્ગત કેન્દ્રીય ઉત્પાદ-શુલ્ક અને સીમાશુલ્ક બોર્ડ, સમીક્ષા ઑથોરિટી, અગ્રિમ વિનિર્ણય ઑથોરિટી, અગ્રિમ ચુકાદા અપીલ ઑથોરિટી, અપીલ ઑથોરિટી અને અપીલ અધિકરણ નથી.

    'અભિકર્તા (એજન્ટ)'નો અર્થ એટલે ફેક્ટર, દલાલ, કમીશન એજન્ટ, છૂટક કામ કરનાર, પ્રત્યાયક એજન્ટ (ડેલ ક્રેડર એજેન્ટ), નીલામકર્તા કે કોઈ અન્ય વાણિજ્યિક એજન્ટ, ભલે જે નામથી જ્ઞાત હોય, સહિત કોઈ એવો વ્યક્તિ છે, જે કોઈ અન્ય વ્યક્તિ તરફથી માલ કે સેવાઓ કે બંનેના પુરવઠા કે પ્રાપ્તિનો કારોબાર કરે છે.

    'સંકલિત ટર્નઓવર'થી બધા કરપાત્ર પુરવઠાઓ (એવા ટર્નઓવર પુરવઠાઓના મૂલ્યની ચૂકવણી કરવામાં આવે છે) છૂટપાત્ર પુરવઠાઓ, માલ કે સેવાઓ કે બંને નિર્યાતો અને અખિલ ભારતીય આધાર પર સંગણિત સામાન સ્થાયી ખાતા સંખ્યાંકવાળા વ્યક્તિઓના અંતરરાજ્યિક પુરવઠાનું સંકલિત મૂલ્ય અભિપ્રેત (અર્થ) છે, પરંતુ એમાં કેન્દ્રીય કર, રાજ્ય કર, સંઘ રાજ્ય કર, એકીકૃત કર અને ઉપકર અપવર્જિત છે.

    'કૃષક (ખેડૂત)'નો અર્થ, એવો કોઈ વ્યક્તિ કે કોઈ હિન્દૂ અવિભક્ત કુટુંબ અર્થ છે, જે,-

    ખુદના શ્રમ દ્વારા. અથવા

    કુટુંબના શ્રમ દ્વારા. અથવા

    રોકડ કે વસ્તુના રૃપમાં ચૂકવવા પાત્ર મજૂરી પર સેવકો દ્વારા કે વ્યક્તિગત ઓબ્ઝર્વેશન હેઠળ ભાડાના મજૂરો દ્વારા ભૂમિ પર ખેતી કરે છે.

    'અપીલ ઑથોરિટી'થી અપીલોની સુનાવણી માટે નિયુક્ત અધિકૃત ધારા ૧૦૭માં યથાનિર્દિષ્ટ કોઈ ઑથોરિટીનો અર્થ છે.

    'અપીલ અધિકરણ'થી ધારા ૧૦૯ હેઠળ ગઠિત માલ અને સેવા કર અપીલ અધિકરણ અભિપ્રેત છે.

    'નિયત તારીખ'થી તે તારીખ અભિપ્રેત છે, જેને આ અધિનિયમના ઉપબંધ પ્રવૃત્ર થશે.

    'આકારણી'નો અર્થ, આ અધિનિયમ હેઠળ કરની જવાબદારીનો અવધારણ અભિપ્રેત (અર્થ) છે અને એના અંતર્ગત સ્વતઃ આકારણી, પુનઃ આકારણી, અંતિમ આકારણી, સંક્ષિપ્ત આકારણી અને સર્વોત્તમ વિવેક બુદ્ધિ અનુસાર આકારણી પણ છે.

    'સહયુક્ત ઉદ્યમો'નો એ જ અર્થ થશે, જે આય-કર અધિનિયમ, ૧૯૬૧ (૧૯૬૧નો ૪૩)ની ધારા ૯૨-કમાં એનો અર્થ છે.

    'સંપરીક્ષા (ઓડિટ)'થી આ અધિનિયમ કે એના હેઠળ બનાવવામાં આવેલા નિયમો કે કોઈ અન્ય વિધિ હેઠળ રજિસ્ટ્રીકૃત વ્યક્તિ દ્વારા અનુરક્ષિત કે આપવામાં આવેલા રેકોર્ડો, રિટર્ન્સ અને અન્ય દસ્તાવેજો, ઘોષિત ટર્નઓવર. દાવાકૃત રીફંડ અને ઉપભોગ કરવામાં આવેલા ઇનપુટ કર પ્રત્યયની શુદ્ધતાને અને અનુપાલનને સત્યાપિત કરવા માટે પરીક્ષાનો અર્થ છે.

    'અધિકૃત બેન્ક'થી આ અધિનિયમ હેઠળ ચૂકવવા પાત્ર કર અથવા કોઈ અન્ય રકમનું સંગ્રહણ કરવા માટે સરકાર દ્વારા અધિકૃત કોઈ બેન્ક અથવા કોઈ બેન્કની કોઈ શાખાનો અર્થ છે.

    અધિકૃત પ્રતિનિધિઃ- 'અધિકૃત પ્રતિનિધિ'નો અર્થ એટલે ધારા ૧૧૬ હેઠળ યથા નિર્દિષ્ટ પ્રતિનિધિ છે.

    બોર્ડં- 'બોર્ડ'નો અર્થ એટલે કેન્દ્રીય રાજસ્વ બોર્ડ અધિનિયમ, ૧૯૬૩ ((૧૯૬૩ના ૫૪ હેઠળ ગઠિત કેન્દ્રીય ઉત્પાદ-શુલ્ક અને સીમા શુલ્ક બોર્ડ છે.

    'કારોબાર':-

    કોઈ વેપાર, વાણિજ્ય, વિનિર્માણ, વૃત્રિ, વ્યવસાય, પ્રોદ્યમ, પદ્યમ્ અથવા એ જ પ્રકારના કોઈ અન્ય ક્રિયાકલાપ, ભલે તે કોઈ ધનીય ફાયદા માટે હોય કે ના હોય.

    ઉપખંડ (ક)ના સંબંધમાં અથવા એના આનુષંગિક કે પ્રાસંગિક કોઈ ક્રિયાકલાપ કે સંવ્યવહાર.

    ઉપખંડ (ક)ની પ્રકૃતિનો કોઈ ક્રિયાકલાપ કે સંવ્યવહાર, ભલે એવા સંવ્યવહારનું કોઈ પરિણામ, આવૃત્તિ, નિરંતરતા કે નિયમિત હોય કે ના હોય.

    કારોબારના પ્રારંભ કે એના બંધ થવાના સંબંધમાં પૂંજી માલ સહિત માલ અને સેવાઓનો પુરવઠો કે અર્જન.

    કોઈ ક્લબ, સંગમ, સોસાયટી કે એવી જ સુવિધાઓ કે ફાયદાવાળા કોઈ એકમ દ્વારા એના સદસ્યો માટે (કોઈ અભિદાન કે કોઈ અન્ય પ્રતિફળ માટે) કોઈ વ્યવસ્થા.

    કોઈ પરિસરમાં કોઈ પ્રતિફળાર્થ વ્યક્તિઓનો પ્રવેશ.

    કોઈ વ્યક્તિ દ્વારા એવા પદધારકના રૃપમાં, જે એણે પોતાના વેપાર, પ્રવૃત્તિ કે વ્યવસાય દરમિયાન અથવા એને અગ્રેસર કરવા માટે સ્વીકાર કર્યો છે, પ્રદાન કરવામાં આવેલી સેવાઓ.

    કોઈ ઘોડાદોડ ક્લબ દ્વારા, યોગક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી સેવાઓ અથવા એવી ક્લબમાં રહેલા બુક-મેકરની અનુજ્ઞપ્તિ! અને

    કેન્દ્રીય સરકાર, કોઈ રાજ્ય સરકાર કે કોઈ સ્થાનિય ઑથોરિટી દ્વારા કરવામાં આવેલ કોઈ એવો ક્રિયાકલાપ કે સંવ્યવહાર, જેમાં તે લોકો સત્તાવાળાઓના રૃપમાં લાગેલા છે.

    'કારોબાર શીર્ષકા'નો અર્થ એટલે કોઈ એવા ઉદ્યમનો વિશિષ્ટ સંઘટક અર્થ છે, જે એવા પૃથક-પૃથક માલ કે સેવાઓના અથવા એવા સંબંધિત માલ કે સેવાઓના પુરવઠામાં લાગેલા છે, જે એવા જોખમ અને પ્રત્યાગમ હેઠળ છે, જે એ અન્ય કારોબાર શીર્ષકાઓથી અલગ છે.

    સ્પષ્ટીકરણ

    આ ખંડના પ્રયોજનો માટે, એવા કારક, જેના પર આ અવધારણ કરવા માટે વિચાર કરવામાં આવવો જોઈએ કે શું આવો માલ કે સેવાઓ, જેમનાથી સંબંધિત છે, એમાં નિમ્નલિખિત સામેલ છે :-

    માલ કે સેવાઓની પ્રકૃતિ.

    ઉત્પાદન પ્રક્રિયાઓની પ્રકૃતિ.

    માલ કે સેવાઓના ગ્રાહકોના પ્રકાર કે વર્ગ.

    માલ કે વિતરણ અથવા સેવાઓ પૂરી પાડવામાં પ્રયુક્ત પદ્ધતિઓ. અને

    વિનિયામક પર્વાયરણની પ્રકૃતિ ઉપયુક્ત છે કે નહીં. એના અંતર્ગત બેન્કકારી, વીમા કે લોક ઉપયોગિતાઓ છે.

    'પૂંજી માલ'થી એવા માલનો અર્થ છે, જેમનું મૂલ્ય ઇનપુટ કર પ્રત્યયનો દાવો કરવાવાળા વ્યક્તિની લેખા પુસ્તકોમાં પંજીકૃત છે અને જેમના કારોારના દરમિયાન અથવા એને અગ્રેસર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે અથવા ઉપયોગ કરવામાં આવવા હેતુ છે.

    'નૈમિત્રિક કરપાત્ર વ્યક્તિ'થી એવા વ્યક્તિનો અર્થ છે, જે કોઈ એવા રાજ્ય કે સંઘ રાજ્યક્ષેત્રમાં જ્યાં એના કારોબારનું નિશ્ચિત સ્થાન નથી, પ્રધાન, એજન્ટ કે કોઈ અન્ય હેસિયતમાં કારોબાર દરમિયાન અથવા એને અગ્રેસર કરવામાં યદા કદા એવા સંવ્યવહાર કરે છે, જેમાં માલ કે સેવાઓ અથવા બંનેનો પુરવઠો સામેલ છે.

    'કેન્દ્રીય કર'નો અર્થ, ધારા ૯ હેઠળ ઉદ્ગહિત કેન્દ્રીય માલ અને સેવા કર છે.

    'ઉપકર'નો એ જ અર્થ છે, જે માલ અને સેવા કર (રાજ્યોને વળતર) અધિનિયમમાં એનો અર્થ છે.

    'ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ'થી ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અધિનિયમ, ૧૯૪૯ ન ૯૪૯નો ૩૮)ની ધારા-૨ની ઉપધારા ન ના ખંડ (ખ)માં યથાપરિભાષિત ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ અર્થ છે.

    'આયુક્ત (કમિશનર)'થી કેન્દ્રીય કર આયુક્તનો અર્થ છે અને એના અંતર્ગત ધારા-૩ હેઠળ નિયુક્ત કેન્દ્રીય કર પ્રધાન કમિશનર અને એકીકૃત માલ અને સેવા કર અધિનિયમ હેઠળ નિયુક્ત એકીકૃત કર કમિશનર પણ છે.

    'બોર્ડમાં રહેલ આયુક્ત (કમિશનર)'થી ધારા ૧૬૮માં નિર્દિષ્ટ કમિશનરનો અર્થ છે.

    'સામાન્ય પોર્ટલ'નો અર્થ એટલે ધારા ૧૪૬માં નિર્દિષ્ટ સામાન્ય માલ અને સેવા કર ઇલેક્ટ્રૉનિક પોર્ટલનો અર્થ છે.

    કોઈ રાજ્ય કે સંઘ રાજ્યક્ષેત્રના સંબંધમાં 'સામાન્ય કાર્ય દિવસ'થી સતત એવા દિવસનો અર્થ છે, જેમને કેન્દ્રીય સરકાર કે સંબધિત રાજ્ય સરકાર અથવા સંઘ રાજ્યક્ષેત્રની સરકાર દ્વારા રાજપત્રિત રજા ઘોષિત નથી કરવામાં આવી.

    'કંપની સચિવ'નો અર્થ એટલે કંપની સચિવ અધિનિયમ, ૧૯૮૦ (૧૯૮૦નો ૫૬)ની ધારા-૨ની ઉપધારા (૧)ના ખંડ (ગ)માં યથાપરિભાષિત કંપની સચિવ છે.

    'સક્ષમ સત્તાધિકારી' એટલે એવા સત્તાધિકારીનો અર્થ છે, જેને સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવે.

    'સંયુક્ત પુરવઠો'નો અર્થ કોઈ કરપાત્ર વ્યક્તિ દ્વારા કોઈ પ્રાપ્તિકર્તાને કરવામાં આવેલો કોઈ પુરવઠો છે, જે માલ કે સેવાઓ કે બંને અથવા બે કે અધિક કરપાત્ર પુરવઠાઓથી મળીને બન્યો છે અથવા એમનો કોઈ એવો સમુચ્ચ્ય છે, જેમને કારોબારના સાધારણ અનુક્રમમાં એક-બીજાની સાથે સંયોજનમાં બાંધવામાં આવ્યા છે અને પુરવઠો કરવામાં આવ્યો છે, જેમાં એક મૂળ પુરવઠો છે.

    દૃષ્ટાંત :- જ્યાં માલનું વીમાની સાથે પેક અને પરિવહન કરવામાં આવે છે, ત્યાં માલનો પુરવઠો પેકિંગ સામગ્રી, પરિવહન અને વીમા સંયુક્ત પુરવઠો હશે અને માલનો પુરવઠો એક મુખ્ય પુરવઠો હશે.

    માલ કે સેવાઓ અથવા બંનેના પુરવઠાઓના સંબંધમાં 'પ્રતિફળ' અંતર્ગત નિમ્નલિખિત પણ છે.

    પ્રાપ્તિકર્તા દ્વારા અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા, માલ કે સેવાઓ કે બંનેના પુરવઠાના સંબંધમાં, એમના પ્રત્યુત્તરમાં અથવા એમના પ્રલોભન માટે, ભલે ધનના રૃપમાં કે અન્યથા કરવામાં આવેલ અથવા કરવામાં આવવાવાળી કોઈ ચૂકવણી, પરંતુ એમાં કેન્દ્રીય સરકાર કે કોઈ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કોઈ સહાય સામેલ નહીં હોય.

    પ્રાપ્તિકર્તા દ્વારા કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા, માલ કે સેવાઓ અથવા બંનેના પુરવઠાના સંબંધમાં, એમના પ્રત્યુત્તરમાં કે એમના પ્રલોભન માટે, કોઈ કાર્ય કે પ્રવરિત રહેવાનું ધનીય મૂલ્ય, પરંતુ એમાં કેન્દ્રીય સરકાર કે કોઈ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કોઈ સહાયક સામેલ નહીં થાય, પરંતુ માલ અથવા બંનેના પુરવઠાના સંબંધમાં આપવામાં આવેલી ડિપોઝિટને એવા પુરવઠા માટે કરવામાં આવેલી ચૂકવણીના રૃપમાં નહીં સમજવામાં આવે, જ્યાં સુધી કે સપ્લાયર્સ એવી ડિપોઝિટનો, ઉચ્ચ પુરળઠા માટે પ્રતિફળના રૃપમાં ઉપયોજન ના કરે.

    'માલનો નિરંતર પુરવઠો'નો અર્થ એટલે માલનો એવો પુરવઠો છે, જે કોઈ કરાર હેઠળ તાર, કેબલ પાઇપલાઇન કે અન્ય નલિકાના માધ્યમથી કે અન્યથા, નિરતર રૃપથી કે આવર્તી આધાર પર ઉપલબ્ધ કરાવવામાં આવે કે ઉપલબ્ધ કરાવવા માટે કરાર મેળવવામાં આવે અને જેના માટે નિયમિત કે આવધિક આધાર પર સપ્લાયર્સ, પ્રાપ્તિકર્તા માટે ઇનવૉઇસ બનાવે છે અને એના અંતર્ગત એવા માલનો પુરવઠો પણ છે, જે સરકાર એવી શરતોના અધીન રહીને, જે તે અધિસૂચના દ્વારા ઉલ્લેખિત કરે.

    'સેવાઓની નિરંતર ડિલિવરી'નો અર્થ એટલે સેવાઓનો એવો પુરવઠો છે, જે કોઈ કરાર અધીન સામયિક ચૂકવણીની બાધ્યતાઓની સાથે ત્રણ માસથી અધિકની અવધિ માટે નિરંતર રૃપથી કે આવર્તી આધાર પર ઉપલબ્ધ કરાવવામાં આવે અથવા ઉપલબ્ધ કરાવવા માટે કરાર કરવામાં આવે અને એના અંતર્ગત એવી સેવાઓનો પુરવઠો પણ છે, જે સરકાર એવી શરતોને અધીન રહીને, જે તે અધિસૂચના દ્વારા ઉલ્લેખિત કરે.

    'પ્રવહરણ' અંતર્ગત કોઈ જળયાન, વાયુયાન અને યાન પણ છે.

    'ખર્ચ એકાઉન્ટન્ટ'નો અર્થ એટલે ખર્ચ અને કાર્ય એકાઉન્ટન્ટ અધિનિયમ, ૧૯૫૯ (૧૯૫૯નો ૨૩)ની ધારા-૨ની ઉપધારા (૧)ના ખંડ (ગ)માં યથાપરિભાષિત કોઈ ખર્ચ એકાઉન્ટન્ટ છે.

    'પરિષદ'નો અર્થ સંવિધાનના અનુચ્છેદ ૨૭૯ક હેઠળ સ્થાપિત માલ અને સેવા કર પરિષદ છે.

    'જમાપત્ર'નો અર્થ એટલે ૩૪ની ઉપધારા (૧) હેઠળ કોઈ રજિસ્ટ્રીકૃત વ્યક્તિ દ્વારા જારી કોઈ દસ્તાવેજ છે.

    'નામા નોટ'નો અર્થ એટલે ધારા ૩૪ની ઉપધારા (૩) હેઠળ કોઈ રજિસ્ટ્રીકૃત વ્યક્તિ દ્વારા જારી કોઈ દસ્તાવેજ છે.

    'સમજવામાં આવેલ નિકાસ'નો અર્થ માલનો એવો પુરવઠો છે, જેને ધારા ૧૪૭ હેઠળ અધિસૂચિત કરવામાં આવે.

    'નિયુક્ત સત્તાધિકારી'નો અર્થ એવો સત્તાધિકારી છે, જેને બોર્ડ દ્વારા અધિસૂચિત કરવામાં આવે.

    'દસ્તાવેજ'ના અંતર્ગત કોઈ પ્રકારનો લેખિત કે મુદ્રિત રેકોર્ડ કે સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમ, ૨૦૦૦ (૨૦૦૦નો ૨૧)ની ધારા-૨ના ખંડ (ન)માં યથાપરિભાષિત ઇલેક્ટ્રૉનિક રેકોર્ડ છે.

    ભારતમાં વિનિર્મિત અને નિકાસ કરવામાં આવેલા માલના સંબંધમાં 'ચુંગી વાપસી'નો અર્થ એટલે એવા માલના વિનિર્માણમાં પ્રયુક્ત કોઈ આયાતિ રોકાણ પર કે કોઈ ઘરેલૂ રોકાણો કે રોકાણ સેવાઓ પર પ્રભાર્ય શુલ્ક, કર કે ઉપકરનો રિબેટ અર્થ છે.

    'ઇલેક્ટ્રૉનિક રોકડ ખાતા'નો અર્થ એટલે ધારા ૪૯ની ઉપધારા (૧)માં નિર્દિષ્ટ ઇલેક્ટ્રૉનિક રોકડ ખાતા છે.

    'ઇલેક્ટ્રૉનિક વાણિજ્ય'નો અર્થ એટલે માલ કે સેવાઓ કે બંને પ્રદાય છે, જેના અંતર્ગત ડિઝિટલ કે ઇલેક્ટ્રૉનિક નેટવર્કના માધ્યમથી ડિઝિટલ ઉત્પાદન પણ છે.

    'ઇલેક્ટ્રૉનિક વાણિજ્ય ઑપરેટર'નો અર્થ એટલે એવો કોઈ વ્યક્તિ છે, જે ઇલેટ્રૅનિક વાણિજ્ય માટે ડિઝિટલ કે ઇલેક્ટ્રૉનિક સુવિધા કે પ્લેટફૉર્મ પર સ્વામિત્વ રાખતતા હોય, એનું ઓપરેટિંગ કે પ્રબંધ કરતો હોય.

    'ઇલેક્ટ્રૉનિક જમા ખાતા'નો અર્થ એટલે ધારા ૪૯ની ઉપધારા (૨)માં નિર્દિષ્ટ ઇલેક્ટ્રૉનિક જમા ખાતા છે.

    'છૂટ પ્રાપ્ત પુરવઠા'નો અર્થ એટલે એવા કોઈ માલ કે સેવાઓ અથવા બંને પુરવઠા છે, જેની એકીકૃત માલ અને સેવા કર અધિનિયમની ધારા ૬ હેઠળકરનો દર શૂન્ય હોય અથવા જેને ધારા ૧૧ હેઠળ કરથી પૂરી છૂટ આપી શકાય અને એના અંતર્ગત બિન-કરપાત્ર પુરવઠા પણ છે.

    'વિદ્યમાન વિધિ'નો અર્થ એટલે માલ કે સેવાઓ કે બંને પર શુલ્ક કે કરના ઉદ્ગ્રહણ અને સંગ્રહણથી સંબંધિત કોઈ વિધિ, અધિસૂચના, આદેશ, નિયમ કે વિનિયમ છે, જે આ અધિનિયમના પ્રારંભથી પહેલાં એવી વિધિ, અધિસૂચના, આદેશ, નિયમ કે વિનિયમ બનાવવાની શક્તિ રાખવાવાળી સંસદ કે કોઈ સત્તાધિકારી અથવા વ્યક્તિ દ્વારા પારિત કરવામાં આવેલ છે અથવા બનાવવામાં આવેલ છે.

    'કુટુંબ'થી અર્થ છે -

    વ્યક્તિનો પતિ કે પત્ની અને બાળક. અને

    વ્યક્તિના માતા-પિતા, દાદા-દાદી, ભાઈ અને બહેન, જો તેઓ પૂર્ણ રૃપથી કે મુખ્ય રૃપથી ઉક્ત વ્યક્તિ પર આશ્રિત છે.

    'નિયત સ્થાપન'નો અર્થ એટલે (કારોબારના રજિસ્ટ્રીકૃત સ્થાનથી ભિન્ન) કોઈ એવું સ્થાન છે, જેની પોતાની ખુદની જરૃરિયાતો માટે સેવા પૂરી પાડવી અથવા સેવાઓ પ્રાપ્ત કરવા અને એમનો ઉપયોગ કરવા માટે માનવ અને તકનીકી સંસાધનોના નિબંધનાનુસાર સ્થાયિત્વ અને ઉપયુક્ત સંરચનાની પર્યાપ્ત ડિગ્રી દ્વારા વિશિષ્ટતાનું વિગત કરવામાં આવ્યું છે.

    'નિધિ'નો અર્થ ધારા ૫૭ના અધીન સ્થાપિત ગ્રાહક કલ્યાણ નિધિ છે.

    'માલ'નો અર્થ મુદ્રા અને પ્રતિભૂતિઓથી ભિન્ન પ્રત્યેક પ્રકારની જંગમ સંપત્તિ છે, પરંતુ એમાં અનુયોજ્ય દાવા, ઉગતા પાકો, ભૂમિથી જોડાયેલી કે એના ભાગરૃપ એવું ઘાસ અને વસ્તુઓ સામેલ છે, જેના પુરવઠાના પહેલાં કે પ્રદાયના કરાર હેઠળ પૃથથક કરવાનો કરાર કરવામાં આવ્યો છે.

    'સરકાર'નો અર્થ કેન્દ્રીય સરકારનો છે.

    'માલ અને સેવા કર (રાજ્યોને વળતર) અધિનિયમ'નો અર્થ એટલે માલ અને સેવા કર (રાજ્યોને વળતર)અધિનિયમ, ૨૦૧૭ છે.

    'માલ અને સેવા કર વ્યવસાયી'નો અર્થ એવો વ્યક્તિ છે, જેનું ધારા ૪૮ હેઠળ એવા વ્યવસાયીના રૃપમાં કાર્ય કરવા માટે અનુમોદન કરવામાં આવ્યું છે.

    'ભારત'નો અર્થ સંવિધાનના અનુચ્છેદ ૧માં યથાનિર્દિષ્ટ ભારતનું રાજ્યક્ષેત્ર એનો રાજ્યક્ષેત્રીય સાગર-ખંડ, મહાદ્વીપીય મગ્નતટ ભૂમિ, અનન્ય આર્થિક ક્ષેત્ર અને અન્ય સામુદ્રિક ક્ષેત્ર અધિનિયમ, ૯૭૬ (૧૯૭૬નો ૮૦)માં યથાનિર્દિષ્ટ એવા સાગર-ખંડો, મહાદ્વીપીય મગ્નતટ ભૂમિ, અનન્ય આર્થિક ક્ષેત્ર કે કોઈ અન્ય સામુદ્રિક ક્ષેત્રના નીચેના સમુદ્ર તળ અને અવમૃદા અને એના રાજ્યક્ષેત્ર અને રાજ્યક્ષેત્રીય સાગર-ખંડોની ઉપરનું આકાશી ક્ષેત્ર છે.

    'એકીકૃત માલ અને સેવા કર અધિનિયમ'નો અર્થ એટલે એકીકૃત માલ અને સેવા કર અધિનિયમ, ૨૦૧૭ છે.

    'એકીકૃત કર'થી એકીકૃત માલ અને સેવા કર અધિનિયમ હેઠળ ઉદગહીત એકીકૃત માલ અને સેવા કર છે.

    'ઇનપુટ'નો અર્થ કારોબાર દરમિયાન કે એને અગ્રેસર કરવામાં કોઈ સપ્લાયર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવેલા કે ઉપયોગ કરવા હેતુ પૂંજી માલથી ભિન્ન કોઈ માલ છે.

    'ઇનપુટ સેવા'નો અર્થ એટલે કારોબાર દરમિયાન કે એને અગ્રેસર કરવામાં કોઈ સપ્લાયર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી કે ઉપયોગ કરવામાં આવવા હેતુ કોઈ સેવા છે.

    'ઇનપુટ સેવા વિતરક'નો અર્થ માલ કે સેવાઓ અથવા બંનેના એવા સપ્લાયર્સનું કાર્યાલય છે, જે ઇનપુટ સેવાઓની પ્રાપ્તિની ધારા ૩૧ હેઠળ જારી કરી ઇનવૉઇસ પ્રાપ્ત કરે છે અને ઉક્ત કાર્યાલયની સમાન સ્થાયી ખાતા સંખ્યાંકવાળા કરપાત્ર માલ કે સેવાઓ અથવા બંનેના એવા સપ્લાયર્સને ઉક્ત સેવાઓ પર ચૂકવેલ કેન્દ્રીય કર, રાજ્ય કર, એકીકૃત કર કે સંઘ રાજ્યક્ષેત્ર સંબંધી કરના પ્રત્યયનું વિતરણ કરવાના પ્રયોજનો માટે કોઈ નિયત દસ્તાવેજ જારી કરે છે.

    કોઈ રજિસ્ટ્રીકૃત વ્યક્તિના સંબંધમાં 'ઇનપુટ કર'નો અર્થ એટલે માલ કે સેવાઓ અથવા બંનેના કોઈ પુરવઠા પર પ્રભારિત કેન્દ્રીય કર, રાજ્ય કર, એકીકૃત કર કે સંઘ રાજ્યક્ષેત્ર સંબંધી કર છે અને એના અંતર્ગત નિમ્નલિખિત પણ છે-

    માલના આયાત પર પ્રભારિત (ચાર્જ) એકીકૃત માલ અને સેવા કર,

    ધારા ૯ની ઉપધારા (૩) અને ઉપધારા (૪)ના ઉપબંધો હેઠળ ચૂકવવા પાત્ર કર.

    એકીકૃત માલ અને સેવા કર અધિનિયમની ધારા-૫ની ઉપધારા (૩) અને ઉપધારા (૪)ના ઉપબંધો હેઠળ ચૂકવવા પાત્ર કર.

    સંબંધિત રાજ્ય માલ અને સેવા કર અધિનિયમની ધારા ૯ની ઉપધારા (૩) અને ઉપધારા (૪)ના ઉપબંધો હેઠળ ચૂકવવા પાત્ર કર.

    સંઘ રાજ્યક્ષેત્ર માલ અને સેવા કર અધિનિયમની ધારા?ની ઉપધારા (૩) અને ઉપધારા (૪)ના ઉપબંધો હેઠળ ચૂકવવા પાત્ર કર.

    પરંતુ એમાં ઉદ્ગ્રહણના પ્રષમન હેઠળ ચૂકવેલ કર સામેલ નથી.

    'ઇનપુટ કર પ્રત્યય'નો અર્થ ઇનપુટ કરનો પ્રત્યય છે.

    'માલનો આંતરરાજ્યિક પુરવઠો'નો એ જ અર્થ થશે, જે એકીકૃત માલ અને સેવા કર અધિનિયમની ધારા ૮માં એનો અર્થ છે.

    'સેવાઓનો આંતરરાજ્યિક પુરવઠો'નો અર્થ એ જ થશે, જે એકીકૃત માલ અને સેવા કર અધિનિયમની ધારા ૮માં એનો અર્થ છે.

    'ઇનવૉઇસ' અથવા 'કર ઇનવૉઇસ'નો અર્થ એટલે ધારા ૩૧માં નિર્દિષ્ટ કર ઇનવૉઇસ છે.

    કોઈ વ્યક્તિના સંબંધમાં 'આયાત પુરવઠો'થી વેચાણ, અર્જન કે કોઈ અન્ય સાધન દ્વારા પ્રતિફળની સાથે અથવા એના વગર માલ કે સેવાઓ કે બંનેની પ્રાપ્તિ છે.

    'છૂટુંછવાયું કામ'નો અર્થ એટલે કોઈ અન્ય રજિસ્ટ્રીકૃત વ્યક્તિના માલ પર કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો કોઈ ઉપચાર અથવા કરવામાં આવેલી પ્રક્રિયા છે અને છૂટુંછવાયું કામ કરવાવાળા વ્યક્તિ પદનો તદનુસાર અર્થ લગાવવામાં આવશે.

    'સ્થાનિય સત્તાધિકારી'નો અર્થ નિમ્ન છે,-

    સંવિધાનના અનુચ્છેદ ૨૪૩ના ખંડ (ઘ)માં યથા પરિભાષિત કોઈ પંચાયત.

    સંવિધાનના અનુચ્છેદ ૨૪૫ના ખંડ (ઙ)માં યથા પરિભાષિત કોઈ નગરપાલિકા.

    કોઈ નગરપાલિકા સમિતિ અને કોઈ જિલ્લા પરિષદ, જિલ્લા બોર્ડ અને કોઈ અન્ય સત્તાધિકારી, જે નગરપાલિકા કે સ્થાનીય નિધિ નિયંત્રણ કે પ્રબંધ કરવાનો હકદાર છે અથવા જેને કેન્દ્રીય સરકાર કે કોઈ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા કે સ્થાનીય નિધિનું નિયંત્રણ કે પ્રબંધ સોંપવામાં આવેલ છે.

    છાવણી અધિનિયમ, ૨૦૦૬ (૨૦૦૬નો ૪૧)ની ધારા ૩માં યથા પરિભાષિત છાવણી બોર્ડ.

    સંવિધાનની છઠ્ઠી અનુસૂચિ હેઠળ ગઠિત કોઈ પ્રાદેશિક પરિષદ કે કોઈ જિલ્લા પરિષદ.

    સંવિધાનના અનુચ્છેદ ૩૭૧ હેઠળ ગઠિત કોઈ વિકાસ બોર્ડ અથવા સંવિધાનના અનુચ્છેદ ૩૭૧-ક હેઠળ ગઠિત કોઈ પ્રાદેશિક પરિષદ.

    'સેવાઓના પ્રાપ્તિકર્તાનું અવસ્થાન (મુકામ)'નો અર્થ -

    જ્યાં પુરવઠો કારોબારના એવા સ્થાન પર પ્રાપ્ત કરવામાં આવે છે, જેના માટે રજિસ્ટ્રીકરણ અભિપ્રાપ્ત કરવામાં આવ્યું છે, દ્યાં કારોબારના એવા સ્થાનનું અવસ્થાન (મુકામ) છે.

    જ્યાં પુરવઠો કારોબારના એ સ્થાનથી ભિન્ન કોઈ અન્ય એવા સ્થાન પર પ્રાપ્ત કરવામાં આવે છે, જેના માટે રજિસ્ટ્રીકરણ અભિપ્રાપ્ત કરવામાં આવ્યું છે (નિયત સ્થાન અન્યત્ર છે) ત્યાં એવા નિયત સ્થાનનું અવસ્થાન છે.

    જ્યાં પુરવઠો એકથી અધિક સ્થાનો પર પ્રાપ્ત કરવામાં આવે છે, ભલે તે કારોબારનું સ્થાન હોય કે નિયત સ્થાન, ત્યાં પુરવઠાની પ્રાપ્તિથી સર્વાધિક સીધા સંબંધિત સ્થાપનાનું અવસ્થાન અર્થ છે.

    એવા સ્થાનોના અભાવમાં પ્રાપ્તિકર્તાના સામાન્ય નિવાસ સ્થાનનું અવસ્થાન અર્થ છે.

    'સેવાઓના સપ્લાયર્સના અવસ્થાન (મુકામ)'નો અર્થ છે :-

    જ્યાં પુરવઠો કારોબારના એવા સ્થાનથી કરવામાં આવે છે, જેના માટે રજિસ્ટ્રીકરણ અભિપ્રાપ્ત કરવામાં આવ્યો છે, ત્યાં કારોબારના એવા સ્થાનનું અવસ્થાન છે.

    જ્યાં પુરવઠો કારોબારના એ સ્થાનથી ભિન્ન કોઈ અન્ય એવા સ્થાનથી કરવામાં આવે છે, જેના માટે રજિસ્ટ્રીકરણ અભિપ્રાપ્ત કરવામાં આવેલ છે (નિયત સ્થાન અન્યત્ર) ત્યાં એવા નિયત સ્થાપનનું અવસ્થાન છે.

    જ્યાં પુરવઠો એકથી અધિક સ્થાપનોથી કરવામાં આવે છે, ભલે તે કારોબારનું સ્થાન હોય કે નિયત સ્થાન છે, ત્યાં પુરવઠાની વ્યવસ્થાથી સર્વાધિક સીધા સંબંધિત સ્થાપનનું અવસ્થાન અભિપ્રેત છે.

    એવા સ્થાનોના અભાવમાં સપ્લાયર્સના સામાન્ય નિવાસ સ્થાનનું અવસ્થાન છે.

    'વિનિર્માણ'નો અર્થ કાચી સામગ્રી કે રક્કાણની એવી રીતિથી પ્રસંસ્કરણ છે, જેના પરિણામસ્વરૃપ સુભિન્ન નામ, સ્વરૃપ અને ઉપયોગવાળા એક નવા ઉત્પાદનનો અવિર્ભાવ થાય છે અને 'વિનિર્માતા (ઉત્પાદકો)' પદનું તદનુસાર અર્થ લગાવવામાં આવશે.

    'બજાર મૂલ્ય'નો અર્થ એટલે એવી પૂરી રકમ થશે, જેના પુરવઠાના પ્રાપ્તિકર્તાથી, એવા જ પ્રકાર અને ક્વૉલિટીના માલ કે સેવાઓ કે બંનેને, એ જ સમય પર અથવા એની આસપાસ અને જ્યાં પ્રાપ્તિકર્તા અને સપ્લાયર્સ સંબંધિત નથી, ત્યાં એ જ વાણિજ્યિક સ્તર પર અભિપ્રાપ્ત કરવા માટે ચૂકવણીની અપેક્ષા હોય છે.

    'મિશ્રિત પુરવઠો'નો અર્થ કોઈ કરપાત્ર વ્યક્તિ દ્વારા, કોઈ એકલ કિંમત માટે માલ કે સેવાઓનો અથવા એના કોઈ એવા સમુચ્ચ્યનો, જે પરસ્પર સહયોજનથી બનાવવામાં આવ્યો છે, બે કે અધિક પૃથક-પૃથક પુરવઠો છે, જ્યાં એવા પુરવઠાથી કોઈ સંયુક્ત પુરવઠો ગઠિત નથી થતો.

    દૃષ્ટાંત :

    ડબ્બાબંધ ખાદ્ય પદાર્થ, મિઠાઈ, ચૉકલેટ, કેક, મેવા, પીણાં અને ફળના જ્યૂસને મિલાવીને બનાવવામાં આવેલા પેકેજનો પુરવઠો, જ્યારે તે કોઈ એકલ કિંમત માટે કરવામાં આવ્યો છે, તો તે પુરવઠો મિશ્રિત પુરવઠો છે. આ વસ્તુઓમાંથી પ્રત્યેક વસ્તુનો અલગ-અલગ પુરવઠો કરી શકાય છે અને તે કોઈ અન્ય પર નિર્ભર નહીં હોય. જો આ વસ્તુઓનો અલગ-અલગ પુરવઠો કરવામાં આવે છે, તો તે મિશ્રિત પુરવઠો નહીં હોય.

    'ધન'નો અર્થ ભારતીય વિધિમાન્ય મુદ્રા કે કોઈ વિદેશી કરેન્સી, ચોક, વચનપત્ર, વિનિમય પત્ર, ભથ્થા પત્ર, ડ્રાફ્ટ, ચૂકવણી આદેશ, યાત્રી ચોક, મની ઑર્ડર, ટપાલ કે ઇલેક્ટ્રૉનિક વિપ્રેશણ આદેશ કે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા માન્યતાપ્રાપ્ત કોઈ અન્ય લેખિત અર્થ છે, જ્યારે એનો ઉપયોગ કોઈ બાધ્યતાના પરિનિર્ધારણ માટે કે કોઈ અન્ય અંકિત મૂલ્યની ભારતીય વિધિમાન્ય મુદ્રાથી વિનિમયના પ્રતિફળના રૃપમાં કરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ એવી કરેન્સી સામેલ નહીં થાય, જેનું પોતાનું મુદ્રા વિષયક મૂલ્ય છે.

    'મોટર યાન'નો અર્થ એ જ થશે, જે મોટર યાન અધિનિયમ, ૧૯૮૮ (૧૦૮૮નો ૫૯)ની ધારા ૨ના ખંડ (૨૮)માં એનો અર્થ છે.

    'અનિવાસી કરપાત્ર વ્યક્તિ'નો અર્થ એવો વ્યક્તિ છે, જે યદા કદા, પ્રધાન કે એજન્ટના રૃપમાં કે કોઈ અન્ય હેસિયતમાં એવા સંવ્યવહાર કરે છે, જેમાં માલ કે સેવાઓ અથવા બંનેનો પુરવઠો સામેલ છે, પરંતુ જેનું ભારતમાં કારોબારનું કોઈ નિયત સ્થાન કે કોઈ નિવાસ સ્થાન નથી.

    'બિન-કરપાત્ર પુરવઠો'નો અર્થ માલ કે સેવાઓ અથવા બંનેનો એવો પુરવઠો છે, જે આ અધિનિયમ હેઠળ કે એકીકૃત માલ અને સેવા કર અધિનિયમ હેઠળ કરથી ઉદ્ગ્રહિત નથી.

    'બિન-કરપાત્ર રાજ્યક્ષેત્ર'નો અર્થ એવા રાજ્યક્ષેત્રથી છે, જે કરપાત્ર રાજ્યક્ષેત્રથી બહાર છે.

    'અધિસૂચના'નો અર્થ રાજપત્રમાં પ્રકાશિત કોઈ અધિસૂચના છે અને 'અધિસૂચિત કરવું' અને 'અધિસૂચિત' પદોનો તદ્નુસાર અર્થ લગાવવામાં આવશે.

    'અન્ય રાજ્યક્ષેત્ર'માં એવા રાજ્યક્ષેત્રોથી ભિન્ન રાજ્યક્ષેત્ર સામેલ છે, જે કોઈ રાજ્યમાં સમાવિષ્ટ છે અને જે ખંડ (૧૧૪)ના ઉપખંડ (ક)થી ઉપખંડ (ઙ)મા નિર્દિષ્ટ છે.

    કોઈ કરપાત્ર વ્યક્તિના સંબંધમાં 'આઉટપુટ કર'નો અર્થ એના દ્વારા કે એના એજન્ટ દ્વારા કરવામાં આવેલો માલ કે સેવાઓ અથવા બંનેના પુરવઠા પર આ અધિનિયમ હેઠળ લેવાપાત્ર કર છે, પરંતુ એમાં વિપરીત ચાર્જના આધાર પર એના દ્વારા ચૂકવવા પાત્ર કરને બાકાત કરવામાં આવ્યો છે.

    કોઈ કરપાત્ર વ્યક્તિના સંબંધમાં 'જાવક પુરવઠો'નો અર્થ કોઈ વ્યક્તિ દ્વારા કારોબાર દરમિયાન કે એને અગ્રેસર કરવામાં કરવામાં આવેલ કે અગ્રેસર કરવામાં આવવા માટેનો કરાર મેળવવામાં આવેલો માલ કે સેવાઓ કે બંનેનો, વેચાણ, અંતરણ, વસ્તુ-વિનિમય, વિનિમય, અનુજ્ઞપ્તિ, ભાડું, લીઝ કે વ્યયન કે કોઈ પણ અન્ય રીતિથી કરવામાં આવેલો પુરવઠો છે.

    'વ્યક્તિ' અંતર્ગત નિમ્નલિખિત છે -

    કોઈ વ્યક્તિગત.

    કોઈ હિન્દૂ અવિભક્ત કુટુંબ.

    કોઈ કંપની.

    કોઈ ફર્મ.

    કોઈ મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી.

    કોઈ વ્યક્તિ સંગમ કે વ્યક્તિગત નિકાસ, ભલે ભારતમાં કે ભારતની બહાર નિગમિત હોય કે ના હોય.

    કોઈ કેન્દ્રીય અધિનિયમ અથવા રાજ્ય અધિનિયમ કે પ્રાંતીય અધિનિયમ દ્વારા અથવા એના હેઠળ સ્થાપિત કોઈ નિગમ કે કંપની અધિનિયમ, ૨૦૧૩ (૨૦૧૩નો ૧૮ની ધારા-૨ના ખંડ (૪૫)માં યથાપરિભાષિત કોઈ સરકારી કંપની.

    ભારતની બહાર કોઈ દેશની વિધિ દ્વારા કે એના હેઠળ નિગમિત કોઈ કૉર્પોરેટ એકમ.

    સહકારી સોસાયટીઓથી સંબંધિત કોઈ વિધિ હેઠળ રજિસ્ટ્રીકૃત કોઈ સહકારી સોસાયટી.

    કોઈ સ્થાનીય સત્તાધિકારી (ઑથોરિટી).

    કેન્દ્રીય સરકાર કે કોઈ રાજ્ય સરકાર.

    સોસાયટી રજિસ્ટ્રીકરણ અધિનિયમ, ૧૮૬૦ (૧૮૬૦નો ૨૧) હેઠળ યથા પરિભાષિત સોસાયટી.

    ન્યાસ (ટ્રસ્ટ). અને

    પ્રત્યેક એવો કૃત્રિમ વિધિક વ્યક્તિ, જે ઉપરોક્ત કોઈમાં નથી આવતો.

    'કારોબારના સ્થાન' અંતર્ગત નિમ્નલિખિત છે :-

    તે સ્થાન, જ્યાંથી સામાન્ય રીતે કારોબાર કરવામાં આવે છે અને એના અંતર્ગત કોઈ ગોડાઉન કે કોઈ અન્ય સ્થાન પણ છે, જ્યાં કરપાત્ર વ્યક્તિ પોતાના માલનું ભંડારણ કરે છે, માલ કે સેવાઓ અથવા બંનેનો પુરવઠો કરે છે અથવા પ્રાપ્ત કરે છે. અથવા

    તે સ્થાન, જ્યાં કરપાત્ર વ્યક્તિ પોતાની હિસાબી પુસ્તકોને અનુરક્ષિત રાખે છે. અથવા

    તે સ્થાન, જ્યાં કોઈ કરપાત્ર વ્યક્તિ, કોઈ એજન્ટના માધ્યમથી, ભલે તે કોઈ નામથી જ્ઞાત હોય, કારોબારમાં લાગેલો છે.

    'પુરવઠાનું સ્થાન'નો અર્થ એકીકૃત માલ અને સેવા કર અધિનિયમના અધ્યાય ૫માં યથાનિર્દિષ્ટ પુરવઠાનું સ્થાન છે.

    'વિહિત'નો અર્થ પરિષદ્ની ભલામણો પર આ અધિનિયમ હેઠળ બનાવવામાં આવેલા નિયમો દ્વારા નિયત છે.

    'પ્રધાન'નો અર્થ એવો વ્યક્તિ છે, જેની તરફથી કોઈ એજન્ટ માલ કે સેવાઓ અથવા બંનેના પુરવઠા કે પ્રાપ્તિનો કારોબાર કરે છે.

    'કારોબારનું મુખ્ય સ્થાન'નો અર્થ રજિસ્ટ્રીકરણ પ્રમાણપત્રમાં કારોબારના મુખ્ય સ્થાનના રૃપમાં ઉલ્લેખિત કારોબારનું સ્થાન છે.

    'મુખ્ય પુરવઠો'નો અર્થ એવા માલ કે સેવાઓ પૂરી પાડવાનો છે, જેનાથી કોઈ સંયુક્ત પુરવઠો કે પ્રધાન કારકનું ગઠન થાય છે અને જેના માટે સંયુક્ત પુરવઠાના ભાગરૃપે કોઈ અન્ય પુરવઠો આનુષંગિક છે.

    આ અધિનિયમ હેઠળ પાલન કરવામાં આવવાવાળા કોઈ કાર્યના સંબંધમાં 'યોગ્ય અધિકારી'થી કેન્દ્રીય કરનો એવો વ્યક્તિ કે અધિકારી છે, જેને બોર્ડના કમિશનર દ્વારા તે કાર્ય સોંપવામાં આવ્યું છે.

    'ત્રિમાહી'નો અર્થ એવી અવધિ છે, જેમાં કોઈ કેલેન્ડર વર્ષના માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતિમ દિવસે સમાપ્ત થવાવાળા ત્રણ ક્રમવર્તી કેલેન્ડર મહીના સમાવિષ્ટ હોય.

    માલ કે સેવાઓ અથવા બંનેના પુરવઠાના 'પ્રાપ્તિકર્તા'નો અર્થ -

    જ્યાં માલ કે સેવાઓ અથવા બંનેના પુરવઠા માટે કોઈ પ્રતિફળ ચૂકવવાપાત્ર છે, ત્યાં એવો વ્યક્તિ, જે એ પ્રતિફળની ચૂકવણીનો જવાબદાર છે.

    જ્યાં માલના પુરવઠા માટે કોઈ પ્રતિફળ ચૂકવવાપાત્ર નથી, ત્યાં એવો વ્યક્તિ, જેને માલ પ્રદત્ત

    Enjoying the preview?
    Page 1 of 1